અમેરિકાએ તુર્કી પાસેથી ખાશોગી 'મર્ડર' ટેપ માગી

ઇમેજ સ્રોત, Getty Images
ગયા બે અઠવાડિયાથી ગાયબ થયેલા પત્રકાર જમાલ ખાશોગી મામલે નવો વળાંક આવ્યો છે.
અમેરિકાએ તુર્કી પાસેથી ખાશોગી 'મર્ડર'ની ટેપ માગી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી.
તુર્કી પોલીસનું કહેવું છે કે ઇસ્તાંબુલ ખાતે સાઉદી અરેબિયાની કૉન્સ્યુલેટમાં ખાશોગીની હત્યા કરવામાં આવી છે.
જોકે સાઉદી અરેબિયા આ આરોપોને નકારે છે. તા. બીજી ઑક્ટોબરે ખાશોગીને બિલ્ડિંગમાં પ્રવેશતા જોઈ શકાય છે, પરંતુ તેઓ બહાર નીકળ્યા ન હતા.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિઓને સાઉદીના રાજા સલમાન સાથે વાત કરવા માટે સાઉદી અરેબિયા મોકલ્યા હતા.
પરત ફર્યા બાદ પૉમ્પિઓએ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી, જેના આધારે એવા કયાસ કાઢવામાં આવી રહ્યા છે કે આગામી સમયમાં સાઉદી તથા અમેરિકા વચ્ચે તણાવ વકરી શકે છે.

ટ્રમ્પ લઈ રહ્યા છે રસ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, ''રાજા સલમાનને આ મામલે કોઈ જાણકારી નથી, મેં માઇક પૉમ્પિઓને તુરંત સાઉદી અરેબિયા પહોંચી તેમની સાથે વાત કરવાનું કહ્યું છે.''
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, ''માઇક પૉમ્પિઓ કલાકમાં સાઉદી અરેબિયા માટે રવાના થઈ જશે. અમે હકીકત જાણવા માટે બનતા પ્રયત્નો કરીશું''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''હું તમને જણાવી દઉં કે રાજાએ આ મામલે કોઈ પણ જાણકારી હોવાનો ઇન્કાર કર્યો છે. એ સાચેમાં કશું જ નથી જાણતા કે પછી હું એમના મગજમાં ડોકિયું કરવા નથી માંગતો''
તમે આ વાંચ્યું કે નહીં?
''પરંતુ બની શકે છે કે કોઈ દુષ્ટ ગુનેગારે જમાલ ખાશોગીની હત્યા કરી નાખી હોય. આ મામલાની જડ સુધી જરૂર પહોંચીશું''
ટ્રમ્પે કહ્યુ કે સાઉદી અરેબિયાના સુલતમાન સાથે વાત કર્યા બાદ પૉમ્પિઓ તુર્કી માટે રવાના થશે.

ઇમેજ સ્રોત, AFP
સાઉદી સરકારના ટીકાકાર ગણાતા પત્રકાર જમાલ ખાશોગી 2જી ઑક્ટોબરે ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસમાં ગયા બાદ પરત નહોતા ફર્યા.
તુર્કીના તપાસ અધિકારીઓનો આરોપ છે કે દૂતાવાસની અંદર જ પત્રકારની હત્યા કરી મૃતદેહને ઠેકાણે પાડી દેવાયો હતો.
જોકે, સાઉદી અરેબિયા અત્યારસુધી બધા જ આરોપોને નકારતું આવ્યું છે.
અમેરિકન મીડિયાના પુષ્ટિ ના કરી શકાયેલા અહેવોલ અનુસાર સાઉદી અરેબિયા આ મામલે એવું માનવા તૈયાર થઈ ગયું છે કે પત્રકાર પૂછપરછ દરમિયાન આકસ્મિક રીતે માર્યા ગયા હતા, જ્યારે તેમનું અપહરણ કરવાની યોજના હતી.

ઇમેજ સ્રોત, EPA
અહીં તુર્કીનું માનવું છે કે એમના અધિકારી સાઉદી દૂતાવાસની તપાસ કરી રહ્યા છે.
અધિકારી ખાશોગીની કથિત હત્યાના પુરાવાઓ શોધી રહ્યા છે.
જોકે, ઇસ્તંબૂલ સ્થિત પત્રકારોનું કહેવું છે કે તપાસ અધિકારીઓ દૂતાવાસમાં પહોંચ્યા એ પહેલાં જ તેમણે સફાઈ કામદારોને ઇમારતની અંદર જતા જોયા હતા.

ઇમેજ સ્રોત, EPA
આ મામલે યુરોપીયન સંઘનાં વિદેશ નીતિ પ્રમુખ ફૅડેરિકા મૉઘેરિનીએ કહ્યું કે યુરોપને પોતાના પ્રશ્નોના જવાબો જોઈએ છે.
એમણે કહ્યું, ''અમે પારદર્શિતાની આશા રાખીએ છીએ અને આ વાત પર બધા જ દેશો એકમત છે. અમે ઈચ્છીશું કે સાઉદી અને તુર્કી સંયુક્ત રીતે આની તપાસ કરે.''
''અમે અમેરિકા સહિત અમારા બધા જ મિત્રોના સંદેશાઓથી સહમત છીએ. મને લાગે છે કે આ મામલે અમારી અને અમેરિકાની વિચારસરણી સરખી છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














