ફેસબુકનું નવું ટૂલ કઈ રીતે લોકોને કરાવશે કમાણી?

ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુક દુનિયાભરમાં પોતાની વૉચ-સ્ટ્રીમિંગ સર્વિસ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. અમેરિકામાં આ સર્વિસ એક વર્ષથી ચાલી રહી છે.
આ સર્વિસ યૂઝર્સને અગણિત વિકલ્પો પૂરા પાડશે, જેમાંથી તેઓ પોતાના મનપસંદ શોની પસંદગી કરી શકશે.
જેમાં મોટી બ્રાન્ડ અને નવા પ્લેયર બન્નેના શો જોવા મળશે. આ ઉપરાંત ન્યૂઝ ફીડમાં સેવ કરવામાં આવેલી ક્લિપ પણ અહીં જોઈ શકાશે.
દર્શક જે વીડિયોને વધારે જોશે તેની જાહેરાતો મળવા માંગશે. હજી સુધી કેટલાક પસંદગીના પબ્લિશરને જ આ લાભ મળી શકતો હતો.
શરૂઆતમાં બ્રિટન, અમેરિકા, આયરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલૅન્ડમાં બતાડવામાં આવતા વીડિયોઝમાં જ આ સગવડો ઉપલબ્ધ હશે.
વીડિયોથી થતો ફાયદો નિર્માતા અને ફેસબુકમાં વહેંચી આપવામાં આવશે. નિર્માતાને 55 ટકા અને ફેસબુકને 45 ટકા નાણાં મળશે.
ફેસબુક બુધવારે આ સર્વિસના આરંભની તારીખ જાહેર કરવાની હતી પણ જાણકારી લીક થવાને કારણે આ ઘોષણા અટકાવી દેવામાં આવી છે. આ કારણે કેટલાક યૂઝર્સ આનું પેજ જોઈ શકતા નહોતા.

યૂ ટ્યૂબ માટે કપરા દિવસો?

ઇમેજ સ્રોત, facebook
ફેસબુકની વૉચ સર્વિસને યૂ ટયૂબનું હરિફ સર્વિસ ગણાવાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માત્ર યૂ ટયૂબ જ નહીં પણ પરંપરાગત ટીવી ચૅનલો અને ઑનલાઈન આઉટલેટ જેમ કે નેટફ્લિક્સ, ઍમેઝૉન વીડિયો, બીબીસી આઈ પ્લેયર અને ફેસબુકનાં પોતાના ઇંસ્ટ્રાગ્રામ ટીવીને પણ ટક્કર આપશે.
ગયા અઠવાડિયે કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાનાં લોકોએ માત્ર શરૂઆતનાં વર્ષોમાં જ આમાં રસ દાખવ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ડિફ્યૂઝન સમૂહે 1,632 પુખ્ત ફેસબુક યૂઝર્સને આ અંગે સવાલ કર્યા હતા.
જેમાંથી 50 ટકા લોકોએ વૉચ અંગે ક્યારે પણ સાંભળ્યું નહોતું, જ્યારે 24 ટકા લોકોએ કહ્યું હતું કે ઑન-ડિમાંડ સર્વિસ અંગે એમને જાણકારી તો હતી પણ એમને ક્યારેય આનો ઉપયોગ કર્યો નહોતો.
માત્ર 14 ટકા લોકોએ કહ્યું કે એમને અઠવાડિયામાં એક વખત આ સર્વિસનો ઉપયોગ કર્યો છે.
જોકે, એક બીજા રિપોર્ટ અનુસાર વૉચના કેટલાક શૉ લાખો લોકોએ નિહાળ્યા છે. કેટલાક તો વારંવાર આ શૉને જોવા માંગે છે.
પ્લેટફૉર્મના ઑરિજનલ પ્રોગ્રામ્સ માટે કેટલીક જાણીતી હસ્તીઓ પણ કામ કરી રહી છે.
એમાંથી કેટલાંક નામ છે:
- જેડા પિંકેટ સ્મિથ, જે ટૉક શો રેડ ટેબલ ટૉકમાં કામ કરી રહ્યાં છે.
- એલિઝાબેથ ઓલ્સેન 'સૉરી ફૉર યોર લૉસ' ડ્રામામાં જોવા મળશે. આ ડ્રામાનું આવતા મહિને પ્રિમિયર આયોજીત કરવામાં આવશે.
- બ્રિટિશ એડવેંચર બૅર ગ્રિલ્સ રિએલિટી શો 'ફેસ ધ વાઈલ્ડ'નાં હોસ્ટ છે.

આ રીતે લોકો કમાણી કરી શકશે

ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુકે દાવો કર્યો છે કે એમની સર્વિસ લોકોને ઇન્ટરૅક્ટ કરવામાં મદદ કરે છે.
ફેસબુકમાં વીડિયોના વાઇસ પ્રેસિડેન્ટ ફુડજી સિમોનું કહેવું છે, ''કન્ટેન્ટ લઈને તમે મિત્રો, આસપાસનાં લોકો કે નિર્માતાઓ સાથે વાત કરી શકો છો.''
સિમો વૉચ પાર્ટી ફીચર અંગે જણાવે છે કે આ ફીચરની મદદથી બે લોકો એક સાથે શો જોઈ શકે છે.
આ ઉપરાંત એન્ગેજમેન્ટ વધારવા માટે નિર્માતા પોલ, ચેલેંજ કે ક્વિઝ ચલાવી શકે છે.
જો કોઈ નિર્માતા ફેસબુકની વૉચ સર્વિસ માટે કન્ટેટ તૈયાર કરવા માંગે છે તો તેમની પાસે કેટલીક યોગ્યતા હોવી જરૂરી છે.
- નિર્માતાએ ત્રણ મિનિટ કરતાં લાંબો વીડિયો બનાવ્યો હોય
- બે મહિનાની અંદર એમના કંટેટને ત્રીસ હજાર લોકોએ ઓછામાં ઓછી એક મિનિટ જોયો હોય.
- એમનાં 10,000 કરતાં વધારે ફૉલોઅર્સ હોય
એમની ઑફિસ એડ બ્રેક સગવડવાળા કોઈ એક દેશમાં હોય
એક ઇન્ડસ્ટ્રી વૉચરનું માનવું છે કે આ શરતો સ્વતંત્ર વીડિયો નિર્માતા માટે ફાયદાકારક સાબિત થશે.
આ નિર્માતા યૂ ટયૂબની નીતિઓથી ખૂબ હેરાન થતા હોય છે કારણ કે યૂ ટયૂબ પોતાનો આગવો જાહેરાત કાર્યક્રમ ચલાવે છે.
આ જ કારણ છે કે કેટલાક નિર્માતા કમાણીની બીજી રીતો શોધે છે.
એમાંથી કેટલાકે તો અમેઝોનનાં ટ્વીટનો ઉપયોગ કરવાની શરૂઆત પણ કરી છે.
એટલે ફેસબુકની વૉચ સર્વિસ આ લોકો માટે એક ઉમદા વિકલ્પ સાબિત થઈ શકે છે.
ફેસબુકનું કહેવું છે કે ફ્રાંસ, જર્મની, નૉર્વે, મેક્સિકો અને થાઇલૅન્ડ જેવા દેશોનાં નિર્માતાઓને સપ્ટેમ્બર થી એડ બ્રેક મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














