Facebookની મેસેન્જર કિડ્સ નામની ઍપ્લિકેશન

બાળકી

ઇમેજ સ્રોત, facebook

ઇમેજ કૅપ્શન, બાળકો તેમના મિત્રો અને વયસ્ક લોકો સાથે વિડિઓ ચેટ કરી શકે છે

હવે બાળકો પણ ફેસબુક પર તેમનું અકાઉન્ટ બનાવી શકે છે. બાળકો તેમના વડીલો પાસેથી વેરીફાઇડ અકાઉન્ટ દ્વારા તેમના મિત્રો સાથે વીડિયો ચેટ કરી શકે છે અને એક બીજા સાથે ફોટા શેઅર કરી શકે છે.

એક રિસર્ચ મુજબ, તેર વર્ષથી ઓછી ઉંમરનાં બે કરોડથી વધુ બાળકો આ સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરે છે.

તેથી સોમવારે, ફેસબુકે બાળકો માટે તૈયાર કરેલી તેની પ્રથમ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. જોકે, તેના ઉપયોગ પહેલાં વડીલોની મંજૂરી લેવી જરૂરી છે.

તમને આ પણ વાંચવું ગમશે

મૅસેન્જર કિડ્સ નામની મૅસેજિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ સરળ છે. આ લૉક કરી શકાય તેવી ઍપ્લિકેશન છે, જેને તેર વર્ષથી નાની ઉંમરના બાળકો વાપરી શકે છે.

મેસેન્જર કિડ્સ ઍપના પ્રોડક્ટ મેનેજર લોરેન ચેંગે જણાવ્યું હતું કે, "માતા-પિતા તેમના બાળકોને આજકાલ સ્માર્ટફોન્સ, લૅપટોપ અને ટૅબ્લેટનો ઉપયોગ કરવાની છૂટ આપવા લાગ્યા છે, પરંતુ તેમના બાળકો તેનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તેની ચિંતા તેમને સતાવે છે. "

line

મંજૂર થયેલા મિત્રો

બાળકોનું મેસેન્જર

ઇમેજ સ્રોત, facebook

ઇમેજ કૅપ્શન, આ ઍપ ડિઝાઇનર્સનું માનવું છે કે ઍપ પર વડીલોનો કંટ્રોલ રહે છે તેથી તેનો ઉપયોગ સલામત છે.

જો બે બાળકો મૅસેન્જર કિડ્સ પર મિત્રો બનવા માંગતા હોય, તો બંને બાળકોએ તેમનાં માતાપિતાની મંજૂરી લેવી ફરજિયાત છે.

એકવાર મંજૂરી મળી જાય એ પછી જ બાળકો મિત્રો સાથે લાઇવ વીડિયો ચેટ કરી શકે છે અને એકબીજાને ફોટા કે મેસેજ મોકલી શકે છે.

આ ઍપ્લિકેશનમાં બાળકો માટે જીઆઇએફ, ફ્રેમ્સ, સ્ટીકરો, માસ્ક અને ડ્રોઇંગ કરવા માટેના ટૂલ્સની લાઇબ્રેરી બનાવવામાં આવી છે.

મંજૂર થયેલા મિત્રો અને વયસ્કો ઍપ્લિકેશન દ્વારા બાળકોનો સંપર્ક કરી શકે છે. જોકે, તેઓ સામાન્ય ફેસબુક મેસેન્જર ઍપ્લિકેશન દ્વારા તેમના સંદેશા મેળવશે.

મૅસેન્જર બાળકનો પ્રોફાઇલ બનાવતાં પહેલા બાળક વિશે જાણકારી એકત્ર કરશે. બાળકનું નામ, તેમને મળતા સંદેશાઓની સામગ્રી વગેરે પર ઍપ્લિકેશનની નજર રહેશે.

ફેસબુક આ માહિતીને થર્ડ પાર્ટી કોપા (Coppa) સાથે પણ શૅર કરશે. યુ.એસ. માં ચિલ્ડ્રન્સ ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ - કોપા તરીકે ઓળખાય છે. જે ડેટા પ્રોટેક્શન નીતિનું પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખે છે.

બાળકોનું મેસેન્જર

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, બાળકો માટે વીડિયો ચેટ વધુ આનંદદાયક બનાવવા માટે ફેસબુકે નવી ઇફેક્ટ્સનો ઉપયોગ કર્યો છે.

ઇફેક્ટ્સ

ફેસબુકે બાળકો માટેની વીડિયો ચેટ વધારે રસપ્રદ બનાવવા માટે તેમાં ઘણીબધી ઇફેક્ટ્સ ઉમેરી છે.

આ નવી ઍપ્લિકેશનનો સ્પષ્ટ વ્યાપારી લાભ જોઈ શકાય છે, કારણ કે બાળકોનાં રસ પ્રમાણે તેના પર જાહેરાતો મુકવામાં આવશે.

જોકે, ફેસબુકે આ વિશે સ્પષ્ટતા કરી છે કે તેનો ઉદ્દેશ માત્ર બાળકોને એકબીજા સાથે જોડવાનો છે.

જો બાળક મોટા થઈને મુખ્ય ફેસબુક સાથે જોડવા ઇચ્છતા હશે તો તેમણે ફેસબુકમાં નવું અકાઉન્ટ બનાવવું પડશે.

line

અસર

ફેસબુકમાં શરૂઆતમાં રોકાણ કરનાર સેન પાર્કર આ નવી ઍપ વિશે ચોક્કસ નથી. તેઓ કહે છે કે ખબર નથી કે આની બાળકોના મગજ પર શું અસર થશે.

આટલા નાના બાળકોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવવું જોઇએ કે નહીં એ સવાલ પર કેટલાક લોકો ખુશ થઇ ઍપને વધાવી રહ્યા છે. તેમને લાગે છે કે બાળકોને આ નવી ઍપનો ઉપયોગ કરવામાં મજા આવશે.

તો બીજા કેટલાક લોકો આ આઇડિયા સાથે સહમત નથી. આ ઍપ્લિકેશન શરૂઆતમાં ફક્ત એપલના iOS ઑપરેટિંગ સિસ્ટમ પર યુએસમાં જ ઉપલબ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો