દૃષ્ટિકોણઃ ડગમગતા જ્ઞાતિ સમીકરણો વચ્ચે બચવાના પ્રયાસ કરતી બીજેપી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1995માં પૂર્ણ બહુમતી મેળવી જીતનારા ભાજપ માટે ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર સમાજના 15 ટકા મતદારો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે.
પરંતુ આ વખતે માનવું છે કે પાટીદારો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના મતના ગણિત પર વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાસેશનનો દૃષ્ટિકોણ અહીં વાંચોઃ
એવું નથી કે ભાજપે પાટીદારો માટે કંઈ ખોટું કર્યું છે અને કોંગ્રેસે કંઈક વધુ સારું કામ કરી દીધું છે.
તમને આ પણ વાંચવું ગમશે
કોંગ્રેસ પ્રત્યે પાટીદાર સમાજનો વિરોધ 1980ના દાયકામાં જ શરૂ થઈ ગયો હતો, જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોને એક કરી સામાજિક ગઠબંધન બનાવ્યું હતું.
આ ગઠબંધનને ઇતિહાસ 'ખામ'ના નામે ઓળખે છે. ઇંદિરા ગાંધીના આશીર્વાદ પ્રાપ્ત આ ગઠબંધનથી પાટીદારોને દૂર રખાયા હતા.
જે રીતે ઉત્તર પ્રદેશમાં જાટ, રાજસ્થાનમાં મીણા અને કર્ણાટકમાં લિંગાયત રાજકીય રૂપે મહત્વપૂર્ણ રહ્યાં છે તેવી જ સ્થિતિ ગુજરાતમાં પટેલોની છે.
પટેલો કોંગ્રેસ પાર્ટીની અંદર અને બહાર તનો રાજકીય વિરોધ કરતા રહ્યાં છે.

ઇમેજ સ્રોત, AFP
જો કે એવું નથી કે કોંગ્રેસમાં ઘણા બધા પટેલ હતા, કેમ કે આ પાર્ટી ક્યારેય તેમની પહેલી પસંદ નથી રહી. પરંતુ જેઓ પાર્ટીમાં હતા, તેઓ 'ખામ' વિરૂદ્ધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાંથી બે, વલ્લભભાઈ પટેલ અને પોપટભાઈ સનાતુ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ કોંગ્રેસ સરકારે પોલીસ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી.
ત્યારબાદ ભાજપે મુખ્યમંત્રીના રૂપમાં કેશુભાઈ પટેલની પસંદગી કરી હતી. આમ થતાં પટેલો ભાજપના કટ્ટર સમર્થક બની ગયા હતા.
તેઓ ત્યારે પણ ભાજપ માટે ઇમાનદાર રહ્યાં, જ્યારે મુખ્યમંત્રીના પદ પર પહેલા સુરેશ મહેતા અને પછી ઓબીસી સાથે સંબંધ ધરાવતા નરેન્દ્ર મોદીને લાવવામાં આવ્યા.

પાટીદારો ભાજપથી કેમ થયા નારાજ?

ઇમેજ સ્રોત, Getty Images
મોદીએ પોતાની જ્ઞાતિની ઓળખને જાહેર કરી. તેઓ એ જાણતા હતા કે જ્ઞાતિને ખુલીને જાહેર કરવાનો મતલબ છે, પટેલો સાથે દુશ્મનીને નિમંત્રણ આપવું.
જો કે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીના સમયે ભાજપે સામાજિક આધાર વધારવાના ઉદ્દેશ્ય સાથે અન્ય પછાત જ્ઞાતિઓને એક કરવાનું કામ કર્યું.
ગુજરાતના ઓબીસી સમાજના લોકો પોતાની નિષ્ઠા ઓબીસી સમાજ પ્રત્યે બતાવશે, કદાચ એ જ ડરથી પટેલોને શિક્ષા અને રોજગાર માટે યુવા હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામતની માગ માટે પ્રેરિત કરાયા.
હાર્દિક પટેલ ચૂંટણી નથી લડી શકતા, કેમ કે તેઓ હજુ 23 વર્ષના જ છે. પરંતુ હાર્દિક પટેલે એક મોટા તબક્કા, ખાસ કરીને યુવાનોની ભાવનાઓને જગાવી છે.
એ જ કારણોસર આ યુવા ખુલીને ભાજપને છોડીને હાર્દિક પટેલને સમર્થન આપી રહ્યાં છે. એ શરત પર પણ, જો હાર્દિક કોંગ્રેસની સાથે જાય છે.

કેટલો છે હાર્દિકનો પ્રભાવ ?

ઇમેજ સ્રોત, Getty Images
એ અતિશયોક્તિ નથી કે આ વર્ષે ગુજરાત ચૂંટણીમાં હાર્દિક પટેલ એક મહત્વપૂર્ણ ફેક્ટર છે.
તેમની સાથે બે યુવા અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી પણ છે.
પરંતુ એક ત્રિપુટીના રૂપમાં કદાચ જ તેમને જોવામાં આવે છે. કેમ કે તેમની વચ્ચે પારસ્પરિક જ્ઞાતિગત વિરોધાભાસ તેમને એક સામાજિક ધરા પર ઊભા નથી રહેવા દેતા.
અલ્પેશ પછાત જાતિ સાથે સંબંધ ધરાવે છે, તો મેવાણી દલિત છે. પરંતુ પટેલ આ બન્ને જ્ઞાતિઓથી અંતર બનાવી રાખવા માગે છે.
એ કારણે કોંગ્રેસના ઠાકોર નેતાઓને નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રમાં આ હિચક સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

પટેલ કોંગ્રેસને મનથી સ્વીકારી નથી શક્યા અને ગુજરાત સરકાર દ્વારા તેમના સમાજ સાથે અન્યાય કર્યો હોવા છતાં મતદાનના દિવસે તેઓ ભાજપને સમર્થન આપી શકે છે.
કોંગ્રેસનાં સ્થાનિક પ્રતિનિધિઓની ગણતરીમાં થોડી સત્યતા હોઈ શકે છે. સુરત દક્ષિણ ગુજરાતનું રાજકીય અને વ્યાવસાયિક કેન્દ્ર છે.
અહીં વસ્ત્ર અને હીરા વેપાર સાથે જોડાયેલા પટેલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓ છે તો મૂળ સૌરાષ્ટ્રના વતની, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે.
વર્ષ 2015માં અમદાવાદમાં પટેલો વિરૂદ્ધ થયેલી પોલીસ કાર્યવાહીમાં જ્યારે 13 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયા ત્યારે નારાજગી એટલી વધી હતી કે થોડા દિવસો અગાઉ સુધી પટેલોની રહેણાંક સોસાયટીઓમાં ભાજપના ધારાસભ્યોને પ્રવેશવા દેવામાં આવતા ન હતા.

'...હજુ પણ મન ભાજપ સાથે'

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ ગુજરાતના પટેલો વચ્ચે ચૂંટણીમાં 'ભાજપને કોઈ પણ કિંમતે પાઠ ભણાવવા'ની ભાવના પાર્ટી માટે મુશ્કેલીનું કારણ છે.
સમાજમાં ચૂંટણીને લઈને ઊભી થયેલી દુવિધામાં ફસાયેલા એક યુવા પટેલ યુવક સાથે મેં વાત કરી. તેમણે સ્વીકાર કર્યો કે હજુ પણ તેમનું મન ભાજપની સાથે છે.
જો તેઓ અત્યારે કોંગ્રેસને મત આપે છે તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ અને નરેન્દ્ર મોદીને મત આપશે.
સોલંકી યુગ, જાતિ અને સાંપ્રદાયિક રમખાણની યાદો તાજી કરવી ભાજપની રણનીતિ હતી. આ એક વ્યાપારિક રાજ્ય છે અને અહીં રોકાણ તેમજ ફાયદાને લઈને ઘણું બધું દાવ પર છે.
સામાજિક અશાંતિથી વ્યાપારિક વર્ગની નારાજગી નક્કી હતી. તેમનું માનવું છે કે વ્યવસ્થા અને સાદગી તેમના વેપાર અને જીવન માટે ખૂબ જરૂરી છે.
બીજી તરફ ખેડૂત, જેમાં પટેલ પણ સામેલ છે, પહેલા પૂરના કારણે ખેતીને નુકસાન પહોંચવા, સરકાર દ્વારા વીમાની રકમ ચૂકવવામાં નિષ્ફળતા, પાકનો યોગ્ય ભાવ ન મળવો અને પછી GSTના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાહતનો વાયદો કરીને ખેડૂત વચ્ચે ઉદ્ભવેલા અવિશ્વાસ અને નારાજગીને દૂર કરવા પ્રયાસ કરશે. કોંગ્રેસે પહેલા જ કહી દીધું છે કે તેઓ ખેડૂતોનું દેવું માફ કરી દેશે.
ગાંધીનગર પહોંચવા માટે લડવામાં આવી રહેલી આ લડાઈમાં ગામડાઓમાં પણ એટલી જ મોટી ટક્કર છે, જેટલી શહેરોમાં છે. ભાજપ પણ આ વાતને જાણે છે.
(રાધિકા રામાસેશનની બીબીસી સાથેની વાતચીતને આધારે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












