વાઇ-ફાઇ સિગ્નલ સુધારવા માટે ઍલ્યુમિનિયમ ફૉઇલ કેટલી ઉપયોગી ?

એલ્યુમિનિયમ ફૉઇલ સાથેનું રાઉટર

આ ઉપાય કંઈ નવો નથી પરંતુ જો વિજ્ઞાન તેનું સમર્થન કરે તો એ ખૂબ જ પ્રમાણિક વાત બની જાય છે.

ઘરમાં વાઇ-ફાઇના સિગ્નલ મેળવવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. કારણ કે ઍલ્યુમિનિયમ ફૉઇલનો કીમિયો હવે લોકપ્રિય થઈ રહ્યો છે.

યુનિવર્સિટી ઑફ ડાઉટમાઉથના સંશોધનકારોનાં સંશોધન મુજબ રાઉટરના ઍન્ટૅનાની ફરતે ઍલ્યુમિનિયમ ફૉઇલ લગાડવાથી વાઇ-ફાઇનાં સિગ્નલ વધુ સારાં મળી શકે છે.

આવું કરવાથી નેટવર્કમાં આવતી બાધા પણ દૂર થાય છે અને કનેક્ષનની સુરક્ષામાં પણ વધારો થાય છે.

line

આવું કેવી રીતે થાય છે ?

વાઇ-ફાઇની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઘરમાં રાઉટરનું ઍન્ટૅના દરેક દિશાઓ માટે હોય છે એટલે કે સિગ્નલ ચારે તરફ વિખેરાયેલાં હોય છે.

ડાર્ટમાઉથના એન્જિનિયરોનું કહે છે, "ઍલ્યુમિનિયમ ફૉઇલથી બિલ્ડિંગમાં વાયરલેસ સંરચનાની ક્ષમતામાં સુધારો થાય છે, કારણ કે તે બિલ્ડિંગની ઇન્ટિરિયર ડિઝાઇન સહિતની આડશનો પ્રભાવ ઓછો કરે છે.”

“ઍલ્યુમિનિયમ ફૉઇલ મૂકવાથી સિગ્નલ એક દિશામાં કામ કરવા લાગે છે. ”

તમે આ વાંચ્યું કે નહીં?

જેથી રાઉટર પર ઍલ્યુમિનિયમ ફૉઇલને એવી રીતે લગાડવી જે વાઇ-ફાઇનાં સિગ્નલને રૂમ તરફ લાવે.

કેટલીક જગ્યાએ સિગ્નલ રોકવાના પણ ફાયદાઓ છે. જેમ કે તેને કાચ તરફ જતાં રોકી શકાય છે, જેથી સિગ્નલ રિફ્લેક્ટ ન થાય અને તમારું કનેક્શન વ્યવસ્થિત કામ કરી શકે.

line

ઉત્તમ સુરક્ષા

વાઇ-ફાઇની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સિગ્નલને દિશા આપવાથી તેમાં આવતી બાધા તો ઓછી થાય જ છે પરંતુ તે તમારા વાઇ-ફાઇની સુરક્ષા પણ વધારે છે.

ઍલ્યુમિનિયમ ફૉઇલ એ સુરક્ષાચક્ર તરીકે પણ કામ કરે છે, જે તમારા વાઇ-ફાઇની ચોરી થતા અટકાવવા ઉપયોગી છે.

ડાર્ટમાઉથના સંશોધનકારો આ ઘરગથ્થુ નુસખાને અલગ સ્તર પર લઈ ગયા છે.

તેમણે 3ડી મૉડલ પ્રિન્ટની એક સિસ્ટમ તૈયાર કરી છે, જે આપનાં સિગ્નલને ચોક્કસ દિશામાં લાવવા સૂચવે છે.

આ 3ડી પ્લાસ્ટિક પ્રિન્ટ ફરતે ઍલ્યુમિનિયમ ફૉઇલ લગાડી દો અને આપની સિસ્ટમ તૈયાર છે.

આ વાત સાંભળવામાં ઘણી સામાન્ય લાગે છે, પરંતુ આપણામાંથી ઘણા લોકો પાસે થ્રી-ડી પ્રિન્ટર નહીં હોય.

માટે થોડી ધીરજ અને રચાનાત્મકતા સાથે વધુ ખર્ચ કર્યા વગર આપણે જાતે જ ઍલ્યુમિનિયમ પેનલ બનાવી અને સિગ્નલની સમસ્યા ઉકેલી શકીએ છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો