આ કારણોથી તમારા મોબાઇલની બૅટરી થાય છે ડાઉન! આ રહ્યા ઉપાય

મોબાઇલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમસ્યાને પહોંચી વળવા કેટલાક આઇફોન્સની 'ઑપરેટિંગ સીસ્ટમ' ધીમી કરવામાં આવી છે

આજની ટેક્નૉલોજિની સૌથી મોટી સમસ્યા આપણા મોબાઇલ ફોનની બૅટરી લાંબો સમય કામ નથી કરતી.

તાજેતરમાં એપલ કંપનીએ પણ કબૂલાત કરી હતી કે આ સમસ્યાને પહોંચી વળવા કેટલાક આઈફોન્સની 'ઑપરેટિંગ સિસ્ટમ' ધીમી કરવામાં આવી છે.

ફોન તરત જ કોઈ ચેતવણી વગર અચાનક બંધ ન થઈ જાય તે માટે કંપની આવું કરી રહી છે તેવા કંપનીના દાવા છતાં તેની સામે કોર્ટમાં કેસ થયા છે.

અમેરિકાની કોર્ટમાં કંપની સામે આવા કેટલાક કેસ ચાલી રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

મોબાઇલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોબાઇલ ફોનમાં લિથિયમ-આયનની બૅટરી વપરાય છે

મોબાઇલ ફોનમાં લિથિયમ-આયન બૅટરી વપરાય છે. તે ઝડપથી ચાર્જ થાય છે અને તેની ડિઝાઇન પણ નાની છે.

પણ તેની આડઅસર પણ છે. આ બૅટરીઓ અસ્થાયી છે અને ઝડપથી પાવર સ્ટૉરેજ ગુમાવી દે છે.

પણ સ્માર્ટફોનની ઝડપથી બદલાતી ડિઝાઇન અને કદના લીધે આ સમસ્યા વધુ વકરતી જ જાય છે.

આમ બૅટરીની ક્ષમતા વધારવા માટે કોઈ અકસીર ઉકેલ નથી. પણ કેટલીક રીતે તેની કાર્યક્ષમતા વધારી શકાય છે.

line

ખરાબ કવરેજ

શહેરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલીક રીતે તેની કાર્યક્ષમતા વધારી શકાય છે

જ્યારે જ્યારે પણ તમારો મોબાઇલ ફોન વાઇ-ફાઇ સાથે કનેક્ટ થાય છે અથવા કનેક્શન સ્થાયી રાખે છે ત્યારે તે વધુ બૅટરી વાપરે છે.

આવું જે વિસ્તારમાં નબળા સિગ્નલ મળતા હોય અથવા યુઝર વધારે હોય ત્યાં થાય છે.

જેનું ઉદાહરણ જાહેર સ્થળો પરના વાઇ-ફાઇ છે.

આવું થાય તો તમે મોબાઇલને 'એરપ્લેન-મોડ' પર રાખો જેથી નબળા સિગ્નલવાળા વિસ્તારમાં તમારો ફોન નેટવર્ક નહીં વાપરે અને બૅટરી ઉતરી નહીં જાય.

line

ઍપ્લિકેશન

યુવાઓની તસવીર મોબાઇલ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍપ્લિકેશન વધુ બૅટરી વાપરે છે

તમે જે ક્ષણે ઍપ્લિકેશન ખોલો છો કે તરત જ તે બૅટરી વાપરવા લાગે છે.

અને તે અન્ય ટાસ્ક કરતા વધુ બૅટરી વાપરે છે.

જે ઍપ્લિકેશનની જરૂર ન હોય તેને બંધ રાખવી જોઇએ.

ફોનના સેટિંગ્સમાં તમે એ પણ જાણી શકો છે કે કઈ ઍપ્લિકેશન સૌથી વધુ બૅટરી વાપરે છે.

line

લોકેશન

મોબાઇલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફોનમાં જીપીએસ ચાલુ કરવાથી બૅટરી વધુ વપરાય છે

તમારા ફોનમાં જીપીએસ ચાલુ કરવાથી બૅટરી વધુ વપરાય છે.

એવી કેટલીક ઍપ્લિકેશન હોય છે જે તમને જાણ ન હોય તો પણ તે આપના લોકેશનનો ઉપયોગ કરે છે.

આમ જો તમે લોકેશનનો ઉપયોગ કરતી ઍપ્લિકેશનની સંખ્યા ઘટાડવા માંગતા હોય તો તમે સેટિંગ્ઝમાં જઈને તેને બંધ કરી શકો છો.

ઍન્ડ્રોઇડ અને એપલ બન્ને ફોનમાં તમે આ સેટિંગ્ઝ બદલી શકો છો.

line

અતિશય તાપમાન

મોબાઇલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અતિશય તાપમાનમાં લિથિયમ-આયનની બૅટરી વધારે સારું પરફોર્મ નથી કરતી

અતિશય તાપમાનમાં લિથિયમ-આયનની બૅટરી વધારે સારું પરફોર્મ નથી આપી શકતી.

વધુ પડતા તાપમાનના લીધે તેમાં થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે આમ થાય છે.

આથી બૅટરીની કાર્યક્ષમતા વધારવા મોબાઇલ ફોનને અતિશય તાપમાનથી દૂર રાખવો જોઈએ.

line

મોટી સ્ક્રીન

મોબાઇલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પિક્સલ સક્રિય થવા માટે વધુથી વધુ બૅટરી વાપરે છે

હવે મોબાઇલ ફોનની સ્ક્રીન સાઇઝ મોટી હોવાથી તેમાં પિક્સલની સંખ્યા પણ વધુ હોય છે.

જેથી તેમાં વધારે ઊર્જાની જરૂર પડે છે.

આમ પિક્સલ સક્રિય થવા માટે વધુથી વધુ બૅટરી વાપરે છે.

પણ આનો એક ઉપાય પણ છે. મોબાઇલ ફોનની 'બ્રાઇટનેસ' ઓછી કરી દેવાથી બૅટરી ઓછી વપરાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો