31 ડિસેમ્બર બાદ આ સ્માર્ટફોનમાં વૉટ્સએપ થશે બંધ!

વૉટ્સએપ

ઇમેજ સ્રોત, Getty Images

નવું વર્ષ આવવાનું છે. નવા વર્ષમાં કંપનીઓ લોકોને નવી નવી ઑફરો આપી રહી છે. પરંતુ વૉટ્સએપનો ઉપયોગ કરતા ઘણાં લોકો માટે ખરાબ સમાચાર આવ્યા છે.

આજના આધુનિક જમાનામાં વૉટ્સએપ દરેક વ્યક્તિના જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પરંતુ ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ્લિકેશન વૉટ્સએપ 31 ડિસેમ્બરથી ઘણા પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દેશે.

આ વાતની પુષ્ટી કંપનીએ પોતાના ઑફિશિયલ બ્લૉગ પર કરી છે.

બ્લૉગ પર ઉપલબ્ધ માહિતી અનુસાર વૉટ્સએપ 31 ડિસેમ્બર 2017થી બ્લેકબેરી OS, બ્લેકબેરી 10 અને વિન્ડૉઝ 8ના પ્લેટફોર્મ પર અપાતી સેવા બંધ કરી દેશે.

વૉટ્સએપે પોતાના બ્લૉગ પર જણાવ્યું છે, "આ પ્લૅટફૉર્મને હવે અમે સક્રીય રૂપે ડેવલોપ નહીં કરીએ, જેના કારણે કેટલાંક ફીચર્સ કામ કરવાનું બંધ કરી દેશે."

line

કયા ફોનમાં, ક્યારે બંધ થસે વૉટ્સએપ?

મોબાઇલ વાપરતી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

  • બ્લેકબેરી OS, બ્લેકબેરી 10 - 31 ડિસેમ્બર 2017
  • વિન્ડોઝ ફોન 8.0 અથવા તો તેનાંથી જૂના વર્ઝન - 31 ડિસેમ્બર 2017
  • નોકિયા S40- 31 ડિસેમ્બર 2018
  • એન્ડ્રોઇડ 2.3.7 અથવા તેનાંથી જૂના વર્ઝન - 1 ફેબ્રુઆરી 2020
line

વૉટ્સએપ બંધ થઈ જાય તો શું કરશો?

કંપનીએ પોતાના બ્લૉગમાં ઑપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાની સલાહ આપી છે.

બ્લૉગમાં લખવામાં આવ્યું છે કે "એન્ડ્રોઇડના 4.0 અથવા તો તેનાથી ઉપરનું વર્ઝન, 7 અથવા તો તેની ઉપરનું IOS અને 8.1 અથવા તો તેની ઉપરના વિન્ડોઝમાં સેવા ચાલુ રહેશે."

"નવું OS અપડેટ કરવાથી તમે વૉટ્સએપનો ઉપયોગ ચાલુ રાખી શકશો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો