ભારતમાં થતી મૉબ લિંચિંગની ઘટનાઓને કેવી રીતે જુવે છે વિદેશી મીડિયા

ઇમેજ સ્રોત, AFP
ભીડ દ્વારા કોઈનો જીવ લેવાની એક ઘટનાની ચર્ચા સમાપ્ત નથી થતી ત્યાંજ કોઈ બીજી હત્યાના સમાચાર અખબારોમાં છવાઈ જાય છે.
વારંવાર થતી મૉબ લિંચિંગની આ ઘટનાઓ ફક્ત ભારતીય મીડિયામાં જ નહીં પરંતુ વિદેશી મીડિયામાં પણ સ્થાન લઈ રહી છે.
તાજેતરમાંજ અલવરમાં થયેલી રકબરની હત્યા સંસદની ચર્ચાનો ભાગ બની હતી.
અલવર જિલ્લાના રામગઢ પોલીસ ક્ષેત્રમાં શુક્રવારે રાત્રે કથિત ગૌરક્ષકોએ રકબરને ખૂબ જ માર માર્યો હતો. જેના લીધે તેઓ ગંભીર ઘાયલ થયા હતા.
એવી વાત સામે આવી કે પોલીસે રકબરને હૉસ્પિટલ લઈ જવામાં વિલંબ કર્યો હતો જેના લીધે તેઓ ગંભીર ઘાયલ થયા હતા.
પોલીસે રકબરને હોસ્પિટલ લઈ જવામાં ત્રણ કલાકનો વિલંબ કર્યો હતો. હોસ્પિટલ પહોચતાજ તબીબોએ રકબરને મૃત જાહેર કર્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
આ ઘટના અને આ પ્રકારની ઘટનાઓનો અવાજ વિદેશી મીડિયા સુધી પહોંચી રહ્યો છે.
અલગ-અલગ દેશોના અખબારો અને વેબસાઇટ પર આ સમાચારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'અલ ઝઝીરા'એ અલવરની ઘટનાનો સમાચાર 'ભારત: ગાયના લીધે થયેલી હત્યાના કારણે ગામમાં માતમ' શીર્ષક સાથે પ્રકાશિત કર્યો હતો.
સમાચારમાં ઘટનાક્રમનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે કહેવાતા ગૌરક્ષકોએ શનિવારે પશ્વિમી રાજસ્થાનના લાલાવંડી ગામમાં 28 વર્ષના એક મુસ્લિમ શખ્સની હત્યા કરી નાખી હતી.
સરકાર તરફથી ઉચિત કાર્યવાહીનું આશ્વાસન ન મળે ત્યાં સુઘી પરિવારે રકબરની લાશ દફનાવવાનો ઇન્કાર કરી દીધો હતો.


સમાચારમાં એવું પણ લખાયું હતું કે મોટાભાગે ઉતર ભારતમાં ગૌરક્ષક ગાયને બચાવવા ફરતા રહે છે જેના કારણે ભારતમાં મુસ્લિમો પર અનેક હુમલા થયા છે.
આ મુસ્લિમ વિરોધી હિંસક અપરાધનો પહેલો બનાવ નથી. આ સમાચારને મલેશીયાની ન્યૂઝ વેબસાઇટ 'ધી સન ડેઇલી' એ 'ગાયને લઈ જઈ રહેલા મુસ્લિમ યુવકની ભીડના હુમલામાં હત્યા' શીર્ષક સાથે પ્રકાશિત કર્યો છે.
'ધી ગાર્ડિયન' એ આ ઘટના સાથે જોડાયેલ સમાચારને શીર્ષક આપ્યું છે. 'ભીડના હુમલામાં ઘાયલ શખ્સની મદદ કરતા પહેલાં ભારતીય પોલીસે ચા પીધી' સમાચારમાં લખાયું છે, જે અધિકારીઓએ આ ઘટના બાદ ચા પીધી હતી તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
રકબરની મોત ગૌ રક્ષકોના ગંભીર મારથી ઘાયલ થવાના લીધે થઈ હતી. ભારતમાં ગૌરક્ષકોના ટોળા ગાયોની રક્ષા માટે હાઈવે પર ફરતા રહે છે.
આ સમાચારને ' સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ' એ પણ જગ્યા આપી છે. તેમાં લખ્યું છે કે પીડિતને હોસ્પિટલ લઈ જવાના બદલે ચા પીવા બદલ પોલીસ વિરુદ્ધ તપાસ.
વિદેશી મીડિયામાં ફક્ત અલવરની ઘટના નથી, પરંતુ અગાઉની મૉબ લિંચિંગની ઘટનાઓનો ઉલ્લેખ છે.


ત્યાં સુધી કે 'ધી ન્યૂયૉર્ક ટાઇમ્સ' દ્વારા અલીમુદ્દીન અંસારીની હત્યાના આરોપીઓને જયંત સિન્હાએ માળા પહેરાવી તે ઘટનાને આવરી લેવામાં આવી છે.
અલીમુદ્દીન અંસારી પર ગૌ તસ્કરીનો આરોપ હતો અને ભીડે તેમના પર હુમલો કર્યો હતો. ભીડના મારથી તેમનું મૃત્યુ થયું હતું.
સમાચારમાં જંયત સિન્હાના રાજનીતિમાં જોડાયા પહેલાંના જીવનથી લઈને વર્તમાન બદલાવ સુધીની માહિતી આપવામાં આવી છે.
જેમ કે જયંત સિન્હા હાવર્ડથી ગ્રેજ્યુએટ છે. તેમણે મૅકેન્ઝી સાથે કામ કર્યું છે. તેમનો ઉછેર ભારતમાં થયો પરંતુ અમેરીકામાં કામ કર્યુ છે.
તેમને બોસ્ટન વિસ્તારમાં પૈસા અને સફળતા બન્ને મળ્યાં હતાં. તેમના અમેરીકન મિત્રો સિન્હાને પ્રગતિશીલ અને ઉદાર માને છે.
પરંતુ ત્યાર બાદ તેઓ ભારત આવ્યા તેમણે કોટ પૅન્ટના સ્થાને જભ્ભો પહેરવાની શરૂઆત કરી દીધી, બાદમાં તેઓ દક્ષિણપંથી હિંદુ સંગઠન સાથે જોડાઈ ગયા.


ઇમેજ સ્રોત, TWITTER/JAYANTSINHA
તાજેતરમાં જ તેમણે મૉબ લિંચિંગના આરોપીઓને માળા પહેરાવી સન્માનિત કર્યા હતા.
ભીડના મારથી આસામમાં બે મિત્રોનું મૃત્યુ થયું હતું, આ ઘટના પણ 'ધી સન'માં પ્રકાશિત કરવામાં આવી છે.
આ સમાચારનું હેડિંગ છે, 'વૉટ્સઅપ મેસેજથી ફેલાયેલી ખોટી અફવાના લીધે બે યુવકોની હત્યા'


ઇમેજ સ્રોત, facebook
સમાચારમાં આસામના કાર્બી-આંગ્લોંગ જિલ્લાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં બે યુવક અભિજીત નાથ અને નીલોત્પલ દાસને બાળકોની ઉઠાંતરીના શકમાં ગંભીર રીતે મારવામાં આવ્યા હતા. ભીડના મારથી બન્ને યુવકો મૃત્યુ પામ્યા હતા.
કેટલીક ન્યૂઝ વેબસાઇટ્સે વૉટ્સઅપના કારણે પ્રસરતી ખોટી અફવાઓને રોકવા અંગેના નિયમોથી જોડાયેલા સમાચાર આપ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














