You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જન્મથી જ ટાઇપ-1 ડાયાબિટીસને રોકવા માટે સંશોધન
ટાઇપ 1 ડાયાબિટીસ વધવાનું જોખમ ધરાવતા બાળકોમાં ડાયાબિટીસ થતી રોકવાનો રસ્તો શોધી કાઢ્યો હોવાનું નિષ્ણાતો માને છે.
નવજાત શિશુને પાઉડર ઇન્સ્યૂલિન આપીને તેમની ઇમ્યુન સિસ્ટમને કેળવવાનો વિચાર છે.
ઇન્સ્યૂલિન એવું હૉર્મોન છે કે જે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે, જે ડાયાબિટીસથી તેમને દૂર રાખે છે.
બર્કશર, બકિંગહમશર, મિલ્ટન કિન્સ, ઓક્સફર્ડશરના મૅટરનિટી ક્લિનિકમાં જતી સગર્ભા સ્ત્રીઓને પરીક્ષણમાં ભાગ લેવા માટે કહેવાઈ રહ્યું છે.
બાળક છ માસનું હોય ત્યારથી માંડીને ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી ઇન્સ્યૂલિન પાવડર આપવાનું વાલીઓને કહેવામાં આવે છે.
સંશોધકોની ટીમ દ્વારા આ બાળકોનું મૉનિટરિંગ કરવામાં આવે છે.
પરીક્ષણ માટે તૈયાર થતા લોકો પૈકી અડધાને પ્રત્યક્ષ ઇન્સ્યૂલિન આપવામાં આવશે.
જ્યારે અન્ય લોકોને કોઈ ડ્રગ ન હોય એવો પ્લેસબો પાવડર અપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમના પર પરીક્ષણ થઈ રહ્યું છે તેમને અને સંશોધકોને કહેવામાં નહીં આવે કે તેમને બેમાંથી શું આપવામાં આવ્યું છે.
જેથી સંશોધનનાં પરિણામો નોંધવામાં કોઈ પૂર્વાગ્રહ ન રહે.
ટાઇપ-1 ડાયાબિટીસ
એક અંદાજ પ્રમાણે દરેક 100 બાળકો પૈકી એકમાં એવા જનીનો હોય છે. જેના કારણે તેમને ટાઇપ-1, ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી હોય છે.
નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે નવજાત શિશુનો કરાતો 'હીલ પ્રિક બ્લડ ટેસ્ટ' આ જનીનોને શોધી કાઢે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો 30 હજાર બાળકોમાંથી આ પરીક્ષણ માટે બાળકો શોધવા ઇચ્છે છે.
એવી ધારણા છે કે સ્પૂન ફિડિંગ દ્વારા બાળકોને ઇન્સ્યૂલિન પાવડર આપવાથી તેમની ઇમ્યુન સિસ્ટમ ટાઇપ-1 ડાયાબિટીસ સામે રક્ષણ આપી શકશે.
જોકે, હાલમાં ટાઇપ-1 ડાયાબિટીસને રોકવા માટે કોઈ રસ્તો નથી.
અલગ ડ્રગ મેટફૉર્મીન બાળકોને આપીને બાળપણથી જ ડાયાબિટીસથી દૂર રાખી શકાય એ માટે અન્ય સંશોધકો દ્વારા પણ સંશોધન કરાઈ રહ્યું છે.
ટાઇપ-1 ડાયાબિટીસ એક આજીવન સ્થિતિ છે, જેમાં સ્વાદુપિંડ ઇન્સ્યૂલિન ઉત્પન્ન કરતું નથી.
જેના કારણે લોહીમાં શુગરનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે.
જેના કારણે અંધાપો, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અને સ્ટ્રૉક જેવી બીમારીઓ થવાની શક્યતા હોય છે.
ઑક્સફર્ડ ટ્રાયલના ચીફ ઇન્વેસ્ટિગેટર ડૉ.મેથ્યૂ સ્નૅપ કહે છે, "બાળકો અને તેમના પરિવારને ડાયાબિટીસ અને કિડની તથા હૃદયના રોગોના ખતરાથી બચાવી શકીએ તો એ ઉત્તમ બાબત થઈ શકે."
આ સંશોધન માટે નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ફૉર હૅલ્થ રીસર્ચ, ધ ટાઇપ-1 ડાયાબિટીસ ચેરિટી જેડીઆરએફ, ડાયાબિટીસ યુકે, વૅલકમ ટ્રસ્ટ, લિયોના એમ ચૅરિટેબલ ટ્રસ્ટ અને હૅરી બી હેલ્મ્સલે ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફંડ આપવામાં આવ્યું છે.
ડાયાબિટીસ યુકેના ડાઇરેક્ટર ઑફ રિસર્ચ ડૉક્ટર ઍલિઝાબેથ રોબર્ટસને કહ્યું, "આ બહુ મોટો પ્રયત્ન છે, તેથી અમે દક્ષિણ-પૂર્વમાં રહેતી સ્ત્રીઓને પ્રોત્સાહન આપીશું કે જેઓ આ સંશોધનમાં અમને મદદ કરે. આ પ્રકારનું સંશોધન તેમાં ભાગ લેનારા લોકોની મદદ વગર શક્ય જ નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો