યુએસ સૅપરેશન નીતિ વિવાદ : 'પોસ્ટર ગર્લ' બનેલી બાળકીની તસવીરની સચ્ચાઈ શું છે?

બાળકી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સરહદ પરથી ગેરકાયદે ઘૂસણખોરી કરતા ઇમિગ્રન્ટ પરિવારો સામે 'ઝીરો ટૉલરન્સ' નીતિ મામલે વિવાદીત નિર્ણય લીધો હતો.

આ નીતિ હેઠળ પરિવારના બાળકોને માતાપિતાથી અલગ કરી દેવામાં આવતા હતા.

સમગ્ર વિવાદ દરમિયાન એક તસવીર વાઇરલ થઈ હતી જેમાં કથિતરૂપે એક બાળકીને માતાપિતાથી અલગ કરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

પરંતુ સૅપરેશન નીતિની સોશિયલ મીડિયામાં ટીકાનું નિમિત્ત બનનાર આ તસવીરની સચ્ચાઈ એવી છે કે એ બાળકીને માતાથી અલગ કરવામાં નહોતી આવી.

બાળકીના પિતાએ કહ્યું કે તેમની પુત્રીને અમેરિકાની સરહદ પરથી માતા પાસેથી અલગ નહોતી કરવામાં આવી.

ગુલાબી જાકીટમાં રડી રહેલી આ હોન્ડુરન બાળકીની તસવીર સરહદ પર અટકાયત સમયે જ લેવાઈ હતી.

line

જ્યારે તસવીર ટાઇમ મેગેઝિનના કવર પર આવી..

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ તસવીરને ટાઇમ મેગેઝિને તાજેતરમાં જ કવર પેજ પર પ્રકાશિત કરી હતી. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની સામે ઊભા છે અને લખ્યું છે, "અમેરિકામાં સ્વાગત છે."

પરંતુ દેશાંતર કરનારા પરિવારોથી અલગ કરવામાં આવેલા હજારો બાળકોમાં તે બાળકી નહોતી.

ખરેખર ટેક્સાસમાં મૅકએલન ખાતે 12મી જૂને જ્હોન મુરેએ ગેટી ઇમેજીસ ન્યૂઝ એજન્સી માટે આ તસવીર લીધી હતી.

શું તમે આ વાંચ્યું?

પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા આ ફોટોજર્નાલિસ્ટે બીબીસીને જણાવ્યું કે સરહદ પર માતા-પુત્રીની અટકાયત કરવામાં આવી તે પૂર્વે તે દીકરીને સ્તનપાન કરાવી રહ્યાં હતાં.

તેમણે કહ્યું કે બન્નેને સરહદ પર સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં.

line

તસવીરની મદદથી 17 મિલિયન ડૉલરનું ભંડોળ મળ્યું

બાળકી

ઇમેજ સ્રોત, Getty Images

સહરદ પર લેવાયેલી આ તસવીરને પગલે ટ્રમ્પની સૅપરેશન નીતિની ભારે ટીકા થઈ હતી. આ નીતિ એપ્રિલ મહિનામાં લાગુ કરવામાં આવી હતી.

નીતિ મુજબ અમેરિકા-મેક્સિકોની સરહદમાં ગેરકાયદે ધુસણખોરી કરતા પરિવારોના બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી દેવાતાં હતાં.

આ નીતિને પગલે અલગ થયેલાં બાળકોની વેદનાનો ચહેરો બનેલી તસવીરે સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચા છેડી હતી.

ટેક્સાસ સ્થિત એનજીઓ રૅફ્યૂજી ઍન્ડ ઇમિગ્રન્ટ સેન્ટર ફૉર એજ્યુકેશન ઍન્ડ લીગલ સર્વિસીસ માટે ફેસબુક પર આ તસવીરની મદદથી 17 મિલિયન અમેરિકી ડૉલર (લગભગ એક અબજ રૂપિયા)નું ભંડોળ એકઠું થયું.

line

બાળકીના પિતાએ શું કહ્યું?

બાળકીનાં પિતા ડેનિસ વેલેરાએ ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યું,"મારી દીકરી અમેરિકાની સરહદ પર પરિવારથી અલગ કરી દેવાતાં બાળકોની વેદનાને ચહેરો બની છે."

"કદાચ તેના કારણે પ્રેસિડેન્ટ ટ્રમ્પને પણ બાળકોની સ્થતિ અનુભવાઈ હશે."

"તેની સાથે એ સમયે જે કંઈ પણ થઈ રહ્યું હતું તે જોઈને કોઈનું પણ હૃદય પીગળી જાય."

"મારા પત્ની સેન્શેઝની એક સાથે જ મેક્સિકો સરહદ પર અટકાયત થઈ હતી. મારા પત્નીને આશ્રય જોઈતો હતો."

વળી હોન્ડરનના નાયબ વિદેશ મંત્રી નેલી જેરેઝે વેલેરાની વાતની રૉયટર્સ સાથે પુષ્ટિ પણ કરી હતી.

line

આખરે સરહદ પર શું થયું હતું?

પરિવાર

ઇમેજ સ્રોત, FACEBOOK

સરહદ પર ફરજ બજાવનાર સુરક્ષાકર્મી કાર્લોસ રુઇઝે કહ્યું કે મહિલા (બાળકીની માતા)ની પૂછપરછ અને તપાસ કરવા માટે તેમને બાળકીને નીચે મૂકી દેવા કહેવામાં આવ્યું હતું.

સુરક્ષાકર્મીએ કહ્યું,"બાળકીને નીચે મૂકતાં જ તે રડવા લાગી હતી, હું જાતે મહિલા પાસે ગયો અને પૂછ્યું કે બધું ઠીક છે? બાળકી ઠીક છે?"

"બાળકીની માતાએ બધું ઠીક હોવાનું કહ્યું. અને મને કહ્યું કે બાળકી થાકી ગઈ છે અને તરસ પણ લાગી છે. કેમ કે રાતના 11 વાગ્યા છે."

'ડેઇલી મેલ' ન્યૂઝ એજન્સી અનુસાર આ બાળકની ઓળખ બે વર્ષીય યાનેલા ડેનિસ તરીકે થઈ છે.

line

કોણ છે આ પરિવાર?

વેલેરાએ વધુમાં કહ્યું કે બાળકીની માતાએ પુત્રી સાથે હોન્ડુરન શહેર પ્યુર્ટો કોર્ટેસ તેમની જાણ બહાર છોડી દીધું હતું. તેમનાં અન્ય ત્રણ બાળકો પણ છે.

તેમનું માનવું છે કે તેમના પત્ની સારી આર્થિક તકોની શોધમાં અમેરિકા ગયાં હોઈ શકે છે.

તેમણે કહ્યું, "જો તેમને ફરજિયાત પરત મોકલી દેવાશે તો તેમને વાંધો નથી, માત્ર તેમની બાળકીને તેની માતાથી અલગ ન કરવામાં આવે તો સારું."

ડેઇલી મેલ અનુસાર આ દંપતીને અન્ય ત્રણ સંતાન છે તેમની ઉંમર 14, 11 અને છ વર્ષની છે.

વેલેરાએ ડેઇલી મેલને જણાવ્યા અનુસાર તેમની પત્નીએ સ્મગ્લરને 6 હજાર એમિરીકી ડોલર ચૂકવીને ઘૂસણખોરી કરી હોઈ શકે.

આખરમાં તેમણે કહ્યું,"બાળકો બધું જોઈ રહ્યા છે. તેમને ચિંતા છે. પણ હવે તેમને ખબર છે કે તેમના માતા અને બહેન સુરક્ષિત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો