ધંધાપાણી: ગોલ્ડન વિઝા : કેવી રીતે મળે છે અને શું છે શરતો?
અમેરિકાની નાગરિક્તા કે ગ્રીન કાર્ડ મેળવવા આખીય દુનિયામાં દોટ લાગી છે. અમેરિકામાં એક વિઝા નોકરીના છે અને બીજા નોકરી આપવાના છે.
છેલ્લા એક-દોઢ વર્ષમાં કેટલાય ભારતીય અમીરોએ પૈસાના જોરે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવ્યું.
અમેરિકામાં રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાના બે રસ્તા છે. પહેલો છે ઈ-2 વિઝા અને બીજો છે ઈબી-5 ઇન્વેસ્ટર વિઝા.
અમેરિકાએ ઈ-2 વિઝાની સુવિધા કેટલાંક પસંદગીના દેશોને જ આપી છે. ભારત અને ચીન આ યાદીમાં નથી.
એટલે વાત વિઝાની. અમેરિકન વિદેશ વિભાગ મુજબ આ પ્રોગ્રામ વિશે પૂછપરછમાં સૌથી આગળ પાકિસ્તાની લોકો હતા. ત્યારબાદ બીજા નંબરે ભારતીયો હતા.
અમેરિકા વર્ષમાં દસ હજાર ઈબી-5 વિઝા મૂકે છે. જેમાંથી એક વિઝા માટે ઓછામાં ઓછી 23 હજાર અરજીઓ આવે છે. અમેરિકન વિદેશ વિભાગ મુજબ ગયા વર્ષે 174 ભારતીયોને ઈબી-5 વિઝા મળ્યા છે.
શું છે ઈબી-5 વિઝાની શરતો?
- ઓછામાં ઓછું 5 લાખ ડોલર એટલે કે લગભગ સાડા ત્રણ કરોડનું રોકાણ
- રોકાણથી 10 અમેરિકનને નોકરી આપવાની
- રોકાણ પર રિટર્નની ગેરંટી નહીં
- મુખ્ય અરજીકર્તાએ ઓછામાં ઓછા છ મહિના અમેરિકામાં રહેવું પડે
ફાયદા
- પત્ની અને 21 વર્ષની ઉમર સુધીના અપરણિત બાળકો સાથે સ્થાયી વસવાટ
- અમેરિકામાં ક્યાંય પણ રહેવા અને કામ કરવાની યોગ્યતા
- પાંચ વર્ષ બાદ અમેરિકન નાગરિક્તા માટે યોગ્ય
જોખમ શું છે?
- રોકાણકારોએ જોખમવાળી પ્રોપર્ટીમાં રોકાણ કરવું પડે છે.
- રિટર્નની કોઈ ગેરંટી નહીં
- સરકાર દર વર્ષે આ નીતિની સમીક્ષા કરે છે. જો તેમાં કંઈ ફેરફાર થાય તો ચોક્કસ દેશને ઝટકો લાગી શકે.
અમેરિકાને દર વર્ષે ઈબી-5 વિઝાથી લગભગ ચાર અરબ ડોલરનો ફાયદો થાય છે.. આજે આશરે 23 એવા દેશ છે, જે રોકાણના બદલામાં નાગરિક્તા આપે છે.
આ નીતિ ફાયદાકારક સાબિત થઈ છે. ઉદાહરણ તરીકે, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ નામના દેશે આ નીતિની મદદથી દેવું ઉતારી દીધું અને ઝડપથી વિકાસ કર્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો