You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફૂટબૉલ વર્લ્ડ કપની જાણવા જેવી 20 રસપ્રદ બાબતો
2018નો ફૂટબૉલ વર્લ્ડ કપ 14 જૂનથી રશિયામાં શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ શરૂ થવાનો છે ત્યારે બીબીસી, ફૂટબૉલ અંગેની રસપ્રદ બાબતો લઈ આવ્યું છે.
1. આ 21મો ફૂટબૉલ વર્લ્ડ કપ છે.
2. પહેલી ક્વૉલિફાયર મેચ 12 માર્ચ 2015ના રોજ પૂર્વ તિમોર અને મંગોલિયા વચ્ચે રમાઈ હતી. પૂર્વ તિમોરે આ મેચ 5-1થી જીતી લીધી હતી.
પણ પછીથી એવી ખબર પડી હતી કે તિમોરની ટીમમાંથી એવા ખેલાડીઓ પણ રમ્યાં હતા, જે અયોગ્ય હોય.
એટલે તિમોર જીત્યા બાદ પણ હારી ગયું હતું અને જીતનો શ્રેય મંગોલિયાને આપવામાં આવ્યો હતો.
જો કે આ નિર્ણય લેવાયો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું, જેથી આ નિર્ણય મંગોલિયાની તરફેણમાં હોવા છતાં કંઈ કામનો નહોતો.
3. આ વર્ષે વર્લ્ડ કપમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે અને 2026ના વર્લ્ડ કપમાં કુલ 48 ટીમો ભાગ લેશે.
4. આઇસલૅન્ડ અને પનામા પહેલી વખત વર્લ્ડ કપ રમશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
5. બ્રાઝિલ એકમાત્ર એવો દેશ છે કે જે તમામ વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યો છે અને સૌથી વધુ વખત એટલે કે પાંચ વખત વિજેતા બન્યો છે.
જો આ વખતે પણ બ્રાઝિલ જીતે તો છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતશે.
તમે આ વાંચ્યું કે નહીં?
6. જર્મની આ વખતે જીતીને, સતત બે વખત વિજેતા થનાર દેશ બનવાનો પ્રયત્ન કરશે. 1958 અને 1962માં બ્રાઝિલે સતત બે વખત વર્લ્ડ કપ જીતીને ટ્રૉફી પોતાના નામે કરી હતી.
7. જર્મની છેલ્લાં ત્રણ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર દેશ છે. જર્મનીએ 2006માં 14, 2010માં 16 અને 2014માં 18 ગોલ કર્યા હતા.
8. રશિયાના ઓલેક વર્ષોથી વર્લ્ડ કપમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી રહ્યાં છે. ઓલેકે 1994માં કૈમરૂન સામે પાંચ ગોલ કર્યા હતા.
9. છેલ્લો વર્લ્ડ કપ આશરે 3.2 અબજ લોકોએ ટીવી પર નિહાળ્યો હતો, આ આંકડો વિશ્વની લગભગ અડધી વસતી જેટલો છે.
10. અત્યાર સુધી જેટલા દેશો વર્લ્ડ કપ જીત્યા છે, તેમની ટીમના કોચ તેમના જ દેશના છે.
11. સોવિયેટ રશિયા વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજ સુધી ક્યારેય પહોંચી શક્યું નથી, કદાચ આ વર્ષે હોમગ્રાઉન્ડમાં રમવાનો ફાયદો મળે.
12. 2018નો વર્લ્ડ કપ નાઇજીરિયા માટે છઠ્ઠો વર્લ્ડ કપ હશે.
13. દક્ષિણ કોરિયા 10મી વખત વર્લ્ડ કપ રમશે, આટલી વખત એશિયાનો કોઈ પણ દેશ વર્લ્ડ કપમાં ક્વૉલિફાઈ થયો નથી.
14. ઈરાન દેશ સતત બે વખત વર્લ્ડ કપ માટે ક્વૉલિફાઈ થયો છે, ઈરાન માટે એવું પ્રથમ વખત જ થયું છે.
15. આઇસલૅન્ડ વર્લ્ડ કપમાં ક્વૉલિફાઈ થનાર સૌથી નાનો દેશ છે. જેની વસતી માંડ 3.34 લાખ જેટલી છે.
16. નેધરલૅન્ડ્સ નહીં જીતવા છતાં સૌથી વધુ વખત વર્લ્ડ કપમાં રમાનારો દેશ છે, પણ આ વખતે નેધરલૅન્ડ્સને રમવાની તક મળી નથી.
17. 1986 પછી પહેલી વખત એવું થયું છે કે અમેરિકા વર્લ્ડ કપમાં ક્વૉલિફાઈ ન કરી શક્યું હોય.
18. 1958 પછી પહેલી વખત એવું થયું છે કે ઇટલી વર્લ્ડ કપમાં ક્વૉલિફાઈ થઈ શક્યું નથી.
19. પહેલી વખત એવું થઈ રહ્યું છે કે આ ટુર્નામેન્ટ યુરોપ અને એશિયા એમ બન્ને ખંડમાં યોજાઈ રહી છે.
20. પનામાના રાષ્ટ્રપતિએ તેમની ફૂટબૉલ ટીમ ક્વૉલિફાઈ થવા બદલ 11 ઑક્ટોબરે જાહેર રજાની જાહેરાત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો