You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ફેશન શોમાં મોડેલ્સ નહીં ડ્રોને બતાવ્યાં મહિલાઓનાં કપડાં
વિચારો કે ફેશન શોમાં મોડેલ્સની જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે તો? સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આવું કરવામાં આવ્યું.
અહીં એક ફેશન શોમાં મહિલાઓ કપડાંનાં નિદર્શન માટે મહિલા મોડેલ્સને બોલાવવામાં જ નહોતી આવી.
પરંતુ ફેશન મોડેલ્સની કેટ-વૉકને બદલે આ કપડાંનું પ્રદર્શન ડ્રોન્સ દ્વારા કરવામાં આવ્યું.
જોકે, ડ્રોન દ્વારા ઊડતા કપડાંના દૃશ્યોથી ફેશન શો ઓછો અને ડરામણો પરિવેશ વધુ લાગતો હતો.
રૂમના અવકાશમાં અને અહીંતહીં ઊડતા કપડાંના દૃશ્યો કોઈ ભૂતની ફિલ્મના દૃશ્યો જેવા લાગી રહ્યા હતા.
શું તમે આ વાંચ્યું?
જાણે કે ભૂત અથવા અદૃશ્ય શક્તિઓ કપડાં પહેરીને ઊડી રહી હોય.
ફેશન શોના આયોજકોમાંના એક અલી નબીલ અકબરે બીબીસી અરબીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગર્વથી કહ્યું કે ખાડીના કોઈ દેશમાં આ પ્રકારનો પહેલો શો છે.
તેમણે જણાવ્યું કે તેની તૈયારીમાં બે કલાક લાગ્યા. નબીલે એમ પણ કહ્યું કે ડ્રોનથી માત્ર એવાં જ કપડાં બતાવવામાં આવ્યા જે રમજાનના પવિત્ર મહિના માટે યોગ્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટના પર રોષ જોવા મળ્યો અને મજાક પણ.
કેટલાક લોકો નારાજ જોવા મળ્યા કે સાઉદીએ મહિલાઓને એટલો પણ અધિકાર ન આપ્યો કે તેઓ રેમ્પ પર ચાલી શકે.
જ્યારે કેટલાક લોકો ડ્રોનના ઉપયોગ અંગે મજાક ઉડાવતા જોવા મળ્યા.
વૈલેરી નામનાં એક યૂઝરે લખ્યું,"સાઉદી અરબ, જ્યાં મહિલા કરતા ડ્રોનને વધુ અધિકાર પ્રાપ્ત છે."
જ્યારે જીના નામનાં યૂઝરે લખ્યું,"હું સાઉદી અરબમાં થઈ રહેલા ફેશન શોમાં જવા માગું છું. ત્યાં મોડેલ્સ હતી જ નહીં."
સાઉદીમાં મહિલાઓના કપડાંને મામલે કેટલાક અંકુશ છે. અહીંના કાનૂન અનુસાર જાહેર સ્થળોએ મહિલાઓ માટે બુરખો અને અબાયા (ઢીલો ડ્રેસ) પહેરવો ફરજિયાત છે.
જોકે, જેદ્દાહ સાઉદી અરબના એ શહેરોમાંનું એક છે, જેમાં મહિલાઓ અપેક્ષાથી વધુ આઝાદ માનવામાં આવે છે.
સાઉદીના યુવા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના શાસન કાળમાં અહીંના સમાજમાં કેટલાક પરિવર્તન આવ્યા છે.
મહિલાઓને વાહન ચલાવવાનો અધિકાર તેનું તાજું ઉદાહરણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો