પોર્ન સ્ટાર અને ટ્રમ્પ વચ્ચે કેવો હતો કથિત સંબંધ?

ઇમેજ સ્રોત, Getty Images
પોર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2006માં ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેના સેક્સ સંબંધો અંગે મૌન રહેવાની તેમને ધમકી આપવામાં આવી હતી.
ટ્રમ્પ સાથે સેક્સ સંબંધો બાંધ્યા હોવાનો દાવો કરતાં સ્ટૉર્મીનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે.
તેમણે 2006માં ટ્રમ્પ સાથે સેક્સ સંબંધ બાંધ્યા હોવાનો દાવો કર્યો છે.
ડેનિયલ્સ કહે છે કે તેમને હવે ટ્રમ્પ તરફથી ધમકીઓ મળી રહી છે.
સીબીએસ ન્યૂઝને તેમણે આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે 2011માં એક વ્યક્તિ તેમને લાસ વેગાસના કાર પાર્કિંગમાં મળી હતી.
સ્ટૉર્મીને તેણે કહ્યું કે "ટ્રમ્પને એકલા છોડી દો." પછી સ્ટૉર્મીની પુત્રીને જોઈને કહ્યું, "જો આની માતાને કંઈક થશે તો તે શરમજનક કહેવાશે."

ઇમેજ સ્રોત, NICHOLAS KAMM/AFP/GETTY IMAGES
જોકે, ટ્રમ્પ આ પહેલાં ડેનિયલ્સના દાવાને પાયા વગરના જાહેર કરી ચૂક્યા છે.
ગયા અઠવાડિયે ટ્રમ્પના વકીલોએ ડેનિયલ્સ પર આશરે 130 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પના વકીલો કહે છે કે ડેનિયલ્સે 2016માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં ટ્રમ્પ સાથે ગુપ્ત કરાર કર્યો હતો.
જેને ડેનિયલ્સે તોડ્યો છે જોકે, તેઓ આ આરોપોને નકારે છે.

શું કહેવું છે ડેનિયલ્સનું?

ઇમેજ સ્રોત, Getty Images
ડેનિયલ્સ કહે છે કે તેમણે માત્ર એક વખત 2006માં ટ્રમ્પ સાથે સંબંધ બાંધ્યો હતો. તેમનો દાવો છે કે 2006માં નેવાડા અને કૅલિફોર્નિયા વચ્ચે 'લેક ટોહોય હોટલ'માં તેઓ ટ્રમ્પને મળ્યાં હતાં.
ટ્રમ્પ તે સમયે એક બિઝનેસમેન હતા. રવિવારે સાંજે 60 મિનિટના આ શોનું પ્રસારણ થયું હતું, જેમાં તેમણે ધમકી આપનાર વ્યક્તિ વિશે માહિતી આપી હતી.
ડેનિયલ્સે જણાવ્યું, "હું કાર પાર્કિંગમાં હતી. મારી દીકરી સાથે ફિટનેસ ક્લાસમાં જઈ રહી હતી.
"એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને તેણે મને કહ્યું કે ટ્રમ્પથી દૂર રહો અને જે થયું તે ભૂલી જાઓ. પછી તેમણે મારી દીકરીને જોઈને કહ્યું કે કેટલી સુંદર છે.
"જો તેની માતાને કંઈ થાય તો તેને પણ સારું નહીં લાગે અને આટલું કહીને તે ત્યાંથી જ જતો રહ્યો."
જોકે ટ્રમ્પે આ નવા આરોપોનો હજુ સુધી જવાબ આપ્યો નથી.

શું થયું હતું 2006માં?

ઇમેજ સ્રોત, Getty Images
2011માં ડેનિયલ્સે 'ઇનટચ' મેગેઝિનમાં (જે આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું) એક ઇન્ટર્વ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે ટ્રમ્પે તેમને ડિનરમાં આમંત્રણ આપ્યું હતું.
એટલે તેઓ ટ્રમ્પની હોટલના રૂમમાં તેમને મળવા ગયાં હતાં. તેમણે જણાવ્યું હતું "ટ્રમ્પ સોફા પર બેઠા હતા અને ટીવી જોતા હતા."
આ પહેલાં તેમણે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના અંગત વકીલ માઇકલ કોહેને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ઑક્ટોબર 2016માં શાંત રહેવા માટે લગભગ 85 લાખ રૂપિયાનો સોદો કર્યો હતો.
કોહેને નાણાં ચુકવ્યા હોવાની વાત સ્વીકારી લીધી, પરંતુ શા માટે નાણાં આપ્યા તેનું કારણ નથી આપ્યું.
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, તેમણે કોઈપણ રીતે ડેનિયલ્સને ધમકાવવાના આક્ષેપો નકાર્યા હતા.
ડેનિયલ્સ એ ત્રણ મહિલાઓમાંનાં એક છે, જેમણે ટ્રમ્પ પર કથિત સંબંધ બાંધવાનો અને જાતીય શોષણનો આરોપ મૂક્યો છે.
ડેનિયલ્સના વકીલ માઇકલ એવેન્ટીએ બીબીસીને જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટનો કેસ અન્ય લોકોથી અલગ છે.
કારણ કે તેમને ચૂપ કરાવવા માટે જુદી-જુદી યુક્તિઓનો પ્રયાસ કરવામાં આવ્યો અને ધમકીઓ પણ અપાઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













