ટ્રમ્પને કથિત રીતે પૉર્ન સ્ટાર સાથે સંબંધ હતા? શું છે મામલો?

સ્ટૉર્મી ડેનિયલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર દુનિયામાં આ અઠવાડિયે સ્ટૉર્મી ડેનિયલ્સ નામની મહિલા અંગે ચર્ચા થઈ, જેમનો દાવો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમનાં સંબંધ રહ્યાં છે.

મહિલાનું અસલી નામ સ્ટેફની ક્લિફોર્ડ છે કે જેઓ એક પૉર્ન સ્ટાર છે અને સ્ટૉર્મી ડેનિયલ્સ નામે પ્રખ્યાત છે.

આ જ અઠવાડિયે વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને 2016માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા સ્ટૉર્મી સાથે 1,30,000 ડોલરની સમજૂતી કરી હતી.

આ કરાર અંતર્ગત તેઓ ટ્રમ્પ સાથે પોતાના સંબંધોનો ઉલ્લેખ સાર્વજનિકરૂપે ક્યારેય કરશે નહીં.

line

શું છે મામલો ?

'યાહૂ ન્યૂઝ'ના વ્હાઇટ હાઉસ સંવાદદાતા હંટર વૉકરે 13 જાન્યુઆરીના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું,

"મેં વૉલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા અહેવાલ અનુસાર તેમને પૂછ્યું તો તેમણે સ્ટૉર્મી ડેનિયલ્સનું એક નિવેદન મોકલી દીધું હતું."

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કેટલીક સાર્વજનિક જગ્યાઓએ હું જોવા મળી હતી.

"એવી અફવાઓ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે મને છૂપાઇને પૈસા આપ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

"જો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મારા સંબંધો હશે, તો તેના વિશે તમે સામાચારોમાં નહીં પણ મારા પુસ્તકમાં વાંચશો."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

લૉસ એન્જલસ સ્થિત ન્યૂઝ સાઇટ બઝફીડના સંવાદદાતા કેટ આર્થરે સવાલ કર્યો કે

"શું તેઓ સ્ટૉર્મી ડેનિયલ્સના નામે કોઆ એફિડેવિટ પર હસ્તાક્ષર કરી શકે છે, જે કાયદાકીય રૂપે તેમના નામે જ નથી. આ સંબંધે મારા અનેક સવાલ છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેના થોડા દિવસ પહેલા હંટર વૉકરે વધુ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું છે કે માઇકલ કોહેને મને SMS મોકલ્યો છે.

અને કહ્યું છે કે, "ઇનટચમાં સ્ટૉર્મી ડેનિયલ્સ સાથે સંબંધિત જે સમાચાર છપાયા છે તે 'જૂના સમાચાર' છે.

"તે ત્યારે પણ સાચા ન હતા અને આજે પણ નથી. સમાચારપત્રએ એક જૂના તેમજ ખોટા સમાચારને વહેતા કર્યા છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

એ ઘટના જે 18 વર્ષો બાદ બની ચર્ચાસ્પદ

વર્ષ 2011માં ડેનિયલ્સે ઇનટચ પત્રિકાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે લેક ટોહોય હોટેલમાં ટ્રમ્પ સાથે સમય વિતાવવાની વાત કરી છે.

તેમનો દાવો છે કે 2006માં તેમણે હોટેલમાં ટ્રમ્પ સાથે સંબંધ બાંધ્યા હતા.

તેઓ એ પણ કહે છે કે આ ઘટના મેલેનિયા ટ્રમ્પે પોતાના દીકરા બૈરનને જન્મ આપ્યો, તેના ચાર મહિના પછીની છે.

ડેનિયલ્સે સ્વીકાર કર્યો છે કે, તેમના ટ્રમ્પ સાથે સંબંધ હતા. 'ઇનટચ પત્રિકા'નો દાવો છે કે વર્ષ 2011માં ડેનિયલ્સના એક મિત્રએ આ વાતને અનુમોદન આપ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, REUTERS/CARLOS BARRIA

ત્યારબાદ ન્યૂયોર્ક ટાઇમ્સે તેના વિશે જાણકારી આપતા લખ્યું કે સ્લેટના તંત્રી જેકબ વીજવર્ગનું કહેવું છે કે 2016માં તેમણે સ્ટેફની ક્લિફોર્ડ સાથે વાત કરી હતી.

અને તેમણે ટ્રમ્પ સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી હતી.

જેકબ વીઝવર્ગનું કહેવું છે કે ક્લિફોર્ડે તેમને જણાવ્યું હતું કે માઇકલ કોહેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના અભિયાન પહેલા આ સંબંધની વાત ગુપ્ત રાખવા માટે 1,30,000 ડૉલર આપવા માટે તૈયાર હતા.

પરંતુ તેઓ આ વાતનો સાર્વજનિક ખુલાસો કરવા માગતા ન હતાં કેમ કે વકીલ પૈસા આપવામાં મોડું કરી રહ્યા હતા અને સ્ટેફનીને ડર હતો કે તેઓ સમજૂતીથી મોઢું ફેરવી ન લે.

માઇકલ કોહેન

ઇમેજ સ્રોત, REUTERS/JONATHAN ERNST

CNNમાં આ અઠવાડિયે પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર ફૉક્સ ન્યૂઝના ડાયના ફૈલઝોને ઓક્ટોબર 2016માં સ્ટેફની ક્લિફોર્ડ અને ટ્રમ્પના સંબંધ વિશે જાણકારી મેળવી હતી.

સમાચાર અનુસાર ડેનિયલ્સનાં મેનેજર ગીના રોડરિગ્સે ટ્રમ્પ અને ક્લિફોર્ડ વચ્ચે સંબંધ હોવાની વાતની પુષ્ટિ કરી હતી. પરંતુ તે સમાચાર ક્યારેય પ્રકાશિત જ થયા નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો