You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા: મહિલાના મૃત્યુ બાદ ઉબરે સેલ્ફ-ડ્રાઇવિંગ કારોનું પરીક્ષણ અટકાવ્યું
એરિઝોનામાં સેલ્ફ-ડ્રાઇવિંગ કારની અડફેટે મૃત્યુ બાદ ઉબરે ઉત્તર અમેરિકાના શહેરોમાં તમામ પરીક્ષણો અટકાવી દીધા છે. એરિઝોનાના ટીમ્પીમાં 49 વર્ષના મહિલા ઉબરની સેલ્ફ-ડ્રાઇવિંગ કારની અડફેટે આવી ગયાં હતાં, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સના કારણે અનેક અકસ્માતો થયા છે, પરંતુ કોઈનું મૃત્યુ થયું હોય તેવો આ પહેલો બનાવ છે.
ઉબરના ચીફ દારા ખોશ્વોવસાહીએ મૃત્યુને 'અત્યંત દુખદ સમાચાર' ગણાવ્યા છે.
પોલીસના કહેવા પ્રમાણે, મૃતક મહિલાનું નામ ઇલેન હર્ઝબર્ગ હતું. તેઓ ફૂટપાથ પર નહોતા ચાલી રહ્યા.
યુએસ નેશનલ હાઈ વે ટ્રાફિક સેફ્ટી એડમીનિસ્ટ્રેશન તથા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની ટીમો ટીમ્પી મોકલશે.
કારમાં ડ્રાઇવર હતો હાજર
અમેરિકાના અનેક રાજ્યો સેલ્ફ-ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપી રહ્યાં છે. જોકે, કેટલાક સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે.
અલગઅલગ રાજ્યોમાં આંશિક ઓટોમેટિક વાહનોને છૂટ મળેલી છે.
સેન્ટર ફોર ઓટોમેટિવ રિસર્ચના કહેવા પ્રમાણે, સેલ્ફ-ડ્રાઇવિંગ કારમાં ચાલક કારમાં હાજર હોવો જોઈએ અથવા તો રિમોટકંટ્રોલથી તેનું સંચાલન કરી રહ્યો હોવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમગ્ર દેશમાં એકસમાન રાષ્ટ્રીય સલામતીના ધોરણો માટે પ્રયાસ ચાલી રહ્યા છે.
અમેરિકાના પૂર્વ પરિવહન પ્રધાન એન્થોની ફોક્સના કહેવા પ્રમાણે, "આ ઘટના સમગ્ર ઇન્ડસ્ટ્રી (સ્વચાલિત વાહનો) માટે ચેતવણીરૂપ છે.
"સરકારે મુસાફરો તથા રાહદારીઓની સલામતીને પ્રાથમિક્તા આપવી જોઈએ."
ફોર્ડ, જનરલ મોટર્સ, વાયમો તથા ટેસ્લા જેવી કંપનીઓ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ક્ષેત્રે સંશોધન માટે જંગી રકમ ખર્ચ કરી રહ્યા છે.
કંપનીઓનો દાવો છે કે સેલ્ફ-ડ્રાઇવિંગ એ પરિવહન ક્ષેત્રનું ભાવિ છે તથા તેનાથી માર્ગ અકસ્માતો ઘટાડવામાં મદદ મળશે.
કન્ઝ્યુમર વોચ ડોગ સંસ્થાએ રોડ પર દોડતી ઓટોમેટિક કાર્સને 'શબ વાહિનીઓ' ગણાવી હતી.
વર્ષ 2016થી સાન ફ્રાન્સિસ્કો, પિટ્સબર્ગ, ટોરન્ટો તથા ફોનિક્સ વિસ્તારમાં ઉબર દ્વારા સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.