ઍર ટેક્સિથી હવામાં ઉડીને લોકો પહોંચશે ઑફિસ!

    • લેેખક, પૉરિંગ બેલ્ટન
    • પદ, ટેકનોલોજી અને બિઝનેસ રિપોર્ટર

ટેક કંપનીઓ સ્કાય ટૅક્સિ અથવા ઍર કૅબ બનાવવાની હોડમાં છે. ત્યારે દુબઈ હવામાં ઉડતી ટૅક્સિઓની રેસમાં બાજી મારાવાના પ્રયાસમાં છે.

બેટરીથી ચાલતી સ્કાય ટૅક્સિઓના પરિચાલનના પરીક્ષણની તૈયારીઓ થઇ રહી છે.

દુબઈ માર્ગ અને ટ્રાફિક ઓથોરિટી (RTA)એ જૂનમાં જર્મનીની સ્ટાર્ટ અપ કંપની વોલોકૉપ્ટર સાથે એક કરાર કર્યો છે. જે અંતર્ગત આ વર્ષના અંત સુધીમાં સ્કાય ટૅક્સિઓનું પરીક્ષણ કરવામાં આવશે.

બે મુસાફરોને લઇ જઇ શક્તી આ ટૅક્સિઓ બનાવવા માટે, કંપનીને અત્યાર સુધી ત્રણ મિલિયન ડોલર એટલે કે આશરે લગભગ 180 કરોડ રૂપિયાનું રોકાણ મળી ચૂક્યું છે.

એક પ્રમોશનલ વિડિઓમાં દાવો કરાયો છે કે મહત્તમ ઝડપ 100 કિ.મી. પ્રતિ કલાક અને ફ્લાઇટનો મહત્તમ સમય 30 મિનિટનો હશે.

જ્યારે સ્વતંત્ર નવ બેટરી સુરક્ષા માટે મૂકાઇ છે.

વોલોકૉપ્ટરનો દાવો છે કે આ પ્રવાસમાં ઇમર્જન્સી પેરાશૂટની જરૂર નથી.

દુબઈએ એક મુસાફર લઇ જતી સ્વંયચાલિત સ્કાય ટૅક્સિ બનાવનાર ચીનની કંપની એહાંગ સાથે પણ 184 કરાર કર્યા છે.

પરંતુ આ સ્પર્ધામાં દુબઈએ ખાસ્સી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ લાગે છે કે વિશ્વમાં ભવિષ્યની શહેરી હવાઈ વાહનવ્યવહારની કોશિશ શરૂ થઇ ચૂકી છે.

વિશ્વભરમાં લાગી છે હોડ

ટૅક્સિ સેવા પૂરી પાડતી ઉબરે કંપનીએ નાસાના મુખ્ય ટેકનિકલ નિષ્ણાત માર્ક મૂરને 'પ્રોજેક્ટ એલિવેટ' માટે આમંત્રિત કર્યા. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં હવાઇ વાહનવ્યવહારના વિકાસ પર કેન્દ્રિત છે.

ફ્રેન્ચ ઍરક્રાફ્ટ ઉત્પાદક ઍરબસ પણ હવાઇ ટૅક્સિ 'હવાના'ના પ્રોટોટાઇપને વિક્સિત કરવા પર કામ કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે તે પણ આ જ વર્ષે પરીક્ષણ કરશે અને 2020 સુધીમાં તેને પૂરી રીતે તૈયાર કરી લેવાશે.

આ કંપનીઓ હવાઇમાર્ગો પર ઘણું કામ કરી રહી છે કારણ કે જમીની માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.

ઉદાહરણ તરીકે, બ્રાઝીલનું સાઓ પાઉલો વિશ્વનું 10મું સૌથી ધનિક શહેર છે. પરંતુ અહીં શુક્રવારે 180 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે. ક્યારેક તો 295 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે.

શું છે વિશેષતા

જે રીતે દુનિયાના શહેરોમાં વસ્તીનો ઝડપથી વધારો થઇ રહ્યો છે એટલે એ નવાઇની વાત નથી કે લોકો હવાઇ ટૅક્સિ તરફ વળે.

એહાંગ બે લોકો બેસી શકે તેવું વોલોકૉપ્ટર, સિટિ ઍરબસ અને ચાર મુસાફર માટેની હવાઇ ટૅક્સિના બનાવવાનું વિચારી રહી છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે તમામ કંપનીઓ ઇલેક્ટ્રિક એન્જિન વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. જેનું કારણ છે કે આ એન્જિન પ્રદૂષણવિહિન હશે અને તેમાં અવાજ બિલકુલ થતો નથી.

આવી ટૅક્સિઓમાં હેલિકૉપ્ટરના પંખાની જગ્યાએ કેટલાય રૉટર લગાવેલા હોય છે જે ગાડીને ઉપર લઈ જવામાં અને લૅન્ડ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમનું કદ પણ એટલું નાનું છે કે તેઓ ગીચ વસ્તીમાં પણ સરળતાથી ફરી શકે છે.

તેમની બૉડી કાર્બન ફાઇબરની બનેલી છે, જેથી તેમનું વજન પણ બહુ ઓછું હોય છે.

ટૅક્સિ મુસાફરીનો ખર્ચ કેટલો?

ઉબરના મૂર રહે છે, "ત્રણથી ચાર લોકોને લઇ જતી આ હવાઇ ટૅક્સિને ખર્ચ એટલો જ થશે જેટલો આજે ઉબર કૅબમાં થાય છે."

એહાંગ ડ્રોન ટૅક્સિ અત્યારે તો 23 મિનિટ સુધી ઊડી શકે છે. પરંતુ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પ્રમાણે કોઇપણ વિમાન પાસે 20 મિનિટનું વધારે ઈંધણ હોવું જોઇએ અને એ મુજબ તો એહાંગનો વધારાનો ત્રણ મિનિટનો સમય વ્યવસાયિક રૂપથી કોઇ કામનો નથી.

પરંતુ મૂરે એ પણ કહ્યું કે જેમ જેમ બેટરી વિકસતી જશે તેમ તેમ આ સમસ્યા હલ થતી જશે. ઉબરની 2023 સુધીમાં 50 હવાઈ ટૅક્સિઓ તૈયાર કરવાની યોજના છે.

દુબઈ 2030 સુધી 25 ટકા વાહનવ્યવહારને સ્વંયસંચાલિત કરવાની યોજનામાં છે.

જોકે, ખરાબ હવામાનને લીધે ઉડ્ડયન નિષ્ણાતો તેમને ચેતવણી આપી ચૂક્યા છે.