બ્રિટનના પીએમ થેરેસા મેની પ્રતિક્રિયા પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેને સલાહ આપી છે કે તેમણે બ્રિટનમાં આતંકવાદ પર ધ્યાન આપવું જોઈએ.

થેરેસા મેએ મુસ્લિમ વિરોધી વીડિયો શેર કરવા માટે ટ્રમ્પની ટીકા કરી હતી.

ટ્રમ્પે ટ્વીટ કર્યુ, "થેરેસા મે, મારા પર નહીં, કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ પર ફોકસ કરો જેણે બ્રિટનમાં પગપેસારો કર્યો છે. અમે સારું કામ કરી રહ્યા છીએ!"

તમને આ પણ વાંચવું ગમશે

ટ્રમ્પે બુધવારના રોજ ટ્વિટર પર ત્રણ વીડિયો શેર કર્યા હતા.

આ વીડિયો બ્રિટનના દક્ષિણપંથી સંગઠને ઑનલાઇન પોસ્ટ કર્યા હતા.

થેરેસા મેએ કરી હતી ટીકા

આ પહેલા બ્રિટનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા બ્રિટનના દક્ષિણપંથી સમૂહ બ્રિટન ફર્સ્ટ તરફથી ટ્વીટ કરાયેલા વીડિયોને રીટ્વીટ કરવા અયોગ્ય છે.

બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે 'બ્રિટન ફર્સ્ટ નફરત ફેલાવવા માટે વાત કરે છે જે ખોટી હોય છે અને તણાવ ઊભો કરે છે.'

દક્ષિણપંથી બ્રિટિશ નેશનલ પાર્ટી (બીએનપી)ના પૂર્વ સભ્યોએ 2011માં બ્રિટન ફર્સ્ટની સ્થાપના કરી હતી.

આ સંગઠન સોશિઅલ મીડિયા પર વિવાદીત પોસ્ટ માટે ઓળખાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો