ઋષિ સુનક જ નહીં, દુનિયાના આ સાત દેશમાં પણ શાસનની ધુરા છે ભારતવંશીઓ પાસે

ઇમેજ સ્રોત, Reuters
ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા છે. સમગ્ર વિશ્વના નેતાઓ તરફથી આ વાતને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ ઘટનાને ઐતિહાસિક ગણાવી છે. તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનકને શુભેચ્છા પાઠવતાં કહ્યું છે કે તેઓ આવનારા દિવસોમાં તેમની સાથે મળીને બંને દેશોનાં સામાન્ય હિતો પર કામ કરશે.
ભારતીય સોશિયલ મીડિયામાં સુનકની આ ઉપલબ્ધિ પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ તકને લઈને ટ્વીટ કર્યું છે કે, "વિંસ્ટન ચર્ચિલે વર્ષ 1947માં ભારતીય સ્વતંત્રતા અંગે કહ્યું હતું કે ભારતીય નેતા ઓછી ક્ષમતાવાળા લોકો છે. આજે અમારી સ્વતંત્રતાના 75મા વર્ષે ભારતીય મૂળની એક વ્યક્તિ બ્રિટનના વડા પ્રધાન બનવા જઈ રહી છે... જિંદગી ખૂબસૂરત છે."
આ તકે વિશ્વના અન્ય દેશોનાં શીર્ષ પદો પર બેઠેલા ભારતીય મૂળના નેતાઓનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે.
હાલ અમેરિકાથી લઈને બ્રિટન, કૅનેડા, સિંગાપુર, ઑસ્ટ્રેલિયા સહિત ઘણા આફ્રિકન અને એશિયન દેશોમાં ભારતીય મૂળના નેતા પ્રતિષ્ઠિત પદો પર છે.

પોર્ટુગલના PM એંટોનિયો કોસ્ટા

ઇમેજ સ્રોત, TWITTER/ANTONIOCOSTAPM
યુરોપમાં ભારતીય મૂળના નેતાઓમાં એંટોનિયો કોસ્ટાનું નામ પ્રમુખપણે લેવાય છે. તેઓ પોર્ટુગલના વડા પ્રધાન છે.
એંટોનિયોના પિતા ઓરલૅંડો કોસ્ટા એક કવિ હતા. તેમણે સામ્રાજ્યવાદવિરોધી આંદોલનમાં ભાગ લીધો હતો અને પોર્ટુગીઝ ભાષામાં 'શાઇન ઑફ એન્ગર' નામનું પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાદા લુઈ અફોન્સો મારિયા ડી કોસ્ટા પણ ગોવાના રહેવાસી હતા. જોકે, એંટોનિયો કોસ્ટાનો જન્મ મોઝાંબિકમાં થયો, પરંતુ તેમના સંબંધીઓ આજે પણ ગોવાના મરગાઓની નજીક રુઆ અબેદ ફારિયા ગામ સાથે જોડાયેલા છે.
પોતાની ભારતીય ઓળખ અંગે કોસ્ટાએ એક વાર કહ્યું હતું કે, "મારી ત્વચાના રંગે મને ક્યારેય કશું કરતાં નથી રોક્યો, હું મારી ત્વચાના રંગ સાથે સામાન્યપણે રહું છું."
આટલું જ નહીં, કોસ્ટા ભારતના ઓસીઆઈ કાર્ડધારકોમાં પણ સામેલ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં તેમને ઓસીઆઈ કાર્ડ સોંપ્યું હતું.

મૉરિશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથ

ઇમેજ સ્રોત, FACEBOOK/PJUGNAUTH
મૉરિશિયસના વડા પ્રધાન જગન્નાથ પણ ભારતીય મૂળના રાજનેતા છે, જેમનાં મૂળ ભારતના બિહાર સાથે જોડાયેલાં છે.
પ્રવિંદ જગન્નાથના પિતા અનિરુદ્ધ જગન્નાથ પણ મૉરિશિયસના રાજકારણના કદાવર નેતાઓ પૈકી એક ગણાય છે. તેઓ મૉરિશિયસના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનપદ પર રહી ચૂક્યા છે.
હાલના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથ અમુક સમય પહેલાં પિતાનાં અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવા માટે વારાણસી આવ્યા હતા. આ સાથે જ તેઓ જુદી જુદી તકે ભારત આવતા રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મૉરિશિયસના હાલના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન પણ ભારતીય મૂળના રાજનેતા જ છે.

સિંગાપુરનાં રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ

ઇમેજ સ્રોત, FACEBOOK/HALIMAHYACOB
સિંગાપુરનાં રાષ્ટ્રપતિ હલીમા યાકૂબના પૂર્વજોનાં મૂળ ભારત સાથે જોડાયેલાં છે. તેમના પિતા ભારતીય મૂળના હતા, તેમનાં માતા મલય મૂળનાં હતાં.
સિંગાપુરમાં મલય વસતિ લગભગ 15 ટકા છે. મલય મૂળના લોકો ઇન્ડોનેશિયા અને મલેશિયામાં ફેલાયેલા છે.
આ બાદ પણ હલીમા યાકૂબે સિંગાપુરનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચી દીધો છે.
આ પહેલાં તેઓ સિંગાપુરની સંસદમાં અધ્યક્ષપદે હતાં. હલીમા યાકૂબે આ પહેલાં સંસદનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બનીને ઇતિહાસ રચ્યો હતો.

સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી

ઇમેજ સ્રોત, TWITTER/CSANTOKHI
લૅટિન અમેરિકન દેશ સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી પણ એવા નેતા છે, જેમના તાર ભારત સાથે જોડાયેલા છે.
ભારતીય-સૂરીનામી હિંદુ પરિવારમાં જન્મેલા ચંદ્રિકાપ્રસાદ સંતોખીને ચાન સંતોખી તરીકે ઓળખવામાં આવે છે.
અમુક સમાચારો પ્રમાણે, ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ રાષ્ટ્રપતિપદના શપથ સંસ્કૃત ભાષામાં લીધા હતા.

ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલી

ઇમેજ સ્રોત, OP.GOV.GY
કૅરિબિયન દેશ ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલીના પૂર્વજોનાં મૂળ પણ ભારત સાથે જોડાયેલાં છે.
તેમનો જન્મ વર્ષ 1980માં એક ભારતીય મૂળના પરિવારમાં થયો હતો.

સેશેલના રાષ્ટ્રપતિ વાવેલ રામકલાવન

ઇમેજ સ્રોત, TWITTER/MIB_INDIA
સેશેલના રાષ્ટ્રપતિ વાવેલ રામકલાવન પણ ભારતીય મૂળના નેતા છે, જેમના પૂર્વજો ભારતના બિહાર પ્રાંત સાથે જોડાયેલા છે. તેમના પિતા એક લુહાર હતા. તેમજ તેમનાં માતા એક શિક્ષિકા હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં તેમને ભારતના દીકરા ગણાવતાં કહ્યું હતું કે, "વાવેલ રામકલાવનનાં મૂળ બિહારના ગોપાલગંજ સાથે જોડાયેલાં છે. આજે ન માત્ર તેમના ગામ બલકે સમગ્ર ભારતના લોકો તેમની ઉપલબ્ધિઓ પર ગૌરવ અનુભવે છે."

અમેરિકામાં કમલા હૅરિસે રચ્યો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીયમૂળના શીર્ષ નેતાઓમાં અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૅરિસ પણ છે.
વર્ષ 2021માં તેમણે 85 મિનિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિપદની શક્તિઓ પણ અપાઈ હતી. આ સાથે જ કમલા હૅરિસ અમેરિકન ઇતિહાસમાં રાષ્ટ્રપતિપદની શક્તિ સંભાળનાર પ્રથમ મહિલા બની ગયાં હતાં.
આ પહેલાં કમલા હૅરિસે અમેરિકન લોકશાહીના 250 વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત મહિલા અને પ્રથમ એશિયન-અમેરિકન મહિલા ઉપ-રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો હતો.
કમલા હૅરિસ ભારત સાથે પોતાના જોડાણ અંગે મુક્ત મને વાત કરવાને લઈને પણ ઓળખાય છે.
તેમણે વર્ષ 2018માં પોતાની આત્મકથા, 'ધ ટ્રુથ વી ટૉલ્ડ'માં લખ્યું છે કે "લોકો મારું નામ અમુક વિરામચિહ્ન એટલે કે 'Comma-la'ની જેમ બોલે છે."
આ બાદ કૅલિફોર્નિયાનાં સેનેટર કમલા પોતાના ભારતીય નામનો અર્થ સમજાવે છે. કમલાએ જણાવ્યું કે "મારા નામનો અર્થ 'કમળનું ફૂલ' છે." ભારતીય સંસ્કૃતિમાં તેનું ઘણું મહત્ત્વ છે. કમળનો છોડ પાણીની નીચે થાય છે. ફૂલ પાણીની સપાટી ઉપર થાય છે. તેનાં મૂળ નદીના તળિયામાં મજબૂતાઈથી જોડાયેલાં હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













