નિવૃત્તિ બાદ પૂરતા પ્રમાણમાં પૈસા મળતા રહે એ માટે શું કરવું જોઈએ?

નિવૃત્તિ બાદ પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આઈવીબી કાર્તિકેય
    • પદ, બીબીસી માટે

એ કહેવામાં અતિશયોક્તિ નથી કે આપણી પેઢી અને આપણા પહેલાંની પેઢી વચ્ચેનો મુખ્ય તફાવત "રિટાયરમૅન્ટ લાઇફ" અથવા તો નિવૃત્તિ જીવન છે. આપણી પેઢી પહેલી પેઢી હશે જેની પાસે પેન્શનની સુરક્ષા નહીં હોય. એટલે આપણી નિવૃત્તિ પછીનો સમય કેવો હશે તે માત્ર વિચારવાની વાત છે, આપણી પાસે કોઈ ચોક્કસ વિચાર નથી.

આવી સ્થિતિમાં નિવૃત્તિ પછીનો સમય આપણા માટે અસુવિધાઓ ઊભી કરી શકે છે. અન્ય નાણાકીય ટાર્ગેટ અને રિટાયરમૅન્ટ ટાર્ગેટ વચ્ચે થોડો અંતર છે.

નિવૃત્તિ બાદ પણ આપણને હાલની જેમ માસિક આવકની જરૂર હોય છે. કેટલાક લોકોનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના પગલે અથવા તો બીજી કોઈ સમસ્યાના પગલે તેમને વધારે રકમની પણ જરૂર પડી શકે છે. કોઈ પદ પરથી નિવૃત્તિ મળ્યા બાદ બૅન્ક પાસેથી લૉન મેળવવી પણ ખૂબ અઘરી છે.

નાણાકીય યોજનાઓની જેમ, નિવૃત્તિનું આયોજન દરેક માટે એકસરખું નથી હોતું. અલગ અલગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એક વ્યક્તિએ નિવૃત્તિની યોજના બનાવવી પડે છે.

તેવી જ રીતે, કર્મચારી જે ક્ષેત્રમાં કામ કરે છે તેના આધારે, નિવૃત્તિ યોજનાઓમાં ફેરફારો કરવા જરૂરી છે. સરકારી કર્મચારીઓ માટે, કેટલાક સમય સુધી તેમને સ્વાસ્થ્ય વીમો મળી શકશે. પરંતુ ખાનગી કંપનીઓના કર્મચારીઓના કેસમાં, આ સુવિધા મળતી નથી.

આ દરેક મુદ્દાઓ અને આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે નિવૃત્તિનું પ્લાનિંગ કરવું જોઈએ. પહેલાં જેમ ઉલ્લેખ કરાયો, તે રીતે નિવૃત્તિ આયોજન એ એક એવો મુદ્દો છે જેમાં પર્સનલ ફાઇનાન્સની અવગણના કરવી પડે છે. પરંતુ આ વિચારવા માટે યોગ્ય લાઇન નથી. આપણે આપણાં નાણાકીય લક્ષ્યોની યોજના ઘડીએ ત્યારે નિવૃત્તિની આવશ્યકતાઓને જરૂરી પ્રાથમિકતા આપવી પડશે.

line

શું કરવાની જરૂર છે?

નિવૃત્તિ બાદ પૈસા

ઇમેજ સ્રોત, PTI

જે લોકો આગામી પાંચ કે દસ વર્ષમાં નિવૃત્ત થવાના છે તેમની કેટલીક મર્યાદાઓ છે કેમ કે નાણાકીય યોજના એ હંમેશાં લાંબા ગાળાનું કામ હોય છે. દરેક નાણાકીય ટાર્ગેટ માટે, યોજનાની ખૂબ પહેલાં સાવચેતીઓ રાખવી પડે છે.

જે લોકો આગામી પાંચ વર્ષમાં નિવૃત્ત થવાના છે, તેમને આવી અનુકૂળતા મળી શકતી નથી કેમ કે તેમનો ટાર્ગેટ ખૂબ નજીક હોય છે. આપણે જોઈશું કે આવા લોકોએ શું યોજના બનાવવી જોઈએ.

  • તેમણે જાણવું જોઈએ કે શું તેમની પાસે પર્યાપ્ત આરોગ્ય વીમો છે. જો નથી, તો તેમણે તે લેવો જોઈએ. તેમણે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે નવી પૉલિસી ગંભીર રોગો જેવા કે ડાયાબિટીસ, હાઇપરટેન્શનને પણ કવર કરે છે. જો નથી કરતી તો પૉલિસીને ટોપ-અપ કરવી જોઈએ અથવા તો નવો વીમો લેવો જોઈએ. કેટલાક સરકારી ક્ષેત્રના કર્મચારીઓને તો હેલ્થ પૉલિસી પહેલેથી જ મળેલી હોય છે. પરંતુ અન્ય લોકો માટે? જે લોકો પાસે આ સગવડ છે, તેમનું પણ કવરેજ પર્યાપ્ત હોઈ શકતું નથી. એટલે, વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમો નિશ્ચિતપણે લેવો જોઈએ.
  • જો કોઈ દુર્ઘટના ઘટે છે, તો સૌથી પહેલાં સુરક્ષા આપે છે વીમા પૉલિસી. જો તમારી પાસે જીવન વીમા પૉલિસી નથી, તો તેને તાત્કાલિક ધોરણે લેવાનું વિચારવું જોઈએ.
  • ઘણી વીમા કંપનીઓ પચાસ વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકોને વીમો આપવાથી ખચકાટ અનુભવે છે. તેઓ ઘણા સવાલો કરે છે અને અંતે પૉલિસી રિજેક્ટ કરી દે છે. પરંતુ આપણે આપણી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૉલિસી મેળવવાનો ધ્યાનપૂર્વક પ્રયાસ કરવો જોઈએ.
  • તમારે સમજવું જોઈએ કે બંને વીમા પૉલિસીઓ નિવૃત્તિની યોજનાનો ભાગ છે કેમ કે જ્યારે આપણે નિવૃત્તિની ઉંમર નજીક પહોચીએ છીએ, તેમ તેમ વીમાનું પ્રિમિયમ પણ વધે છે. એટલે આપણે જેમ બને તેમ જલદી વીમો લેવો જોઈએ.
  • ઘરનાં સભ્યો અને પતિ કે પત્નીને અત્યાર સુધી કરેલા રોકાણ અને પૉલિસીની જાણ હોવી જોઈએ. દેશમાં હજારો કરોડો રૂપિયા એવા છે જેનો ક્લેમ કરવામાં આવ્યો નથી. પરિવારને જાણ હોવા પર તેમને તમારા બાદ કોઈ મુશ્કેલી નહીં થાય.
  • જેમને પૉલિસીના નૉમિની બનાવવામાં આવ્યા હોય તેમને તે વાતની જાણ હોવી જોઈએ. જો કોઈ સગીરને નૉમિનેટ કરવામાં આવ્યા છે, તો તેમના ગાર્ડિયનને તેના વિશે માહિતી હોવી જોઈએ. જો આપણે પૈસા તેમને આપવા માટે રોક્યા છે, તો તેમને ન કહેવાથી પછી નુકસાન વેઠવું પડી શકે છે. તે વાતનું હંમેશાં ધ્યાન રાખો.
  • નાણાકીય સલાહકારનો નંબર પરિવારના દરેક સભ્ય પાસે હોવો જરૂરી છે.
  • જો આપણે કોઈ ઍપની મદદથી નાણાકીય લેવડ-દેવડ કરીએ છીએ, તો તેના પાસવર્ડની માહિતી પરિવારના સભ્યો પાસે હોવી જોઈએ.
line

હવે જાણો કેવા પ્રકારના રોકાણના પ્લાન પસંદ કરવા જોઈએ

નિવૃત્તિ બાદ પૈસા

ઇમેજ સ્રોત, GETTY IMAGES/PETER DAZELEY

  • નિવૃત્તિનો સમય નજીક હોવાથી રિસ્ક લેવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. આવી પરિસ્થિતિમાં સારું છે કે લોકો ઇક્વિટી સંબંધિત ઇન્વૅસ્ટમેન્ટમાં રોકાણ કરે. જો પહેલેથી આવાં રોકાણ કરવામાં આવ્યાં છે, તો તેને જાળવી રાખવા જોઈએ અને તેમાં વધારાનું રોકાણ કરવું જોઈએ નહીં.
  • જે લોકો પહેલેથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે, તેમણે સ્મૉલ કૅપ અને બીજા અગ્રેસિવ ફંડ જેવા વધુ રિસ્ક ધરાવતા ફંડમાં રોકાણ બંધ કરી દેવા જોઈએ. તે રકમ ડેબિટ ફંડમાં રોકવી જોઈએ અથવા બીજા ઇંડેક્સ ફંડમાં જેનાથી નુકસાનનો ખતરો ઓછો રહે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રિન્સિપલ પ્રમાણે, આપણે આપણા ફાઇનાન્શિયલ ટાર્ગેટનાં ત્રણ વર્ષ પહેલાં ઇક્વિટી માર્કેટમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જવું જોઈએ. કોરોના મહામારી દરમિયાન એક વર્ષ માટે ઇક્વિટી માર્કેટ સંપૂર્ણપણે ધીમી પડી ગઈ હતી. જો આપણે તે સમયે રોકાણ કર્યું હોત, તો આપણે વધારે નુકસાન વેઠવું પડ્યું હોત.
  • રિયલ એસ્ટેટ, ફ્યૂચર્સ અને એવા વિકલ્પો જ્યાં વધઘટ થતી રહેતી હોય તેવાં રોકાણનાં ક્ષેત્રોથી દૂર રહેવું જોઈએ. લોકો એવા લોકો વિશે વાત કરતા હોય છે જેમણે આ ક્ષેત્રમાં નફો કમાવ્યો હોય છે પરંતુ એ લોકો વિશે ભૂલી જાય છે જેમણે નુકસાન વેઠ્યું હોય. જ્યારે નિવૃત્તિ જેવી કોઈ વસ્તુ માટે યોજના ઘડતા હોઈએ, ત્યારે આ પ્રકારનાં ક્ષેત્ર યોગ્ય નથી.
line

જોખમ વગર રોકાણના રસ્તા

નિવૃત્તિ બાદ પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

  • આપણે ઍમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડનો સારો એવો ઉપયોગ કરવો જોઈએ. તે એવા ઓછી રોકાણની યોજનાઓમાંથી એક છે, જેમાં નફા પર કોઈ પ્રકારનો ટૅક્સ લાગતો નથી. એટલા માટે જેમ બને તેમ વધારે આ યોજનામાં રોકાણ કરવું જોઈએ.
  • સરકારી યોજનાઓ જેમ કે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવું વધારે ફાયદાકારક હોય છે. આવી સ્કીમમાં રોકાણ કરીને ટૅક્સમાંથી પણ રાહત મળી શકે છે.
  • આપણે એવી વીમા સ્કીમ જોવી જોઈએ જે વાર્ષિક નફો આપે. પરંતુ એ વાતને યાદ રાખો કે વાર્ષિક નફાથી જે આવક ઊભી થાય છે તે નિયમિત આવક તરીકે જોવામાં આવે છે અને તેના પર ટૅક્સ આપવો પડે છે. એટલે આ સ્કીમમાં રોકાણ કર્યા બાદ, આપણે ટૅક્સ ચૂકવ્યા બાદની નેટ ઇનકમ વિશે તપાસ કરવી જોઈએ.
  • આપણે એવી વીમા સ્કીમની તપાસ કરવી જોઈએ જે વાર્ષિકી દ્વારા આવે છે.
  • જો આપણે વાર્ષિકી સ્કીમનો લાભ લેવા માગીએ છીએ, તો આપણે એ સમજવું જોઈએ કે જો કોઈ ઇમર્જન્સીની જરૂર પડી તો કેટલા પૈસા ઉઠાવી શકીએ છીએ. ઉપર જણાવ્યા પ્રમાણે નિવૃત્તિ બાદના જીવનમાં ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરવો તે વધારે મહત્ત્વનું પરિબળ છે.
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ