પી.વી. સિંધુ અને લક્ષ્ય સેનના કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ - પ્રેસ રિવ્યૂ
ભારતના લક્ષ્ય સેને બર્મિંઘહામમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બૅડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં લક્ષ્ય સેને મલેશિયાના ઝી યોંગ એનજીને ત્રણ ગેમ સુધી ચાલેલી મૅચમાં માત આપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના લક્ષ્ય સેન પહેલી ગેમમાં રોમાંચક મુકાબલામાં 21-19થી હારી ગયા હતા.
પરંતુ બીજી ગેમમાં શાનદાર વાપસી કરીને 21-9થી જીત મેળવી હતી. ત્યાર બાદ ત્રીજી ગેમ તેમણે 21-16થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તો ભારતનાં ખેલાડી પી.વી સિંધુએ પણ બર્મિંઘહામમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે ફાઇનલમાં કૅનેડાનાં મિશેલ લીને સીધી રમતમાં 21-15 અને 21-13થી હરાવ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સિંધુ આ મૅચમાં ફિટ દેખાતાં નહોતા. શરૂઆતમાં તેમની મૂવમેન્ટને લીધે ઘણા સરળ પૉઇન્ટ ગુમાવ્યા હતા. પરંતુ તેમનો અનુભવ કામ આવ્યો અને તેઓ મિશેલ પર ભારે પડ્યાં.
કૉમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સમાં તેમણે પહેલી વાર ગોલ્ડ જીત્યો છે.

મણિપુરમાં હિંસા બાદ પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
મણિપુરમાં એક વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવેલા વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં તંત્ર દ્વારા પાંચ દિવસ માટે રાજ્યમાં ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે હિંસાથી પ્રભાવિત બે જિલ્લામાં કલમ 244 લાગુ કરવામાં આવી છે.
મણિપુરમાં 'ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર' નામનું પ્રભાવશાળી વિદ્યાર્થી સંગઠન વિધાનસભામાં મણિપુર સ્વાયત્ત જિલ્લા પરિષદ (સંશોધન) વિધેયક 2021ને રજૂ કરવાની માગ કરી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સરકારે આ વિધેયક વિધાનસભામાં મૂક્યા બાદ પ્રદર્શનકારીઓનો દાવો છે કે વિધેયક તેમની માગ અનુસાર નથી અને આ સાથે શરૂ થયેલા વિરોધપ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં એક સમુદાયના ત્રણ-ચાર યુવકોએ કથિતપણે એક વાનને આગ લગાવી દીધી હતી.
મણિપુર સરકારનું કહેવું છે કે આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ ઊભી થઈ છે.
જેના લીધે રાજ્યના વિશેષ સચિવ એચ. જ્ઞાન પ્રકાશ તરફથી મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
આ ઉપરાંત ચૂડાચંદ્રપુર અને બિષ્ણુપુર જિલ્લામાં આગામી બે મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ગુજરાતમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા આપનારા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ

ઇમેજ સ્રોત, Getty Images
ધોરણ 10 અને 12માં એક અથવા તો બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજાતી હોય છે. આ વર્ષે યોજાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું સરેરાશ પરિણામ 24.72 ટકા નોંધાયું છે.
અર્થાત 75.28 ટકા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષામાં નાપાસ થયા છે.
અહેવાલ પ્રમાણે, આ પૂરક પરીક્ષા માટે 1,58,686 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1,40,509 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.
હાજર વિદ્યાર્થીઓ પૈકી માત્ર 34,738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. બાકીના 1.05 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
પૂરક પરીક્ષાનાં પરિણામોમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 23.72 ટકા નોંધાયું હતું. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 26.25 ટકા નોંધાયું છે.

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત પાંચમા ક્રમાંકે

ઇમેજ સ્રોત, ReutersCopyright
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ઠ રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં કુલ 55 મેડલ મેળવ્યા છે. જેની સાથે ભારત મેડલ ટૅલીમાં પાંચમાં ક્રમાંકે છે.
મેડલ ટૅલી અનુસાર, ભારતીય ખેલાડીઓને મળેલા 55 મેડલોમાં 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ પૈકી સૌથી વધુ (12) મેડલ કુસ્તીમાં મળ્યા છે. કુસ્તીમાં લગભગ તમામ ભાર વર્ગોમાં ભારતીય ખેલાડીઓએ મેડલ મળ્યા છે. આ 12 મેડલમાં છ ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ભારતીય ખેલાડીઓએ વેઇટલિફ્ટિંગમાં 10 મેડલ મેળવ્યા છે. જેમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ સામેલ છે.
કૉમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ઑસ્ટ્રેલિયા મેડલ ટૅલીમાં 64 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમાંકે છે.
જ્યારે ઇંગ્લૅન્ડ 54 ગોલ્ડ મેડલ સાથે બીજા, 23 ગોલ્ડ મેડલ સાથે કૅનેડા ત્રીજા અને 19 ગોલ્ડ મેડલ સાથે ન્યૂઝીલૅન્ડ ચોથા ક્રમાંકે છે.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













