ભારતના મૂળ લોકો હોવાનો દાવો કરતા દ્રવિડોના પૂર્વજો ઇજિપ્તના રાજાઓ હતા?

    • લેેખક, પ્રો. સુધાકર શિવસુબ્રમણ્યમ
    • પદ, મનોનમનિયમ સુંદરનગર યુનિવર્સિટી

આર્યો ભારતમાં બહારથી આવ્યા અને દ્રવિડો ભારતના મૂળ વાસીઓ હોવાના દાવા અને વાદવિવાદ વર્ષો જૂના છે. આ બધા વચ્ચે પોતાને દ્રવિડ ગણાવતા તામિલોના પૂર્વજો ઇજિપ્તના રાજાઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તામિલ સાહિત્યનું સૌપ્રથમ મહાકાવ્ય ગણાતા 'શિલપ્પાદિકારમ'ની રચના આશરે 2,000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.

સંશોધકો કહે છે કે તમિલનાડુની જેમ ઇજિપ્તમાં પણ સેકર, સેકરન અને અદિરાઈ નામ-અટક ધરાવતા લોકો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધકો કહે છે કે તમિલનાડુની જેમ ઇજિપ્તમાં પણ સેકર, સેકરન અને અદિરાઈ નામ-અટક ધરાવતા લોકો છે

ભરિયારે આ મહાકાવ્યનો અભ્યાસ કર્યો અને તેને વખાણતાં જણાવ્યું હતું કે "યાંગનનો જન્મ આ પૃથ્વી પર એક ખેડૂત તરીકે અથવા તો પ્રસિદ્ધ ક્ષેત્રે જાણીતા યુવાન તરીકે ક્યારેય થયો ન હતો."

શિલપ્પાદિકારમમાં કન્નકી અને કોવલનના ઇતિહાસની કથા કહેવામાં આવી છે.

આ મહાકાવ્યમાં કન્નકી નિર્વિવાદ રીતે નેતા હશે. કન્નકીનાં મંદિરો માત્ર તામિલનાડુમાં જ નહીં, પરંતુ કેરળ અને શ્રીલંકામાં પણ આવેલાં છે.

કેરળનું હાલનું કોચીન શહેર પ્રાચીન રોમન તથા ગ્રીક નકશાઓમાં મુઝિરીસ તરીકે નોંધાયેલું છે.

એની તથા ઇજિપ્ત, રોમ અને ગ્રીસ વચ્ચે એક સમયે વેપાર ચાલતો હોવાના પૂરતા પુરાવા હોવાની વાતને પ્રોફેસર કામિલ ઝવેલીબિલે સમર્થન આપ્યું છે.

મદુરાઈમાં સાંભળવા મળતી કેટલીક મૌખિક વાર્તાઓમાં જણાવવામાં આવે છે કે કન્નકીના પતિનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું. તેમ છતાં તેમણે પોતાના પતિને પુનર્જીવિત કર્યા હતા.

લાઇન

સંક્ષિપ્તમાં : ભારતના મૂળ લોકો અને ઇજિપ્તને શું સંબંધ છે?

લાઇન

કન્નકીની માફક ઇજિપ્તમાં ઈસિસ નામનાં દેવી છે. એ દેવીએ પણ તેના મૃત પતિને પુનર્જીવિત કર્યા હોવાનું માનવામાં આવે છે.કન્નકીના દેવી સ્વરૂપની આ ઉજવણીમાં હજારો લોકો હાજરી આપે છે.

પિરામિડોનું નિર્માણ લગભગ 4,500 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું, જ્યારે શિલપ્પાદિકારમની રચના લગભગ 2,000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.

માત્ર ભાષા અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં જ નહીં, પરંતુ ઇજિપ્તની વણાટની પદ્ધતિ તથા ત્યાં ખેડૂતો જે રીતે પાઘડી બાંધતા હતા તેમાં પણ તામિલ કનેક્શન જોવા મળે છે.

હુઈ ઝોઉ અને તેમના સાથીઓએ 2010માં ચીનમાં મળી આવેલા પ્રોસેસ્ડ બોડી - લૂલન મમી પર સંશોધન કર્યું હતું. આ શરીર લગભગ 4,000 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી એક સ્ત્રીનું હતું.

લાઇન

ઇજિપ્તના ઘણા લોકો માને છે કે તેમના પરિવારનું અનેક બીમારીઓ અને મુશ્કેલીઓ સામે આ દેવી રક્ષણ પણ કરે છે.

પ્રાચીન સમયમાં ખલાસીઓ દરિયાઈ સફર દરમિયાન પોતાની સલામતી માટે ઈસિસ દેવી પર આધાર રાખતા હતા.

બ્રિટિશ સંશોધક ક્રિસ મોર્ગન ઉત્તર આફ્રિકન અને એશિયન કલ્ચરના વિષયના ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક છે.

તેઓ ઈન્ડો-ઇજિપ્શ્યન પરંપરા તથા સંસ્કૃતિ પ્રત્યેના તેમના ઊંડા પ્રેમ માટે પણ જાણીતા છે.

તેમણે ઈસિસ અને કન્નાકી વિશે વ્યાપક સંશોધન કર્યું છે. તેના અનુસંધાને એક પુસ્તક લખ્યું છેઃ ઈસિસ - ધ ગોડેસ ઑફ ઇજિપ્ત એન્ડ ઈન્ડિયા.

આ પુસ્તકમાં તેમણે શું સમજાવ્યું છે કે "કેરળમાં કોચી પાસે કન્નકીનું એક મંદિર છે. તેનું નિર્માણ ઇજિપ્તની સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. તે હજુ પણ કુરુમ્બાદેવી મંદિર તરીકે ઓળખાય છે. કન્નાકી મંદિર ઇજિપ્તમાં આવેલા ઈસિસના મંદિર જેવું જ છે. પ્રવેશદ્વારની બન્ને બાજુએ ઘોડાઓની પ્રતિમાઓ છે. સ્ટેન્ડ ગાર્ડ અને ચાલવાના માર્ગમાંથી સૂર્યપ્રકાશ પસાર થઈ શકે એ રીતે ટનલ બનાવવામાં આવી છે."

નકશાનો નમૂનો

ઇમેજ સ્રોત, GOOGLE MAPS

ઇમેજ કૅપ્શન, નકશાનો નમૂનો

ઇજિપ્તમાંના ઈસિસ મંદિરમાં પણ આવી જ પેટર્ન જોવા મળે છે. કુરુમ્બાદેવીના મંદિરમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ પહેલાં પારણી ઉત્સવ ઊજવવામાં આવે છે.

બરાબર એ જ સમયે ઇજિપ્તના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભગવાન ઈસિસનો સંસ્કાર મહોત્સવ પણ યોજવામાં આવે છે.

બન્ને સ્થળે એક સમયે થતી આ ઉજવણી માત્ર સંયોગ નથી. તેને બન્ને દેશોની સાંસ્કૃતિક એકતાનો પુરાવો ગણવું જોઈએ.

પારણી ઉત્સવ દરમિયાન બિન-બ્રાહ્મણ લોકો લગભગ 12 કલાક સુધી કન્નકીની પૂજા કરે છે.

કન્નકીના દેવી સ્વરૂપની આ ઉજવણીમાં હજારો લોકો હાજરી આપે છે. શિલપ્પાદિકારમમાં કન્નકીનાં પરાક્રમોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, એવું ક્રિસ મોર્ગને જણાવ્યું હતું.

ચેન્નાઈમાં કન્નકીની પ્રતિમા

ઇમેજ સ્રોત, BALAMURUGAN SRINIVASAN

ઇમેજ કૅપ્શન, ચેન્નાઈમાં કન્નકીની પ્રતિમા

તામિલનાડુમાં પણ કન્નકી પથિની એક દેવીની સ્વરૂપમાં લોકોના મનમાં અંકિત છે, તેમ જણાવતાં ક્રિસ મોર્ગને ઉમેર્યું હતું કે ઇજિપ્તવાસીઓ, રોમનો અને ગ્રીક લોકો હજુ પણ ભારપૂર્વક માને છે કે ઈસિસ ભગવાન ઇજિપ્તથી ભારતમાં આવ્યાં હતાં.

વિશ્વના પ્રાચીન સ્થાપત્ય પર નજર કરી તો સમજાય છે કે જરા સરખી પણ ભૂલ વિના નિર્માણ પામેલાં બે વર્ટિકલ સ્થાનો પિરામિડ અને તાંજોરનું મહાન મંદિર છે.

આ બધું ધ્યાનમાં લેતાં એવો વિચાર સ્વાભાવિક રીતે આવે કે શું તામિલનાડુ અને વિશ્વ વિખ્યાત પિરામિડ વચ્ચે કોઈ સાંસ્કૃતિક જોડાણ છે.

પિરામિડોમાં ઈસિસનાં ચિત્રો છે. પિરામિડોનું નિર્માણ લગભગ 4,500 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું, જ્યારે શિલપ્પાદિકારમની રચના લગભગ 2,000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.

ક્રિસ મોર્ગનનો અભિપ્રાય સાચો હોય તો એવો સવાલ પણ થાય કે એ સમયની મૌખિક પરંપરા યુવાનોએ બનાવી હતી?

જોકે, ઇજિપ્તની પૌરાણિક કથાઓમાં કન્નકી અને ઈસિસ વચ્ચે તફાવત જોવા મળે છે.

દાખલા તરીકે ઇજિપ્તની પૌરાણિક કથાઓ જણાવે છે કે ઈસિસે તેમના ભાઈ ઓસિરિસ સાથે લગ્ન કર્યાં હતાં. ઓસિરિસને ઉસિર નામે પણ ઓળખવામાં આવે છે. ઉસિરના પિરામિડમાં વિશાળ પ્રતિમાઓ છે. બીજી તરફ કોવલન છે તે કન્નકીના ભાઈ નથી.

line

વૈદિક ઈજિપ્તવાસીઓ

સંશોધક ક્રિસ મોર્ગને તેમના એક પુસ્તકમાં જણાવ્યું છે કે કન્નાકી કેરળમાં કુંવારી કન્યકા તરીકે અને ઈજિપ્તમાં ઈસિસ-ડેડ સ્વરૂપે અસ્તિત્વમાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધક ક્રિસ મોર્ગને તેમના એક પુસ્તકમાં જણાવ્યું છે કે કન્નાકી કેરળમાં કુંવારી કન્યકા તરીકે અને ઈજિપ્તમાં ઈસિસ-ડેડ સ્વરૂપે અસ્તિત્વમાં છે

ઇજિપ્તના લોકો અરબી ભાષા બોલે છે, જે એક વિશિષ્ટ બોલી છે.

ત્રિચીની એક ખાનગી હૉસ્પિટલમાં કાર્યરત ડૉ. વી આર અન્થુરાઈ ઈજિપ્શ્યન ભાષામાં તામિલ લિપિનો સંગ્રહ કરે છે.

તેમના જણાવ્યા મુજબ, ઇજિપ્તમાં કામોસે નામનાં એક દેવી છે. આ કામોસે શબ્દ તામિલ શબ્દ કામચી પરથી બન્યો છે.

કામચીનો અર્થ છે વાસના.

તેને પારિવારિક પ્રેમનું પ્રતીક ગણી શકાય. અમ્મોસ શબ્દ અમ્મા શબ્દની સમાંતરે પડઘાય છે.

તામિલનાડુમાં સેકર, સેકરન અને અદિરાઈ જેવા લોકો છે. તેમણે એ પણ શોધી કાઢ્યું છે કે ઇજિપ્તના ભાષામાં હજારો તામિલ શબ્દો ભળી ગયેલા છે. એવા શબ્દોની યાદી ડૉ. અન્થુરાઈએ ઇન્ટરનેટ પર પણ મૂકી છે.

ઈજિપ્તમાં રહેતા વૃદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈજિપ્તમાં રહેતા વૃદ્ધ

માત્ર ભાષા અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં જ નહીં, પરંતુ ઇજિપ્તની વણાટની પદ્ધતિ તથા ત્યાં ખેડૂતો જે રીતે પાઘડી બાંધતા હતા તેમાં પણ તામિલ કનેક્શન જોવા મળે છે.

ઇજિપ્ત ભારત જેટલું વૈવિધ્ય ધરાવતો દેશ છે. ઇજિપ્તમાં ઘણા લોકોની ત્વચાનો રંગ તામિલ લોકોની ચામડીના રંગ જેવો જ છે.

મારો એક દોસ્ત ઇજિપ્તના પ્રવાસે ગયો ત્યારે તેને ઘણા લોકોએ ઇજિપ્તનો નાગરિક જ માની લીધો હતો અને તેની સાથે ઇજિપ્તની ભાષામાં વાત કરવા લાગ્યા હતા.

ઇજિપ્ત ગયેલા ઘણા તામિલોને આવો અનુભવ થયો છે. આ માહિતીએ મને ઇજિપ્તવાસીઓ અને તામિલો વચ્ચેની આનુવાંશિક સમાનતા શોધવાની પ્રેરણા આપી હતી.

એ પછી અમે આનુવાંશિક માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું.

line

બન્ને વચ્ચે આનુવાંશિક સમાનતા છે?

દરેક વંશીય જૂથનાં આગવાં આનુવાંશિક દ્રવ્યમાન અને દોષ હોય છે.

આફ્રિકન લોકોમાં સિકલ સેલ એનિમિયાની બીમારી સર્વસામાન્ય છે.

ન્યૂરોન્સના ઝડપી નાશને કારણે થતો Tay-Sachs નામનો રોગ પૂર્વ તથા મધ્ય એશિયાના લોકોમાં પ્રચલિત છે, જ્યારે ભારતમાં બીટા થેલેસેમિયા એક સામાન્ય રોગ છે.

કાર્સ્ટન પુશના વડપણ હેઠળ 2010માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં 11 શાહી પરિવારોના જનીનને અલગ કરવામાં આવ્યા હતા.

લગભગ 3,500 વર્ષ પહેલાં ઇજિપ્ત પર શાસન કરી ચૂકેલા રાજા તુતનખામેનના પ્રોસેસ્ડ બૉડીમાંથી આ સંશોધન માટે જનીન કાઢવામાં આવ્યા હતા.

આ સંશોધનમાં રાજવી પરિવારના લોકોને થયેલા રોગ વિશે જાણકારી મળી હતી અને રાજાનું મૃત્યુ શા માટે થયું એ પણ જાણી શકાયું હતું.

line

વિરોધાભાસી અભ્યાસ

2017ના એક સંશોધનમાં પિરામિડમાં રાખવામાં આવેલા 151 પ્રોસેસ્ડ મૃતદેહોમાંથી 166 હાડકાં કાઢવામાં આવ્યાં હતાં અને તેનું આનુવાંશિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2017ના એક સંશોધનમાં પિરામિડમાં રાખવામાં આવેલા 151 પ્રોસેસ્ડ મૃતદેહોમાંથી 166 હાડકાં કાઢવામાં આવ્યાં હતાં અને તેનું આનુવાંશિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

2017ના એક સંશોધનમાં પિરામિડમાં રાખવામાં આવેલા 151 પ્રોસેસ્ડ મૃતદેહોમાંથી 166 હાડકાં કાઢવામાં આવ્યાં હતાં અને તેનું આનુવાંશિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તે સંશોધનમાં જાણવા મળ્યું હતું કે પિરામિડમાંના પ્રોસેસ્ડ જનીન ઇરાક, તુર્કી, ઈઝરાયેલ, જોર્ડન, સીરિયા અને લેબનોનના લોકોના જીન્સને મળતા આવે છે.

અહીં વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓ પૈકીનું એક મેસોપોટેમિયા આવેલું હતું.

આ અભ્યાસમાં આધુનિક નેક્સ્ટ જનરેશન ડીએનએ સિકવન્સિંગ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી આ સંશોધનને સચોટ માનવામાં આવે છે.

પ્રત્યેક જાતીય સમૂહ માટે જનીનમાં અચાનક થતું પરિવર્તન અલગ-અલગ હોય છે. તેની મદદથી ઇજિપ્તવાસીઓ અને તામિલો વચ્ચેની આનુવાંશિક સમાનતા શોધી શકાય છે.

આ રીતે 2013માં ટોમાઝ પ્લાઓઝાજ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે મેસોપોટેમિયામાં રહેતા ચાર પ્રાચીન લોકોના માઈટોકોન્ડ્રિયલ આનુવાંશિક માર્કર M4b1, M49 અને M61નું પરીક્ષણ ભારતીય ઉપખંડના આનુવાંશિક માર્કર્સ જોડે મેચ કરવા માટે કરવામાં આવ્યું હતું.

યા-પિંગ ઝાંગે તે અભ્યાસને એક ડગલું આગળ વધાર્યો હતો. તેમણે 2014માં માનવ માઈટોકોન્ડ્રિયલ જનીનોના અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું.

તેમના અભ્યાસના તારણ અનુસાર, આનુવાંશિક માર્કર MK 11G 107 મેસોપોટેમિયાના પ્રાચીન લોકો અને તામિલો વચ્ચે સમાનતા હોવાનું દર્શાવે છે.

તામિલનાડુના વેપારીઓ ઇજિપ્તના પાડોશમાં આવેલા રોમ સુધી ગયા હોવાનું પણ અભ્યાસમાં જાણવા મળ્યું હતું. એ સંશોધન પત્રનું શિર્ષક હતુઃ પ્રાચીન મેસોપોટેમિયામાં તામિલ વેપારી.

હુઈ ઝોઉ અને તેમના સાથીઓએ 2010માં ચીનમાં મળી આવેલા પ્રોસેસ્ડ બોડી - લૂલન મમી પર સંશોધન કર્યું હતું.

એ શરીર લગભગ 4,000 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી એક સ્ત્રીનું હતું. ક્યૂઈ ચાઉ દ્વારા કરવામાં આવેલા આનુવાંશિક પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે તે મહિલા દ્રવિડ હતી.

આ સંશોધન દ્રવિડો અને ઈરાનીઓ વચ્ચેની આનુવાંશિક સમાનતાને પણ રેખાંકિત કરે છે.

Y રંગસૂત્ર માત્ર પુરુષો માટે જ છે. આ રંગસૂત્રો સ્ત્રીઓના કોષોમાં હોતા નથી.

ઇજિપ્તમાં પુરુષ જનીનમાં એક આનુવાંશિક માર્કર હોય છે, જેને E-M78 કહેવામાં આવે છે.

જોકે, એ તામિલ લોકોના જીન્સમાં નથી. તેથી બન્ને વચ્ચેના જીનેટિક સિક્વન્સિંગની અવધારણા પણ સંશોધકોમાં પ્રચલિત છે.

અમારા સંશોધનમાં શોર્ટ ટેન્ડમ રિપીટ એટલે કે એસટીઆર નામના બે આનુવાંશિક માર્કર્સ ઇજિપ્તના લોકો અને તામિલો વચ્ચેના સંબંધ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જોકે, તેની પુષ્ટિ કરવા માટે આવા 20થી વધુ એસટીઆર અને આનુવાંશિક પરિવર્તનમાંની સમાનતા બાબતે સંશોધન કરવાની જરૂર છે.

આ પ્રકારનાં આનુવાંશિક પરીક્ષણો બહુ ખર્ચાળ હોય છે. સરકારનું સમર્થન મળે તો તે મોકળાશથી કરી શકાય.

line

માટીનાં વાસણો પર તામિલ લિપિમાં કોતરણીકામ

ઈજિપ્તમાંથી મળી આવેલાં માટીનાં પુરાણા તૂટેલાં વાસણો પર તામિલ ભાષામાં કોતરણીકામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈજિપ્તમાંથી મળી આવેલાં માટીનાં પુરાણા તૂટેલાં વાસણો પર તામિલ ભાષામાં કોતરણીકામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું

ઇજિપ્તમાંથી મળી આવેલાં માટીનાં પુરાણા તૂટેલાં વાસણો પર તામિલ ભાષામાં કોતરણીકામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

એ પ્રદેશમાં પ્રાચીન સમયમાં રોમન લોકો રહેતા હતા. માટીની એ ટાઇલો લગભગ 2,000 વર્ષ પુરાણી છે. તેમાં ઉરી શબ્દ કોતરાયેલો હતો.

જુલિયસ સીઝરની હત્યા પછી તેમના શરીરને બાળી નાખવામાં આવશે. એ જાણીને ક્લિયોપેટ્રાને અફસોસ થાય છે કે એક જનનાયકને કચરો બાળવામાં આવે તે રીતે બાળી નાખવામાં આવ્યા છે.

મૃતકોના મૃતદેહોને સાચવી રાખવા એ જેમ ઇજિપ્તની પરંપરા છે એમ પ્રાચીન તામિલ પરંપરા પણ છે.

ઇજિપ્તની સંસ્કૃતિનો વિકાસ નાઈલ નદીના કિનારે થયો હતો. કૌમ અલ-ખુલગાન શહેર નદીના કાંપવાળા પ્રદેશમાં આવેલું છે.

ઇજિપ્તની રાજધાની કૈરોથી 93 કિલોમિટર દૂર આવેલા આ શહેરમાંથી વર્ષ 5,000થી 2021 સુધીની 110 કબરો શોધી કાઢવામાં આવી હતી. એમાંની ઘણી બધી માટીની છે.

line

આદિચનલ્લૂર અને ઈજિપ્ત - પુરાતત્ત્વીય અર્થ શું છે?

તામિલનાડુના અદિચનલ્લૂરમાંથી લેવાયેલી માટી અને ઈજિપ્તમાં જોવા મળતી માટી વચ્ચે ઘણું સામ્ય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તામિલનાડુના અદિચનલ્લૂરમાંથી લેવાયેલી માટી અને ઈજિપ્તમાં જોવા મળતી માટી વચ્ચે ઘણું સામ્ય છે

તામિલનાડુના અદિચનલ્લૂરમાંથી લેવાયેલી માટી અને ઇજિપ્તમાં જોવા મળતી માટી વચ્ચે ઘણું સામ્ય છે. બંનેનાં વાસણોનો રંગ એકસમાન છે.

બંને કિસ્સામાં મૃતકોના મૃતદેહોને સારી રીતે ઢાંકીને દફનાવવામાં આવ્યા હતા. તેને ધ્યાનમાં લેતાં બંને સંસ્કૃતિ વચ્ચેના ગાઢ જોડાણને અનુભવી શકાય છે.

પ્રાચીન ઇજિપ્તમાં એવો રિવાજ હતો કે સામાન્ય લોકો મૃત્યુ પામે ત્યારે તેમને ખુલ્લી જગ્યામાં દફનાવવામાં આવતા હતા, જ્યારે શાહી પરિવારની વ્યક્તિ મૃત્યુ પામે તો તેને પિરામિડમાં દફનાવવામાં આવતી હતી.

1902માં અદિચનલ્લૂરમાં સંશોધન માટે ખોદકામ કરી ચૂકેલા એલેકઝેન્ડર રિયાને જાણવા મળ્યું હતું કે તામિલનાડુમાં મૃત્યુ પામેલા સમૃદ્ધ લોકોને મોટી કબરમાં દફનાવવામાં આવ્યા હતા, જ્યારે સામાન્ય લોકોના મૃતદેહને નાની કબરમાં.

કેરળના કેટલાક ભાગોમાંથી પણ પ્રારંભિક સમયમાં મૃતદેહો મળી આવ્યા હતા. એ વિસ્તારમાં સંશોધન કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી હકીકત જાણવા મળી શકે.

ઇજિપ્તમાં કોઈ પર્વત નથી, પણ તામિલનાડુના લોકો ખાસિયત જોઈને લાગે છે કે કૃત્રિમ ટેકરીઓના આકારમાં પિરામિડની રચના કરવામાં આવી હતી.

પિરામિડ બનાવવા માટે મોટા-મોટા 23 લાખ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પથ્થરોનું સરેરાશ વજન હજારો કિલોમાં છે. એ પથ્થરોને 700 કિલોમિટર દૂર આવેલા અસવાનથી લાવીને પિરામિડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

હકીકત એ છે કે તામિલ સંસ્કૃતિનાં મૂળિયાં ઘણાં ઊંડા છે. તામિલો અને ઇજિપ્ત વચ્ચેની સમાનતા આઠ અલગ-અલગ શ્રેણીઓમાં જોવા મળે છે.

તેમાં ભગવાનની પૂજા, આનુવાંશિકતા, અંતિમ સંસ્કાર, સ્થાપત્ય, ભાષા, પહેરવેશ, પહેરવેશની રીતભાત અને અર્ચનાનો સમાવેશ થાય છે.

સવાલ એ છે કે તામિલ લોકો અહીંથી ઇજિપ્ત ગયા હતા કે તેઓ ઇજિપ્તથી તામિલનાડુ આવ્યા હતા?

આ સવાલોના જવાબની પુષ્ટિ કરી શકાય તેવા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.

(લેખક સુધાકર શિવસુબ્રમણ્યમે મદુરાઈ કામરાસર યુનિવર્સિટીમાંથી તેમની સંશોધન યાત્રા શરૂ કરી હતી. તેમણે 1999માં પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે અમેરિકન યુનિવર્સિટીઓમાં દસ વર્ષ સુધી કામ કર્યું છે. તેમણે અળસિયાના આનુવાંશિક મૅકઅપની શોધ કરી હતી.)

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો