ટીપુ સુલતાનનો વિવાદ શું છે અને તેઓ ખરેખર 'હિન્દુવિરોધી' હતા?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિન્દી માટે, બેંગલુરુ
મુંબઈના એક પાર્કને ટીપુ સુલ્તાનનું નામ અપાવા બાબતે શરૂ થયેલા વિવાદથી ટીપુ સુલ્તાનના રાજ્યના ઇતિહાસકારો અચંબિત નથી, કેમ કે પેશ્વાઓએ એમની અને એમના પિતા હૈદર અલીની સામે ઘણાં યુદ્ધો લડ્યાં હતાં.
18મી સદીમાં અંગ્રેજો સામે લડતાં યુદ્ધમેદાનમાં ખપી જનારા દેશના એકમાત્ર શાસકનો વિરોધ કરતો એક નવો વિવાદ એમના વિશેની 'ઐતિહાસિક માહિતી'ના બદલે પ્રચલિત કિંવદંતીઓ પર આધારિત છે.

ઇમેજ સ્રોત, PRINT COLLECTOR
ટીપુ સુલતાન સામેના હાલના વિરોધને જોતાં પહેલી નજરે, કમસે કમ એક ઇતિહાસકાર એ વાત સાથે સમંત છે કે પાર્ક કે રમતના મેદાનનું નામ એમના નામ પરથી રાખવાનું વિચારવું એ લોકોના એક ખાસ સમૂહ માટે આક્રમક બની શકે.
મૈસૂર યુનિવર્સિટીમાં ટીપુ ચેર પ્રોફેસર રહી ચૂકેલી પ્રોફેસર સેબેસ્ટિયન જૉસેફે બીબીસીને જણાવ્યું કે, "મહારાષ્ટ્રના લોકોને કદાચ એ ખબર નથી કે ટીપુ સુલતાન એક રાષ્ટ્રીય હીરો હતા, કેમ કે 19મી સદી સુધી 'એક ભારત' કે ભારતીયતાની ઓળખ નહોતી. ત્યારે મરાઠા, બંગાળી કે મૈસૂરની ઓળખ હતી."
પરંતુ, ટીપુ સુલતાનના વિષયમાં જે વાતો કહેવાય છે કે તેઓ 'દક્ષિણ ભારતના સૌથી ક્રૂર આક્રમણકારીઓમાંના એક' હતા, એ બાબતથી ઇતિહાસકાર અચંબિત છે.
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાંથી નિવૃત્ત થયેલાં ઇતિહાસનાં પ્રોફેસર જાનકી નાયરે જણાવ્યું કે, "તેઓ આક્રમણકારી નહોતા. તેઓ બીજે ક્યાંકથી અહીં નહોતા આવ્યા. તેઓ મોટા ભાગના ભારતીય શાસકોની સરખામણીએ પોતાની જન્મભૂમિ સાથે ક્યાંય વધારે જોડાયેલા હતા. એમ કહેવું કે તેઓ આક્રમણકારી હતા, તે એ વ્યક્તિ વિશે સંપૂર્ણપણે ખોટી સમજ દર્શાવે છે."
ઇતિહાસના પ્રોફેસર એન.વી. નરસિમ્હૈયાએ જણાવ્યું કે, "ટીપુ એ મહાન દેશભક્તોમાંના એક છે જેઓ અંગ્રેજો, મરાઠા અને હૈદરાબાદના નિઝામની સંયુક્ત સેના વિરુદ્ધ યુદ્ધ લડ્યા હતા. એમની સામેનું આ અભિયાન કે, તેઓ દેશના દુશ્મન નંબર વન છે, એ પૂર્વગ્રહોના કારણે છે."

ટીપુ અને પેશ્વા

ઇમેજ સ્રોત, BHARAT ITIHAS SANSHODHAK MANDAL
પ્રોફેસર નરસિમ્હૈયાએ જણાવ્યું કે, "ઇતિહાસ નહીં જાણતા લોકો જ કહે છે કે તેઓ ટીપુને નફરત કરે છે. પરંતુ તેઓ હૈદરાબાદના નિઝામ વિશે બિલકુલ આવું નથી કહેતા જેમણે ટીપુ સુલતાન સામે લડવા માટે અંગ્રેજો અને મરાઠા સાથે હાથ મિલાવ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ શ્રુંગેરી મઠનું ઉદાહરણ આપે છે, જેના સ્વામીજીને પેશ્વા રઘુનાથરાવ પટવર્ધનના નેતૃત્વવાળા હુમલામાં પોતાની રક્ષા કરવા માટે કરકલા ભાગી જવું પડ્યું હતું.
પ્રોફેસર નરસિમ્હૈયાએ જણાવ્યું કે, "પેશ્વા સેનાએ મંદિર પર હુમલો કર્યો અને બધા દરદાગીના લૂંટી લીધા અને દેવતાને પણ અપવિત્ર કર્યા."
"પેશ્વાએ જે કંઈ લૂટ કરી ટીપુ સુલતાને મંદિરને એ બધી વસ્તુઓ દાનમાં આપી. એમણે પોતાની પ્રજાને આશીર્વાદ આપવાની વિનંતી કરતા ઘણા પત્રો મુખ્ય પૂજારીને લખ્યા હતા. એમણે અન્ય ઘણાં મંદિરોમાં પણ એવું જ કર્યું હતું, એમાં નંજુંદેશ્વર મંદિરનો સમાવેશ પણ થાય છે, જેને તેઓ હકીમ નંજુંદા કહેતા હતા, કેમ કે એમની આંખોની તકલીફ ત્યાં મટી હતી."
સરકારી દસ્તાવેજોમાં પણ એ લખેલું છે કે ટીપુ સુલતાને મેલકોટે, કોલ્લૂર મૂકામ્બિકા મંદિર અને અન્ય ઘણાં મંદિરોને પણ જર-ઝવેરાત તથા સુરક્ષા આપ્યાં હતાં.
પ્રોફેસર જાનકી નાયરે જણાવ્યું કે, "મરાઠા યુદ્ધ છેડવામાં પાછા નહોતા પડતા. બંગાળ પહોંચનારા મરાઠાને યાદ કરતાં આજે પણ ત્યાંના લોકોનો આત્મા કકળી ઊઠે છે. તેઓ 10મી સદીના શાસક હતા, દેખીતું છે કે તેઓ ખૂબ જ દુસ્સાહસી હતા."
તેમણે જણાવ્યું કે, "ભૂતકાળનો ઉપયોગ પૂર્વગ્રહ ઊભો કરવા માટે થઈ રહ્યો છે. એનો કશી ઐતિહાસિક સમજ ઊભી કરવા માટે ઉપયોગ નથી કરાતો."

શું તેઓ હજુ પણ દેશના હીરો છે?

ઇમેજ સ્રોત, DD NEWS
પ્રોફેસર નાયરે કહ્યું કે, "હવે નહીં. જબરજસ્તી ધર્માંતરણ અને ઉત્પીડન જેવા જે સમાચારો સામે આવી રહ્યા છે, એ 18મી સદીનો મિજાજ હતો. આ હસ્તીએ મૃત્યુ પછી ઘણાં જીવન જોયાં છે."
તેમણે જણાવ્યું કે, "પહેલાં અંગ્રેજોએ એમના વિશે લખ્યું કે, તેઓ એક અત્યાચારી હતા. તેઓ અંગ્રેજો સામે લડ્યા અને યુદ્ધના મેદાનમાં વીરગતિ પામ્યા, એ બધું ભૂંસી દેવાયું, કેમ કે તેઓ એક મુસલમાન છે, કેમ કે અન્ય શાસકોની જેમ જ પોતાના દુશ્મનો પર અત્યાચાર કરવાનો એમનો રેકૉર્ડ હતો."
"અને દેખીતી વાત છે કે, એમણે કેટલાંક ધર્માંતરણ કરાવ્યાં, પરંતુ એમની સંખ્યા વધારીને કહેવાઈ રહી છે. અને હા, મોટા પાયે ધર્માંતરણ કરીને તેઓ હિન્દુ બહુલ દેશને ચલાવી શકે એમ નહોતા."
પ્રોફેસર નાયરે જણાવ્યું કે, "વાસ્તવમાં ટીપુ સુલતાનની સેનામાં છ યુનિટ હતી. એમાંની બે યુનિટ મરાઠા અને રાજપૂતોનાં હતી. મુસલમાનોના અલગ-અલગ દરજ્જામાં ભેદ નહોતો. મરાઠા અને રાજપૂતોના જુદા-જુદા સમુદાયો વચ્ચે પણ ભેદ નહોતો. તેઓ બધાને યોગ્ય વેતન આપતા હતા."
તેમણે જણાવ્યું કે, "1960 અને 70ના દાયકામાં ઇતિહાસકારો ટીપુ સુલતાનની આર્થિક યોજનાઓ, કૃષિ અને રેશમ ઉદ્યોગના વિકાસને જોતા હતા. "તેઓ ઘણા પ્રગતિશીલ હતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી સાથેના પોતાના પહેલાંના એક ઇન્ટરવ્યૂમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ સ્ટડીઝ બંગલુરુના પ્રોફેસર નરેન્દ્ર પાણિએ પોતાના પુસ્તક 'રિફૉર્મ ટૂ પ્રી-એમ્પ્ટ ચૅન્ઝેઝ - લૅન્ડ લેજિસ્લેશન ઈન કર્નાટક'નો આધાર ટાંકીને કહેલું કે, "ટીપુના સમયે ખેડૂતોને સીધી સત્તા દ્વારા જ જમીનો પટ્ટા પર અપાતી હતી. જે પેઢી દર પેઢી એમ જ ચાલ્યા કરતું. બધાને જમીનો મળી. માલાબારમાં નિષ્ફળ થયા, ત્યાં મોટા જમીનદારોની એક અલગ વ્યવસ્થા હતી."
વાસ્તવમાં ટીપુના મૃત્યુ પછી અંગ્રેજોએ જાતે જ ટીપુની કૃષિવ્યવસ્થાને અપનાવી લીધી હતી, જેને રૈયતવાડી વ્યવસ્થાનું નામ અપાયું હતું, લૉર્ડ કૉર્નવોલિસની જમીનદારી પ્રથા મૈસૂરમાં ન ચાલી, કેમ કે ટીપુએ ત્યાંની કૃષિવ્યવસ્થા જાતે તૈયાર કરી હતી.
પ્રોફેસર નાયરના જણાવ્યા અનુસાર 1980ના દાયકાના અંતમાં ટીપુ સુલતાનની સામે એક પ્રકારનો આક્રોશ ઊભો થવાનું શરૂ થયું હતું.
"એના પર બે પ્રકારના ખાસ નૅરેટિવનું નિયંત્રણ શરૂ થઈ ગયેલું. એક તથાકથિત ધર્માંતરણ અને કન્નડ ભાષાને પ્રોત્સાહન ન આપવું. મંદિરોની તોડફોડ કરવાનું પણ સામેલ હતું. આ એક મિશ્ર ચિત્ર હતું કેમ કે, એ વાતનાં ઘણાં પ્રમાણ છે કે ટીપુએ ઘણાં મંદિરોમાં દાન પણ આપ્યું હતું."
"એટલે સુધી કે દક્ષિણપંથી ઇતિહાસકારોમાં ગણાતા દિવંગત સૂર્યનાથ યુ. કામથે પણ પોતાના કર્ણાટક ઇતિહાસના પુસ્તકમાં ટીપુને યોગ્ય જગ્યા આપી કે પાછલા બે દાયકામાં બદલાઈ ગયું છે."

શું બદલાયું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઇતિહાસકારો કહે છે કે, ખાસ કરીને પાછલા કેટલાક દાયકાઓમાં કરાયેલાં સંશોધનો અને લોકોમાં પ્રચલિત સમજનો જે ઇતિહાસ છે એના પ્રત્યે એક સ્પષ્ટ ઐતિહાસિક અલગાવ છે. એનાં ઘણાં કારણો ગણાવે છે.
પ્રોફેસર નાયરે જણાવ્યું કે, "ટીપુ સુલતાન એક ખૂબ વધારે જટિલ અને મિશ્ર ચરિત્ર છે. દુર્ભાગ્યે, આજે આપણે એક એવી સ્થિતિમાં છીએ જેમાં, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી એમના વિશે સકારાત્મક વાતો કરવી, એ રાષ્ટ્રવિરોધી છે."
"અહીં હું જણાવી દઉં કે નાસા પાસે ટીપુ સુલતાનની એક તસવીર છે, કેમ કે તેઓ રૉકેટ અને એની તકનીકને વિકસાવવામાં અગ્રણી હતા, જેને પાછળથી અંગ્રેજોએ ચોરી લીધી."
"રાજકીય સમીકરણો વચ્ચે ટીપુ સુલતાનની રાષ્ટ્રનાયક તરીકેની છબિ પર અસર પડી છે. આવું ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના નવા ચહેરા અને નવાં નામોને આકારવાની યોજનાના ભાગરૂપે જાણીબૂઝીને કરવામાં આવી રહ્યું છે."
પ્રોફેસર નાયરે કહ્યું કે, "મુંબઈમાં રમતનું મેદાન કે પાર્કને ઇતિહાસ સાથે કશી લેવાદેવા નથી. હું માનું છું કે ટીપુ સુલતાન આજે મુસલમાનોનો વિરોધ કરવા માટે એક સુવિધાજનક પ્રતીક બની ગયા છે."
"આવા સમયમાં જ્યારે તેઓ (મુસલમાન) એટલા ઘેરાયેલા છે તો મુસલમાનો માટે ટીપુ સુલતાનનો ઉલ્લેખમાત્ર જ એમના ગર્વનું પ્રતીક છે."
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ગુલામ કેવી રીતે બનાવ્યું હતું?
- ઑટોમન સામ્રાજ્ય કઈ રીતે વિશ્વવિજયી બન્યું? યુદ્ધની રોમાંચક કહાણી
- હિન્દુત્વનું રાજકારણ કર્યા પછીયે બાલ ઠાકરેની શિવસેના મહારાષ્ટ્ર સુધી જ સીમિત કેમ રહી?
- સોશિયલ મીડિયા પર મુસલમાનો અને મહિલાઓ વિરુદ્ધ કેવી રીતે નફરત ફેલાવાઈ રહી છે? - BBC Investigation


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












