You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છના પૂર્વ MLA જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલ સમેત ચારેય આરોપી નિર્દોષ -Top News
કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકેસમાં કોર્ટે આરોપી છબીલ પટેલ સહિત ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
ગાંધીધામની કોર્ટે આરોપી છબીલ નારણ પટેલ, રસિક સવગણ પટેલ, પીયૂષ દેવજી વાસાણી અને કોમેશ મગનલાલ પોકારને નિર્દોષ છોડ્યા છે.
હત્યાને નજરે જોનારા ગાંધીધામના સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
ભાનુશાળી 'સયાજીનગરી' ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી.
માળિયા પાસે બે અજાણ્યા શખ્સ ટ્રેનમાં ઘૂસ્યા હતા અને ભાનુશાળી પર ગોળીબાર કર્યો હતો, જેમાં ભાનુશાળીનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
તાલુકા અને જિલ્લા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ભાનુશાળીનો જન્મ કચ્છના હાજાપર ગામમાં થયો હતો.
ભાનુશાળી વર્ષ 2007થી 2012 સુધી કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવસારીના ભાજપ નેતા મંગુભાઈ પટેલ બન્યા મધ્ય પ્રદેશના રાજ્યપાલ
ગુજરાત સરકાર પૂર્વ મંત્રી અને ભાજપના નેતા મંગુભાઈ પટેલની નિમણૂક મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કરાઈ છે, જેનો હવાલો અત્યાર સુધી ઉત્તર પ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ અને ગુજરાતનાં મુખ્ય મંત્રી રહી ચૂકેલાં આનંદીબહેન પટેલ સંભાળી રહ્યાં હતાં.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્વારા કર્ણાટક, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મિઝોરમના રાજ્યપાલની નિમણૂક કરાઈ છે.
કોને કયાં રાજ્યના રાજ્યપાલ બનાવાયા?
મધ્યપ્રદેશ - મંગુભાઈ છગનભાઈ પટેલ
કર્ણાટક - થાવરચંદ ગહેલોત
હિમાચલ પ્રદેશ - રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર
મિઝોરમ - હરિબાબુ કંભમપતિ
દક્ષિણ ગુજરાતના રાજકારણ ઉપર નજીકથી નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "નવસારીના ધારાસભ્ય મંગુભાઈ પટેલની અટક પટેલ છે, પરંતુ મૂળતઃ તેઓ દક્ષિણ ગુજરાતમાં ભાજપના આદિવાસી નેતા છે. નવસારીની બેઠક ઉપરથી જ સંસદસભ્ય સીઆર પાટીલની ચૂંટણીપ્રચારની જવાબદારી તેઓ સંભાળતા. નજીકના વર્તુળોમાં તેમની ગણતરી મૃદુભાષી સજ્જન તરીકેની થાય છે."
નાયક માને છે કે પાટીલની નજીકની વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂકથી ચોક્કસપણે તેમનું કદ વધ્યું છે, પરંતુ તેના કારણે ગુજરાતમાંથી નેતૃત્વપરિવર્તન થશે કે તેના અણસાર છે, એમ કહી ન શકાય.
કૉંગ્રેસના કુમુદબહેન જોશી બાદ પટેલએ નવસારીમાંથી રાજ્યપાલ બનનારી બીજી વ્યક્તિ છે. જોશીએ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો છે.
મહારાષ્ટ્ર : 12 ધારાસભ્યો સસ્પેન્ડ થયા બાદ ભાજપે સમાંતર વિધાનસભા યોજી
મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર સોમવારે શરૂ થયું હતું જેમાં ભાજપના 12 ધારાસભ્યોને ગેરશિસ્ત બદલ એક વર્ષ માટે અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા હતા.
'ભાજપ-શિવસેના દુશ્મન નથી' એવું સોમવારે દેવેન્દ્ર ફડણવીસ કહ્યું અને એની પ્રતિક્રિયામાં 'અમારો સંબંધ ભારત-પાકિસ્તાન જેવો નથી' એવું શિવસેનાના સંજય રાઉતે કહ્યું. જોકે, આ નિવેદનો પછી પણ વિધાનસભામાં તો હંગામો મચ્યો જ છે.
સોમવારે મહારાષ્ટ્રની વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળ્યું અને અધ્યક્ષ ભાસ્કર જાધવે ગેરશિસ્ત દાખવનારા ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા.
એ પછી મંગળવારે આના વિરોધમાં મંગળવારે ભાજપે અલગ સમાંતર વિધાનસભા સત્ર શરૂ કરી દીધું. ભાજપ વિધાનસભા પરિસરમાં અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું છે.
ભાજપે ધારાસભ્યોની ગેરશિસ્તનો ઇનકાર કર્યો છે જોકે શિવસેનાના સંજય રાઉતનું કહેવું છે કે આવી ગેરશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે.
સંજય રાઉતે મંગળવારે આ ઘટના વિશે પત્રકારો સાથે વાત કરી.
એમણે કહ્યું કે, વિધાનસભામાં આવી ગેરશિસ્ત અગાઉ કદી નથી જોવા મળી. આવી ગેરશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે. અધ્યક્ષનું માઇક તોડવું અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવો એ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી.
શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સંયુક્ત સરકારનો આરોપ છે કે ભાજપના ધારાસભ્યોએ અધ્યક્ષના કક્ષમાં બદમાશી કરી. જોકે વિધાનસભામાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ આરોપ નકારે છે અને કહે છે સ્પીકર જે કહે છે એ ફક્ત 'એક પક્ષ' છે.
સોમવારે 12 સસ્પેન્ડેડ ધારાસભ્યોએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લઈ હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો