યાસ વાવાઝોડું : પશ્ચિમ બંગાળમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ, હવે ઝારખંડ પર ખતરો

ઓડિશામાં જળબંબાકાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઓડિશામાં કેટલાક જિલ્લાઓમાં યાસ વાવાઝોડાના પગલે જળબંબાકાર

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું યાસ બુધવારે સવારે અંદાજે નવ વાગ્યે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે અને તેની પાસેના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં ટકરાયું હતું.

સવારે 10.30થી 11.30 વાગ્યા વચ્ચે વાવાઝોડું બાલાસોર પહોંચ્યું, જ્યાં પવનની ગતિ 130-140 કિલોમીટર પ્રતિકલાકની વચ્ચે હતી.

બચાવ કાર્ય કરતા કર્મી એક વૃદ્ધ મહિલાને બચાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગ અનુસાર, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 155 કિલોમિટર પ્રતિકલાક હતી અને કેટલીક જગ્યાએ સાગરમાં બે મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.

ઓડિશામાં જ્યારે યાસ વાવાઝોડું ત્રાટક્યું

ઇમેજ સ્રોત, Rex Features

ઇમેજ કૅપ્શન, આ તોફાનમાં તબદીલ થઈને ઝારખંડ તરફ આગળ વધ્યું, જ્યાં તે અડધી રાતે પહોંચી તેવી શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે યાસ વાવાઝોડાની અસર બપોરે 1.30 વાગ્યા સુધી હતી, બાદમાં આ તોફાનમાં તબદીલ થઈને ઝારખંડ તરફ આગળ વધ્યું, જ્યાં તે અડધી રાતે પહોંચે તેવી શક્યતા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભુવનેશ્વરમાં હવામાન વિભાગ કેન્દ્રના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે તોફાન ઓડિશાથી આગળ વધી ચૂક્યું છે, પણ માછીમારોને સાગરમાં બુધવાર આખા દિવસ સુધી ન જવાની ચેતવણી અપાઈ છે.

તેમણે જણાવ્યું કે આ પસાર થઈ ગયું છે, પણ ગુરુવાર સુધી વરસાદ રહેશે.

line

પશ્ચિમ બંગાળ અને ઓડિશા પ્રભાવિત

યાસ વાવાઝોડાના પગલે જળબંબાકાર

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન, કોલકાતાના 13 નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.

વાવાઝોડામાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્ય પ્રભાવિત થયાં છે.

ઓડિશામાં બાલાસોર, ભદ્રક, જગતસિંહપૂર અને કેન્દ્રપાડા પ્રભાવિત થયા છે, તો પશ્ચિમ બંગાળના દક્ષિણી અને ઉત્તરી 24 પરગણા, દિગહા, પૂર્વ મિદનાપુર અને નંદીગ્રામ પર ખાસ અસર થઈ છે.

યાસ વાવાઝોડું જ્યારે સમુદ્ર તટ પર ત્રાટક્યું

ઇમેજ સ્રોત, Sanjay Das

ઇમેજ કૅપ્શન, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 155 કિલોમિટર પ્રતિકલાક હતી અને કેટલીક જગ્યાએ સાગરમાં બે મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.

કોલકાતાના 13 નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.

ઓડિશાએ પોતાને ત્યાં 5.8 લાખ લોકોને અને પશ્ચિમ બંગાળે 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.

પશ્ચિમ બંગાળમાં બચાવકર્મીઓ રાહત સામગ્રી પહોંચાડતા

ઇમેજ સ્રોત, Twitter/ @satyrapradh1

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં સ્થાનિકોના મકાનો પાણીમાં ડૂબી ગયાં છે, બચાવકર્મીઓ રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પત્રકારોને કહ્યું કે ચક્રવાતી તોફાન યાસને કારણે રાજ્યમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ થઈ ગયાં છે અને તેનાથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે અને 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં બચાવકર્મીઓ એક બાળકને બચાવતા

ઇમેજ સ્રોત, Twitter/@Satyapradh1

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં જળબંબાકાર, બાળકને બચાવતા બચાવકર્મી

તો સમાચાર એજન્સી એએફપી અનુસાર, પશ્ચિમ બંગાળના દિઘામાં બે લોકોનાં મોત થયાં છે.

સમાચાર એજન્સી એએનઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોનાં મોત થયાં છે.

line

રેલ અને હવાઈ વ્યવહાર પર અસર

ઓડિશાના કેઓંઝારમાં બુધવારની સાંજે પણ બચાવકાર્ય ચાલુ રહ્યું

ઇમેજ સ્રોત, Twitter/NDRF

ઇમેજ કૅપ્શન, ઓડિશાના કેઓંઝારમાં બુધવારની સાંજે પણ બચાવકાર્ય ચાલુ રહ્યું

યાસને કારણે હવાઈ અને રેલવ્યવહાર પણ અસર થઈ છે.

પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને દુર્ગાપુર, તો ઓડિશામાં ભુવનેશ્વર, ઝારસુગુડા અને રાઉરકેલામાં ઉડાનો રદ કરાઈ છે.

પશ્ચિમ બંગાળમાં બચાવકર્મીઓ એક મહિલાને બચાવતા

ઇમેજ સ્રોત, Twitter/@SatyaPradh1

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં બચાવકાર્ય

ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે હવામાનની સમીક્ષા બાદ ઉડાનોને લઈને નિર્ણય લેવાશે, ત્યાં સુધી ઍરપૉર્ટનું સમારકામ કરવાનું કહેવામાં આવ્યું છે.

વીડિયો કૅપ્શન, વાવાઝોડું યાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું, કેવાં દૃશ્યો સર્જાયાં?

તો ભારતીય રેલવેએ કહ્યું કે 29 મે સુધી 30 પેસેન્જર ટ્રેનોને રદ કરાઈ છે.

ઉત્તર-પૂર્વ ફ્રન્ટિયર રેલવેએ નિવેદન જાહેર કરીને કહ્યું કે દક્ષિણ તરફ જનારી 38 ટ્રેનો અને કોલકાતા જનારી યાત્રી ટ્રેનોને 24થી 29 મે સુધી રદ કરાઈ છે.

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન હળવું થઈને આગળ વધી ગયું છે, પણ બંને રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આજે અને કાલે પણ ભારે વરસાદની શક્યતા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો