યાસ વાવાઝોડું : ઓડિશા-પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી, ઝારખંડ હાઈ-ઍલર્ટ પર

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images
યાસ વાવાઝોડું ઓડિશાના કાંઠા વિસ્તારમાં ત્રાટકી ચૂક્યું છે અને હવે તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું હવામાન વિભાગનું કહેવું છે. જેથી ઝારખંડ રાજ્યને હાઈ-ઍલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ છે તથા વાવાઝોડાને લીધે ભારે પવન ફૂંકાયો છે. ઓડિશાના તટીય વિસ્તારોમાં ઘણા વૃક્ષો ધરાશાયી છે તથા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રસ્તા બ્લૉક થઈ ગયા છે. 140ની સ્પિડ સાથે પવન ફૂંકાવાને કેટલાક મકાનોને નુકસાન થયું હોવાના પણ પ્રાથમિક રિપોર્ટ નોંધાયા છે.
બંગાળમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી ત્યાં ફસાયેલા લોકોને બચાવવાની કોશિશ કરવામાં આવી છે.
બીજી તરફ હુગલી સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
વળી ઓડિશામાં એક બોટ નદીમાં ઉથલી જતા તેમાં રહેલા લોકોને એનડીઆરએફની ટીમે બચાવવા ઑપરેશન હાથ ઘર્યું હતું. જેમાં તેમને બચાવી લેવાયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મુંબઈથી ભુવનેશ્વર જતી ફ્લાઇટો રદ કરી દેવાઈ છે.
દરમિયાન ઝારખંડમાંથી પણ લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવાયું છે. વાવાઝોડું મધરાત સુધી ઝારખંડમાં પ્રવેશે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ તે શક્તિશાળી ચક્રવાત છે જે આગામી 3 કલાકમાં નબળું પડવાની આગાહી છે. જોકે તેની તીવ્રતા ગંભીર સ્તરની જ રહેવાની આગાહી છે.
બંગાળમાં આર્મીની ટીમ બચાવકાર્યમાં જોતરાઈ ગઈ છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિનો અહેવાલ નથી.

ઇમેજ સ્રોત, IMD
યાસ વાવાઝોડું ઓડિશાના બાલોસોર પાસે ત્રાટક્યા બાદ તેની અસરને કારણે પશ્ચિમ બંગાળમાં કાંઠાના વિસ્તારોમાં ભયાનક સ્થિતિ સર્જાઈ છે એમ બીબીસીના સહયોગી પ્રભાશંકર મણિ તિવારીનું કહેવું છે.
એમણે કહ્યું કે, અનેક નદીઓ પર બંધ તૂટી જવાને કારણે સેંકડો ગામો પાણીમાં ડૂબ્યાં છે અને કમ સે કમ 20 મકાનોને નુકસાન થયું છે.
પૂર્વ મેદિનીપુર જિલ્લાના દીઘા અને મંદારમણિ વિસ્તારોમાં દરિયામાં 30 ફૂટ જેટલાં ઊંચાં મોજાં જોવા મળ્યા અને તેને લીધે શહેરમાં કમર સુધીનું પાણી ભરાયું છે. દીઘા શહેરમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાયું છે.
હવામાન વિભાગ અનુસાર ઓડિશાના તટે ચક્રવાત યાસ ત્રાટક્યું છે. 140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વાવાઝોડું ધામરા બંદરના ઉત્તર અને બાલાસોરના દક્ષિણ નજીક લૅન્ડફોલ થયું છે. તેની લૅન્ડફોલની પ્રક્રિયા લગભગ 3 કલાક સુધી ચાલશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ઓડિશાના કાંઠાવિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને અતિભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ વાતાવરણ વરસાદી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ભુવનેશ્વર અને કોલકાતાના ઍરપોર્ટ બંધ કરી દેવાયા છે. કેટલીક ટ્રેનો પણ રદ કરી દેવાઈ છે.

ઇમેજ સ્રોત, EPA
એનડીઆરએફ અને નેવી-ઍરફૉર્સની ટીમો ખડેપગે છે. સમગ્ર સ્થિતિને પગલે અસર પામનારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. અને હજુ પણ કામગીરી ચાલુ છે.
વાવાઝોડાને પગલે આસામ અને મેઘાલયમાં વરસાદ વરસી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઓડિશાના વિશેષ રાહત કમિશનર પી. કે. જેના અનુસાર સવારે 9 વાગ્યે વાવાઝોડાની લૅન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી.
તેની આંખ અને પૂંછડી બપોરે 1 વાગ્યા સુધીમાં જમીનને સ્પર્શી પસાર થવાની સ્થિતિમાં આવી જશે એવી આગાહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો