You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિંગાપોર કોરોના સ્ટ્રેન અંગે અરવિંદ કેજરીવાલ જૂઠું બોલ્યા? ભારતીય વિદેશમંત્રીએ ઝાટક્યા - સોશિયલ
કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેર સામે હાલ ગુજરાત અને આખો દેશ લડી રહ્યો છે, અને આ વચ્ચે તજજ્ઞોને ત્રીજી લહેરનો ભય છે.
ગઈકાલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના સિંગાપોર સ્ટ્રેનને લઈને ચેતવણી આપી હતી અને ભારત સરકાર સમક્ષ ઍક્શનની અપીલ કરી હતી.
પહેલાં ભારત સરકારે અરવિંદ કેજરીવાલના આરોપોનો જવાબ આપ્યો હતો અને હવે સિંગાપોર તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે. સિંગાપોરે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે.
ભારતમાં સિંગાપોરના દૂતાવાસ તરફથી અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર જવાબ આપવામાં આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે "સિંગાપોરમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો હોવાની વાત સાચી નથી. ટેસ્ટિંગના આધારે જાણી શકાય છે કે સિંગાપોરમાં કોરોનાનો B.1.617.2 વૅરિયન્ટ જ મળ્યો છે, જેમાં બાળકો સાથે જોડાયેલા કેટલાક કેસ પણ સામેલ છે."
સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલાકૃષ્ણનને પણ આ મામલે દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલને જવાબ આપ્યો છે કે, "રાજનેતાઓએ તથ્યો પર વાત કરવી જોઈએ, કોરોનાનો કોઈ સિંગાપોર વૅરિયન્ટ નથી."
ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
આ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયે પણ નારાજગી વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે, "સિંગાપોર સરકારે ભારતના હાઈકમિશનરને બોલાવ્યા છે અને સિંગાપોર વૅરિયન્ટવાળા ટ્વીટ અંગે વાંધો વ્યક્ત કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભારત તરફથી જવાબ અપાયો છે કે દિલ્હીના મુખ્ય મંત્રી પાસે કોવિડના વૅરિયન્ટ કે વિમાન પૉલિસી પર બોલવાનો અધિકાર નથી."
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ વિવાદ અંગે ભારતનો પક્ષ મૂક્યો છે.
તેમણે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે "સિંગાપોર અને ભારત, બંને દેશ કોરોના વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. આ લડાઈમાં સિંગાપોર તરફથી જે મદદ મળી છે, તેના માટે ખૂબ આભાર."
"હું સ્પષ્ટ કરવા માગું છું કે દિલ્હીના મુખ્ય મંત્રીનું નિવેદન ભારતનું નિવેદન નથી."
ફ્લાઇટનું શું?
અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટમાં ફ્લાઇટ બંધ કરવા અંગે માગ કરી હતી. આ મુદ્દે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કેજરીવાલને જવાબ આપ્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, "કેજરીવાલ જી, માર્ચ 2020થી જ આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ છે. સિંગાપોર સાથે ઍર-બબલ પણ નથી."
"બસ થોડી વંદે ભારત ફ્લાઇટ્સથી ત્યાં ફસાયેલા ભારતીયોને અમે પરત લાવીએ છીએ. તેઓ આપણા દેશના જ લોકો છે. તેમ છતાં સ્થિતિ પર અમારી નજર છે અને બધી સાવધાની અમે વર્તી રહ્યા છીએ."
સિંગાપોરની હાલ શું સ્થિતિ છે?
WHO પરથી પ્રાપ્ત માહિતી અનુસાર સિંગાપોરમાં કુલ 61,613 કોરોના વાઇરસના કેસ છે અને કુલ મૃત્યુઆંક 31 પર છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે સિંગાપોરમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. તેની પાછળ કારણ આપવામાં આવ્યું છે કે સોમવારના રોજ સિંગાપોરમાં 38 કોરોના સંક્રમિતોની પુષ્ટિ થઈ હતી.
આ સંખ્યા એક દિવસમાં મળેલા કેસમાં અત્યાર સુધી સૌથી મોટો આંકડો છે. આ 38 લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
સિંગાપોરના શિક્ષણમંત્રી ચેન ચુન સિંગે કહ્યું છે, "વાઇરસમાં જોવા મળી રહેલા કેટલાક પરિવર્તન વધારે સંક્રામક છે અને તે બાળકોને વધુ સંક્રમિત કરી શકે છે."
સ્વાસ્થ્યમંત્રી ઓંગ યે કુંગે પણ કહ્યું છે કે B1617 સ્ટ્રેન બાળકોને વધુ અસર કરે છે એવું જોવા મળ્યું છે.
જોકે, અત્યાર સુધી કોઈ બાળક ગંભીર રીતે કોરોનાથી બીમાર થયું હોય તેવા સમાચાર મળ્યા નથી. થોડા બાળકોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો