You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંગના રનૌત કોરોના પૉઝિટિવ, ઇન્સ્ટાગ્રામ પર કોવિડ-19ને ગણાવ્યો 'સામાન્ય ફ્લૂ'
બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર આ અંગેની જાણકારી આપી છે.
કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "છેલ્લા કેટલાક દિવસોથી થાક અને અશક્તિ અનુભવતાં હતાં તથા આંખોમાં હળવી બળતરા પણ થતી હતી. હિમાચલ જવાનું વિચારી રહી હતી એટલે મેં ટેસ્ટ કરાવ્યો તો જાણવા મળ્યું કે હું કોરોના પૉઝિટિવ છું."
"મેં ખુદને ક્વોરૅન્ટીન કરી લીધી છે. મને ખબર નહોતી કે આ વાઇરસ મારા શરીરની અંદર ઉજાણી કરી રહ્યો છે પણ હવે જ્યારે ખબર પડી ત્યારે હું એને ખતમ કરી નાખીશ."
"મહેરબાની કરીને કોઈને પણ તમારા પર હાવી થવાની શક્તિ ના આપો. જો આપ ડરેલા હશો તો આ તમને વધારે ડરાવશે. આવો આ કોવિડ-19નો ખાતમો લાવી દઈએ."
"આ કંઈ નથી બસ મામૂલી ફ્લૂ છે, જેને વધારે અટેન્શન મળી ગયું છે અને હવે આ લોકોને ડરાવી રહ્યો છે."
ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ
આ સપ્તાહની શરૂઆતમાં કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.
કંગનાએ સોમવારે પશ્ચિમ બંગાળમાં હિંસાનો દાવો કરતાં એક ટ્વીટ કર્યું હતું, જે બાદ તેમના આ ટ્વીટને ટ્વિટર પર અનેક લોકોએ હિંસક અને ભડકાઉ ગણાવ્યું હતું.
અનેક લોકોએ ટ્વિટર સમક્ષ કંગનાનું એકાઉન્ટ રદ કરવાની માગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટર પર કંગનાનાં પેજ પર લખેલું આવી રહ્યું છે, "ટ્વિટર એવાં એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દે છે, જે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે."
કંગના રનૌતની ટીમે નિવેદન જાહેર કરીને કહ્યું, "ટ્વિટરે મારા જ પક્ષને સાબિત કરી દીધો છે કે તે અમેરિકી છે અને એક શ્વેત વ્યક્તિ જન્મથી જ પોતાનો અધિકાર સમજે છે કે તે બ્રાઉન વ્યક્તિને પોતાની ગુલામ બનાવે. તેઓ તમને જણાવવા માગે છે કે તમે શું વિચારો, બોલો કે કરો."
"પરંતુ સૌભાગ્યપણે મારી પાસે સિનેમા સહિત ઘણા બધા પ્લેટફૉર્મ છે જેનો ઉપયોગ હું મારો અવાજ ઉઠાવવા માટે કરી શકું છું. પરંતુ મારું મન હંમેશાં આ દેશના એ લોકો વિશે દુખી છે જેમને યાતનાઓ અપાઈ છે, જેમને ગુલામ બનાવવામાં આવ્યા છે અને જેમને હજારો વર્ષોથી દબાવીને રાખવામાં આવ્યા છે અને હજી પણ જેમનો દુખોનો કોઈ અંત નથી."
કંગના રણૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે પરંતુ તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સક્રિય છે.
આ પહેલાં કંગનાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેઓ રડતાં દેખાયાં.
આ વીડિયોમાં એમણે બીબીસી સહિત અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ પર સાજિશનો આરોપ લગાવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો