You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી
બૉમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો, જેને પડકારતા અનિલ દેશમુખ અને મહારાષ્ટ્ર સરકાર બંનેએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખની અપીલ ફગાવી દીધી છે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંહે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને કહ્યું હતું કે તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે ટોચના પોલીસ અધિકારીઓને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો.
પરમવીરસિંહ પહેલાં સુપ્રીમ કોર્ટ ગયા હતા અને કોર્ટને અપીલ કરી હતી કે ગૃહમંત્રી સામે સીબીઆઈની તપાસ કરાય, પણ સુપ્રીમ કોર્ટે તેમને બૉમ્બે હાઈકોર્ટ જવા માટે કહ્યું હતું.
બૉમ્બે હાઈકોર્ટે ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટના આ નિર્ણય બાદ અનિલ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
પણ તેમણે પોતાને નિર્દોષ ગણાવતા સુપ્રીમ કોર્ટ પાસેથી રાહતની માગ કરી હતી.
મહારાષ્ટ્ર સરકાર પણ અનિલ દેશમુખના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અને સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી કે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવામાં આવે.
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી વકીલાત કરી હતી, તો વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ અનિલ દેશમુખનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો.
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે ખૂબ ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે તેમના રાઇટ હેન્ડ એટલે કે પોલીસ કમિશનરે આરોપ લગાવ્યા છે અને એ ઘણા ગંભીર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો