મુકેશ અંબાણી કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે કઈ રીતે વિવાદનું મૂળ બન્યા?

સચિન વાઝે

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મયંક ભાગવત
    • પદ, બીબીસી મરાઠી
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ ભાજપ તરફથી પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડની માગ ઉઠી રહી છે. આ બધાની વચ્ચે ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે તેમને ક્રાઇમ બ્રાન્ચમાંથી હઠાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી એ કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.

ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન તાકીને પ્રશ્ન પૂછ્યો છે, "શું અંબાણી કેસમાં સચિન વાઝેનો કોઈ સંબંધ છે, શું આ માત્ર સંયોગ છે?"

મુંબઈના પૉશ વિસ્તાર પેડર રોડ પર સ્થિત મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર એક સ્કૉર્પિયોમાં જિલેટિનની સ્ટિક મળી હતી, આ પછી સ્કૉર્પિયોના માલિક મનસુખ હીરેનનો મૃતદેહ ઠાણે પાસેથી મળ્યો હતો. આના કારણે આ આખો કેસ કેટલાંક દિવસોથી ચર્ચાનું કારણ બનેલો છે.

line

16 વર્ષ સુધી સસ્પૅન્ડ રહેલાં સચિન વાઝે કોણ છે?

કાર

ઇમેજ સ્રોત, ANI

દેવેન્દ્ર ફડણવીસના આરોપ પછી મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેએ મીડિયાની સામે પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું, "મને મનસુખ હીરેનના મૃત્યુની કોઈ જાણકારી નથી. તેમણે મુંબઈ પોલીસ કમિશનર અને ઠાણે પોલીસમાં એક ફરિયાદ કરી હતી જેના કારણે પોલીસ અને કેટલાંક પત્રકાર તેમનું ઉત્પીડન કરી રહ્યા હતા. આ મામલાની તપાસ માટે ત્યાં ગયા હતા."

આ પહેલાં સચિન વાઝે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે ટીવી પત્રકાર અર્ણબ ગોસ્વામીની ધરપકડ માટે જે પોલીસની ટીમ ગઈ હતી તેમાં તેઓ જોવા મળ્યા હતા. એવામાં સવાલ એ છે કે કોણ છે આ પોલીસ અધિકારી જેમની આટલી ચર્ચા થઈ રહી છે.

મુંબઈ પોલીસમાં ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા સચિન વાઝે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના પદ પર તહેનાત છે. હાલના દિવસોમાં તે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઇન્ટેલિજન્સ યુનિટના પ્રમુખ છે. આ યુનિટની જવાબદારી મુંબઈમાં થનારા ગુના વિશે ગુપ્ત માહિતી એકઠી કરીને ગુનાને રોકવાની છે.

પરંતુ એ જાણવું પણ રસપ્રદ છે કે સચિન વાઝેને મુંબઈ પોલીસે 16 વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા હતા. જૂન, 2020માં મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહના નેતૃત્વવાળી સમિતિએ સચિન વાઝેનું સસ્પેન્શન પરત લીધું હતું, જેના પછી તેઓ નોકરી પર પરત ફર્યા.

પરમબીરસિંહે તેમને પ્રતિષ્ઠિત મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં તહેનાત કર્યા હતા.

સચિન વાઝેનું આખું નામ સચિન હિંદુરાવ વાઝે છે. વાઝે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી આવે છે. 1990માં તેમની પસંદગી મુંબઈ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે થઈ હતી. વાઝેના પોલીસ કરિયર પર નજર રાખનારા એક સિનિયર ક્રાઇમ રિપોર્ટરે કહ્યું, "વાઝેની પહેલી નિમણૂક નક્સલ પ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલી જિલ્લામાં થઈ હતી. આ પછી 1992માં તેમની ટ્રાન્સફર ઠાણેમાં કરવામાં આવી."

મુંબઈમાં અન્ડરવર્લ્ડનો દબદબો 1990ના દાયકામાં શરૂ થયો. દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન અને અરુણ ગવલી જેવા ગૅંગસ્ટરોના કારણે મુંબઈની ગલીઓ ખૂનથી રંગાવા લાગી હતી. ત્યારે મુંબઈ પોલીસે અન્ડરવર્લ્ડની સામે અભિયાન શરૂ કર્યું હતું. મુંબઈ પોલીસે અન્ડરવર્લ્ડના શાર્પશૂટરોનું એક પછી એક ઍન્કાઉન્ટર કરવાનું શરૂ કર્યું હતું. આ જ સમયે સચિન વાઝેની ટ્રાન્સફર મુંબઈમાં થઈ હતી.

line

સબ ઇન્સ્પેક્ટરથી ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સુધી

ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા તથા સચીન વાઝે

ઇમેજ સ્રોત, Getty Images

વાઝેને મુંબઈની ક્રાઇમ બ્રાન્ચમાં તહેનાત કરવામાં આવ્યા હતા. તેમના કરિયર પર નજર રાખનારા સીનિયર ક્રાઇમ રિપોર્ટરે ગોપનીયતાની શરતે કહ્યું, "વાઝે તે દિવસોમાં પ્રદીપ શર્માના હાથ નીચે કામ કરતા હતા. પ્રદીપ શર્માની ઓળખ ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની હતી. આ સમયે શર્મા અંધેરી ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટનું નેતૃત્વ કરી રહ્યા હતા."

પ્રદીપ શર્માની સાથે કામ કરતા સબ ઇન્સ્પેક્ટર સચિન વાઝે ધીમે-ધીમે ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બનતા ગયા. સિનિયર ક્રાઇમ રિપોર્ટરનો દાવો છે, "સચિન વાઝે હાલ સુધી અન્ડરવર્લ્ડના 60થી વધારે શૂટરોનું ઍન્કાઉન્ટર કરી ચૂક્યા છે."

પહેલીવખત સચીન વાઝે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મુન્ના નેપાળીનું ઍન્કાઉન્ટર કર્યું હતું. 2004માં સસ્પેન્ડ થતા પહેલાં સચિન વાઝે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચમાં જ તહેનાત હતા.

line

ખ્વાજા યુનુસ કેસમાં સસ્પેન્ડ

મુંબઈ પોલીસે મુંબઈમાં અન્ડરવર્લ્ડની કમર તોડવા માટે ઍન્કાઉન્ટરનો સહારો લીધો હતો. એક તરફ મુંબઈ પોલીસ અન્ડરવર્લ્ડનો ખાતમો કરી રહી હતી પરંતુ બીજી બાજુ 2000ના દાયકાની શરૂઆતમાં મુંબઈમાં ઉગ્રવાદ વધી ગયો હતો.

સચિન વાઝે ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં જ હતા અને ડિસેમ્બર 2002માં ઘાટકોપર બૉમ્બ બ્લાસ્ટની તપાસ કરી રહ્યા હતા. આ કેસમાં પોલીસ પૂછપરછ માટે ખ્વાજા યુનુસને પકડ્યો હતો. પછી પોલીસે દાવો કર્યો કે ખ્વાજા પોલીસની ધરપકડમાંથી 2003માં ભાગી ગયો. પરંતુ પોલીસની ધરપકડમાં જ તેનું મૃત્યુ થયું હતું. અને મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ધરપકડ દરમિયાન ખ્વાજાને મારી નાખવાનો આરોપ લાગ્યો.

કેટલાંક અધિકારીઓ પર આ સંદર્ભેમાં કેસ દાખલ થયો. સચિન વાઝે તેમાના એક હતા. પોલીસની ધરપકડ દરમિયાન ખ્વાજાની હત્યાના આરોપમાં સચિન વાઝે અને 14 અન્ય અધિકારીઓને મે, 2004માં સસ્પેન્ડ કરવામાં આવ્યા.

2008માં ખ્વાજા મૃત્યુની એક હજાર પાનાંની ચાર્જશીટમાં સચિન વાઝે અને અન્ય અધિકારીઓનું નામ સામેલ હતું.

line

નોકરીમાંથી રાજીનામું અને શિવસેનામાં સામેલ

જોકે, આ પહેલાં 2007માં, ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા પછી સચિન વાઝેએ મહારાષ્ટ્ર પોલીસમાંથી રાજીનામું આપી દીધું. જોકે તેમના રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. રાજીનામું આપ્યાના એક વર્ષ પછી સચિન વાઝે 2008માં બાલા સાહેબ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં સામેલ થઈ ગયા હતા.

શિવસેના સાથે જોડાયા પછી સચિન વાઝે રાજકારણમાં બહુ સક્રીય ન થયા. જોકે તે શિવસેનાના પ્રવક્તા તરીકે કેટલીક ન્યૂઝ ચેનલો પર જરૂર દેખાયા.

line

અર્નબ ગોસ્વામીની ધરપકડનો મામલો

અર્ણવ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

સચિન વાઝેની ખાસિયત વિશે એક અન્ય ક્રાઇમ રિપોર્ટરે કહ્યું, "સચિન વાઝે મુંબઈ પોલીસના ટૅક્નો સેવી અધિકારી તરીકે ઓળખાય છે."

સચિન વાઝે મુંબઈ પોલીસના પહેલાં અધિકારી હતી જેમણે સાઇબર અપરાધીઓને પકડ્યા હતા.

1997માં તેમને ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. તેમની સાથે તેમને ટૅક્નો સેવી અધિકારી તરીકે બોલાવાય છે.

શિવસેનાની અંદર સચિન વાઝેને રાજ્યના હાલના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની ખૂબ જ નજીકના માનવામાં આવી રહ્યા છે.

કેટલાંક મહિના પહેલાં અન્વય નાયક સ્યુસાઇડ કેસમાં પોલીસે રિપબ્લિક ચેનલના ઍડિટર અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરી હતી.

આ સમયે મુંબઈ પોલીસની ટીમનું નેતૃત્વ સચિન વાઝે જ કરી રહ્યા હતા.

સચિન વાઝે જ અર્ણબ ગોસ્વામીની ચેનલ સાથે જોડાયેલા કથિત ટીઆરપી સ્કૅમની તપાસ કરી રહ્યા છે.

આમ તો સચિન વાઝે 26 નવેમ્બર, 2008એ મુંબઈમાં થયેલા ઉગ્રવાદી હુમલા પર મરાઠીમાં એક પુસ્તક પણ લખી ચૂક્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો