મુકેશ અંબાણી ઍન્ટિલિયા કેસ : વિસ્ફોટકવાળી કારનો કબજો જેની પાસે હતો એ મનસુખ હિરેનનું મોત કેવી રીતે થયું?

કાર જેમાંથી વિસ્ફોટકો મળી આવ્યાં હતા.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કાર જેમાંથી વિસ્ફોટકો મળી આવ્યાં હતા.

મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી કારના મામલમાં નાટકીય વળાંક આવ્યો છે.

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા માહિતી બહાર આવી હતી કે આ કેસમાં ફરિયાદીનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે.

પોલીસે મનસુખ હિરેનની લાશને મુંબ્રાની ખાડીમાંથી બહાર કાઢી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવાર રાત્રે 8 વાગ્યાની આસપાસ મનસુખ હિરેન ઘરે જવા માટે દુકાનમાંથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ઘરે પહોંચ્યા નહોતા.

શુક્રવારે બપોરે મનસુખ હિરેનના પરિવારે તેમના ગાયબ થવા અંગેની ફરીયાદ નૌપડા પોલીસ સ્ટેનશનમાં નોંધાવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એક મૃતદેહ મુંબ્રાની ખાડીમાંથી મળી આવ્યો છે.

મનસુખ હિરેન સાથે મૃતદેહનો ફોટો મેળ ખાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. હવે સ્પષ્ટ છે કે મૃતદેહ મનસુખ હિરેનનો જ છે.

ઍન્ટિલિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍન્ટિલિયા

થાણે પોલીસ સર્કલ-1 ના નાયબ કમિશનર અવિનાશ અંબુરેએ પણ મનસુખ હિરેનની લાશ મળી હોવાની પુષ્ટિ કરી છે.

બીબીસી સાથેની વાતચીતમાં અવિનાશ અંબુરેએ જણાવ્યું કે: "પોલીસને મનસુખ હિરેનની લાશ મળી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. હાલમાં બીજી કોઈ માહિતી આપી શકાય નહીં. અમે બધી શક્યતાઓ અંગે તપાસ કરી રહ્યા છીએ."

મનસુખ હિરેન ઘણા સમયથી ગુમ હતા. શુક્રવાર સવારે આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી.

શુક્રવારે સવારે 5:30 વાગ્યે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. થાણેના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં અખબારી યાદી બહાર પાડવામાં આવશે.

line

મુંબઈ પોલીસ પૂછપરછમાં સક્ષમ - ગૃહ મંત્રી

મુકેશ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુકેશ અંબાણી

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ અનિલ દેશમુખે કહ્યું કે, "જે કાર કબજે કરવામાં આવી હતી, તે સેમ પીટર ન્યૂટનની હતી. મનસુખ હિરેનને આ કાર નવીકરણ માટે આપવામાં આવી હતી. પરંતુ તેમણે પૈસા ચૂકવ્યા નહોતા.

મનસુખ હિરેને કાર પોતાની પાસે રાખી લીધી હતી. મનસુખની લાશ મળી આવી છે અને તેમના શરીર પર કોઈ ઈજાઓ નથી.

ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, હાલમાં પોસ્ટમૉર્ટેમની કાર્યવાહી ચાલી રહી છે. ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે મુંબઈ પોલીસ તપાસ કરવામાં સક્ષમ છે.

આ દરમિયાન વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પોલીસ રિપોર્ટ અને ગૃહ પ્રધાનના નિવેદનમાં તફાવત છે.

ફડણવીસે કહ્યું કે, "મનસુખ હિરેને તેના જવાબમાં કહ્યું હતું કે તેણે કાર ખરીદી હતી. તેમના હાથ પીઠ પાછળ બાંધી દીધા હતા. તે શંકાસ્પદ બાબત છે."

ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા તથા સચીન વાઝે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા તથા સચીન વાઝે

ગૃહ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેમના હાથ પીઠ પાછળ બંધાયેલા ન હતા. ઉપરાંત, અનિલ દેશમુખે પૂછ્યું છે કે શું તમે ગુસ્સે છો, કારણ કે સચીન વાઝે અર્ણબને અંદર મૂક્યો હતો?

સચીન વાઝે અંગે શંકાનું વાતાવરણ ઊભું કરવું ખોટું છે. તેની યોગ્ય તપાસ કરવામાં આવશે, તેમ વારંવાર વારંવાર કહેવામાં આવ્યું છે. અમે આ મુદ્દાને રાજકીય રંગ આપવા માંગતા નથી, એમ નાના પાટોલે જણાવ્યું હતું.

ગૃહ મંત્રીએ રાજકીય વળાંક ન લેવો જોઈએ. ફડણવીસે કહ્યું કે, જો આ મામલાને ટાળવાનો પ્રયાસ કરવામાં આવશે, તો અમે કેન્દ્રને આ કેસ એન.આઈ.એ. (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવા માટે રજૂઆત કરીશું.

ગૃહ પ્રધાને કહ્યું કે, મુંબઈ પોલીસ પર થોડો વિશ્વાસ રાખો. જેમની પાસે આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો છે તે મુજબ તપાસ કરવામાં આવશે.

line

મને મનસુખના મોત અંગે કોઈ માહિતી નથી - સચીન વાઝ

સચીન વાઝે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સચીન વાઝે

સચીન વાઝે મીડિયાને જણાવ્યું હતું, "મને મનસુખના મોત અંગે કોઈ માહિતી નથી. તેણે મુંબઈ અને થાણે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી હતી, જેમાં પત્રકારો અને પોલીસની પજવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે પછી હું ત્યાં હતો."

line

એન.આઈ.એ.ને તપાસ સોંપો - ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, FACEBOOK@DEVENDRA FADNAVIS

દેવેન્દ્ર ફડણવીસે આજે (5 માર્ચ) બજેટસત્રમાં બોલતા આ મુદ્દો ઉઠાવ્યો હતો.

થોડા દિવસો પહેલાં જિલેટીનથી ભરેલું વાહન ઍન્ટિલિયામાં મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહારથી મળી આવ્યું હતું. પોલીસ અધિકારી સચીન વાઝને આ કેસ સાથે કંઈક લેવાદેવા છે કે તે માત્ર એક યોગાનુયોગ છે? એવો સવાલ આજે દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યો હતો.

ફડણવીસે કહ્યું કે, "26 મીએ અંબાણીના ઘરની પાસે જિલેટીનથી ભરેલું વાહન મળી આવ્યું હતું. તેના માલિકની સલામતી મહત્વપૂર્ણ છે. તે થાણાના એક વ્યક્તિની સ્કૉર્પિયો કાર હતી.

પોલીસે દાવો કર્યો હતો કે જૈશ-ઉલ-હિંદે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. આ અંગેના અહેવાલ પણ મીડિયામાં પ્રકાશિત થયા હતા, પરંતુ બીજા દિવસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે 'ટીખળ' હતી.

દેવેન્દ્ર ફડણવીસે માંગ કરી, "હું છેલ્લા કેટલાક દિવસોથી ફરિયાદી અને નંબર વન સાથે વાત કરી રહ્યા હતા અને તેની સાથે સંપર્કમાં હતા. જ્યારે આ ઘટના બની ત્યારે સચીન વાઝે જ સૌપહેલાં ત્યાં પહોંચ્યા હતા. તે થાણેમાં પણ રહે છે. ફરિયાદી થાણેમાં પણ રહે છે. બીજું કંઈ? આ તપાસ એનઆઈએને સોંપવી જોઈએ."

ફડણવીસે મનસુખ હિરેનને પણ સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી, જેમણે આ કેસમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

આ સંદર્ભે દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી. તેમણે પોતાની માંગનો પુનર્રોચ્ચાર કર્યો હતો કે વિસ્ફોટકો અંગેની તપાસ એન.આઈ.એ.ને સોંપવામાં આવે.

આ કિસ્સામાં ઘણા સંયોગો છે. જો આપણે કોલ રેકોર્ડ્સ જોઈએ, તો આપણે જોઈ શકીએ છીએ કે સચીન વાઝે જૂન-જુલાઈ 2020 ની વચ્ચે એ જ કારના માલિક સાથે વાતચીત કરી હતી. તે બાબત શંકાસ્પદ છે. આ કેસમાં આવા મહત્વના સાક્ષીની લાશ મળવી શંકાસ્પદ છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ માંગ કરશે કે આ કેસ એન.આઈ.એ.ને સોંપવામાં આવે

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો