કેરળ ચૂંટણી : ભાજપ ખ્રિસ્તી-મુસ્લિમ એકતા તોડવામાં સફળ થશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ઇમરાન કુરેશી,
- પદ, બીબીસી માટે
કેરળનો લઘુમતી સમુદાય આગામી છ એપ્રિલના રોજ યોજાનાર વોટિંગમાં એકબીજા સાથે મતદાન કરશે એ વાતની સંભાવનાઓ ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે. આનું કારણ ભાજપ છે જે ખ્રિસ્તી સમુદાય પર પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યો છે.
મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય કેરળની કુલ વસતીના 48 ટકા છે. જેમાં મુસ્લિમ બહુમતી સમુદાય છે. પરંતુ લઘુમતી સમુદાયોએ જ ભાજપને અત્યાર સુધી કેરળમાં સત્તાથી દૂર રાખ્યો હતો.
આ પરિસ્થિતિમાં સત્તા એક પછી એક CPMના નેતૃત્વવાળી LDF અને કૉંગ્રેસના નેતૃત્વવાળી UDFના હાથમાં આવતી હતી.
પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે કેરળના દ્વિધ્રુવીય રાજકારણ પર અસર પડવાની છે. પછી ભલે તે અસર મામૂલી જ કેમ ન હોય.
ભાજપ અને RSS ખ્રિસ્તી સમુદાય પૈકી કેટલાકને પોતાની તરફ લાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે, જેમની વચ્ચે ચર્ચ સાથે સંબંધિત એક મુદ્દાને લઈને વિવાદ છે.
ભાજપે પોતાની પસંદગીની લાઇન ‘લવ જેહાદ’નો પણ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ વખત ભાજપે તેનો ખ્રિસ્તી સમુદાયના સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. આ સાથે ભાજપે મુસ્લિમ તુષ્ટિકરણની વાત પણ કહી છે, પરંતુ લઘુમતી સમુદાયના નેતાઓએ આ બંને મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યાં છે.

જ્યારે PM મોદી આવ્યા સામે

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ પ્રયાસોની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમુક સમય પહેલાં નરેન્દ્ર મોદીએ મલંકારા ચર્ચ સાથે સંબંધિત ચારસો વર્ષ જૂના વિદાનમાં પોતાના સ્તરે હસ્તક્ષેપ કર્યો. અને આવું ત્યારે કરવામાં આવ્યું જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ આ મામલે કોઈ સૌહાર્દપૂર્ણ સમજૂતી નહોતી થઈ શકી.
પાછલા અઠવાડિયે એક નવો રેકર્ડ બન્યો જ્યારે મલંકારા ઑર્થોડૉક્સ સીરિયન ચર્ચ અને બીજાં જૂથ જેકબાઇટ ચર્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મોહન ભાગવત બાદ ત્રીજા સૌથી મોટા નેતા મનમોહન વૈદ્યને ફોન કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચર્ચનાં બંને જૂથોના પ્રવક્તાઓએ બીબીસી હિંદીને જણાવ્યું કે કોઈ પ્રકારનો નક્કર પ્રસ્તાવ નહોતો પરંતુ RSS નેતાએ આ વિવાદમાં સૌહાર્દપૂર્ણ સમજૂતી થવાનો આશ્વાસન આપ્યો છે.
આ લોકો ભાજપના વ્યવહારમાં એક ખાસ પરિવર્તન થવા તરફ ઇશારો કર્યો.
જેકબાઇટ ચર્ચના પ્રવક્તા બિશપ ડૉ. કુરિઆકોઝે થિઓસોફિલોઝે કહે છે કે, “તેમણે કોઈક રીતે ચર્ચ સાથે ઘેરા સંબંધ બનાવી લીધા છે. મને યાદ નથી કે આ પહેલાં ભાજપ દ્વારા સંબંધ પ્રગાઢ કરવા માટે આવા પ્રકારની કોઈ પહેલ કરવામાં આવી હોય. વ્યવહારમાં ખૂબ જ ખાસ પરિવર્તન છે.”
બિશપ થિઓસોફિલોઝે અને ઑર્થોડૉક્સ ચર્ચના પ્રવક્તા અબ્રાહમ કોનાટે એ સ્પષ્ટ કર્યું કે સંઘના નેતા સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા નહોતી થઈ.
ફાધર કોનાટએ બીબીસી હિંદીને કહ્યું, “મેં એ બિશપ સાથે વાત કરી છે જેઓ મિટિંગમાં ગયા હતા. તેમણે કહ્યું છે કે ચર્ચામાં ચૂંટણીને લઈને કોઈ વાત નથી કરાઈ. અમે માત્ર વિવાદની જગ્યાઓ વિશે જણાવ્યું.”

મલંકારા ચર્ચ વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, AS SATHEESH/BBC
મલંકારા ચર્ચનાં બે જૂથોમાં વૈચારિક મતભેદ વર્ષ 1559થી ચાલી રહ્યો છે. મૂળ મુદ્દો એ છે કે જેકબાઇટ ચર્ચના અનુયાયી પેટ્રિઆર્ક ઑફ એંટિઓચ ઍન્ડ ઑલ ધ ઈસ્ટને પોતાનું મુખ્યાલય માને છે. તેઓ માને છે કે પેટ્રિઆર્કને સેંટ પીટર પાસેથી અપોસ્ટોલિક ઉમેદવારી મળી છે. તેમજ ઑર્થોડૉક્સ જૂથનું પોતાનું મેટ્રોપૉલિટન (મુખ્યાલય) છે જે કેરળના કોટ્ટાયમમાં છે.
આ મતભેદ દૂર કરવાના પ્રયાસ ઘણાં વર્ષોથી થઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી તેનું સમાધાન શોધી શકાયું નથી જ્યારે આ મામલો વર્ષ 1934માં જ કોર્ટ પહોંચી ચૂક્યો હતો. વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે જેકબાઇટ જૂથના લોકોનો ચર્ચથી અધિકાર ખતમ કરી દીધો.
આવી પરિસ્થિતિમાં લેફ્ટ ફ્રન્ટની સરકાર તરફથી એક ઑર્ડિનન્સની જરૂરિયાત હતી જેથી જેકબાઇટ જૂથના લોકોને દફન કરવાનો અધિકાર મળી શકે કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમના હાથમાંથી 52 ચર્ચ નીકળી ગઈ છે. અને હવે તે ઑર્થોડૉક્સ જૂથ પાસે છે.
જેકબાઇટ ઇચ્છતા હતા કે LDF સરકાર ચર્ચને લઈને પણ જૂની સ્થિતિ બહાલ કરે. પરંતુ સરકાર સુપ્રીમ કોર્ટ સાથે સીધા વિવાદમાં ફસાવવા નહોતી માગતી.
એ પણ એવા સમયે જ્યારે તે ગોલ્ડ સ્મગલિંગ સહિત ઘણા મુદ્દાઓ પર વિરોધી કેન્દ્ર સરકારનો સામનો કરી રહી છે.
LDF દ્વારા દફનાવવાના અધિકાર પર ઑર્ડિનન્સ લાવવાથી જેકબાઇટ સમુદાય પર હકારાત્મક અસર થઈ.
જેકબાઇટ ચર્ચના સભ્યોએ પૂરા જોરથી વિધાનસભાની ચૂંટણીથી ઠીક પહેલાં પંચાયત ચૂંટણીમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી UDFનો ગઢ મનાતી બેઠકો પર LDFનું સમર્થન કર્યું.
જેકબાઇટ ચર્ચના એક પ્રતિનિધિએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, “લોકો LDF સરકારના આભારી છે કારણ કે તેમણે એ ઑર્ડિનન્સ પાસ કર્યો જેથી શબોને દફનાવી શકાય છે. પરંતુ લોકો LDF સાથે એ વાતને લઈને નાખુશ પણ છે કે સરકારે અમારી ચર્ચોની સુરક્ષા માટે ઑર્ડિનન્સ પાસ ન કર્યો."
"હાલ લોકો ભ્રમિત છે. પરંતુ જો તેઓ ઑર્ડિનન્સ પાસ કરી દેત તો 80 ટકા વોટ LDFને મળ્યા હોત. અત્યારે એ ખબર નથી કે લોકોની પ્રતિક્રિયા શું હશે. અને એ વાતની આશા છે કે તેઓ ત્રણ પાર્ટીઓમાં વિભાજિત થઈ જશે.”
જોકે, ફાધર કોનાટે એ સ્પષ્ટપણે જણાવે છે કે, “અમે આધિકારિકપણે કોઈ પાર્ટીનું સમર્થન નથી કરતા. લોકો અસલિયત જાણે છે અને અમે આશા કરીએ છીએ કે તેઓ પોતાના મતોનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરશે. અમે LDFના સમર્થન કે વિરોધમાં નથી. અમે અત્યાર સુધી કોઈ રાજકીય વલણ અપનાવ્યું નથી.”
ફાધર કોનાટે એ વાતનો ઇન્કાર કર્યો છે કે ચર્ચે પોતાના સભ્યોને ચનેગુનર બેઠક પરથી ઊભેલા ભાજપના એક ઉમેદવાર આર. બાલાશંકરને વોટ આપવા માટે કહ્યું છે.
બાલાશંકરે કેન્દ્ર સરકાર સાથે વાત કરીને અલાપુજ્જા જિલ્લાના ચેપ્પડમાં સ્થિત એક 1000 વર્ષ જૂની ચર્ચને ધ્વસ્ત થવાથી બચાવી લીધી હતી. આ ચર્ચને રાષ્ટ્રીય રાજમાર્ગના વિકાસ માટે તોડવાની હતી.
કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે પુરાતત્ત્વ વિભાગ આ ચર્ચને ટેકઓવર કરશે જેના ઑલ્ટર પર દુર્લભ મુરાલ ચિત્રકામ છે.
મીડિયામાં સમાચારો ચાલી રહ્યા છે કે ચર્ચે પોતાના સભ્યોને બાલાશંકરને સમર્થન આપવાનું કહ્યું છે.
ફાધર કોનાટે આ સમાચારો અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું, “આ રિપોર્ટ્સ એક નકલી લેટરહેડ પર આધારિત છે અને આ સમાચારો ફૅક છે.”
પાછલા અઠવાડિયે ભાજપના પર્યવેક્ષક અને કર્ણાટકના ઉપમુખ્ય મંત્રી ડૉ. સી. એન. અસ્વથનારાયણે કાર્ડિનલ જૉર્જ એલેંચેરીને ફોન કર્યો.
એલેંચેરી સાયરો માલાબાર કૅથોલિક ચર્ચના મોટા આર્કબિશપ છે જેમની પ્રશાસનિક તાકાતો અમુક સમય પહેલાં જ ચર્ચા સાથે જોડાયેલા જમીનવિવાદમાં ઘટાડી દેવાઈ હતી.
ડૉ. અસ્વથનારાયણે બીબીસી હિંદીને જણાવ્યું, “આ એક સામાન્ય ફોન કૉલ હતો, જેવી રીતે અમે અન્ય સમુદાયના નેતાઓ સાથે વાત કરતા રહીએ છીએ. અમે ચૂંટણી અંગે કોઈ ચર્ચા નથી કરી.”

મુસ્લિમ તુષ્ટિકરણની વાત?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજકીય વિશ્લેષકોએ અત્યંત ધીરેધીરે સર્જાઈ રહેલા મુદ્દા જેમ કે હાલના અમુક મહિનાઓમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની કૉંગ્રેસના નેતૃત્વવાળી UDFમાં ભૂમિકા તરફ ઇશારો કર્યો છે. ઉત્તર કેરળના જિલ્લા, જ્યાં મુસ્લિમોની અધિક વસતી છે, નિયંત્રણને કાણે IUMLને UDFની ડ્રાઇવિંગ ફોર્સ કહેવામાં આવી છે.
તમામ દળોના નેતા વ્યક્તિગત સ્તરે જણાવે છે કે અમુક સમયથી લોકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ મળવા લાગી છે જેમાં UDFના રાજમાં મુસ્લિમ શૈક્ષણિક સંસ્થાનોએ પ્રગતિ કરી હોવાની વાત હોય છે અને ખ્રિસ્તી શૈક્ષણિક સંસ્થાનોની અપેક્ષા કરતાં ઓછી પ્રગતિ થઈ હોવાની વાત હોય છે.
આની પાછળનો સંદેશો એ છે કે જો UDF સત્તામાં આવે છે તો શૈક્ષણિક ગ્રાન્ટ ખ્રિસ્તી સમુદાયને જવાના સ્થાને મુસ્લિમ સમુદાયને જશે.
એર્નાકુલમ-અંગામલીના મેજર આર્કડિઓકેસ ફાધર બેની જૉન મારામ્પરમ્પિલે બીબીસી હિંદીને જણાવ્યું કે, “સ્પષ્ટ છે કે અમુક તાકાતો બે લઘુમતિ સમુદાયો વચ્ચે મતભેદ પેદા કરવાના પ્રયત્નો કરી રહી છે."
"અને જે કાંઈ થવાની જરૂરિયાત છે, તે એ છે કે મુસ્લિમ સંસ્થાનોને ફાયદો પહોંચાડતી ગ્રાન્ટનું પ્રમાણ 80 : 20 ફરીથી કરવાની જરૂરિયાત છે. આપણને મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયોમાં ઉપજાતિઓના આર્થિક સ્તરની સમીક્ષા કરવાની જરૂરિયાત છે.”
એરનાકુલમ અંગામલી આર્કડિઓકેસના પાદરી પરિષદના સચિવ ફાધ કુરિઆકોઝે જણાવે છે કે, “જ્યારે આ પ્રમાણ નક્કી કરાયું હતું. ત્યારે મુસ્લિમો ખરેખર પછાત હતા. હાલમાં જ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કારણ કે ચૂંટણી આવી રહી હતી.”
બિશપ થિઓફિલોસે જણાવે છે કે, “વ્યક્તિગતપણે મને નથી લાગતું કે UDFના સત્તામાં આવવાથી ખ્રિસ્તી સમુદાયના અધિકારોનું હનન થશે. આપણે એ ન ભૂલવું જોઈએ કે UDFના સૌથી મોટા નેતા ઓમાન ચાંડી છે. હા, શૈક્ષણિક સંસ્થાનોને અનુદાન અસંગત છે. જોકે, ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે કોઈ વિવાદ નથી. અમે આશા કરીએ છીએ કે UDF આ ક્ષેત્રે સંતુલન જાળવી રાખશે.”
ફાધર કોનાટે પણ કહ્યું કે આ પ્રકારનો કોઈ ભય નથી.
પરંતુ IUMLના રાષ્ટ્રીય મહાસચિવ પી. કે. કુનહાલ્લિકુટ્ટી તુષ્ટિકરણના આરોપોનું ખંડન કરે છે.
તેઓ કહે છે, “અમારા રાજ્યમાં આ પ્રકારની શંકાઓનો કોઈ આધાર નથી. તમામ નિર્ણય કૅબિનેટમાં સંપૂર્ણ વિચાર-વિમર્શ બાદ જ લેવાયા છે. ત્યારે કેરળ કૉંગ્રેસના નાણામંત્રી કે. એમ. મણિ હતા. મને લાગતું હતું કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓને વિભાજિત કરવાના ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે.”
“પરંપરાગત રીતે અમે પોતાનું ઘોષણાપત્ર તૈયાર કરતાં પહેલાં તમામ સામુદાયિક નેતાઓ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરીએ છીએ. હું ચર્ચના નેતાઓ સાથે વ્યક્તિગતપણે મળું છું. આ મામલા ક્યારેય ઉઠાવવામાં નથી આવ્યા.”

‘લવ જેહાદનો મામલો’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
‘લવ જેહાદ’નો મામલો ત્યાં જ છે, મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને આકર્ષિત કરે છે અને લગ્ન પહેલાં ઇસ્લામ ધર્મ સ્વીકાર કરાવડાવે છે. હાલના મહિનાઓમાં, આ વિચારમાં ખ્રિસ્તી યુવતીઓએ હિંદુ યુવતીઓની જગ્યા લઈ લીધી છે.
અલગ અલગ ચર્ચોના પ્રવક્તાઓએ કહ્યું છે કે એ વાતનો કોઈ આધાર નથી. જોકે, એક ખ્રિસ્તી પાદરી કહે છે કે જો આવું થતું પણ હશે તો તે ‘ક્યારેક ક્યારેક’ બને છે.
પરંતુ કેરળ કૅથોલિક બિશપ કાઉન્સિલના ઉપમહાસચિવ અને પ્રવક્તા ફાધર જેકબ પલકપ્પિલી કહે છે કે, “અમે ‘લવ જેહાદ’ની પરિભાષા પર વિશ્વાસ નથી કરતા. કેટલાક મામલા એવા બન્યા છે જેમાં મહિલાઓને લગ્ન માટે લઈ જવામાં આવ્યાં છે.”
જ્યારે ફાધર જેકબને આવા મામલાઓની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું તો તેમની પાસે આ અંગે કોઈ આંકડા નહોતા. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે મુસ્લિમ અને ખ્રિસ્તીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. અને જે કાંઈ પણ ફેલાવવામાં આવી રહ્યું છે, તે દુષ્પ્રચાર છે.
કુનહાલિકુટ્ટી પણ કહે છે કે કોઈ પણ ખ્રિસ્તી ધાર્મિક નેતાએ તેમની બેઠકો દરમિયાન લવ જેહાદનો કોઈ ઉલ્લેખ નથી કર્યો.
ડૉ. અસ્વથનારાયણ કહે છે કે, “અમે આ વિશે સાર્વજનિકપણે વાત કરી રહ્યા છીએ, આમાં છુપાવવા યોગ્ય કોઈ વાત નથી.”

વ્યાકુળતાની તાકાત

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1991માં 21 મેના રોજ રાજીવ ગાંધીની રાજકીય હત્યાના અમુક કલાકો પહેલાં બેંગ્લુરુ સિટી કૉર્પોરેશનના એક કૉર્પોરેટરે મને કહ્યું હતું કે તેમને એ વાતની આશા નહોતી કે ભાજપ લોકસભામાં આટલું સારું પ્રદર્શન કરશે.
તેમણે કહ્યું હતું, “હાલ અમારું કામ માત્ર આંતરિક વ્યાકુળતા શરૂ કરવાનું છે. અમારું ચૂંટણીચિહ્ન લોકપ્રિય બનાવવા માટેનું છે. કમળ એ સંદેશો છે જે આ વ્યાકુળતામાં ઝૂંપડાંઓમાં ફેલાવવામાં આવી રહ્યો છે કારણ કે એ જ અમારા માટે આવનારાં વર્ષોમાં કામ કરશે.”
આનાં 17 વર્ષ બાદ ભાજપ કર્ણાટકમાં સત્તામાં આવ્યો. એ કૉર્પોરેટર ભાજપ સરકારમાં એક મંત્રી બની ચૂક્યા છે.
નામ ન જણાવવાની શરતે ભાજપના નેતાઓએ માન્યું કે તેમની પાર્ટીના પ્રયાસો ભવિષ્યને ધ્યાને લઈને કરાઈ રહ્યા છે.
એક નેતાએ જણાવ્યું, “કદાચ... આવનારી ચૂંટણીમાં. આ ચૂંટણીમાં અમે માત્ર આઠથી નવ બેઠકો જીતવાની આશા કરી રહ્યા છીએ કારણ કે બે જૂથોમાં સામસામે લડાઈ છે અને અમે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકીએ છીએ.”
રાજકીય વિશ્લેષક જોસેફ મેથ્યૂ કહે છે, “હાલ પૂરતું, LDFને લાભ થશે. અને આવનારાં અઠવાડિયાંમાં આપણે નવી રણનીતિઓ અને સામી વ્યૂહરચનાઓ જોઈશું.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













