મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની પ્રેમકહાણીને યોગી સરકારનો નવો કાયદો કઈ રીતે જુએ છે?

ઔવેસ અને તેમના પિતા મોહમ્મદ રફિક
ઇમેજ કૅપ્શન, ઔવેસ અને તેમના પિતા મોહમ્મદ રફિક
    • લેેખક, ચિન્કી સિંહા
    • પદ, બીબીસી સંવાદદાતા
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

સાંજે ચા બનાવવા માટે મહિલાએ ચૂલો પેટાવ્યો. ઔવેસ અહમદ હજી ઘરે પહોંચ્યા નહોતા. તેમના પિતા ઘરની પછીતે ખાટલા પર બેઠા હતા. તેમણે કહ્યું કે કોઈ તેના માટે અવાજ ઉઠાવે તો પણ શું ફરક પડવાનો હતો. સાચી વાત એ છે કે તેમના પુત્ર પર જુલમ થયો છે.

હજી પણ તેમના દિલમાં આશા ભરેલી છે, પણ તેઓ સંભાળી સંભાળીને વાત કરી રહ્યા છે.

ઔવેસના પિતાએ કહ્યું, "અમે તો મુસ્લિમ છીએ. આ એક વાસ્તવિકતા છે. અમને કોઈ ખાસ આશા નથી."

તેમનાં પુત્રવધૂએ કહ્યું કે અબ્બાને કેટલાય દિવસો સુધી પોલીસ થાણે બેસાડી રાખવામાં આવ્યા હતા, જેથી ઔવેસને ડરાવી ધમકાવીને પોલીસમાં હાજર થઈ જવા મજબૂર થવું પડે. આખરે પોલીસ આવી અને તેમને ઉઠાવીને લઈ ગઈ.

મહિલાએ કહ્યું કે, "તેઓ જમવા બેઠા હતા ત્યારે જ પોલીસ આવીને ઉઠાવી ગઈ. તેમને ખાવાનું પણ પૂરું કરવા દીધું નહીં."

ઔવેસના અબ્બા મોહમ્મદ રફિક ઉત્તર પ્રદેશના શરીફનગરમાં રોજમદારી કરે છે. વતનમાં થોડી જમીન પણ છે.

ધરપકડ પહેલાં ઔવેસ નાનુંમોટું કામ કરીને રોજગારી રળી લેતા હતા. હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે પોલીસ અને અદાલત તેમને નિર્દોષ સાબિત કરે. અત્યારે તેઓ જામીન પણ છૂટ્યા છે. પોલીસનું કહેવું છે કે કેસની તપાસ હજી ચાલી રહી છે.

ઔવેસ એ પહેલા યુવાન છે, જેમને ઉત્તર પ્રદેશના નવા ધર્માંતરણ નિરોધક કાયદા હેઠળ પકડવામાં આવ્યા હતા. ઔવેસના ગામમાં જ રહેતા પડોશી ટીકારામે કરેલી ફરિયાદના આધારે 28 નવેમ્બરે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તેના થોડા કલાક પહેલાં જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે ઉત્તર પ્રદેશ ગેરકાનૂની ધર્માંતરણ નિરોધક વટહુકમ 2020ને સત્તાવાર રીતે મંજૂરી આપી હતી.

આ કાયદો લાગુ પડ્યો તે પછી ઉત્તર પ્રદેશમાં ધર્મપરિવર્તનને અપરાધ ગણીને તેને બિનજમાનતી ગુનો જાહેર કરવામાં આવ્યો છે. ગુનો સાબિત થાય તો અપરાધીને 10 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

line

એફઆઈઆરમાં થયેલી નોંધ

ઔવેસના પિતા મોહમ્મદ રફિક
ઇમેજ કૅપ્શન, ઔવેસના પિતા મોહમ્મદ રફિક

એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર ટીકારામે ઔવેસ પર એવો આરોપ મૂક્યો છે કે 'તેણે ફોસલાવીને અને દબાણ કરીને તેમની પુત્રી આશાને ઇસ્લામ ધર્મ કબૂલ કરાવી લીધો છે.'

ઔવેસ પર આરોપ છે કે તેમણે આશાના પરિવાર પર દબાણ કર્યું હતું કે તેઓ તેમની પુત્રીને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા અને તેમની સાથે શાદી કરવા માટે મંજૂરી આપે. આવું કરવા માટે આશાના પરિવારને ધમકીઓ આપવાનો આરોપ પણ ઔવેસ પર મૂકવામાં આવ્યો છે.

આ મુકદ્દમો દેવરૈના પોલીસ થાણામાં દાખલ કરવામાં આવ્યો છે.

ઔવેસ અને આશા નજીકની એક શાળામાં સાથે ભણતાં હતાં અને એકબીજાને જાણતાં હતાં. ગામમાં લગભગ 1200 મકાનો છે અને પાંચેક હજારની વસતી છે. ગામના સરપંચ ધ્રુવ રાજના જણાવ્યા અનુસાર ગામમાં 400 મુસ્લિમો રહે છે.

આશાની શાદી ગત જૂન મહિનામાં થઈ ગઈ હતી. પરંતુ ઔવેસ હજી પણ પરિવારને પરેશાન કરતા હતા તેવું આશાના પિતાનું કહેવું છે.

પોલીસે ઔવેસ પર IPCની કલમ 504 (અપમાન કરવું), કલમ 506 (ડરાવવા, ધમકી આપવી) અને નવા કાયદાની કલમ 3 અને 5 પ્રમાણે ગુનો દાખલ કર્યો છે અને ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશના ધર્માંતરણ નિરોધક કાયદાની કલમ 12 અનુસાર પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપી પર હોય છે.

2019માં આશા ઘરેથી ઔવેસ સાથે ભાગી ગયાં હતાં. તે વખતે આશાના પિતાએ ઔવેસ સામે અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં પોલીસે તે કેસને બંધ કરી દીધો હતો. પરંતુ આ વખતે નવા કાયદા હેઠળ ઔવેસની ધરપકડ કરવામાં આવી તે પછી પોલીસે જૂના કેસને પણ નવી FIRમાં જોડી દીધો છે.

line

તાલીમનો મામલો

ગામના સરપંચ ધ્રુવરાજ
ઇમેજ કૅપ્શન, ગામના સરપંચ ધ્રુવરાજ

ઔવેસના ચાર મોટા ભાઈઓ છે. તેમાંથી એકેય છ ધોરણથી આગળ ભણ્યા નથી. સરકારી શાળામાં મફતમાં ભણવાનું મળતું હતું, છતાં ભણતર ચાલુ રાખવું બહુ મુશ્કેલ હતું.

ગુજરાન ચલાવવા માટે ભાઈઓએ ભંગારનો ધંધો શરૂ કર્યો હતો. એક ભાઈએ પિતાની જેમ રાજમિસ્ત્રી તરીકેનું કામ પણ શરૂ કરી દીધું હતું.

તેમનું કહેવું છે કે શિક્ષણની સમસ્યા એ છે કે તેના કારણે તમારામાં રૂઆબ આવી જાય છે, પણ એ નથી શીખવતી કે તમે સમસ્યામાંથી કેવી રીતે પાર પડશો.

આશાએ ઑક્ટોબર 2019માં પોતાનું ઘર છોડી દીધું હતું. પરિવારે ઔવેસની સામે ફરિયાદ કરી હતી અને પોલીસે FIR દાખલ કરી હતી. બાદમાં પોલીસે આશાને બરેલી પોલીસ સ્ટેશનમાંથી પકડ્યાં હતાં અને ઘરે લઈ આવી હતી.

મૅજિસ્ટ્રેટ સામે તેણી જણાવ્યું કે પરિવાર સાથે ઝઘડાને કારણે તે ઘર છોડીને જતી રહી હતી અને ટ્રેન પકડીને દિલ્હી પહોંચી ગઈ હતી.

આશાએ કહ્યું કે તેણે કેટલીય રાત બરેલી અને દિલ્હી રેલવે સ્ટેશનો પર વિતાવી હતી. તેણે એવું પણ કહ્યું કે પોતે ઘરે છોડીને જતી રહી તેની પાછળ ઔવેસની કોઈ ભૂમિકા નહોતી. આશાના આ નિવેદન પછી પોલીસે કેસને બંધ કરી દીધો હતો.

ગામના સરપંચ કહે છે કે જૂન 2020માં આશાનાં લગ્ન તેની જ જ્ઞાતિના યુવક સાથે કરી દેવાયાં હતાં.

મેં ટીકારામના ઘરે જઈને તેમના નામનો સાદ કર્યો ત્યારે એક મહિલા બહાર આવ્યાં. તેમણે કહ્યું કે ટીકારામ ઘરે નથી. તેમણે એવું પણ કહ્યું કે ઘરમાં મહેમાન છે અને આ કેસ બાબતમાં તેમને કશી ખબર નથી.

ટીકારામ ઘરે ક્યારે પરત આવશે અથવા ક્યાં મળી શકશે તેના જવાબમાં પણ કહ્યું કે ખબર નહીં. તેમની પાસે ટીકારામનો કોઈ ફોન નંબર પણ નહોતો. આ નવાઈ લાગે તેવું નથી, કેમ કે મને જણાવાયું હતું કે ટીકારામનો પરિવાર પત્રકારો સાથે વાત કરવા માગતો નથી. તેઓ બિલકુલ ચૂપ થઈ ગયા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઔવેસના પિતા ટીકારામને દોષ દેતા નથી. તેમનું કહેવું છે કે પોલીસે જ ટીકારામ પર દબાણ કર્યું હતું કે ઔવેસની સામે ફરિયાદ દાખલ કરાવો. આમ કરવું સહેલું હતું, કેમ કે અગાઉ પણ તેમણે ઔવેસ સામે અગાઉ પણ ફરિયાદ કરી હતી. એ વાત જુદી છે કે પોલીસે તે કેસ બંધ કરી દીધો.

નવાઈની વાત એ છે કે પોલીસ ઔવેસ સામે નવી એફઆઈઆર કરી છે, તેમાં આશાનાં નિવેદનોનો કોઈ ઉલ્લેખ નથી.

ટીકારામનું કહેવું છે કે ઔવેસ અને આશા 12 ધોરણ સુધી સાથે ભણતાં હતાં. તેની સામે ઔવેસનું કહેવું છે કે બંને આઠ ધોરણ સુધી જ સાથે ભણ્યાં હતાં. બંને વચ્ચે મૈત્રી પણ હતી.

ઔવેસે કહ્યું કે, "કદાચ અમારી દોસ્તીને કારણે જ તેમણે મારી સામે કેસ દાખલ કર્યો હતો."

ઔવેસને હજી સુધી એ સમજાતું નથી કે આશાના પરિવારે તેમની સામે અપહરણનો કેસ શા માટે દાખલ કર્યો હતો. તે વખતે પણ ફરિયાદ પછી પોલીસે ઔવેસને ચાર પાંચ દિવસ માટે પોલીસ થાણામાં બેસાડી દીધા હતા.

line

ઔવેસે કહ્યું, 'હું નિર્દોષ છું'

ઔવેસનું ઘર
ઇમેજ કૅપ્શન, ઔવેસનું ઘર

આ વખતે પોલીસે નવા કાયદા હેઠળ ઔવેસની ધરપકડ કરી છે. જોકે ઔવેસને તેનો જરા પણ અણસાર નહોતો. તેમને તો વકીલ મોહમ્મદ આરિફે પોલીસ પાસે હાજર થઈ જવા જણાવ્યું હતું. તે પછી ઔવેસને 21 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

ઔવેસનું કહેવું છે કે, "મને ખબર નથી તેમણે શા માટે મારા પર આ કેસ કર્યો છે. તેમની પાસે જ જવાબ હશે. પણ મને ખબર છે કે મેં કશું ખોટું કર્યું નથી. મને કોઈ વાતનો ડર નથી."

ઔવેસે બહેરીમાં કૉલેજમાં અભ્યાસ માટે પ્રવેશ લીધો હતો, પરંતુ વચ્ચેથી જ તેણે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.

તેમના 70 વર્ષની ઉંમરના પિતા વક્રતા સાથે હસીને કહે છે, "આ બધું મુસ્લિમો વિરુદ્ધનું કાવતરું છે. FIRમાં છોકરીનું નિવેદન પણ નથી. તેને નિવેદન માટે બોલાવવામાં પણ આવી નથી. તે લોકો બિલકુલ ચૂપ થઈ ગયા છે."

તેમણે કહ્યું કે "હું અન્યાય સામે અવાજ ઉઠાવવાથી ડરતો નથી."

વીડિયો કૅપ્શન, મનુ ભાકર : 18 વર્ષની વયે નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ જીતનારાં ખેલાડી

તમે આ વિશે ગામમાં કોઈને સાથે વાત કરો ત્યારે સૌ ચૂપ થઈ જાય છે. આ વિશે કોઈ પણ વાત કરવા તૈયાર નથી. મોહમ્મદ રફિકે કહ્યું કે તમે ગામના સરપંચ પાસે જઈને જ વાત કરો.

જોકે સરપંચ ધ્રુવ રાજનું કહેવું છે કે તેઓ પણ આ વિશે વાત કરવા માગતા નથી, કેમ કે પંચાયતની ચૂંટણીઓ થવાની છે. ધ્રુવ રાજનો પરિવાર 1952થી ચૂંટણીઓમાં જીતતો આવ્યો છે. ફક્ત 2015માં એક બેઠકથી તેઓ હાર્યા હતા. ધ્રુવ રાજનું કહેવું છે કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે.

તેમનું કહેવું છે કે, "ઔવેસ સારો છોકરો છે. બધાને ખબર છે કે શું થયું છે. ઉપરથી બહુ દબાણ હતું."

છેલ્લા ઘણા દાયકાઓ દરમિયાન શરીફ નગરમાં ફક્ત એક વાર બે જુદા ધર્મની વ્યક્તિઓ વચ્ચે લગ્ન થયાં હતાં. તે વખતે હિન્દુ યુવકે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. ધ્રુવ રાજ કહે છે કે તે મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો.

યોગાનુયોગ એ છે કે તે છોકરી મોહમ્મદ રફિકનાં પૌત્રી હતાં. રફિકનું કહેવું છે કે ત્રણ ચાર વર્ષ પહેલાંની આ વાત છે. એ લગ્ન થયાં ત્યારે થોડો વિરોધ થયો હતો, પણ અત્યારે બંને પરણેલાં છે.

દેવરૈના પોલીસ થાણામાં પોલીસ તડકો ખાઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આ કેસની તપાસ કરનારા પોલીસ સ્ટાફની બદલી બીજા જિલ્લામાં કરી દેવામાં આવી છે.

બાકીના પોલીસવાળાઓ આ બાબતમાં કોઈ માહિતી હોવાનો ઇનકાર કર્યો. જોકે રાજ્યના નવા કાયદા વિશે તેઓ વાત કરવા માટે તૈયાર થઈ ગયા.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પોલીસનું કહેવું છે કે વટહુકમ જાહેર થયો તે પહેલાં જ આવી ઘણી બધી ફરિયાદો મળી હતી કે શાદી કરીને ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

આવી બાબતમાં ફરિયાદ મળે ત્યારે પોલીસ અપહરણના ગુનાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસ થાણાના ઇન્ચાર્જ આર. કે. સિંહે કહ્યું કે પોલીસની ભૂમિકા તો પુરાવા એકઠા કરીને તેને અદાલતમાં રજૂ કરવા પૂરતી જ મર્યાદિત હોય છે.

આ જ દેવરૈના થાણામાં મોહમ્મદ રફિકને પકડીને લાવવામાં આવ્યા હતા. તે રીતે ઔવેસ પર દબાણ કરવાની વાત હતી. બાદમાં ઔવેસ બહેરી પોલીસ થાણામાં હાજર થઈ ગયા હતા. બાદમાં તેમને પણ દેવરૈના થાણે લાવવામાં આવ્યા હતા. તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા હતા. બાદમાં ઔવેસને જામીન મળ્યા હતા.

આર. કે. સિંહ કહે છે, "IPC હેઠળ બધા જ ગુના આવે છે. આ નવા કાયદાથી આ ગુનામાં નવી જોગવાઈઓ કરવામાં આવી છે. આ સારો કાયદો છે, કેમ કે તેના કારણે પોલીસના કામનું ભારણ ઓછું થાય છે. હવે જ્યારે પણ ધર્મપરિવર્તનનો મામલો આવશે ત્યારે પોલીસ આ નવા કાયદાનો ઉપયોગ કરી શકે. અમારે તો કાનૂની પ્રક્રિયાનું પાલન કરવાનું હોય છે."

આર. કે. સિંહ વધુમાં જણાવે છે કે તેમને બજરંગ દળ કે બીજાં જમણેરી કોઈ સંગઠનો વિશે કોઈ જાણકારી નથી. તેમને લાગે કે કોઈ ફરિયાદમાં વાજબી વાત છે તો તેઓ કાર્યવાહી કરતા હોય છે.

આર. કે. સિંહે કહ્યું કે, "પોલીસ પર બધી બાબતમાં આક્ષેપો લાગતા હોય છે. અમે કંઈ મુસ્લિમોની વિરુદ્ધમાં થોડા છીએ."

line

વટહુકમ આવ્યા બાદ શું ફરક પડ્યો?

દેવરૈના પોલીસના ઇન્સ્પેક્ટર આરકે સિંહ
ઇમેજ કૅપ્શન, દેવરૈના પોલીસના ઇન્સ્પેક્ટર આરકે સિંહ

વટહુકમ આવ્યા પછી આવી વધારે ફરિયાદો મળી છે ખરી એવા સવાલના જવાબમાં એસએઆઈ નિર્મોધે કહ્યું કે IPCની કલમ 153 હેઠળ કેસ દાખલ કરવામાં આવે તેનાથી જ કડક સંદેશ મળી જાય છે કે કોઈ શાદી કે અન્ય રીતે ધર્મપરિવર્તન ના કરાવે.

બરેલીનું આ ઓછું જાણીતું પોલીસ સ્ટેશન ઉત્તર પ્રદેશના નકશામાં મહત્ત્વનું સ્થાન મેળવી ગયું, કેમ કે નવા કાયદા હેઠળ પ્રથમ ધરપકડ અહીં થઈ હતી.

ઔવેસના વકીલ મોહમ્મદ આરિફ કહે છે કે તેઓ મુકદ્દમો શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

આરિફ કહે છે, "મેં મારી મરજીથી ઘર છોડ્યું હતું તેવું આશાએ 2019માં જ મૅજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું હતું. તે વખતે તેની ઉંમર 18 વર્ષ અને છ મહિનાની હતી. કાયદાની વાત કરીએ તો તે વખતે પણ આશા સગીર નહોતી. બાદમાં તેના પિતાએ તેનાં લગ્ન અન્ય જગ્યાએ કરાવી દીધાં હતાં."

વીડિયો કૅપ્શન, દુતી ચંદ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

તે કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે આ નવા વટહુકમ તો 28 નવેમ્બર 2020થી લાગુ પડ્યો છે. બરેલી પોલીસને લાગ્યું કે પોતે જ પ્રથમ કેસ કરી દે. અહીં કોઈ ધર્મપરિવર્તન થયું નથી. તેઓ છોકરીના પિતાને પોલીસ થાણે લઈ ગયા હતા. તેમના પરિવારને ત્રાસ આપવામાં આવ્યો. તેઓ આશાના પિતાને 28 નવેમ્બરે જ થાણે લઈ ગયા હતા.

આરિફે કહ્યું કે, "અમે કોર્ટના માધ્યમથી છોકરીના પિતાને હાજર કરીશું."

ઔવેસનું કહેવું છે કે આગળ શું કરવું તેનો તેને ખ્યાલ નથી. તેમણે કહ્યું કે, "પોલીસની ઇચ્છા હોય તો હું મારા બધા જ ફોન નંબર અને પરિવારના નંબરો પણ પોલીસનો આપવા માટે તૈયાર છું."

જેલમાં વિતાવેલો સમય દુઃસ્વપ્ન સમો હતો.

ઔવેસે કહ્યું કે, "મને ખબર નથી કે તેઓ મારી ઉપર બીજો કોઈ કેસ કરી દેશે. તેમણે મારી કરિયરને રોળી નાખી છે. મારી પર પ્રથમ વાર 2019માં કેસ કર્યો ત્યારે જ મારે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. કૉલેજમાં લોકો મને પરેશાન કરતા હતા. મને બહુ ગુસ્સો આવતો હતો, પણ હું કરું પણ શું. આ બધું રાજકારણ છે. કોઈ હિન્દુ છોકરા સામે કેસ દાખલ થયો એવું તો મેં હજી સુધી જાણ્યું નથી. એવું કેમ?"

ફૂટર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો