મોદી સરકારે મંજૂરી આપી એ બે કોરોના વૅક્સિન પર આટલા સવાલ કેમ?

ઇમેજ સ્રોત, SOPA IMAGES VIA GETTY IMAGES
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા(ડીસીજીઆઈ)એ રવિવારે કોરોના વાઇરસની સારવાર માટે બે વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપી દીધી છે.
આ બે વૅક્સિન કોવિશીલ્ડ અને કોવૅક્સિન. કોવિશીલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપનીએ બનાવેલી રસીનું ભારતીય સંસ્કરણ છે. જ્યારે કોવૅક્સિન સંપૂર્ણ રીતે ભારતની પોતાની વૅક્સિન છે જેને ‘સ્વદેશી વૅક્સિન’ કહેવામાં આવી રહી છે.
કોવિશીલ્ડ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કંપની બનાવી રહી છે. ત્યાં, કોવૅક્સિનને ભારત બાયોટૅક કંપની અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ(આઈસીએમઆર)એ સાથે મળીને બનાવી છે.
ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનને બ્રિટનમાં ઇમરજન્સી મંજૂરી મળ્યા પછી સંપૂર્ણ સંભાવના હતી કે કોવિશીલ્ડને ભારતમાં મંજૂરી મળી જશે અને છેલ્લે તેને પરવાનગી મળી ગઈ.
પરંતુ આની સાથે જે આટલી જલદી કોવૅક્સિનને પણ ભારતમાં પરવાનગી મળી જશે તેની કોઈને આશા ન હતી.
કોવૅક્સિનને આટલી જલદી મંજૂરી મળ્યા પછી કૉંગ્રેસ પાર્ટી સહિત કેટલાક આરોગ્યકર્મીઓએ પણ આની પર સવાલ ઉઠાવ્યા છે.

શું છે સવાલ?

ઇમેજ સ્રોત, EPA
રવિવારે કોવિશીલ્ડ અને કોવૅક્સિનને પરવાનગી મળ્યા પછી અનેક લોકોએ સવાલ પૂછ્યા કે બંને વૅક્સિનના ત્રીજા ટ્રાયલના આંકડા પરવાનગી વગર કેવી રીતે અપાયા.
ત્રીજા તબક્કાના ટ્રાયલમાં મોટી સંખ્યામાં લોકો પર તેનું પરીક્ષણ કરવામાં આવે છે અને પછી તેમાંથી આવેલાં પરિણામોના આધારે જાણવામાં આવે છે કે તે કેટલા લોકો પર અસરકારક સાબિત થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખી દુનિયામાં જે ત્રણ વૅક્સિન ફાઇઝર, બાયોઍનટૅક, ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા અને મૉડર્નાની ચર્ચા છે, તેમના ત્રીજા તબક્કાના ટ્રાયલના આંકડા અલગ અલગ છે. ઑક્સફર્ડની વૅક્સિનને 70 ટકા યોગ્ય કહેવામાં આવી છે.
ભારતમાં કોવૅક્સિન સિવાય કોવિશીલ્ડ કેટલા લોકો પર કારગત છે તેના પર પણ સવાલ ઊઠી રહ્યા છે પરંતુ ઑક્સફર્ડની વૅક્સિન હોવાના કારણે તેને એટલી શંકાની નજરે જોવામાં આવી રહી જેટલી કોવૅક્સિનને જોવામાં આવી રહી છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારતમાં કોવિશીલ્ડના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 1600 વૉલિન્ટિયર્સના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે કોવૅક્સિન ફેઝ એક અને બેની ટ્રાયલમાં 800 વૉલિન્ટિયર્સ પર આની ટ્રાયલ થઈ હતી જ્યારે ત્રીજા ચરણમાં 22,500 લોકો પર તેના પરીક્ષણની વાત કરવામાં આવી છે. પરંતુ આના આંકડા સાર્વજનિક નથી કરવામાં આવ્યા.
કોવૅક્સિનને મળેલી ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી પછી કૉંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે કોવૅક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ હજુ થઈ નથી, સમજ્યા વિચાર્યા વિના પરવાનગી આપવામાં આવી તે ખતરનાક બની શકે છે.
તેમણે કેન્દ્રીય આરોગ્યમંત્રીને ટૅગ કરીને લખ્યું, “ડૉક્ટર હર્ષવર્ધન કૃપા કરીને એ વાત સ્પષ્ટ કરો. તમામ પરીક્ષણ થાય ત્યાં સુધી આના ઉપયોગથી બચવામાં આવે. ત્યાં સુધી ભારત એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનથી શરૂઆત કરી શકે છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસના નેતાના ટ્વીટની સાથે જ દેશમાં વૅક્સિન પર રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ. કૉંગ્રેસ નેતા જયરામ રમેશ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ વૅક્સિન અને લોકોના આરોગ્યને લઈને ચિંતા વ્યક્ત કરી.
મુંબઈના ચેપી રોગોના સંશોધન ડૉક્ટર સ્વપ્નિલ પરીખ કહે છે કે ડૉક્ટર હાલ મુશ્કેલ સ્થિતિમાં છે. તેમણે કહ્યું, “હું સમજું છું કે આ સમય નિયામકે અડચણોને દૂર કરીને પ્રક્રિયાને જલદી પૂર્ણ કરવી જોઈએ.”
ડૉક્ટર પરીખે કહ્યું, “સરકાર અને નિયામકોના ડેટાને લઈને પારદર્શક થવાની જરૂર છે, જેની તેમણે વૅક્સિનની પરવાનગી આપતાં પહેલાં સમીક્ષા કરી, કારણ કે જો એવું નથી કરતા તો આ લોકોના ભરોસાને અસર કરશે.”
વિપક્ષ અને અનેક આરોગ્યકર્મીઓના સવાલો પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન સામે આવ્યા અને તેમણે સતત અનેક ટ્વીટ કરીને કોવૅક્સિનની અસરકારકપણા પર તર્ક આપ્યા.
સૌથી પહેલાં તેમણે લખ્યું, “આ પ્રકારના ગંભીર મુદ્દાનું રાજકીયકરણ કરવું કોઈપણ માટે શરમજનક છે. શશિ થરૂર, અખિલેશ યાદવ અને જયરામ રમેશ કોરોના વાઇરસની વૅક્સિનને પરવાનગી આપવા માટે વિજ્ઞાન સમર્થિત પ્રોટોકૉલનું પાલન કરવામાં આવ્યું છે જેને બદનામ ન કરો. જાગો અને અહેસાસ કરો કે તમે માત્ર પોતાની જાતને બદનામ કરી રહ્યા છો.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ પછી કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કોવૅક્સિનના સમર્થનમાં અનેક તર્ક આપતાં અનેક ટ્વીટ કર્યાં જોકે તેમણે ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડાનો ઉલ્લેખ પોતાના ટ્વીટમાં ન કર્યો.
તેમણે લખ્યું કે આખી દુનિયામાં વૅક્સિનને જે અનકોડિંગ સ્પાઇક પ્રોટીનના આધારે પરવાનગી આપવામાં આવી રહી છે જેની અસર 90 ટકા સુધી છે તે કોવૅક્સિનમાં નિષ્ક્રિય વાઇરસના આધારે સ્પાઇક પ્રોટીન સિવાય અન્ય એન્ટિજેનિક એપિસોડ હોય છે તો આ સુરક્ષિત હોવા છતાં એટલી અસરદાર છે જેટલું અન્યોએ જણાવ્યું.
આની સાથે જ હર્ષવર્ધને કહ્યું કે કોવૅક્સિન કોરોના વાઇરસના નવા સ્ટ્રેન પર પણ અસરકારક છે.
કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને એમ પણ કહ્યું કે કોવૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી શરતોના આધારે આપવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
તેમણે ટ્વીટમાં લખ્યું, “જે અફવા ફેલાવી રહ્યા છે તે જાણી લે કે ક્લિનિકલ ટ્રાયલ મોડમાં કોવૅક્સિન માટે (ઇયુએ) શરત સાથે આપવામાં આવી છે. કોવૅક્સિનને મળેલી ઇયુએ કોવિશીલ્ડથી સંપૂર્ણ અલગ છે કારણ કે આ ક્લિનિકલ ટ્રાયલ મોડમાં ઉપયોગમાં લેવાશે. કોવૅક્સિન લેનારા તમામ લોકોને ટ્રૅક કરવામાં આવશે તેનું મૉનિટરિંગ થશે જો તે ટ્રાયલમાં હશે તો.”

ભારત બાયોટૅકનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Reuters
કોવૅક્સિન બનાવનારી કંપની ભારત બાયોટૅકના ચૅરમૅન કૃષ્ણ ઇલ્લાએ નિવેદન જાહેર કર્યું છે, “અમારું લક્ષ્ય તે વસતિ સુધી છે જે વૈશ્વિક પહોંચ પ્રદાન કરે છે, જેમને આની સૌથી વધારે જરૂરિયાત છે.”
તેમણે નિવેદનમાં કહ્યું, “કોવૅક્સિને અદ્દભુત સુરક્ષાના આંકડા આપ્યા છે જેમાં અનેક વાઇરલ પ્રોટીનની મજબૂત પ્રતિરક્ષા આપી છે.”
જોકે કંપની અને ડીસીજીઆઈએ પણ કોઈ એવા આંકડા આપ્યા નથી જે દર્શાવી શકે કે વૅક્સિન કેટલી અસરકારક અને સુરક્ષિત છે પરંતુ સમાચાર એજન્સી રૉયટર્સે એક સૂત્રને કહ્યું કે આ વૅક્સિનના બે ડોઝની અસર 60 ટકાથી વધારે છે.
દિલ્હીની એઇમ્સના પ્રમુખ ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ એક સમાચાર ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે ઇમર્જન્સીની સ્થિતિમાં કોવૅક્સિનને એક બેકઅપના રૂપમાં દેખાય છે અને હાલ તો કોવિશીલ્ડ મુખ્ય વૅક્સિનના રૂપમાં ઉપયોગમાં લેવાશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ગુલેરિયાના આ નિવેદન પર વરિષ્ઠ પત્રકાર તવલીન સિંહે રીટ્વિટ કરીને લખ્યું છે, “આનો શો અર્થ છે? જો રસીકરણને બેકઅપની જરૂરિયાત છે તો પછી વૅક્સિનનો શું અર્થ છે.”
તેમણે કહ્યું કે ત્યાં સુધી કોવૅક્સિનની બીજી દવા તૈયાર થશે અને તે ફેઝ-3ના મજબૂત ડેટાનો ઉપયોગ કરશે જે દર્શાવે છે કે આ કેટલી સુરક્ષિત અને અસરદાર છે પરંતુ શરૂઆતના કેટલાંક અઠવાડિયાં માટે કોવિશીલ્ડનો ઉપયોગ કરવામાં આવશે જેના પાંચ કરોડ ડોઝ છે.

કોરોનાવૅક્સિનપરમોદીનાનિવેદનપરશુંબોલ્યુંCSIR?
કોવૅક્સિનના નિર્માણ સમયથી જ એક જૂથ ‘સ્વદેશી વૅક્સિન’ કહી રહ્યું છે. કોવિશીલ્ડ પણ ભારતમાં બની રહી છે પરંતુ તે સંપૂર્ણપણે ઑક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકાની વૅક્સિન છે.
બંને વૅક્સિનને પરવાનગી મળ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે જે બે વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે, તે બંને મેઇડ ઇન ઇન્ડિયા છે, આ આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવા માટે આપણા વૈજ્ઞાનિક સમુદાયની ઇચ્છાશક્તિને દર્શાવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ પણ વૅક્સિન રાષ્ટ્રવાદ અંગે કહ્યું, “જ્યારે ચીન અને રશિયાએ લાખો લોકોએ ત્રીજા તબક્કાના ટ્રાયલનો ડેટા જાહેર કર્યા વિના વૅક્સિન મુકાવી અને હવે ભારતે પણ ત્રીજા તબક્કાના ટ્રાયલની સમીક્ષા વિના ઉપયોગ કરવાની પરવાનગી આપી તે ખતરનાક છે. એક ભૂલથી વૅક્સિનના ભરોસાને ભારે નુકસાન થઈ શકે છે.”
વડા પ્રધાન મોદી જ્યાં આ વૅક્સિનને મેઇક ઇન ઇન્ડિયા કહીને ગર્વ કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રમુખે વિપક્ષ પર નિશાન તાક્યું છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વિપક્ષ અને કૉંગ્રેસ કોઈપણ ભારતીય વસ્તુ પર ગર્વ કરતાં નથી.
તેમણે લખ્યું, “કૉંગ્રેસ અને વિપક્ષને કોઈપણ ભારતીય પર ગર્વ નથી. તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કોરોના વાઇરસ વૅક્સિન પર તેમના જૂઠનો ઉપયોગ અંગત સ્વાર્થી સમૂહ દ્વારા પોતાના એજન્ડા માટે કેવી રીતે કરવામાં આવ્યો. ભારતના લોકો આ પ્રકારના રાજકારણને રદ કરતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવું કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
ડીસીજીઆઈ વીજી સોમાણીએ આ બંને રસીને 110 ટકા સુરક્ષિત કહી છે.
ભારતનું લક્ષ્ય આ વર્ષે જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનું છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો