You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દર મહિને વપરાતાં એક અબજ સૅનિટરી પૅડનો કચરો ક્યાં જાય છે?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં અંદાજે 35.5 કરોડ મહિલાઓ અને છોકરીઓ છે, જેમને માસિક આવે છે. ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 (એનએફએચએસ) પ્રમાણે 15-24 વર્ષનાં 42 ટકા મહિલાઓ સૅનિટરી પૅડ્સનો ઉપયોગ કરે છે. જો આમાં 24 વર્ષથી વધુ ઉંમરનાં મહિલાઓની સંખ્યા જોડી દેવામાં આવે તો માસિક દરમિયાન પેડ્સનો ઉપયોગ કરવાની ટકાવારી હજુ વધશે.
હાલનાં વર્ષોમાં જોવા મળ્યું છે કે દેશમાં સરકાર અને સ્વૈચ્છિક સંગઠનો માસિક અને એ સમયગાળા દરમિયાન સ્વચ્છતા વિશે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે.
હજુ સુધી માસિક સમયે સૅનિટરી પૅડ્સનો ઉપયોગ સ્વચ્છ ઉપાય તરીકે માનવામાં આવે છે.
પૅડ્સને નિયમિત રીતે બદલવા પર પણ ભાર મૂકવામાં આવે છે, પરંતુ ઉપયોગમાં લેવાયેલાં સૅનિટરી પૅડ્સના કચરાનો કઈ રીતે નિકાલ કરવામાં આવે છે, તે વાત પર ભાગ્યે કોઈ ચર્ચા થાય છે.
કેન્દ્રીય પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે "અમે જોઈ રહ્યા છીએ કે દેશમાં સૅનિટરી પૅડ્સ અને ડાયપરના ઉત્પાદન અને ઉપયોગમાં વધારો થયો છે. અને જે રીતે તેને કચરામાં ફેકવામાં આવે છે, તેનાથી કચરો વીણતા લોકોને પણ જોખમ છે. 2021થી અમે નિયમ લાગુ કરીશું કે સૅનિટરી પૅડ્સ બનાવનાર કંપનીને દરેક સૅનિટરી પૅડ ફેંકવા માટે ડિગ્રેડેબલ બૅગ (એટલે કે જેનો નાશ થઈ શકે છે) આપવી પડશે."
તેમણે જણાવ્યું કે આ નિયમ લાગુ તો છે, પરંતુ પૅડ્સ બનાવનારી કંપનીઓ તેનો અમલ કરતી નથી.
સરકારના આ પગલાને ફાયદાકારક જોવામાં આવી રહ્યું છે. સંશોધન જણાવે છે કે ગ્રામ્ય અને ઘણા શહેરી વિસ્તારો જેમ કે ઝૂંપડપટ્ટી, નાનાં અને મધ્યમ શહેરોમાં કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.
આવી સ્થિતિમાં વપરાશ બાદ સૅનિટરી પૅડ્સને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવે છે. વહેતાં પાણી, તળાવ અથવા નદીમાં નાખી દેવામાં આવે છે અથવા જમીનમાં દાટી દેવામાં આવે છે અથવા ખુલ્લામાં સળગાવી દેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચરો વીણતા લોકો પણ વપરાયેલાં પૅડ્સના સંપર્કમાં આવે છે જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. આ સ્થિતિમાં ડિસ્પોઝેબલ બૅગ કચરો વીણનારા લોકો માટે મદદરૂપ થઈ શકે છે.
મૅન્સટ્રુએલ હેલ્થ ઍલાયન્સ ઇન્ડિયા (એમએચએઆઈ) દ્વારા સૅનિટરી પૅડ્સના કચરાનું આકલન કરવામાં આવ્યું છે. આ માહિતીમાં તેમને એનએફએચએસ-4ના સર્વેને પણ સામેલ કર્યો છે.
સૅનિટરી પૅડ્સનો કચરો ક્યાં જાય છે?
એમએચએઆઈ સંસ્થાઓનું નેટવર્ક છે જે માસિક દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત વિષયો પર કાર્ય કરે છે.
એમએચએઆઈના આકલન મુજબ 12.1 કરોડ મહિલાઓ સૅનિટરી પૅડ્સનો ઉપયોગ કરે છે. જો મહિલાઓ એક માસિકચક્રમાં આઠ પૅડનો ઉપયોગ કરે, તો એક મહિનામાં તેઓ એક અબજ પૅડનો ઉપયોગ કરશે અને એક વર્ષમાં 1200 કરોડ પૅડનો ઉપયોગ કરશે.
પણ આ કચરો ક્યાં જાય છે? સરકાર કહી રહી છે કે વપરાયેલાં સૅનિટરી પૅડ ફેંકવા માટે કંપનીઓને ડિગ્રેડેબલ બૅગ આપવી પડશે, પરંતુ પૅડ્સના કારણે ઉત્પન્ન થતાં કચરા વિશે વિચારવું પણ એટલું જ મહત્ત્વનું માનવામાં આવે છે.
આ સંસ્થા મુજબ સૅનિટરી પૅડ્સને સડવામાં-ઓગળવામાં અથવા ડિકમ્પોઝ થવામાં 500-800 વર્ષ લાગે છે, કારણ કે તેની અંદર વાપરવામાં આવેલું પ્લાસ્ટિક નૉન-બૉયોડિગ્રેડેબલ એટલે કે નષ્ટ ન કરી શકાય તેવું હોય છે, જેના કારણે આરોગ્યની સાથેસાથે પર્યાવરણ માટે પણ જોખમી બની જાય છે.
નાઈન સૅનિટરી નેપ્કિન બનાવાર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઋચા સિંહ કહે છે, "સરકારના સૅનિટરી પૅડ્સની સાથે ડિસ્પોઝેબલ બૅગ આપવાના નિર્ણય હેઠળ તેમની કંપની કામ કરી રહી છે અને ઘણી ઓછી કિંમતે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે."
તેઓ વધુમાં જણાવે છે કે તેમની કંપની દ્વારા આપવામાં આવતી ડિસ્પોઝેબલ બૅગ બૉયોડિગ્રેડેબલ છે. આ સારી રીતે ગરમીને શોષી શકે છે અને ઝડપથી ડિકમ્પોઝ થઈ જાય છે.
સૅનિટરી પૅડ્સમાં વપરાતી ઘણી વસ્તુઓ ડિકમ્પોઝ થતી નથી.
તેઓ આ વાતને સ્વીકારતા કહે છે, "ઘણાં પૅડ્સમાં ઉપર અને નીચેની શીટ બૉયોડિગ્રેડબલ હોતી નથી, પરંતુ વ્યાપારિક ધોરણે તેનો કોઈ ઉકેલ નથી, પરંતુ આ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે અને હવે એ જોવું પડશે કે સપ્લાય મટીરિયલ ક્યાંથી આવશે."
પરંતુ તેમને આશા છે કે આવનારાં 2 વર્ષમાં કંપનીઓ બૉયોડિગ્રેડેબલ પૅડ્સ બજારમાં ઉતારી શકશે.
હાલમાં બજારમાં મળતાં મોટાં ભાગનાં પૅડ્સમાં સેલ્યુલોસ, સુપર અબ્જૉરબેંટ પોલીમર (એસએપી), પ્લાસ્ટિક કવરિંગ અને ગુંદર એટલે અવ્યય કે કૉપોનેટ્સથી બનેલાં હોય છે જે સહેલાઈથી સડતાં, ઓગળતાં કે ડિકમ્પોઝ થતાં નથી અને પર્યાવરણમાં રહે છે અને પાણી અને માટીને દૂષિત કરતાં રહે છે.
એવામાં સૅનિટરી પૅડ, જેમાં ખાસ કરીને SAP હોય છે, તેને બાળવાથી ઝેરી રસાયણ બહાર આવે છે, જેમ કે ડાઈઑક્સિન અને ફ્યુરન, જેમને કૉર્સિનજન અથવા કૅન્સર કરનાર માનવામાં આવે છે અને આરોગ્ય માટે જોખમી છે.
બીજી બાજુ ભારત સરકાર દ્વારા બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અંતગર્ત સૅનિટરી પૅડ્સના ઉત્પાદન માટે બહાર પાડવામાં આવેલા માપદંડોની સમીક્ષા કરાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં આવી વસ્તુઓ વિકસિત કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી કમ્પોસ્ટ કે ખાતર બની શકે છે. એ વસ્તુની ચકાસણી કરવી જોઈએ.
આકાર ઇનોવેશન પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક જયદીપ મંડલ ઘણાં વર્ષોથી આ દિશામાં કામ કરી રહ્યા છે અને કમ્પોસ્ટિબલ પૅડ્સ બનાવનાર ભારતની પ્રથમ કંપની હોવાના દાવો કરી રહ્યા છે.
શું વિકલ્પ હોઈ શકે છે?
મંડલ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે. તેઓ કહે છે કે તેમની કંપની દ્વારા નિર્મિત પૅડ્સમાં બધું મટીરિયલ કમ્પોસ્ટિબલ હોય છે અને તેનાં પૅડ્સમાં પ્લાસ્ટિક કવરિંગની જગ્યાએ તેઓ બટાકામાંથી નીકળતું સ્ટાર્ચ ઉપયોગમાં લે છે.
તેઓ કહે છે કે સૅનિટર પૅડ્સમાં ઉપયોગમાં થતું વૂડ પલ્પ અમેરિકા અને કૅનેડાથી આવે છે. આથી તેઓએ તેને ઓછું કરવા માટે વિકલ્પ પણ શોધ્યા છે, જેમાં કેળાં કે શેરડીમાંથી મળનારું ફાયબર, જૂટ અને વાંસમાંથી મળનારું ફાયબર સામેલ છે.
તેઓ કહે છે, "પૅડ્સ બૉયોડિગ્રેડેબલની જગ્યા કમ્પોસ્ટિબલ હોવી જોઈએ, એટલે કે જે ખાતરમાં તબદિલ થઈ જાય, કેમ કે બૉયોડિગ્રેડબલનો અર્થ થાય છે કુદરતી રીતે નષ્ટ થવું અને તેમાં એક દિવસથી ઘણાં વર્ષો લાગી શકે છે."
"બજારમાં એવી પણ કંપનીઓ છે, જેનાં પૅડ્સ ઑક્સો ડિગ્રેડેબલ હોય છે, એટલે કે તે સૂરજનાં કિરણ, યુવી કિરણો અને ગરમીને કારણે માઈક્રો પ્લાસ્ટિક બની જાય છે. આ પ્લાસ્ટિક પશુઓ માટે વધુ ઘાતક હોઈ શકે છે, કેમ કે તેઓ જમીનમાંથી ઊગેલી વસ્તુઓને સીધી ખાય છે, જેના કારણે આ માઈક્રો પ્લાસ્ટિક પણ તેમના પેટમાં જાય છે. તો માણસના શરીરમાં પણ જઈ શકે છે."
તો યુરોપમાં ઑક્સો ડિગ્રેડેબલ પ્રોડક્ટ પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે.
ઋષા સિંહ સૅનિટરી પૅડ્સથી થનારા કચરાના ઉપાય માટે ડિસ્પોઝેબલ બૅગની સાથેસાથે ઇનસેનેરેટર લગાવવા પર ભારે આપે છે.
અજિંક્ય ધારિયા પૅડ કૅર લૅબ સ્ટાર્ટઅપના માલિક છે અને તેઓએ આ કંપની 2018માં શરૂ કરી હતી.
તેઓ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.
તેઓ સરકારનું ડિસ્પોઝેબલ બૅગ આપવાના પગલાને યોગ્ય ગણાવે છે, પણ તેઓ સૅનિટર નેપ્કિનથી થનારા કચરાને નિકાલ માટે ઇનસેનેરેટર લગાવવાને યોગ્ય ઉપાય માનતા નથી અને તેની પાછળ તેઓ વૈજ્ઞાનિક તર્ક આપે છે.
ઇનસેનેરેટર પ્લાન્ટ પર તેઓ કહે છે, "તેમાં વેસ્ટ કે કચરો 800 ડિગ્રી પર બાળવામાં આવે છે. તેમાં પ્લાસ્ટિક અને અન્ય કચરો પણ હોય છે. પણ નિયમ અનુસાર આ રીતના બૉયોમેડિકલ વેસ્ટ ઇનસેનેરેટરમાં જવા જોઈએ. તેમાંથી જે રાખ નીકળે છે તેને અલગ જગ્યાએ ફેંકવી જોઈએ. હાલમાં આ પ્રક્રિયા થવી જોઈએ, પણ થતી નથી."
ઇનસેનેરેટર કેટલું કારગત
એમએચએઆઈએ પણ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સરકારે આ ઇનસેનેરેટરની વ્યવસ્થા કરવાનું કહ્યું છે, પણ કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જે ઉત્સર્જન માપદંડ નક્કી કર્યા છે, એ તેને ઘણી વાર પૂરા કરાતા નથી.
જે ઓછા ભાવના ઇનસેનેરેટર હોય છે એ ઓછા તાપમાને કચરાને બાળે છે અને તેમાંથી જે ખતરનાક ગૅસ નીકળે છે તેની યોગ્ય વ્યવસ્થા થતી નથી.
ડેવલપમૅન્ટ સોલ્યુશન સાથે જોડાયેલાં તાન્યા મહાજન પણ કહે છે, "ઘણી સ્કૂલો, કૉલેજો, મૉલ અને મોટી હોટલોમાં ઇનસેનેરેટર લગાવ્યાં છે. અમને અમારી શોધમાં જાણવા મળ્યું છે કે ઘણા સ્કૂલોમાં આ સેનેટરી પૅડ્સના કચરો જોવા મળ્યો છે."
"અમે ઝારખંડની સ્થાનિક સ્કૂલમાં જોયું. એ જોવામાં આવ્યું છે કે સ્મૉલ સ્કેલ ઇનસેનેરેટર પ્રભાવી હોતાં નથી, તે યોગ્ય રીતે સળગતા નથી. એ પણ જોવાનું મહત્ત્વનું છે કે બાળવાની પ્રક્રિયા દરમિયાન નીકળનાર રસાયણ અને ગૅસની વ્યવસ્થા કેવી રીતે થાય છે."
અજિંક્ય ધારિયા કહે છે કે તેમની કંપની સ્કૂલ, કૉલેજ, હાઉસિંગ સોસાયટી ઑફિસો વગેરે જગ્યાએ પૅડ કૅર બિન આપે છે, જે સેન્સર બિન હોય છે. જે દરેક શૌચાલયમાં રાખવામાં આવે છે. આ બિન કોઈ પણ પ્રકારની દુર્ગંધ, બૅક્ટેરિયા કે વાઇરસને પણ મારી નાખે છે. જ્યારે તે ભરાઈ જાય ત્યારે કંપનીનું નોટિફિકેશન આવી જાય છે. તે તેને લઈ જાય છે.
તેને બાળવામાં નથી આવતું પણ કેમિકલ અને મિકેનિકલ રીતે પ્રોસેસ કરવામાં આવે છે. દસ મિનિટ બાદ તેમાંથી પ્લાસ્ટિક અલગ થઈ જાય છે, જે ફરી વાર ઉપયોગમાં લેવાય છે અને તેમાંથી નીકળતું કંપોસ્ટ પણ ઉપયોગમાં આવે છે.
તેઓ માને છે કે સરકાર પણ ઉપયોગમાં લીધેલાં સૅનિટરી પૅડ્સના કચરાની સમસ્યા સમજી રહી છે અને અલગઅલગ પગલાં ભરી રહી છે.
ભારતમાં એ અનુમાન છે કે અંદાજે 30થી વધુ એવી સંસ્થાઓ છે, જે રિયૂઝેબલ કે ઘણી વાર ઉપયોગમાં લેવાય એવાં સૅનિટરી પૅડ્સ બનાવી રહી છે. તેમાં કેળાનું ફાઇબર, કપડાં કે વાંસમાંથી બનેલાં પૅડ્સ સામેલ છે.
તેને બનાવનારા તે વર્ષો સુધી ચાલે, સસ્તાં અને પર્યાવરણમાં મદદ આપે તેવો તર્ક આપે છે, તો પૅડ્સ નિર્માતા કહે છે કે ભારત જેવા દેશમાં માસિક પર વાત કરવી હાલમાં પણ નિષેધ માનવામાં આવે છે, તો ત્યાં મહિલાઓ ખુલ્લામાં કેવી રીતે કપડાં કે પૅડ્સ સૂકવી શકે છે.
તેઓ કહે છે કે જો આ પૅડ્સને તડકો ન મળે અને યોગ્ય રીતે ન ધોવાય અને ન સૂકાય તો ચેપનું કારણ પણ બની શકે છે.
નીતિઆયોગમાં લોકનીતિ વિશેષજ્ઞ ઉર્વશી પ્રસાદ પણ માને છે કે બૉયોડિગ્રેડબલ પૅડ્સ હોવાં જોઈએ અને તેના પર ચર્ચા પણ થઈ રહી છે.
જોકે તેઓ માને છે કે હજુ ઘણા પડકારો છે. જેમ કે પૅડ્સ બનાવ્યાં બાદ વધનારો ખર્ચ તેને કેટલું મોંઘું બનાવી દેશે, કેટલી મહિલાઓ એ ખરીદી શકશે અને કેટલા પાયે તેનું નિર્માણ થઈ શકશે, વાસ્તવિકતા રીતે તેના પર અમલ કેટલો થશે વગેરે.
ઉર્વશીનું માનવું છે કે ભારત જેવા દેશમાં તેનો સ્કેલ મોટો હશે, એવામાં આ કામ ઘણું પડકારજનક હોઈ શકે છે.
તેમના અનુસાર, પહેલાં એવું જોવા મળતું હતું કે પૅડ્સનું વધુ ઉપયોગ શહેરોમાં છે, પણ એનએફએચએસ-4ના નવા આંકડા જણાવે છે કે સાફસફાઈને લઈને મહિલાઓમં જાગૃતિ આવી છે અને તે સૅનિટરી પૅડ્સનો ઉપયોગ કરી રહી છે. અને સમય જતા આ આંકડા વધશે. એવામાં તેનાથી થનારી સમસ્યાની દિશામાં સરકાર કામ કરી રહી છે.
તેઓ કહે છે, "પહેલાં ટૉઇલેટની સુવિધા એટલી નહોતી. સરકારે તેના પર ફોકસ કર્યું. પછી ધીમેધીમે હાઈજીન એટલે કે સાફરસફાઈ પર વાત આવી અને એમાં મૅન્સટ્રુએલ હાઈજીન પણ સામેલ છે. આ વિકાસનું એક નેચરલ પ્રોગેશન છે અને તમે એક-એક કરીને આગળ વધો છે. શહેરોમાં સ્વચ્છતા અભિયાનને જોતાં તેમાં વેસ્ટ મૅનેજમૅન્ટ પણ લાવવામાં આવ્યું છે, તો તેમાં મેન્સટ્રૂએલ વેસ્ટ પણ સામેલ છે."
તાન્યા મહાજન પણ માને છે કે સરકાર તરફથી ડિસ્પોઝિબલ બૅગનું પગલું સારું છે, પણ તેમાં કંપનીઓની એક મોટી ભૂમિકા હશે, તો ગ્રાહકોએ પણ કચરાને અલગઅલગ કરીને તેને નાખવાની આદત પાડવી પડશે.
આ કચરો કેવી રીતે એકઠો થાય છે, લઈને જવામાં આવે છે અને તે મૅનેજ થાય છે, આ બધી વાતો મહત્ત્વની છે.
આ કચરાનું લૅન્ડફિલમાં જવું જ ઉકેલ નથી. બધાએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો