'GDP અને મન કી બાતથી ધ્યાન ભટકાવવા PUBG પર પ્રતિબંધ લાદ્યો' - સોશિયલ

ઇન્ફૉર્મેશન અને ટેક્નૉલૉજી મંત્રાલયે PUBG સહિત 118 મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે અનેક પ્રતિક્રિયા આવી રહી છે.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આને ચીન વિરુદ્ધની 'ડિજિટલ સ્ટ્રાઇક' ગણાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સ નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

કેટલાક લોકો કહી રહ્યા છે કે ભારતીય માતાપિતા આજે જૂમી ઊઠ્યા હશે, કેટલાક કહે છે 'મન કી બાત પર બહુ ડિસલાઇક કરવાનું પરિણામ છે', તો કેટલાક આને ધ્યાન ડાઇવર્ટ કરવા પગલું લેવાયાનું કહી રહ્યા છે.

આ ઉપરાંત લોકો પબજી લવર્સની પણ મજાક પણ ઉડાવી રહ્યા છે.

ધીરજ ચૌહાણ નામના યુઝરે વિરાટ કોહલીની એક હસતી અને બીજી દુખી તસવીર શૅર કરીને લખ્યું છે કે “સરકારે પબજી સહિતની 118 ચાઇનીઝ ઍપ પર પ્રતિબંધ મૂક્યો પછી પબજી યુઝર્સ અને તેમના માતાપિતા.”

અહમદ શેખ નામના યુઝરે ફિલ્મ 'ફિર હેરાફેરી'ની એક તસવીર શૅર કરીને લખ્યું છે કે ભારતે પબજી સહિતની 118 ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પબ્જી પ્લેયર 10-15 વર્ષ પછી પોતાનાં બાળકોને કહેશે, તસવીર પર લખ્યું હતું, “બેટા એક જમાનામાં અમે પણ જંગ લડતા હતા"

હની શ્રીવાસ્તવ નામના યુઝરે લખ્યું કે એકદમ ઘટી ગયેલી જીડીપી અને વિદ્યાર્થીઓએ વીડિયો ડિસલાઇક કર્યો તેના પરથી મગજ ડાઇવર્ટ કરવા પબજી પર પ્રતિબંધ મૂક્યો છે.

'નીચે સે ટોપર' નામના યુઝરે લખ્યું છે, "હું (નિવૃત્ત થયેલો કાઉન્ટર-સ્ટ્રાઇક ખેલાડી) કે જે ક્યારેય પબજી રમ્યો નથી, તે પ્રતિબંધ પછી શાંતિથી પબજી લવર વચ્ચે ચાલી રહેલા ગભરાટ અને આક્રોશનો આનંદ માણીશ"

મોહમ્મદ શદમાન નામના યુઝરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હસતો ફોટો શૅર કર્યો છે, જેની પર લખ્યું છે ઔર કરો ડિસલાઇક.

ડાર્ક સૉલ નામના યુઝરે જાણીતા નાઇજીરિયન કૅરેક્ટર પૉવ પૉવની દુખી તસવીર શૅર કરી ઉપર લખ્યું છે, “આ દરમિયાન જે પબજી ખેલાડીએ રૉયલ પાસ પર પૈસા ખર્ચ્યા હતા.”

અવિનાશ ધામડે નામના યુઝરે રાહુલ ગાંધીનો એક વીડિયો શૅર કરી લખ્યું છે, "ભારતમાં પબજી સહિતની ઍપ્સ પર પ્રતિબંધ ખતમ, ગયા, ટાટા, બાય બાય. મહેરબાની કરીને શૅર કરો."

શાદ ખાન નામના યુઝરે લખ્યું છે કે હવે પબજી લવર્સ આવનારા મન કી બાતના વીડિયોની રાહ જોઈને બેઠા છે. સાથે જ 'ગૅંગ્સ ઑફ વાસેપુર' ફિલ્મના એક સીનની તસવીર શૅર કરી છે, જેની પર લખ્યું છે 'ઇતના ડિસલાઇક મારે ગે કી યુટ્યૂબ ધુઆ ધુઆ હો જાયેગા'.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો