કોરોના વાઇરસ : ભારતમાં સંક્રમિતોની સંખ્યા 7 લાખને પાર, કુલ મરણાંક 20 હજારથી વધુ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 22,252 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે 7 લાખ 19 હજાર 665 થઈ છે. પાછલા 24 કલાકમાં 467 સંક્રમિતોનાં મૃત્યુ થયાં. આ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 20,160 થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ 2 લાખ 59 હજાર 557 ઍક્ટિવ કેસ છે. સારવાર બાદ સ્વસ્થ થયેલા સંક્રમિતોની સંખ્યા 4 લાખ 39 હજાર 948 છે.
એએનઆઈએ આપેલા ICMRના આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસની તપાસ માટે 2 લાખ 41 હજાર 430 પરીક્ષણ કરવામાં આવ્યાં છે.

ઑનલાઇન ભણનારાં વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં નહીં રહી શકે

ઇમેજ સ્રોત, Getty Images
હવે એ વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં રહેવાની પરવાનગી નહીં મળે જેમની યુનિવર્સિટીઓમાં વર્ગો સંપૂર્ણ રીતે ઑનલાઇન થઇ ગયા છે.
અમેરિકાની ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ એજન્સીએ કહ્યું છે કે આવા વિદ્યાર્થીઓના વીઝા પણ પરત લઈ લેવાશે.
એજન્સીનું કહેવું છે કે જો વિદ્યાર્થી નવા નિયમોનું ઉલ્લંઘન કરતા જણાયાં તો એમને એમનાં દેશ પરત મોકલી દેવાઈ શકે છે.
અમેરિકામાં અનેક જાણીતી યુનિવર્સિટીઓએ કોરોના વાઇરસ મહામારીને કારણે પોતાના વર્ગો સંપૂર્ણ રીતે ઑનલાઇન કરી દીધાં છે. અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ પોતાના તમામ વર્ગો ઑનલાઇન કરવાની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, નવી પ્રવાસન નીતિથી કેટલી મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓને અસર થશે એ હજી સુધી સ્પષ્ટ નથી. આ નવી જાહેરાત પછી હવે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

ભારતની આજની સ્થિતિ
સમાચાર એજન્સી એએનઆઈની માહિતી પ્રમાણે પૂણેના કોંઢાવામાં પૂણે મહાનગરપાલિકાના ક્વોરૅન્ટીન સેન્ટરમાં એક 60 વર્ષના કોરોના પૉઝિટિવ દરદીઓ આત્મહત્યા કરી લીધી. આ વ્યક્તિ અને તેનો પુત્ર કોરોના પૉઝિટિવ આવતા અહીં દાખલ કરાયા હતા. પૂણે પોલીસ પ્રમાણે આત્મહત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી.
પીટીઆઈ પ્રમાણે દિલ્હીમાં સંક્રમિતોનો કુલ આંક 1 લાખને પાર. પાછલા 24 કલાકમાં 1,379 નવા સંક્રમિતો નોંધાયા. દિલ્હીમાં મૃત્યુનો કુલ આંક 3,115 થયો.
મુંબઈમાં કોરોના સંક્રમણના નવા 1201 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા અહીં 85,326 થઈ છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા બીએમસીના આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં 39 સંક્રમિતોના મૃત્યુ થતાં મુંબઈમાં કુલ મૃત્યુ આંક 4,935 થઈ ગયો છે.
મુંબઇ મહાપાલિકાના આંકડા પ્રમાણે મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં સંક્રમણના વધુ 11 કેસ મળતા ધારાવીમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 2,334 થઈ છે.
મહારાષ્ટ્રમાં નવા 5,368 કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 2 લાખ 11 હજાર 987 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે પાછલા 24 કલાકમાં 204 સંક્રમિતોના મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક 9,206 પર પહોંચ્યો છે.

સાઉદી અરેબિયાએ હજ માટે પસંદગી પ્રક્રિયા જાહેર કરી
આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણને કારણે સાઉદી અરબે હાજીઓની સંખ્યા સીમિત કરી દીધી છે. આ સંખ્યામાં પણ કોણ-કોણ હશે એને લઈને પસંદગી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.
સાઉદી અરેબિયાની સરકારી ન્યૂઝ એજન્સી સાઉદી પ્રેસ અનુસાર હાજી અને ઉમરા મંત્રાલયે હાજીઓની પસંદગી પ્રક્રિયાની ઘોષણા કરી છે.
આ વર્ષે 70% હાજી સાઉદીમાં રહેતા બિન-સાઉદી નાગરિક હશે. ફક્ત 30 ટકા હાજી સાઉદીના નાગરિક હશે. એમાં પણ એ લોકોને પસંદગી મળશે જેઓ સ્વાસ્થ્યકર્મી અને સુરક્ષાકર્મી છે અને જેઓ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયા છે.
સાઉદી પ્રેસ એજન્સીના અનુસાર જેમણે કોરોના વાઇરસ સામેની લડતમાં પોતાના જીવની પરવા ન કરી એમને માટે આ ભેટ છે.
સાઉદીમાં રહેનારા 20થી 50 વર્ષની ઉંમરના બિન-સાઉદી નાગરિકોને કેટલીક શરતો સાથે પ્રાથમિકતા અપાશે. પસંદગી પ્રક્રિયા 6 જુલાઇથી શરૂ થઈ છે અને 5 દિવસ માટે 10 જુલાઈ સુધી ઑનલાઈન રજિસ્ટ્રેશન થશે.

7 જુલાઈ 2020, મંગળવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો

ગુજરાતમાં 36 હજાર કરતાં વધુ કેસો અને મૃતાંક બે હજાર નજીક - 6 જુલાઈ સુધીની અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 735 નવા પૉઝિટિવ કેસો નોંધાયા છે, વધુ 17 દરદીનાં મૃત્યુ થયાં છે.
રાજ્યના આરોગ્યવિભાગના જણાવ્યા અનુસાર આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા 36,858 થઈ ગઈ છે.
જ્યારે મૃતાંક વધીને 1,962 થઈ ગયો છે. જોકે, આ દરમિયાન 26,323 દરદીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

માસ્ક ન પહેરનારને કોવિડ-19 હૉસ્પિટલમાં કામ કરવું પડશે

ઇમેજ સ્રોત, EPA/JAGADEESH NV
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જાહેર જગ્યાએ માસ્ક ન પહેરનાર કે કોવિડ-19ને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે લાગુ કરાયેલા નિર્દેશોનું પાલન ન કરનારને અનોખી સજા કરવાની જોગવાઈ કરાઈ છે.
જે અંતર્ગત પકડાયેલા લોકોને ત્રણ દિવસ માટે હૉસ્પિટલ કે પોલીસચોકી પર કામ કરવું પડશે.
પીટીઆઈ અનુસાર આ બાબતે ગ્વાલિયરના જિલ્લાઅધિકારી કૌશલેન્દ્ર વિક્રમસિંહે આદેશ જાહેર કર્યા છે.
આ આદેશ અનુસાર નિર્દેશોનું ઉલ્લંઘન કરનારા લોકોને હવે માત્ર દંડ જ નહીં ફટકારવામાં આવે પણ તેમને કોવિડ-19 હૉસ્પિટલ કે પોલીસચોકીમાં ત્રણ દિવસ માટે કામ કરવું પડશે. આ નિર્ણય 'કિલ કોરોના અભિયાન' અંતર્ગત લેવાયો છે.
રવિવારે ગ્વાલિયરમાં કોવિડ-19ના સંક્રમણના 51 નવા મામલા સામે આવ્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા 528 થઈ ગઈ છે.

ભારતમાં એક જ દિવસમાં 24 હજારથી વધારે કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કેસોની સંખ્યા પોણા સાત લાખને પાર કરી ગઈ છે અને હવે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવનારો ત્રીજો દેશ બન્યો છે. ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા રશિયાથી પણ વધી ગઈ છે અને હવે તે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવનારો ત્રીજા ક્રમનો દેશ બન્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 24,248 નવા કેસ સામે આવ્યા છે તો 425 લોકોનાં મૃત્યુ થયા છે. ભારતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 6, 97, 413 થઈ ગઈ છે જેમાં 2,53, 287 ઍક્ટિવ કેસો છે. 4,24, 433 લોકો સાજા થયા છે. ભારતમાં કુલ મરણાંક 19, 693 થઈ ગયો છે.
વિશ્વભરમાં કોરોના વાઇસ સંક્રમિતોનો કુલ આંક 1 કરોડ 14 લાખની ઉપર પહોંચ્યો છે. જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના 6 જુલાઈના સવારે 7 વાગ્યાના આંકડા પ્રમાણે વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ 14 લાખ 09 હજાર 705 થઈ છે તો મહામારીનો વૈશ્વિક મૃત્યુ આંક 5 લાખ 33 હજાર 684 થયો છે.

સેંકડો વૈજ્ઞાનિકોએ કહ્યું હવાથી ફેલાઈ શકે છે કોરોના વાઇરસ, WHO ગાઇડલાઇન્સ સુધારે

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂયૉર્ક ટાઇમ્સ અનુસાર સેંકડો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હવાના નાના કણોમા રહેલા કોરોના વાઇરસથી પણ લોકો સંક્રમિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે એમને આ વિશેના પુરાવા મળ્યા છે અને તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ને આ બીમારીથી જોડાયેલા દિશા-નિર્દેશોને સંશોધિત કરવાની માગ કરી છે.
ખબર અનુસાર શોધકર્તાઓએ WHOને એક ખુલ્લો પત્ર લખીને આ આગ્રહ કર્યો છે. પત્રને આવતા અઠવાડિયે કોઈ સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવાની યોજના છે, જેમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકો આ દાવા સાથે જોડાયેલા પુરાવા આપશે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે કોરોના વાઇરસ બીમારી મુખ્ય રૂપથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી નાના ડ્રોપલેટથી ફેલાય છે, જે છીંકવા અથવા બોલવા દરમિયાન મોઢામાંથી નીકળે છે.
ન્યૂયૉર્ક ટાઈમ્સ અનુસાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ પછી હવામાં દૂર સુધી જનારા મોટા ડ્રોપલેટ અથવા નાના ડ્રોપલેટ જે એક ઓરડા જેટલા વિસ્તારમાં ફેલાઈ શકે છે એમાં હાજર કોરોના વાઇરસ લોકોને સંક્રમિત શકે છે.
જોકે WHOએ ન્યૂયૉર્ક ટાઈમ્સને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે જે પુરાવા શોધકર્તાઓએ આપ્યા છે તે પર્યાપ્ત નથી. WHOના ડૉ.બેનેડેટા અલેંગ્રાઝીએ ન્યૂયૉર્ક ટાઇમ્સને કહ્યું, "વિશેષ રીતે પાછલા બે મહિનામાં અમે અનેક વાર કહ્યું છે કે અમે એ વાત પર વિચાર કરી રહ્યા છીએ કે આ બીમારી હવાના માધ્યમથી ફેલાઈ શકે છે પરંતુ એને સાબિત કરવા માટે કોઈ મજબૂત અથવા સ્પષ્ટ પ્રમાણ નથી." ન્યૂઝ એજન્સી પ્રમાણે WHOએ આનાથી જોડાયેલા એમના સવાલો પર સમાચાર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

કોરોના વાઇરસ : વર્લ્ડ અપડેટ
ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે સેંકડો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હવાના નાના કણોમાં કોરોના વાઇરસની હાજરીથી પણ લોકો સંક્રમિત થઈ શકે છે આથી WHO તેની ગાઇડલાઇન્સમાં સુધારો કરે.
અમેરિકા 28 લાખ 80 હજાર 130 કુલ સંક્રમિતો સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકામાં મહામારીનો મૃત્યુ આંક 1 લાખ 30 હજાર પાસે પહોંચ્યો છે.
બ્રાઝિલ 16 લાખ 03 હજાર 055 કુલ કેસ સાથે વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. બ્રાઝિલમાં અત્યાર સુધી કોરોના મહામારીની અસરમાં 64,867 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સંક્રમિતોની દ્રષ્ટિએ રશિયા વિશ્વનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે જ્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 6 લાખ 80 હજાર 283 છે. જોકે, મહામારીના કુલ મૃત્ય આંકની દ્રષ્ટિએ રશિયા વિશ્વમાં 11મા ક્રમે છે. રશિયામાં 10,145 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે.
જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે બ્રાઝિલમાં સ્વસ્થ થયેલા દરદીઓની સંખ્યા અમેરિકા કરતા વધારે છે. બ્રાઝિલમાં અત્યાર સુધી આ મહામારીમાંથી 10 લાખ 29 હજાર 045 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે અમેરિકામાં 9 લાખ 06 હજાર 763 લોકો સ્વસ્થ થયા છે.
ઑસ્ટ્રેલિયાના બે રાજય વિકટોરીયા અને ન્યુ સાઉથ વૅલ્સ વચ્ચેની સરહદ બંધ કરવામાં આવશે. મેલબર્નમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઉછાળો આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા સપ્તાહમાં સમગ્ર ઑસ્ટ્રેલિયાનું 95 ટકા સંક્રમણ વિકટોરીયામાં જોવા મળ્યું હતું. નોંધનીય છે કે વિકટોરીયમાં સોમવારે એક દિવસમાં જ 127 સંક્રમણના કેસ સામે આવ્યા હતાં.

ભારતની અપડેટ
ઓડિશામાં કટકની એક કૅન્સર હૉસ્પિટલમાં 10 દિવસમાં 100 જેટલા કૅન્સર પીડિતોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા તપાસના આદેશ અપાયા છે.
ચાર કર્મચારીઓ કોરોના પૉઝિટિવ મળી આવતા આસામમાં સચિવાલયની મોટાભાગની કચેરીઓ એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક એક લાખની નજીક પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં દિલ્હીમાં નવા 2,244 સંક્રમિતો નોંધાયા છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ 3,067 સંક્રમિતોના મૃત્યુ થયાં છે.
મહારાષ્ટ્રમાં વધુ 6,555 કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2 લાખ 06 હજાર 619 થઈ છે, તો પાછલા 24 કલાકમાં 151 સંક્રમિતોના મૃત્યુ સાથે મહામારીનો રાજ્યનો મૃત્યુ આંક 8,822 થયો છે.
પશ્ચિમ બંગાળમાં નવા 895 સંક્રમિતો નોંધાયા જે એક દિવસમાં મળેલા કેસોનો અત્યાર સુધીનો સૌથી ઊંચો આંક છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં વધુ 21 સંક્રમિતોના મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક 757 થયો છે.
તામિલનાડુમાં વધુ 4,150 કેસ નોંધાતા રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 11 હજાર થઈ છે. તો પાછલા 24 કલાકમાં 60 સંક્રમિતોના મૃત્યુ થતાં રાજ્યમાં મહામારીનો મૃત્યુ આંક 1,510 થયો છે.
સમાચાર એજન્સી એએનઆઈની માહિતી પ્રમાણે આગ્રામાં સંક્રમણના કેસ વધતા તાજમહાલ સહિતના અન્ય સ્મારકો હજી પણ પ્રવાસીઓ માટે બંધ જ રહેશે.

6 જુલાઈ 2020, સોમવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો

ગુજરાતમાં સતત બીજે દિવસે 700થી વધારે કેસ - 5 જુલાઈ સુધીની અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારની અખબારી યાદી મુજબ રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે શનિવારે 725 નવા દરદીઓ નોંધાયા છે. ગુજરાતમાં સંક્રમિત દરદીઓની કુલ સંખ્યા 36 હજારને પાર પહોંચી છે. રાજ્યોમાં છેલ્લાં 24 કલાકમાં 18 દરદીઓના મૃત્યુ થયા છે.
શનિવારે રાજ્યમાંથી 486 દરદીઓ સાજાં થતાં તેમને રજા આપવામાં આવી છે.
સુરતમાં આજે 254 કેસ નવા નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 177 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 64 કેસ નોંધાયા છે.

દેશની અપડેટ્સ

- બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. તેઓ એક કોરોના પૉઝિટિવ જણાયેલા નેતા સાથે મંચ પર હોવાની જાણ થયા બાદ તેમનું પરીક્ષણ કરાયું હતું.
- પંજાબમાં યુનિવર્સિટી અને કૉલેજોની પરીક્ષા કોવિડ-19ની મહામારીની સ્થિતિને કારણે મોકૂફ રાખવામાં આવી છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર રાજ્યના મુખ્ય મંત્રી અમરિંદર સિંઘે જણાવ્યું કે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પરિણામને આધારે આગલા વર્ષમાં પ્રવેશ અપાશે. સાથે જ પછીથી પરીક્ષા આયોજિત કરવાનો વિકલ્પ પણ ખુલ્લો હોવાનું તેમણે જણાવ્યું.
- પૂણેના મેયર મુરલીધર મોહોલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
- ચેન્નાઈમાં લૉકડાઉન હળવું કરવાની રાજ્યના મુખ્ય મંત્રી કે પલાનીસ્વામીએ જાહેરાત કરી. જોકે મદુરાઈ અને નજીકના વિસ્તારોમાં લૉકડાઉનના કડક પ્રતિબંધો 12 જુલાઈ સુધી લંબાવાયા છે.
- ઓડિશા સરકારે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લેતાં પરંપરાગત કાવડયાત્રા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું રાજ્યના સંબંધિત અધિકારીએ જણાવ્યું છે.
દુનિયાભરમાં 24 કલાકમાં નોંધાયેલા કેસમાં રેકર્ડ વધારો

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં કોવિડ-19 સંક્રમણના કેસમાં રેકર્ડ વધારો નોંધાયો છે.
WHOએ કહ્યું કે શનિવારે દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના 2,12,326 નવા કેસ નોંધાયા છે.
આ પહેલાં 28મી જૂને 1,89,077 નવા કેસ નોંધાયા હતા.
અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં સંક્રમણના કેસોની સંખ્યા સૌથી વધારે નોંધાઈ છે.
જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે દરરોજ મૃત્યુઆંક સ્થિર (5,000) રહ્યો છે.

5 જુલાઈ 2020, રવિવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો

ગુજરાતમાં નવા 712 કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 712 નવા કેસ નોંધાયા છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં લખ્યું છે કે ભારતનાં સાત રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછા કેસ ગુજરાતમાં નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 473 દર્દી સાજાં થતાં તેમને રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 35,398એ પહોંચી છે. રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 8057 છે.
સુરતમાં શનિવારે 253 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 172 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં વણસી રહેલી સ્થિતિને જોતાં શનિવારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સુરત સંદર્ભે વિશેષ જાહેરાતો કરી હતી.

...તો ટેક્સ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગો બંધ કરાશે - વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, ANI
શનિવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે સુરત પહોંચીને સુરત જિલ્લાના અધિકારીઓ તથા સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું, "ટેક્સ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે."
"નિયમ પાલનમાં ચૂક થશે તો આ ઉદ્યોગો બંધ કરાવાશે."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સુરતમાં વધતા જતા કોવિડ-19ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારે સુરત શહેર પર ફોકસ કર્યું છે.
મુખ્ય મંત્રીએ સુરતની સ્થિતિને સુધારવા આ જાહેરાતો કરી:
સુરતમાં નિર્માણાધિન સ્ટેમસેલ-કિડની હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ તરીકે કાર્યરત્ કરવા રાજ્ય સરકાર રૂ.100 કરોડ આપશે.
સુરત માટે વધારાનાં 200 વૅન્ટિલેટર રવિવાર સુધીમાં મોકલાશે.
શહેર અને જિલ્લામાં સર્વેલન્સ વધુ સઘન બનાવવાનું ડિટેઇલ્ડ પ્લાનિંગ થયું છે.
145થી વધુ ધન્વંતરિ રથ સુરત શહેરમાં 500 જેટલાં સ્થળોએ નિયમિત કૅમ્પ કરે છે.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ 30 ધન્વંતરિ રથ કાર્યરત્ કરવા સૂચનો આપવામાં આવ્યાં.

અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટ પર રોક

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી એએનઆી પ્રમાણે છ શહેરોમાંથી કોલકાતા જવા માટે હવે ફ્લાઇટ્સ નહીં મળે.
દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદ, આ છ શહેરોથી કોલકાતા જતી ફ્લાઇટ્સને રોકવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કોલકાતા ઍરપૉર્ટે આપેલી માહિતી પ્રમાણે આ છ શહેરોમાંથી આવતી ફ્લાઇટ્સ પર છઠ્ઠી જુલાઈથી 19 જુલાઈ સુધી રોક લગાવવામાં આવી છે.

આઈટી રિટર્નની તારીખ લંબાવાઈ

ઇમેજ સ્રોત, ANI
ભારત સરકારના ઇન્કમટૅક્સ વિભાગે વર્ષ 2019-20 માટે ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી વધારી દીધી છે.
આ અંગે ઇન્કમટૅક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે કે વર્તમાન સ્થિતિને જોતાં અમે ડેડલાઇન વધારી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે સર્જાયેલી સ્થિતિને પગલે તારીખ લંબાવવામાં આવી છે.
આ અગાઉ 2018-19માં 'સંશોધિત ઇન્કમટૅક્સ રિટર્ન' અંતર્ગત રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 જુલાઈ 2020 કરી દેવાઈ હતી.
આધાર નંબરને પૅન ખાતા સાથે જોડવાની અંતિમ તારીખ પણ 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.

બ્રાઝિલમાં થશે ચીનની રસીની ટ્રાયલ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝિલની આરોગ્ય નિયામક એજન્સીએ શુક્રવારે ચીનના એક વૅક્સિન પ્રોજૅક્ટને પોતાને ત્યાં ક્લિનિકલ ટ્રાયલ માટેની મંજૂરી આપી દીધી છે. આ ક્લિનિકલ ટ્રાયલમાં ચીની કંપની સિનોવેક અને બ્રાઝિલની એક એજન્સી સામેલ છે.
સમજૂતી હેઠળ સિનોવેક કંપનીને ન માત્રની ટ્રાયલની મંજૂરી અપાઈ છે પણ સાથે જ સ્થાનિક સ્તરે એનું ઉત્પાદન કરવા માટે ટેકનૉલૉજીનું હસ્તાંતરણ પણ કરવામાં આવશે.
સાઓ પાઉલોના ગવર્નર જોઆઓ ડોરિયાએ જણાવ્યું હતું કે આ ક્લિનિકલ ટ્રાયલ માટે 9000 સ્વયંસેવકોએ અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. બ્રાઝિલના છ રાજ્યોમાં ચીનના વૅક્સિન પ્રોજેક્ટની ટ્રાયલ કરવામાં આવશે.
બ્રાઝિલમાં કોરોના સંક્રમણના 15 લાખ નિશ્ચિત મામલાઓ થયા બાદ હવે ચીનના વૅક્સિન પ્રોજેક્ટને ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે.

ભારતમાં એક દિવસમાં 22 હજારથી વધારે કેસ, વિક્રમી ઉછાળો

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 22,771 કેસ નોંધાયા જે અત્યાર સુધીનો સૌથી ઊંચો દૈનિક આંક છે.
આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 6 લાખ 48 હજાર 315 થઈ ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ 2 લાખ 35 હજાર 433 ઍક્ટિવ કેસ છે,જ્યારે કે 3 લાખ 94 હજાર 227 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.
દેશમાં આ મહામારીનો કુલ મૃત્યુઆંક આ આંકડા પ્રમાણે હવે 18,655 છે.
દેશમાં હાલ આ મહામારીમાં રિકવરી રેટ એટલે કે સ્વસ્થ થવાનો દર સુધરીને 60.80 ટકા થયો છે એમ સરકારના આંકડા જણાવે છે.

દુનિયાભરમાં સંક્રમણના કેસ 1 કરોડ 10 લાખને પાર

ઇમેજ સ્રોત, Getty Images
જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીની વેબસાઇટના ડૅશ-બૉર્ડના આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ વધીને 1 કરોડ 10 લાખ 47 હજારને પાર થઈ ગયા છે. તો આ મહામારીનો વૈશ્વિક મૃત્યુઆંક વધીને 5 લાખ 23 હજારથી વધુ થઈ ગયો છે.
અમેરિકા આ મહામારીથી દુનિયાનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકામાં સંક્રમણના કેસોની સંખ્યા 27 લાખ 88 હજારથી વધુ છે. અમેરિકામાં અત્યાર સુધી સંક્રમણને કારણે લગભગ 1 લાખ 30 હજાર લોકોનાં મૃત્યુ થયા છે.
સંક્રમણની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ બીજા અને રશિયા ત્રીજા સ્થાને છે. ત્યાં જ ભારત સંક્રમણના આધારે ચોથો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. તો પાંચમા સ્થાન પર દક્ષિણ અમેરિકી દેશ પેરુ છે. પેરુમાં સંક્રમણના કુલ 2 લાખ 95 હજાર કેસ છે. પેરુમાં મૃત્યુઆંક 10,000થી વધી ગયો છે. સંક્રમણના મામલે પેરુ હવે બ્રિટનથી પણ આગળ નીકળી ગયું છે.

ભારતની સ્થિતિ
સમાચાર સંસ્થા પીટીઆઇ અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલયે મંત્રાલયે જાહેર કર્યું છે કે હાલની કોવિડ-19ની મહામારીને જોતા મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET મુલતવી રાખી 13 સપ્ટેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે. JEE-મેઇન્સની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે તો હાલની કોવિડ-19ની મહામારીની સ્થિતિને કારણે JEE-એડવાન્સની પરીક્ષાની તારીખ લંબાવીને 27 સપ્ટેમ્બર કરાઈ છે.
મુંબઈમાં પાછલા 24 કલાકમાં 73 સંક્રમિતોનાં મૃત્યુ થતા શહેરમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 4,759 પર પહોંચ્યો છે. નવા 1372 કેસ સાથે મુંબઈમાં સંક્રમિતોનો કુલ આંક 81,634 થયો છે. મહારાષ્ટ્રમાં નવા 6364 કેસ સાથે સંક્રમણનો કુલ આંક 1 લાખ 92 હજાર 990 પર પહોંચ્યો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં વધુ 198 સંક્રમિતોનાં મૃત્યુ થતા મહામારીનો મૃત્યુઆંક 8376 થયો છે.
કેરળમાં ગઇકાલે કોરોના વાઇરસ સંક્રમણના વધુ 211 કેસ નોંઘાયા જે રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક આંક છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા આ સાથે 4,964 થઈ ગઈ છે જ્યારે કે ઍક્ટિવ કેસ 2,098 છે.
ઉત્તર પ્રદેશમાં ગઇકાલે સંક્રમણના નવા 972 કેસ નોંધાયા જે રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક આંક છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં વધુ 14 સંક્રમિતોનાં મૃત્યુ સાથે મહામારીનો કુલ મૃત્યુઆંક 749 થઈ ગયો છે. યુપીમાં હાલ ઍક્ટિવ કેસ 7451 જ્યારે કુલ કેસ 25,797 થયા છે.
પશ્ચિમ બંગાળમાં પણ પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણનો અત્યાર સુધીનો સૌથી ઊંચો દૈનિક આંક નોંધાયો. નવા 669 કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 20,000ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી મહામારીથી 717 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઓડિશા સરકારે ખાનગી લૅબોરેટરીમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટેનો દર 2200 રૂપિયા નિર્ધારિત કર્યો છે.
ઝારખંડ હાઇકોર્ટે રાજ્યમાં દેવઘરના શ્રાવણી મેળાને આયોજિત કરવા પર મનાઈ ફરમાવી છે. હાઇકોર્ટે આ સાથે રાજ્ય સરકારને કહ્યું છે કે શ્રધ્ધાળુઓ માટે વર્ચ્યુઅલ પ્રાર્થનાની વ્યવસ્થા કરવામાં આવે.

4 જુલાઈ 2020, શનિવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો

ગુજરાતમાં મૃત્યુનો આંક 1900ને પાર, વધુ 18 મૃત્યુ નોંધાયા

ઇમેજ સ્રોત, Reuters
ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળ જોવા મળ્યો છે, ગત 24 કલાક દરમિયાન જિલ્લામાં 26 નવા કેસ નોંધાયા છે, જ્યારે બે દરદીને રજા મળી છે.
નવા કેસ નોંધાવાની બાબતમાં અમદાવાદ (204), સુરત (204) અને વડોદરા (62) બાદ ચોથા ક્રમે રહ્યું હતું.
રાજ્યમાં વધુ 18 મૃત્યુ સાથે મરણાંક 1906 ઉપર પહોંચી ગયો છે. અમદાવાદ જિલ્લામાં 10 સુરત જિલ્લામાં પાંચ, ખેડામાં બે જ્યારે પંચમહાલમાં એક મૃત્યુ નોંધાયાં છે.
7778 દરદી સામાન્ય અવસ્થામાં અને 61 વૅન્ટિલેટર ઉપર એમ કુલ 7839 ઍક્ટિવ કેસ છે. 687 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 340 પેશન્ટને રજા મળી છે.
રાજ્યમાં કુલ 24 હજાર 941પેશન્ટને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

કોરોનાની નાગચૂડમાં વસાહત

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકામાં લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે પણ ત્યાંની ગરીબ વસાહતોમાં હજી પણ કોરોના વાઇરસ પ્રસરી રહ્યો છે.
કૅપટાઉનની એક વસાહતમાં રહેતા લોકો અને ડૉક્ટરોએ બીબીસી સંવાદદાતા એંડ્ર્યુ હાર્ડિંગને કહ્યું છે કે તેમને બહું મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
એરિક ગ્રોમેરે નામના એક ડૉક્ટરે કહ્યું, "અહીં વાઇરસ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. આ વિસ્તારની હૉસ્પિટલ્સ સ્થિતિને સંભાળી નહીં શકે."
ડૉક્ટરનું કહેવું છે કે 'ગંભીર દર્દીઓને હંગામી સ્વાસ્થ્યકેન્દ્રના એક ભાગમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમનું મોત લગભગ નક્કી જ છે.'

દેશમાં એક જ દિવસમાં 20,903 કેસનો નવો વિક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં ગઈ કાલે એક જ દિવસમાં નવા 20,903 કેસ નોંધાયા છે જે એક દિવસમાં દેશમાં અત્યાર સુધી નોંધાયેલ કેસોની સૌથી વધુ સંખ્યા છે.
આ સાથે દેશમાં સંક્રમિતોનો કુલ આંક 6 લાખ 25 હજાર 544 થઈ ગયો છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આપેલા સ્વાસ્થ્યમંત્રાલયના આંકડા અનુસાર દેશમાં હાલ 2 લાખ 2 હજાર 439 ઍક્ટિવ કેસ છે જ્યારે કે 3 લાખ 79 હજાર 891 દરદીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
દેશમાં મહામારીનો કુલ મૃત્યુઆંક 18,213 થયો છે.જેમાં પાછલા 24 કલાકમાં જ 379 મૃત્યુ થયાં છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં 2 લાખ 41 હજાર 576 નમૂનાઓનાં પરીક્ષણ કરાયાં અને આ સાથે દેશમાં કુલ પરીક્ષણની સંખ્યા 92 લાખ 97 હજાર 749 થઈ છે.

ભારત, પાકિસ્તાન અને ઇજિપ્તની જૅનિરક કંપનીઓ બનાવશે દવા

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકન ફાર્મા કંપની ગિલિયાડ કોવિડ-19ની સારવાર માટે કારગત નીવડેલી રૅમડેસિવિર દવાનું આગામી ત્રણ મહિના માટે જેટલું પણ ઉત્પાન કરશે, અમેરિકાએ લગભગ તમામ જથ્થો ખરીદી લેવાનો સોદો પહેલાંથી જ કરી લીધો છે.
જોકે, ભારત, પાકિસ્તાન અને ઇજિપ્તમાં કેટલીક દવાનિર્માતા કંપનીઓને રૅમડેસિવિરના જૅનરિક વર્ઝનનું ઉત્પાદન કરવાનું લાયસન્સ અપાયું છે.
અત્યાર સુધીના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે રૅમડિસિવિરના ઉપયોગથી દરદીઓ જલદીથી સાજા થઈ રહ્યા છે.
જોકે, એ સ્પષ્ટ નથી કે ચેપગ્રસ્ત વ્યક્તિના જીવિત બચવાની સંભાવના આ દવાથી કઈ હદ સુધી વધી જાય છે.

3 જુલાઈ 2020, શુક્રવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ અહીં મેળવી શકશો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા કેસ, 19નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, SAMIR JANA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 681 કેસ નોંધાયા છે.
આ સાથે જ રાજ્યમાં સંક્રમિતો પૈકી 19 લોકોનાં મૃત્યુ થયાં છે.
રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં થઈને કુલ 563 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં 202 નોંધાયા છે.
આ પછી 191 કેસ સુરત શહેરમાં નોંધાયા છે, જ્યારે 36 કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે.
આ ઉપરાંત 46 કેસ વડોદરા શહેરમાં પણ નોંધાયા છે.

અમેરિકામાં મહામારીની ભીષણ સ્થિતિનો ખતરો - ડૉ. ફાઉચી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં મહામારી અને સંલગ્ન રોગોના સૌથી નિષ્ણાત મનાતા ડૉક્ટર એન્થની ફાઉચીએ કોરોના વાઇરસના સંક્રમણ અંગે ચેતવણી આપી છે.
તેમણે કહ્યું છે કે કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં તાજેતરમાં જે વૃદ્ધિ થઈ છે, જો તેને કાબૂમાં લેવામાં નહીં આવે તો અમેરિકા સામે મહામારીનો બહુ મોટો ખતરો ઊભો થશે.
તેમણે અમેરિકામાં વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે બીબીસી રેડિયો ફોરને કહ્યું, "જ્યાં સુધી કોરોના વાઇરસના સંક્રમણ અને એના મૃત્યુઆંકની વાત છે, તો અન્ય કોઈ પણ દેશની તુલનામાં આપણે ખરાબ રીતે અસરગ્રસ્ત છીએ."
"સરકારી કામકાજને ફરીથી શરૂ કરવાની અને સામાન્ય દિવસોની જેમ સ્થિતિ પાટે લાવવાની મથામણમાં પરોવાયેલા છીએ, એ વચ્ચે અલગ-અલગ રાજ્યોમાં સંક્રમણ પૂરઝડપે વધ્યું છે. જે ચિંતાની બાબત છે."
"આપણે સ્થિતિ પર કાબૂ મેળવવો જ પડશે, નહીં તો અમેરિકાની સામે મહામારીનું આનાથી પણ ભીષણ સ્વરૂપ હશે."

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા છ લાખને પાર

ઇમેજ સ્રોત, EPA
ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા છ લાખને પાર પહોંચી ગઈ છે. તો દેશમાં કોવિડ-19ને લીધે 17,834 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 19,148 નવા મામલા નોંધાયા. પાંચ દિવસ પહેલાં ભારતમાં ચેપગ્રસ્ત દરદીઓના આંકે પાંચ લાખનો આંકડો પાર કર્યો હતો.
ગુરુવારે સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને 604,641 થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં 434 લોકોનાં મૃત્યુ થયાં છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર ભારતમાં એક તરફ લૉકડાઉનના નિયમોમાં રાહત અપાઈ રહી છે. બીજી તરફ તંત્ર મહામારીને ફેલાતી અટકાવવા માટેની લડાઈ લડી રહ્યું છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વૅક્સિનની ટ્રાયલે આશા જગાવી

ઇમેજ સ્રોત, Reuters
બ્રિટનમાં એક સંસદીય સુનાવણી દરમિયાન સરકારી સમિતિએ જણાવ્યું છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંભવિત કોવિડ-19 વૅક્સિનની ટ્રાયલનાં સકારાત્મક પરિણામો જોવાં મળ્યાં છે.
આ ટ્રાયલ હવે ક્લિનિકલ સ્ટેજના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે.
યુનિવર્સિટીમાં વૅક્સિનૉલૉજીનાં પ્રોફેસર સારા ગિલિબર્ટે સરકારી સમિતિને જણાવ્યું છે કે ટ્રાયલના આગામી તબક્કા માટે આઠ હજાર સ્વયંસેવકોની નોંધણી કરાઈ છે.
જોકે, આ વૅક્સિન ક્યારે તૈયાર થઈ જશે એ હજુ સુધી નથી જણાવાયું
આ વૅક્સિનનું ભવિષ્ય ટ્રાયલનાં પરિણામો પર આધારીત હશે.

2 જુલાઈ 2020, ગુરુવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ અહીં મેળવી શકશો

ગુજરાતમાં કોરોનાને માત આપનારાઓની સંખ્યા 24 હજારને પાર

ઇમેજ સ્રોત, Sanjay Das
ગુજરાતમાં કોરોનાનો ચેપ લાગ્યા બાદ રોગમુક્ત થનારાઓની સંખ્યા 24 હજારને પાર પહોંચી (24,038) ગઈ છે, 24 કલાક દરમિયાન વધુ 368 દરદીને રજા આપવામાં આવી હતી.
આ ગાળા દરમિયાન ગુજરાતમાં કોવિડ-19ના 675 નવા કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 7,411 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 63ની સ્થિતિ ગંભીર હોય તેમને વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે અને 7,348 કેસ સામાન્ય અવસ્થામાં છે.
રાજ્યમાં 21 દરદી કોરોના સામેનો જંગ હારી ગયા છે, જેમાં અમદાવાદ (આઠ) અને સુરત જિલ્લો (5) અગ્રેસર છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1869 ઉપર પહોંચી ગયો છે. સુરત જિલ્લામાં 201 અને અમદાવાદ જિલ્લામાં 215 નવા કેસ નોંધાયા છે.
રાજ્ય સરકારે અંતરિયાળ વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં તથા મહાનગરપાલિકાના હદવિસ્તારમાં 'ધનવંતરી રથ' દોડાવવાની જાહેરાત કરી છે.
જેમાં ડૉક્ટર, નર્સ લૅબ ટેકનિશિયન તથા ડ્રાઇવર હશે. આ વાહનમાં તાવ, શરદી, ઝાડા, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને ચામડીના રોગ સહિતના રોગોનું નિદાન અને સારવાર સ્થળ પર જ કરવામાં આવશે. આ 'ધનવંતરી રથ' ફરતો રહેશે.


ગુજરાતમાં યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

ઇમેજ સ્રોત, Twitter/@GTU
ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટીની જાહેર થયેલી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે.
આ સાથે જ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ મોકૂફ જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે GTUની પરીક્ષા યોજવાના નિર્ણયને પગલે વિવાદ સર્જાયો હતો.
આ નિર્ણયનો GTUના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર વિરોધ પણ કર્યો હતો.

તમામ રૅમડેસિવિર દવા અમેરિકાએ ખરીદી લીધી

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે તેણે 'કોરોના વાઇરસની સારવારમાં કારગત નીવડેલી દવા રૅમડેસિવિરના લગભગ પાંચ લાખ ડોઝનો સોદો કરી લીધો છે.'
ટ્રમ્પ સરકારને આને એક 'શ્રેષ્ઠ સોદો' ગણાવતાં કહ્યું છે કે 'દવાનિર્માતા કંપની ગિલીડ સાયન્સીઝ જૂલાઈમાં રૅમડિસિવિરનું જેટલું પણ ઉત્પાદન કરશે, એ બધુ જ અમેરિકાએ ખરીદી લીધું છે. સાથે જ ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં થનારું 90 ટકા ઉત્પાદન પણ અમેરિકાએ ખરીદી લીધું છે.'
દવાનિર્માતા કંપની સાથે મળીને અમેરિકન વિશેષજ્ઞોએ એ વાતની જાણકારી મેળવી હતી કે 'રૅમડિસિવિર કોવિડ-19થી ગ્રસ્ત દરદીને વહેલા સાજા થવામાં મદદ કરે છે.'
રૅમડેસિવિર એક ઍન્ટી-વાઇરલ દવા છે, જેનો ઉપયોગ ઈબોલાના સંક્રમણ વખતે કરાયો હતો.
જોકે, ક્લિનિકલ ટ્રાયલમાં એ જાણવા મળ્યું હતું કે આ દવાનો ઉપયોગ કોરોના વાઇરસના ઉપયોગથી કોરોના વાઇરસના ચેપગ્રસ્તનો સંપૂર્ણ રીતે સાજા થવાનો સમય 15 દિવસથી ઘટાડીને 11 દિવસ રહી ગયો છે.
જાણકારો અનુસાર એક દરદીની સંપૂર્ણ સારવાર પાછળ રૅમડેસિવિરની સરેરાશ 6.25 વાયલ એટલે કે શીશી લાગે છે.
દવાનિર્માતા કંપનીએ એવું પણ જણાવ્યું કે થોડા સમય પહેલાં તેણે દક્ષિણ કોરિયામાં રૅમડેસિવિર દવા દાન કરી હતી, જે ત્યાંની હૉસ્પિટલોમાં વહેચવાનું શરૂ થઈ ગયું છે.

પાકિસ્તાનની શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, SUNIL GHOSH/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 18,653 નવા મામલા સામે આવ્યા છે અને 507 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોરોનાને લીધે કોઈ એક દિવસે થયેલાં આ અત્યાર સુધીનાં સૌથી વધુ મૃત્યુ છે.
મંત્રાલય અનુસાર અત્યાર સુધી 17,400 લોકોનાં આ મહામારીના લીધે મૃત્યુ થઈ ચૂક્યાં છે.
દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ચેપગ્રસ્ત કેસનો કૂલ આંક 85,493 છે. જેમાંથી 2,20,114 નિષ્ક્રિય છે. જ્યારે 3,47,979 લોકો સારવાર બાદ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે મંગળવારે કોરોના વાઇરસના 2,17,931 સૅમ્પલ લેવાયા અને 30 જૂન સુધી 86,26,585 સૅમ્પલ લેવાયા છે.

પાકિસ્તાનની શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, pakistan government
પાકિસ્તાનમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના 4,133 નવા કેસો સામે આવ્યા છે અને 91 લોકોનાં મૃત્યુ થયાં છે.
પાકિસ્તાન સરકાર અનુસાર અત્યાર સુધીમાં દેશમાં 2,13,470 મામલા નોંધાયા છે અને 4395 લોકોનાં મૃત્યુ થયાં છે.
પાકિસ્તાનમાં કોરોના વાઇરસના સૌથી વધુ મામલા પંજાબ અને સિંધ પ્રાંતમાં નોંધાયા છે.
આરોગ્યવિભાગના જણાવ્યા અનુસાર અહીં દરરોજ 20 હજારથી વધુ સૅમ્પલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
એવું પણ જણાવાઈ રહ્યું છે કે ચેપગ્રસ્ત લોકોમાંથી એક લાખ કરતાં વધુ લોકો સારવાર બાદ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.

મૅલબર્નમાં ફરીથી લૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટાવવા માટે ઑસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મૅલબર્નમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર બુધવારે રાતે 12 વાગ્યાથી આ લૉકડાઉન અમલમાં આવશે.
આ નિર્ણય ત્યારે લેવાયો છે કે જ્યારે ઑસ્ટ્રેલિયાએ નાટકીય રીતે દેશનાં અન્ય મોટાં શહેરોમાંથી મોટા ભાગના પ્રતબિંધો હઠાવી લીધા છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર મૅલબર્નમાં રહેતા લગભગ ત્રણ લાખ વીસ હજાર લોકોને કહેવાયું છે કે બહુ જરૂરી હોય ત્યારે જ તેઓ ઘરની બહાર નીકળે, બાકી ઘરે જ રહે.
ચાર સપ્તાહ માટે આ લૉકડાઉન લાગુ કરાઈ રહ્યું છે. જોકે, આ દરમિયાન શાળા-કાર્યાલય જવાઆવવા પર, ખાવા-પીવાનો સામાન લેવા પર અને આરોગ્યકર્મીઓની આવ-જા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાનો રહેશે.
મૅલબર્ન જનારી તમામ ફ્લાઇટો પણ રદ કરી દેવાઈ છે.
સરકારી ડેટા અનુસાર ઑસ્ટ્રેલિયામાં અત્યાર સુધી કોરોના વાઇરસના 7,900 કેસોની પુષ્ટિ થઈ છે. જ્યારે 104 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં તૈયાર થયેલી વૅક્સિનના માનવપરીક્ષણ માટેની તૈયારી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કોરોના વાઇરસની રસીને શોધમાં વૈશ્વિક હોડ લાગેલી છે અને એમાં ભારત પણ હવે બાકાત નથી.
ભારતમાં આ વાઇરસ વિરુદ્ધ તૈયાર કરાયેલી રસીનું માનવપરીક્ષણ શરૂ કરવાની તૈયાર આરંભી દેવાઈ છે.
જુલાઈ મહિનામાં ભારતના કેટલાક વૉલેન્ટિયર્સને ભારતમાં જ વિકસિત થયેલી કોરોના વાઇરસની રસી આપવામાં આવશે.
આ રસીને હૈદરાબાદની એક કંપની 'ભારત બાયૉટેક'એ તૈયાર કરી છે.
કંપનીએ એ દાવો કર્યો છે કે આ રસીનું માનવપરીક્ષણ ટૂંક સમયમયાં જ શરૂ કરવામાં આવશે.

કોરોના વાઇરસ : અમેરિકામાં દરરોજ એક લાખ કેસોની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
સંક્રમક રોગોના નિષ્ણાત ડૉક્ટર ફાઉચીએ ચેતવણી આપી છે કે અમેરિકામાં વાઇરસ હજી કાબૂમાં નથી આવ્યો અને દરરોજ એક લાખ સુધી કેસ આવી શકે છે. એમણે કહ્યું કે લોકોએ સામાજિક અંતર જાળવવાના નિયમનું પાલન ન કર્યું અને માસ્ક પહેરવાનું શરૂ ન કર્યું તો પ્રતિદિન કેસનો આંક એક લાખ પર જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલ દરરોજ 40 હજાર જેટલા કેસ સામે આવે છે. સંક્રમણને મામલે અમેરિકા પછી બ્રાઝિલ છે, પછી રશિયા છે અને ભારત ચોથે સ્થાને છે.
ચીનમાં વૈજ્ઞાનિકોએ એક નવા ફ્લૂની ઓળખ કરી છે જે મહામારી બની શકે એવી પ્રબળ આશંકા છે.

1 જુલાઈ 2020, બુધવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.

30 જૂન - ગુજરાતમાં ચેપગ્રસ્તોનો આંક 32 હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 620 કેસો નોંધાયા છે અને વધુ 20 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગના આંકડા અનુસાર આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 32,446 થઈ ગયો છે. જ્યારે કુલ મૃતાંક 1,848 થઈ ગયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

જાપાનમાં વૅક્સિનની ટ્રાયલ શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલ સ્ટાર્ટઅપ ઍન્જેસે જણાવ્યું છે કે તેણે મનુષ્યો પર કોરોના વાયરસની સંભવિત રસીનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. જાપાનમાં આ પ્રકારનું આ પ્રથમ પરીક્ષણ છે.
આ સંભવિત રસી ડીએનએ ટેકનૉલૉજી પર આધારિત છે, જે દર્દીઓમાં રોગપ્રતિકારક પ્રતિસાદને જન્માવે છે. આને સરળતાથી મોટા પાયે તૈયાર પણ કરી શકાય છે.
કંપનીએ કહ્યું છે કે ઓસાકા સિટી યુનિવર્સિટી હૉસ્પિટલમાં 31 જુલાઈ 2021 સુધી ટ્રાયલ ચાલુ રહેશે.
દરમિયાન, ભારતમાં પણ વધુ એક રસીનું માણસો ઉપર પરીક્ષણ શરૂ થઈ ગયું છે. WHO અનુસાર હાલમાં આખા વિશ્વમાં 150 રસી ઉપર કામ ચાલી રહ્યું છે.

ભારતની પહેલી કોરોના વાઇરસ વૅક્સિનનું જુલાઈમાં માનવપરીક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ભારતની પહેલી વૅક્સિનનું માનવપરીક્ષણ પરીક્ષણ જુલાઈ મહિનામાં થશે.
ભારતમાં જ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટૅક દ્વારા નિર્મિત કોવાક્ષિન વૅકિસનના પ્રથમ તબક્કાના માનવપરીક્ષણ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળી ગઈ છે.
આ વૅક્સિનનું પ્રાણીઓ પરનું પરીક્ષણ સફળ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોનાની વૅક્સિન માટે 120થી વધારે સંશોધનો ચાલી રહ્યા છે અને ભારતમાં પણ ગુજરાતની કેડિલા સહિત અનેક કંપનીઓ સંશોધનમાં લાગેલી છે.
દુનિયામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસો 10, 199,798 થઈ ગયા છે અને મરણાંક પાંચ લાખને પાર કરી ગયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,522 નવા કેસો સામે આવ્યા છે અને 418 લોકોનાં મૃત્યુ થયા છે.
આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં કુલ કોરોના કેસોની સંખ્યા પાંચ લાખ 66 હજાર 840 થઈ છે. આ પૈકી બે લાખ 15 હજાર 125 ઍક્ટિવ કેસ છે અને 3 લાખ 34 હજાર 822 દરદીઓ સાજા થયેલા છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી 16893 લોકોનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 30195 થઈ ગયો છે. જ્યારે મૃતાંક 1828 થયો છે.

શું છે દુનિયાની સ્થિતિ?
અમેરિકામાં અત્યાર સુધી 25 લાખ 64 હજારથી વધુ લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે જ્યારે કે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1 લાખ 25 હજારથી વધુ છે.
બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા 13 લાખ 44 હજાર 140થી વધુ છે અહીં કુલ મૃત્યુઆંક 57000ને પાર પહોંચી ચૂક્યો છે.
બ્રિટનમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો કુલ આંક હવે 3 લાખ 13 હજાર 4 પર પહોંચી ગયો છે.
ન્યૂ યૉર્કના ગવર્નર ઍન્ડ્રુ કૂમોએ સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવાની અપીલ કરી જે હેઠળ લોકો માટે સાર્વજનિક જગ્યા ઉપર માસ્ક પહેરવાનું અનિવાર્ય કરવામાં આવે.
સાર્વજનિક જગ્યા ઉપર પોતે માસ્ક ન પહેરનારા આ રાષ્ટ્રપતિને ગવર્નર કૂમોએ કહ્યું કે તેઓ લોકો માટે ઉદાહરણ બને અને કોરોનાનાં મામલાને વધતા રોકવા માટે પોતે માસ્ક પહેરે.
અમેરિકાની લૉસ ઍન્જેલસ કાઉન્ટીમાં સોમવારે એક દિવસમાં 3000 નવા મામલાઓ સામે આવતાં ચિંતા વધી છે. આ સાથે જ અહીં કુલ કેસની સંખ્યા 1 લાખથી વધી ગઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે જલદી જ ત્યાં એવી સ્થિતિ ઊભી થઈ જશે જેમાં હૉસ્પિટલોમાં જગ્યા નહીં વધે.

ભરતસિંહ સોલંકીને વડોદરાથી અમદાવાદ શિફ્ટ કરાયા

ઇમેજ સ્રોત, @BHARATSOLANKEE/TWITTER
ભરતસિંહ સોલંકીની તબિયત વધુ ખરાબ થતાં ગઈકાલે અમદાવાદની ખાનગી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.
વરિષ્ઠ કૉંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીને કોરોના વાઇરસથી સંક્રમિત છે અને તેમને વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો.

મહામારીનો ખરાબ સમય આવવાનો હજી બાકી છે- WHO

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારે કહ્યું છે કે તે વાઇરસના સ્રોતની શોધ કરવા માટે તેની એક ટીમ ચીન મોકલી રહ્યું છે. એ સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-19ના રાજનીતિકરણ અને તેના મામલે વિખરાયેલી દુનિયા અંગે ફરી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આનો ખરાબ સમય હજી આવવાનો બાકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ આવતા અઠવાડિયે ચીનની મુલાકાત લેશે.

ભારતની આજની સ્થિતિ
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા જણાવી રહ્યા છે કે દેશમાં હાલ ઍક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 15 હજાર 125 છે જ્યારે કે 3 લાખ 34 હજાર 822 સંક્રમિતો સારવાર બાદ સ્વસ્થ થયા છે.
તો ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે આપેલા આંકડા પ્રમાણે દેશમાં ગઈ કાલે 2 લાખ 10 હજાર 292 પરીક્ષણ કરવામાં આવ્યાં. દેશમાં કોરોના વાઇરસ માટે અત્યાર સુધી થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા આ સાથે 86 લાખ 8 હજાર 654 થઈ છે.
મુંબઈમાં પાછલા 24 કલાકમાં 92 સંક્રમિતોનું મૃત્ય થતા શહેરમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 4461 થયો છે. મુંબઈમાં વધુ 1247 કોરોના કેસ સામે આવતા કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 76294 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં નવા 5257 કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 1 લાખ 69 હજાર 883 પર પહોંચ્યો છે. સમાચાર સંસ્થા પીટીઆઇની માહિતી પ્રમાણે રાજ્યમાં 181 સંક્રમિતોએ પાછલા 24 કલાકમાં જીવ ગુમાવતા રાજ્યમાં મહામારીથી મૃત્યઆંક 7610 પર પહોંચી ગયો છે.
મુંબઇના સ્લમ વિસ્તાર ધારાવીમાં કોરોના વાઇરસના નવા 17 કેસ નોંધાતા ધારાવીમાં સંક્રમિતોનો અત્યાર સુધીનો આંક વઘીને 2262 થયો છે. ધારાવીમાં એક સંક્રમિતનું મૃત્યુ થતા આ વિસ્તારમા અત્યાર સુધીના કુલ મૃત્યુની સંખ્યા 82 પર પહોંચી છે.
પશ્ચિમ બંગાળમાં પાછલા 24 કલાકમાં નવા 624 કેસ નોંધાયા જે રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા સંક્રમિતોની નવી વિક્રમી સંખ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 17,907 થયો છે જ્યારે રાજ્યમાં મહામારીનો મૃત્યુ આંક 653 પર પહોંચ્યો છે.
તમિલનાડુ સરકારે ચેન્નાઈ અને મદુરાઈમાં 5 જુલાઈ સુધી કડક લૉકડાઉન અમલમાં રાખવાનાં આદેશ આપ્યા છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલની છૂટ અને પ્રતિબંધો 31 જુલાઇ સુધી યથાવત રહેશે.
કોરોના પૉઝિટિવ બની સ્વસ્થ થયેલા વ્યક્તિ સારવારમાંથી ડિસ્ચાર્જ કરાયાના 28 દિવસ અથવા હોમ આઇસોલેશન પૂરુ થયાના 28 દિવસ બાદ જ પોતાનું લોહી આપી શકશે એમ નૅશનલ બ્લડ ટ્રાન્સફ્યુશન કાઉન્સિલે (NBTC)એ તેની નવી ગાઇડ લાઇન્સમાં જણાવ્યું છે.


30 જૂન 2020, મંગળવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.

29 જૂન સુધીની અપડેટ - ગુજરાતમાં 24 કલાકમાં નવા 626 કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 626 કેસો સામે આવ્યા છે.
આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર આમાથી 618 રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી છે, જ્યારે આઠ દરદી અન્ય રાજ્યના છે.
આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 30195 થઈ ગયો છે. જ્યારે મૃતાંક 1828 થયો છે.

કોરોના અપડેટ : ચીને ચાર લાખ લોકોને લૉકડાઉન કર્યા
કોરોનાના કેટલાક કિસ્સાને ધ્યાનમાં રાખીને ચીને રાજધાની બેઇજિંગ નજીક હેબઈ પ્રાંતમાં કડક લૉકડાઉન લગાવી દીધું છે.
આ લોકડાઉનથી લગભગ ચાર લાખ લોકો પ્રભાવિત થશે. રાજધાની બેઇજિંગ નજીક હેબઈ પ્રાંતના અંશીનમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
2019ના અંતમાં કોરોનાનો ચેપ ચીનથી શરૂ થયો હતો પરંતુ ત્યારબાદ ચીનમાં કોરોના થોડાં જ કેસ નોંધાયા છે.
પરંતુ ચેપના બીજા તબક્કાની સંભાવનાને જોતા કોરોનાના થોડાક કેસોથી પણ સરકાર ચેતી જાય છે અને ચીનના આરોગ્ય અધિકારીઓ તેને ખૂબ ગંભીરતાથી લે છે.

યુએઈએ પાકિસ્તાનની ફ્લાઇટ સ્થગિત કરી

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડથી વધી ગઈ છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશ-બૉર્ડ પ્રમાણે વિશ્વભરમાં સંક્રમિતની કુલ સંખ્યા હવે 1 કરોડ 70 હજાર 339 થઈ ગઈ છે.
કોરોના વાઇરસ મહામારીની ઝપેટમાં અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર સૌથી વધુ 1 લાખ 25 હજાર 763 લોકોનાં મૃત્યુ અમેરિકામાં થયા છે.
આશંકા છે કે અલગ-અલગ પરિભાષાઓ, ટેસ્ટિંગ રેટ, મોડું અને સંદિગ્ધ અંડર રિપોર્ટિંગને કારણે સંક્રમિત અને મૃત્યુ પામનારાઓની સાચી સંખ્યા બતાવાઈ રહેલા આંકડા કરતાં પણ વધારે હોઈ શકે છે.
અમેરિકામાં નિશ્ચિત સંક્રમિતોની સંખ્યા 25 લાખને પાર થઈ ગઈ છે. દેશના સ્વાસ્થ્ય સચિવ એલેક્સ અજારે ચેતવણી આપી છે કે દેશ સામે કોરોના વાઇરસને અસરકારક રીતે રોકવા માટે પગલાં લેવાની તકો ઓછી થઈ રહી છે.
સંયુક્ત આરબ અમીરાતના જનરલ સિવિલ એવિએશન ઑથોરિટીએ પાકિસ્તાન સાથેની હવાઈ સેવા સ્થગિત કરવાની જાહેરાત કરી છે આમાં ટ્રાન્ઝિટ ફ્લાઇટ પણ સામેલ છે. યુ.એ.ઈ.એ કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સંયુક્ત આરબ અમીરાતના રૂટમાં આવનારા તમામ મુસાફરો માટે કોવિ઼ડ-19ની તપાસની વ્યવસ્થા ન કરી લે ત્યાં સુધી હવાઈસેવા સ્થગિત રહેશે.
બ્રાઝિલમાં 57,070 અને બ્રિટનમાં લગભગ 43,634 લોકોનાં મૃત્યુ આ મહામારીને કારણે થયા છે.
બ્રાઝિલનાં સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાણકારી આપી હતી કે 24 કલાકમાં કોરોનાના 30,476 નવા કેસ નોંધાયા અને 552 લોકોનાં મૃત્યુ થયા. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ મામલા 13 લાખ 44 હજાર 143 છે.

રાજ્યોની અપડેટ
દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 2889 કેસ સાથે રાજધાનીમાં સંક્રમિતોનો કુલ આંક 83 હજારને પાર પહોંચી ગયો છે અને મહામારીથી મૃત્યુ આંક 2623 થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં રવિવારે વધુ 5493 કેસ નોંધાતા રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 64 હજાર 626 થઇ ગઈ છે, તો મૃત્યુઆંક વધીને 7,429 થયો છે.
પશ્ચિમ બંગાળમાં રવિવારે નવા 572 કેસ નોંધાયા જે રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલો અત્યાર સુધીનો સૌથી ઊચો આંક હતો. આ સાથે પશ્ચિમ બંગાળમાં સંક્રમિતોની કુલ સંખ્યા 17,283 થઈ છે. વધુ 10 મૃત્યુ સાથે મૃત્યુ મરણાંક 639 થઈ ગયો છે.
કેરળમાં રવિવારે બે ડૉકટર અને ત્રણ સ્વાસ્થ્યકર્મી સહિત નવા 118 કોરોના વાઇરસ સંક્રમિતો નોંધાયા. સમાચાર સંસ્થા પીટીઆઇ અનુસાર રાજ્યના આરોગ્ય મંત્રી કે. કે. શૈલજાએ આ માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4.189 થઈ ગઈ છે.

સુરતમાં વધતું સંક્રમણ, 174 નવા કેસ નોંધાયા

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના સંક્રમણના કેસ ગુજરાતમાં સતત વધી રહેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 624 કેસ નોંધાયા છે.
જે પૈકી 198 કેસ અમદાવાદમાં અને 174 કેસ સુરત શહેરમાં નોંધાયા છે.
છેલ્લા અઠવાડિયામાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધાયેલા વધારાને જોતાં લાગે છે કે સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અમદાવાદ જેવી થવા જઈ રહી છે.
જેને ધ્યાને લઈને સુરતનાં ડાયમંડયુનિટોમાં કામ કરતાં રત્નકલાકારોનું સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે 21 ટીમ દ્વારા 146 ડાયમંડયુનિટમાં 17,105 કારીગરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 391 કોરોના વાઇરસના સંક્રમિતોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

વિશ્વમાં એક કરોડથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં

ઇમેજ સ્રોત, EPA/STEPHANIE LECOCQ
વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા એક કરોડને પાર પહોંચી છે.
જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે વિશ્વમાં હવે કોરોના સંક્રમિતોનો કુલ આંક 1 કરોડ 05 હજાર 970 થઈ ગયો છે. તો કુલ મૃત્યુઆંક પાંચ લાખની નજીક એટલે કે 4 લાખ 99 હજાર 306 થયો છે.
કોરોના વાઇરસ અંગે દેશ-દુનિયાની અપડેટ:
તેલંગણાના મુખ્ય મંત્રીની કચેરીએ જણાવ્યું કે બે-ત્રણ દિવસ પરિસ્થિતિને બારીકાઈથી તપાસ્યા બાદ કૅબિનેટની બેઠક બોલાવી લૉકડાઉન, એના વિકલ્પો અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણય લેવાશે.
રાજસ્થાનમાં કોરોના વાઇરસના સંક્રમણના 175 નવા કેસ નોંઘાયા છે. સાથે જ રાજ્યમાં પાંચ સંક્રમિતોનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 396 થયો છે.
આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 13000ને પાર ગયો છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં 813 નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો દૈનિક આંક નોંધાયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં 29 નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 648 થઈ અને કુલ મૃત્યુઆંક વધીને 11 થયો છે.

બાબા રામદેવ સામે કોરોનાની દવા મામલે પોલીસ ફરિયાદ

ઇમેજ સ્રોત, Getty Images
મંજૂરી વિના જ કોરોના વાઇરસની દવાની જાહેરાત કરવા બદલ બાબા રામદેવ સામે જયપુરમા પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.
સમાચાર સંસ્થા એઅનઆઈ અનુસાર જયપુરના એસીપી અશોક ગુપ્તાએ કહ્યું કે "તેમને બાબા રામદેવ વિરુધ્ધ કોઈ પણ ટ્રાયલ વિના જ કોરોના વાઇરસની દવા વિકસિત કરી હોવાનો દાવો કરવા બદલ અનેક ફરીયાદો મળી હતી. આથી અમે રામદેવ, બાલકૃષ્ણ અને અન્યો વિરુધ્ધ એક ઍડવોકેટે કરેલી ફરીયાદને આધારે કેસ નોંધ્યો છે."
23 જૂને બાબા રામદેવે હરિદ્વારમાં તેમની કંપની પતંજલિ આયુર્વેદના મુખ્યાલયમાં બોલાવેલી પત્રકારપરિષદમાં કોરોના વાઇરસની દવા વિકસિત કરી દીધી હોવાનો દાવો કર્યો હતો.
તેમણે દાવો કર્યો કે તેમની કંપનીએ વિકસતિ કરેલી દવા 'કોરોનિલ ટૅબ્લૅટ' અને 'શ્વાસારી વટી'થી કોરોના વાઇરસના સંક્રમણની બીમારીમાંથી 100 ટકા સ્વસ્થ થઈ શકાય છે.
જો કે તેમની પત્રકારપરિષદના થોડા જ કલાકોમાં કેન્દ્રના આયુષ મંત્રાલયે તેમને આની યોગ્ય માપદંડો પર ચકાસણી ન થાય ત્યાં સુધી દવાનું પ્રમોશન ન કરવાના આદેશ આપ્યા હતા.

શંકરસિંહ વાઘેલા હૉસ્પિટલમાં દાખલ

ઇમેજ સ્રોત, FACEBOOK.COM/PG/SHANKERSINHVAGHELA
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને આજે કોવિડ-19ની સારવાર માટે અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ ગઈ કાલે પૉઝિટિવ આવ્યો હતો.
શંકરસિંહ વાઘેલાને ત્રણ દિવસથી તાવ આવતા તેમનો કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો એમ તેમના મીડિયા ઇન્ચાર્જ પાર્થેશ પેટેલ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રિપોર્ટ પોઝિટિવ આવતા શંકરસિંહ તેમના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાન વસંત વગડોમાં હોમ ક્વોરૅન્ટીન થયા હતા. જોકે, આજે તેમને હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં સૌથી મોટો ઉછાળો, 24 કલાકમાં 19,906 કોરોના કેસ

ઇમેજ સ્રોત, Getty Images
આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે આપેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 19,906 કેસ નોંધાયા છે. જ્યારે 410 લોકોનાં મૃત્યુ થયા છે.
ભારતમાં કુલ કેસની સંખ્યા 5,28,859એ પહોંચી છે. ભારતમાં ઍક્ટિવ કેસની કુલ સંખ્યા 2,03,051 છે. હાલ સુધીમાં 16,095 દરદીઓ મૃત્યુ પામ્યા છે. દેશમાં 3,09,713 દરદીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ નવા 5,318 કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 59 હજાર 933 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં 167 સંક્રમિતોએ જીવ ગુમાવતા રાજ્યમાં મહામારીનો મૃત્યુ આંક 7,273 થયો છે.
દિલ્હીમાં પાછલા 24 કલાકમાં નવા 2948 કેસ નોંઘાયા તો વધુ 66 સંક્રમિતોએ જીવ ગુમાવતા દિલ્હીમાં આ મહામારીનો મૃત્યુઆંક 2,558 પર પહોંચ્યો છે.
તમિલનાડુમાં પણ મહામારીનો મૃત્યઆંક 1000ને પાર થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં વધુ 68 સંક્રમિતોનું મૃત્યુ થતાં રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇસના સંક્રમણ સાથે જીવ ગુમાવનાર દરદીઓની સંખ્યા 1025 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 3,713 નવા કેસ નોંધાતા રાજ્યમાં સંક્રમિતોનો કુલ આંક 78,335 થઈ ગયો છે.
તમિલનાડુ મહારાષ્ટ્ર અને દિલ્હી પછી દેશનું ત્રીજું સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત રાજ્ય છે.
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગર(નોઇડા) જિલ્લામાં સંક્રમિતોનો કુલ આંક 2000ને પાર થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં 21 નવા કેસ મળ્યા તો એક સંક્રમિતનું મૃત્યુ નોંધાયું.
પશ્ચિમ બંગાળમાં પાછલા 24 કલાકમાં 13 સંક્રમિતોનાં મૃત્યુ થતાં રાજ્યમાં મહામારીનો કુલ મૃત્યુઆંક 629 પર પહોંચી ગયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 521 કેસ સાથે અત્યાર સુધી નોંધાયેલા સંક્રમિતોની કુલ સંખ્યા 16,711 થઈ ગઈ છે.
કેરળમાં પાછલા 24 કલાકમાં નવા 195 કેસ નોંધાયા જે રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલી સંક્રમિતોની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોનો કુલ આંક 4,071 થઈ ગયો છે.

અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 25 લાખને પાર

ઇમેજ સ્રોત, SUNIL GHOSH/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
દુનિયામાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 98 લાખ 66 હજાર થઈ ગઈ છે અને મરણાંક 5 લાખ થવા તરફ છે.
બ્રાઝિલમાં પોણા તેર લાખ લોકો સંક્રમિત થયા છે અને મરણાંક 55 હજારને પાર થઈ ગયો છે.
બ્રિટનમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો સવા ત્રણ લાખ નજીક છે.
ભારતમાં 5 લાખથી વધારે લોકો સંક્રમિત છે અને મરણાંક 15685 છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પરનો પ્રતિબંધ 15 જુલાઈ સુધી લંબાવી દીધો છે. ચીન સાથે સરહદી તણાવ અને કોરોના મહામારી વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એમનો નિર્ધારિત કાર્યક્રમ મન કી બાત કરશે.
આ દરમિયાન તાજેતરમાં જ્યાં સુપ્રીમ કોર્ટે રથયાત્રાની પરવાનગી આપી હતી તે પુરીમાં 30 જૂનથી 2 જુલાઈ સુધી કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં શનિવારે કોરોના સંક્રમણના 615 નવા દરદી મળ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ 6,566 ઍક્ટિવ કેસ છે અને 69 લોકો વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 1790 મૃત્યુ નોંધાયા છે.
અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 25 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે ભારતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખને પાર પહોંચી છે.
અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1,25,504 છે. ફ્લોરિડા, એરિઝોના સહિત અનેક પ્રાંતમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આને ધ્યાનમાં રાખીને લૉકડાઉન નિયમોનો ફરી અમલ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 5 લાખને પાર થઈ છે. શનિવારે રાત્રે 18,552 નવા કેસ નોંધાયા હતા. દેશમાં ઍક્ટિવ કેસની કુલ સંખ્યા 1 લાખ 97 હજાર 387 છે. જ્યારે સાજાં થયેલાં દરદીઓની સંખ્યા 2 લાખ 95 હજાર 881 છે.

28 જૂન 2020, રવિવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.


27 જૂન સુધીની અપડેટ
ગુજરાતમાં 615 નવા કેસ અને મરણાંક 1800 નજીક
પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહના ના હાઈ-પ્રોફાઇલ કેસ સાથે ગુજરાતમાં શનિવારે કોરોના સંક્રમણના 615 નવા દરદી મળ્યા છે.
વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને તેમને ઘરે જ ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.
શંકરસિંહ વાઘેલાના મીડિયા ઇન્ચાર્જ પાર્થેશ પટેલ સાથે બીબીસીની વાતચીત પ્રમાણે તેમને 3 દિવસથી તાવ આવતો હતો અને તેના કારણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
તાજેતરમાં જ એમની એનસીપીના પ્રમુખપદેથી હકાલપટ્ટી કરાઈ હતી અને એમણે એ પછી પાર્ટી છોડી દીધી હતી.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમા 379 ચેપગ્રસ્તો સાજા થઈને ઘરે ગયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી 3,57, 148 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ 6,566 ઍક્ટિવ કેસ છે અને 69 લોકો વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 1790 મૃત્યુ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 18 મૃત્યુ નોંધાયા છે જેમાંથી 10 માત્ર અમદાવાદમાં જ છે.
ગુજરાતના આરોગ્ય વિભાગ મુજબ રાજ્યમાં કોરોના સંક્રમણના દરદીઓના રિકવરી રેટમાં વધારો થયો છે.
પહેલા આ રિકવરી રેટ એટલે કે કુલ ચેપગ્રસ્તોમાંથી એ દરદીઓ જે સાજા થયા હોય, 69.40 ટકા હતો જે વધીને 73.08 ટકા થયો છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે અગાઉ કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ 15 દિવસ હતો જે હવે 28 દિવસનો થઈ ગયો છે. ડબલિંગ રેટ એટલે સંક્રમણના કેસની સંખ્યા કેટલા દિવસોમાં બમણી થાય છે.
આરોગ્ય વિભાગ પ્રમાણે રાજ્યમાં કોરોના મહામારીને કારણે મૃત્યુ પામનાર લોકોનો દર પણ ઘટ્યો છે.
અગાઉ ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય હતું જ્યાં દેશના સરેરાશ મૃત્યુ દર કરતા ઘણો વધારે મૃત્યુ દર નોંધાતો હતો અને જેને લઈને ગુજરાત સરકારની કામગીરીની ટીકા પણ થઈ હતી.
ગુજરાત સરકાર પ્રમાણે અગાઉ મૃત્યુ દર 6.25 ટકા હતો અને હવે તે ઘટીને 3.88 ટકા થયો છે.
શનિવાર સુધી રાજ્યમાં 2,35,945 લોકોને ક્વૉરેન્ટીન કરવામાં આવ્યા છે જેમાંથી 2,32,524 લોકો હોમ ક્વૉરન્ટીનમાં છે.

ઉત્તર ગુજરાતના નાના જિલ્લાઓમાં કેમ વધી રહ્યા છે મૃત્યુ?

ઇમેજ સ્રોત, AFP
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગઈ કાલે કોરોના વાઇરસના સંક્રમણ બાદ મૃત્યુ પામનારાઓની સંખ્યા 3 હતી જે અમદાવાદ(8 મૃત્યુ) બાદ સુરત સાથે રાજ્યમાં સૌથી વધુ જિલ્લાવાર મુત્યુઆંક હતો.
આ સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમિતોના મૃત્યુની સંખ્યા 11 થઈ ગઈ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના કોવિડ-19 માટેના જિલ્લા વાર ડૅશ-બૉર્ડ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના પ્રમાણમાં નાના જિલ્લા અરવલ્લીમાં અત્યાર સુધીમાં 17 મૃત્યુ નોંધાયા છે.
તો પાટણમાં 14, મહેસાણામાં 12 અને સાબરકાંઠામાં 8 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.
એટલે કે ઉત્તર ગુજરાતના નાના જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠાને બાદ કરતા બધા જિલ્લાઓમાં કોરોના મહામારીનો મૃત્યુઆંક ચિંતાજનક રીતે બે આંકડામાં પહોંચી ગયો છે.
આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે અરવલ્લી જિલ્લામાં પાછલા 24 કલાકમાં માત્ર 30 પરીક્ષણ કરવામાં આવ્યા. અત્યાર સુધી આ જિલ્લામાં થયેલા કોરોના પરીક્ષણોની સંખ્યા 3613 છે જે ઉત્તર ગુજરાતમાં સૌથી ઔછી પરીક્ષણસંખ્યા છે.

ડૅકસામૅથાસોન દવાનો ઉપયોગ કરવાની મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે ડૅકસામૅથાસોન દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઇલાજનો નવો પ્રોટોકૉલ જાહેર કર્યો છે અને એ મુજબ દરદીઓને મૅથાઇલપ્રિડનિસોલોનના વિકલ્પ તરીકે આ દવા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ દવા દરદી મધ્યમ અને ગંભીર રીતે બીમાર હોય અને ઓક્સિજન પર હોય ત્યારે આપવામાં આવે છે.
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે ડૅક્સામૅથાસોન સ્ટીરોઇડ દવાનો કોવિડ-19 માટે દેશમાં મંજૂર કરવામાં આવેલી સારવાર પ્રોટોકોલ હેઠળની દવાઓમાં સમાવેશ કરી લીધો છે.
સમાચાર સંસ્થા પીટીઆઇએ આપેલી માહિતી પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19ના મધ્યમથી વધુ બીમાર દરદીઓની સારવાર માટે ડેક્સામેથાસોનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
મહત્વનું છે કે પાછલા દિવસોમાં યૂકેમાં સંશોધકોને જણાયું હતું કે ડૅક્સામૅથોસોન કોવિડ-19ના દરદીઓની સારવારમાં મદદરૂપ સાબિત થઈ છે અને એના ઉપયોગથી સંક્રમિતોમાં જીવના જોખમને ઘટાડવામાં પણ સફળતા મળી છે.
આ બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ યૂકેના સંશોધકોની આ માહિતીને આવકારી હતી.
યૂકેમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ હાથ ધરેલી ટ્રાયલમાં જણાયું હતું કે ડૅક્સામૅથાસોનના ઉપયોગથી વૅન્ટિલેટર પર રહેલા કોવિડ-19 દરદીઓમાં મૃત્યુનું જોખમ 40 ટકાથી ઘટાડી 28 ટકા કર્યું હતું.
સંશોધનની સફળતા બાદ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને પણ આને બ્રિટિશ વૈજ્ઞાનિકોની એક નોંધપાત્ર સફળતા ગણાવી હતી.
ડૅક્સામૅથાસોનનુ અન્ય એક જમા પાસું એ છે કે તે સસ્તી દવા છે અને આથી ગરીબ દેશોમાં દરદીઓને તે સરળતાથી ઉપલબ્ધ થઇને રાહત આપી શકે એમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ શોધને આવકારતા પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું.
જો કે WHOએ શોધને આવકારવા સાથે એમ પણ કહ્યું હતું કે આ પ્રાથમિક સ્તરના ડેટા કહી શકાય અને ડૅક્સામૅથાસોનના ઉપયોગ વિશે વધુ સ્પષ્ટતાની જરૂર રહેશે.
યુકેમાં સત્તાવાર રીતે ડેક્સામેથાસોનના ઉપયોગને કોવિડ-19ની સારવાર માટે ઉપયોગની મંજૂરી અપાઈ ચૂકી છે.

મહારાષ્ટ્રમાં મરણાંક સાત હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઇમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 72 હજારને પાર થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં મુંબઈમાં નવા 1297 કેસ નોંધાતા આંકડો 72287 થઈ ગયો છે. સમાચાર સંસ્થા પીટીઆઇ અનુસાર મુંબઈમાં પાછલા 24 કલાકમાં 117 સંક્રમિતોએ દમ તોડતા મુંબઈમાં મહામારીનો મૃત્યુ આંક 4177 થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે વધુ 175 મૃત્યુ નોંધાતા રાજ્યમાં કોરોના મહામારીનો કુલ મૃત્યુ આંક સાત હજારને પાર થઈ 7106 થઈ ગયો છે, તો શુક્રવારે જ રાજ્યમાં અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ 5024 સંક્રમિતો પણ નોંધાયા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 52 હજાર 765 પર પહોંચી છે જેમાંથી 65844 ઍક્ટિવ કેસ છે.
ચંદિગઢમાં સંક્રમિતોની કુલ સંખ્યા 425 થઈ છે. પાછલા 24 કલાકમાં નોંધાયેલા સંક્રમિતોમાં એક સાત મહિનાની બાળકી પણ શામેલ છે.
જમ્મુ અને કાશ્મીરમાં કોરોના વાઇરસ મહામારીનો કુલ મૃત્યુ આંક 92 થયો છે. જમ્મૂ અને કાશ્મીરમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 213 કેસ નોંધાતા પ્રદેશનો કુલ આંક 6762 થયો છે.
મધ્ય પ્રદેશમાં નવા 203 કેસ સાથે રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા 12,798 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં ઇંદૌરમાં ત્રણ અને ધારમાં એક સંક્રમિતનું મૃત્યુ નોંધાતા રાજ્યમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 546 થયો છે.
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગર (નોઇડા) જિલ્લામાં નવા 136 કેસ સાથે સંક્રમિતોનો કુલ આંક 1946 થયો છે.
ઝારખંડમાં કોરોના વાઇરસના લૉકડાઉન 31 જુલાઇ સુધી લંબાવવામાં આવ્યું છે.
બિહારમાં સંક્રમણના નવા 190 કેસ નોંઘાતા રાજ્યમાં સંક્રમિતોનો કુલ આંક 8678 થયો છે.

સુરતમાં કયા છે સંક્રમણના હોટસ્પૉટ?
સુરત શહેરમાં કુલ 3997 કેસોમાંથી સૌથી વધુ 1001 કેસ કતારગામ ઝોનના છે, એવું સુરત મહાનગર પાલિકાની ગઈકાલની પ્રેસનોટ જણાવે છે.
કતારગામ પછી સૌથી વધુ અસરગ્રસ્ત લિંબાયત ઝોન છે, જ્યાં કુલ કેસની સંખ્યા 935 થઇ છે.
કતારગામ અને લિંબાયત પછી વરાછા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. વરાછા એ ઝોનમાં કુલ 466 કેસ અને વરાછા બી ઝોનમાં કુલ 245 કેસ મળીને કુલ 711 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
મહત્ત્વનું છે કે સુરતમાં વરાછા અને કતારગામ વિસ્તાર સુરતના હીરાઉદ્યોગના અગ્રણી વિસ્તારોમાં આવે છે.
સેન્ટ્રલ ઝોન એટલે કે જેને જૂના શહેરનો કોટ વિસ્તાર કહેવાય છે, ત્યાં 506 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.
ઉધના ઝોનમાં 388 અને રાંદેર ઝોનમાં 265 કેસો અત્યાર સુધી નોંધાયા છે. સૌથી ઓછા 191 કેસ આઠવા ઝોનમાં નોંધાયા છે.
સુરત મહાનગરપાલિકાએ જાહેર કરેલી માહિતી પ્રમાણે 26 જૂને સુરત શહેરમાં 161 નવા કેસ નોંધાયા અને 3 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા.

દિલ્હીમાં ટેસ્ટિંગની કવાયત

ઇમેજ સ્રોત, Ani
દિલ્હીની સમગ્ર વસતીની તપાસ કરવા માટે એક મેગા કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં બે-બે સભ્યોવાળી 1100 ટીમો બનાવવામાં આવી છે.
આ અંગે સમાચાર સંસ્થા પીટીઆઈએ દિલ્હીના અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે.
પીટીઆઈ અનુસાર દિલ્હીમાં કન્ટેઇનમૅન્ટ ઝોનનું રિમૅપિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી આવનારા દિવસોમાં કન્ટેઇનમૅન્ટ ઝોનની સંખ્યામાં વધારો થશે.
ઉપરાંત કોરોના મહામારી પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે ઝોનને માઇક્રો ક્લસ્ટર્સમાં વિભાજિત કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી દિલ્હીમાં 4.7 લાખ RT-PCR ટેસ્ટ કરવા માટે જરુરી મટિરિયલ પૂરું પાડવામાં આવ્યું છે.
એએનઆઈ અનુસાર કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું કે ICMRએ મંજૂર કરેલી 50,000 ઍન્ટિજેન રૅપિડ ટેસ્ટ કિટ્સ દિલ્હી સરકારને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.

ભારતમાં કેસની સંખ્યા પાંચ લાખને પાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના વાઇરસના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર થઈ ગઈ છે.
તો દેશમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 18,552 કેસ નોંધાયા, જે 24 કલાકમાં નોંધાયેલા દર્દીઓનો નવો વિક્રમી આંક છે.
સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હવે સંક્રમિતોની કુલ સંખ્યા પાંચ લાખ આઠ હજાર 953 થઈ છે.
પાછલા 24 કલાકમાં 384 સંક્રમિતોનાં મૃત્યું નોંધાયાં, જે સાથે દેશમાં સંક્રમિતોનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 15,685 થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં એક લાખ 97 હજાર 387 ઍક્ટિવ કેસ છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણ બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા બે લાખ 85 હજાર 881 થઈ છે.
તો એએનઆઈ અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં થયેલાં પરીક્ષણોની સંખ્યા 79 લાખ 96 હજાર 707 છે.
26 જૂનના દિવસે બે લાખ 20 હજાર 479 પરીક્ષણ કરવામાં આવ્યાં.

ગુજરાતમાં ખાનગી લૅબમાં ટેસ્ટ કરાવવાનો ખર્ચ કેટલો થાય?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં કોરોના વાઇરસના ટેસ્ટ માટે વસૂલવામાં આવતા ચાર્જીસમાં ઘટાડો કરી દેવાયા બાદ ગુજરાતમાં પણ ઘટાડો કરવાની માગ ઊઠી હતી.
આ માગણી બાદ ગુજરાતમાં પણ ટેસ્ટના ચાર્જીસ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે ગુજરાતમાં ખાનગી લૅબમાં ટેસ્ટ કરાવવા માગતી વ્યક્તિ 4,000 રૂપિયાને બદલે 2,500 રૂપિયામાં કોવિડ-19 ટેસ્ટ કરાવી શકશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે ખાનગી લૅબમાં ટેસ્ટ કરાવવા માટે ડૉક્ટર્સનું પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય રહેશે.
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાના ઘરે લૅબ-ટેકનિશિયનને બોલાવીને ટેસ્ટ કરાવવા માગતી હોય તો તેમની માટે 3,000 રૂપિયા ચાર્જ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

સુરતમાં 24 કલાકમાં 161 કેસ

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે રાત્રે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 24 કલાકમાં 580 નવા કેસ નોંધાયા છે.
આ 580 કેસો પૈકી 205 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જ્યારે 161 કેસ સુરત શહેરમાં અને 35 કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે.
આ સાથે જ 24 કલાકમાં 18 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
આ સાથે જ 532 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
આ સાથે જ હવે રાજ્યમાં ઍક્ટિવ કેસોની કુલ સંખ્યા 6,348 છે, જેમાંથી 61 દર્દી વૅન્ટિલેટર પર છે.
વિભાગનું કહેવું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

27 જૂન 2020, શનિવાર
નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.

આ અગાઉની કોરોના વાઇરસને લગતી માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














