'વિકાસ-મૉડલ' ગુજરાતમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોની દશા શું છે?

દર્દીને તપાસતાં નર્સ

ઇમેજ સ્રોત, JAVED KHAN

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતનાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં 29 ટકા ડૉક્ટર્સની કમી છે. સ્પેશિયાલિસ્ટ એટલે કે સર્જન, ગાયનેકૉલૉજિસ્ટ, પીડિયાટ્રિશિયન વગેરેની 90 ટકા જગ્યા ખાલી છે.

રાજ્યમાં 21.3 ટકા જેટલાં જ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર 24 કલાક કાર્યરત્ રહે છે અને 23.7 ટકા જેટલાં જ પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં ઑપરેશન થિયેટરની વ્યવસ્થા છે.

ગુજરાતનાં 52 ટકા પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તેમજ 41 ટકા સામૂહિક આરોગ્યકેન્દ્રમાં જ સ્ટાફ માટે અલાયદા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા છે.

આ આંકડા જ દર્શાવે છે કે 'મૉડલ સ્ટેટ' કહેવાતા ગુજરાતમાં આરોગ્યકેન્દ્રોની સ્થિતિ કેવી છે.

ઉપર જણાવેલા આંકડા લોકસભામાં રજૂ થયા હતા. 31 માર્ચ, 2018 સુધીના આ આંકડા આરોગ્ય તેમજ પરિવારકલ્યાણ વિભાગના યુનિયન પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેને પૂછાયેલા સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો રજૂ થઈ હતી. જે લોકસભામાં ગયા વર્ષે 19 જુલાઈના રોજ ટેબલ થઈ હતી.

રાજ્ય સરકારના કમિશનરેટ કાર્યાલયમાં જાહેર આરોગ્યના એડિશનલ ડિરેક્ટર તેમજ ગ્રામીણ આરોગ્યના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. પ્રકાશ વાઘેલા સાથે અમે આ અંગે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે "ગુજરાતમાં એમબીબીએસ ડૉક્ટર્સની કમી નથી. પીડિયાટ્રિશિયન તેમજ ગાયનેકૉલૉજિસ્ટની દરેક સ્તર પર કમી છે એ અમે માનીએ છીએ."

"જે આંકડા રજૂ થયા છે તે સાચા નથી, તેમણે ગ્રામીણ એટલે કે રૂરલ સ્ટૅટેસ્ટિક્સ જૂનું જોયું હશે. ભારત સરકારનું રૂરલ હેલ્થ સ્ટૅટેસ્ટિક્સ નિહાળશો તો ત્યાં તમામ વિગતો મળી જશે."

વીડિયો કૅપ્શન, ગુજરાત Corona જેવા જ કયા જોખમી વાઇરસ સામે લડી રહ્યું છે?

ગુજરાતમાં જિલ્લા અનુસાર કેટલાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્યકેન્દ્ર છે એની જાણકારી આરોગ્ય તેમજ પરિવારકલ્યાણ વિભાગની વેબસાઇટ છે એના રૂરલ હેલ્થ વિભાગમાં આપવામાં આવી છે.

જોકે, પ્રાથમિક આરોગ્યકેન્દ્ર અને સામૂહિક આરોગ્યકેન્દ્રની આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) – ઇનપેશન્ટ ડિપાર્ટમેન્ટ (આઈપીડી)નો રિપોર્ટ ચાર વર્ષ જૂનો, 2015-16 સુધીનો જ છે.

પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્યકેન્દ્રનો સર્વિસ ડિલિવરી રિપોર્ટ પણ પાંચ વર્ષ જૂનો 2014-15 સુધીનો જ છે.

પ્રકાશ વાઘેલાએ બીબીસીને જણાવ્યું હતું કે "ઓપીડી–આઈપીડીના જે ડિલિવરી રિપોર્ટ જૂના છે અને નવા નથી મુકાયા એની પાછળ ખાસ કોઈ કારણ નથી. તમે કહ્યું છે તો અમે એક વખત જોઈ લઈશું."

"જ્યારે રિપોર્ટ્સ વેબસાઇટ પર મૂકવામાં આવ્યા હશે ત્યારે એવો નિર્ણય લેવાયો હશે કે મૂકવા છે. પછીથી જે રિપોર્ટ્સ નથી મુકાયા એ વિશે એવો નિર્ણય લેવાયો હશે કે હવે નથી મૂકવા. હું એની તપાસ કરી લઈશ."

line

કેરળ અને ગુજરાત, કોરોના સંદર્ભે

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અનુસાર 1000ની વસતી દીઠ 1 ડૉક્ટર હોવા જોઈએ.

સપ્ટેમ્બર 2018માં રાજસ્થાન પત્રિકા અને ડીએનએ અખબારે સીએજી (કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ) ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટને ટાંક્યો હતો.

જેમાં જણાવાયું હતું કે ગુજરાતમાં 2092ની વસતી વચ્ચે 1 ડૉક્ટર છે. દાહોદ જેવા જિલ્લામાં તો 45,000 લોકોની વચ્ચે એક ડૉક્ટર છે. જામનગરમાં 22,000ની વચ્ચે તેમજ છોટાઉદેપુરમાં 31,231ની વચ્ચે એક ડૉક્ટર છે.

અમદાવાદમાં રહેતા જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસીને જણાવ્યું હતું કે "કોરોના બાબતે કેરળની કામગીરીનો દાખલો આપવામાં આવે છે. કેરળે પંચાયત મૉડલ અમલમાં મૂક્યું છે. ત્યાં પંચાયતનું નૅટવર્ક એટલું સારું છે કે જવાબદારી સરપંચને આપવામાં આવી હતી."

"જવાબદારી જ્યારે પંચાયત પર આવે છે ત્યારે પ્રાથમિક આરોગ્યકેન્દ્ર આપોઆપ સક્રિય થઈ જાય છે. ગુજરાતમાં કોરોનાની જવાબદારી મોટી હૉસ્પિટલો સંભાળી રહી હતી ત્યારે કેરળમાં કોરોના સામે જવાબદારી પ્રાથમિક આરોગ્યકેન્દ્ર અદા કરી રહ્યાં હતાં."

"કેરળમાં ગામ અને શહેર વચ્ચે ભેદ એટલો મોટો નથી જેટલો અન્ય રાજ્યોમાં છે. ગુજરાતમાં તો ડૉક્ટર્સ અને અન્ય સ્ટાફની ઘણી જગ્યાએ કમી છે એવામાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર કોરોના સામે કેવી રીતે લડી શકે એ સવાલ છે. "

line

'કેરળમાં પ્રાથમિક કેન્દ્રોની મહત્ત્વની ભૂમિકા'

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : ગુજરાતમાં સ્થિતિ બગડતી કેમ ગઈ?

અમદાવાદમાં અર્બન સ્ટડીઝ, હ્યુમન ઍન્ડ જેન્ડર ડેવલપમૅન્ટ જેવા વિષયો ભણાવનારાં પ્રાધ્યાપિકા દર્શિની મહાદેવિયાએ પણ ગૌરાંગ જાનીની વાતમાં સૂર પુરાવ્યો હતો.

ગુજરાતના જાહેર આરોગ્ય વિશે અભ્યાસલેખ લખનારાં દર્શિની મહાદેવિયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "કેરળમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રના જે આશાવર્કરો છે તેમણે મોટી ભૂમિકા કોરોના સામે ભજવી હતી."

"જે કોઈ પણ કોરોના સંક્રમિત હોય તેમની ઓળખ કરવી, તેમણે કઈકઈ બાબતોનું ધ્યાન રાખવું, સંક્રમિત લોકોને સ્થાનિક સ્તરે એકાંતવાસ (ક્વોરૅન્ટીન)માં રાખવા વગેરે કામ તેમણે કર્યા હતા. મહામારી સામે મોટી સંખ્યામાં લોકોને જાગૃત કરવા હોય તો સ્થાનિક આરોગ્યકર્મી જ જોઈએ."

"તેઓ સારી ભૂમિકા ભજવી શકે છે એ કેરળમાં જોવા મળ્યું છે. આપણે ત્યાં એ યોગ્ય રીતે થઈ શક્યું નથી. આપણે ત્યાં તો આશાવર્કર્સ અને કોરોના સામે ખડેપગે કામ કરનારા ફ્રન્ટલાઇન વર્કર્સ છે તેમને સંક્રમણથી બચવા માટે પ્રોટેક્શન કિટ પણ નહોતી મળી."

"મોટાં શહેરોની સરકારી હૉસ્પિટલોમાં પણ પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમૅન્ટ) કિટ જોઈએ તેટલી ઉપલબ્ધ નહોતી ત્યાં દુરસુદૂરની તો વાત જ શું કરવી."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તેઓ વધુમાં કહે છે, "એક વાત એ સમજવી જરૂરી છે કે તૈયારી જે છે તે મહામારી આવે ત્યારે ન કરવાની હોય. એ સામાન્ય દિવસોમાં કરવાની હોય. મહામારી ફેલાય ત્યારે જો તૈયારી કરવા બેસીએ તો એ નબળું આયોજન કહેવાય. જ્યાં પહેલેથી જ ઘણી ચીજોની અછત હોય ત્યાં મહામારી વખતે તંત્ર કઈ રીતે સાંગોપાંગ કામ કરી શકે?"

"કેરળમાં રાતોરાત કંઈ નથી થયું, ત્યાં પહેલેથી તંત્ર ગોઠવાયેલું છે. આપણે ત્યાં ભલે એવું કહેવાતું હોય કે આફતમાંથી અવસર ઊભા કરી શકાય છે, પણ આ આફતમાંથી કોઈ અવસર ઊભો થયો હોય એવું જોવા મળ્યું નથી."

ડૉ. પ્રકાશ વાઘેલાએ કહ્યું હતું કે “આપણે ત્યાં કોરોના સર્વેલન્સ અંતર્ગત કેસની ઓળખનું કામ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર પર જ થયું છે. કોરોનાગ્રસ્ત દરદીના ક્લિનિકલ મૅનેજમૅન્ટની બાબત હોય તો એ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર પર નથી થતું."

"આપણે ત્યાં ફિઝિશિયન જેવી સુવિધા સબ જિલ્લા અને જિલ્લા હૉસ્પિટલ જેવા ઉપલા સ્તરે જ હોય છે. તેથી સ્વાભાવિક બાબત છે કે આપણે ત્યાં એ નથી થતું. કેરળે એ કર્યું હશે તો તેમના પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં કોવિડ મૅનેજમૅન્ટ માટે ફિઝિશિયન, ઍનેસ્થિસ્ટ વગેરે હશે. જોકે, હું જેટલું જાણું છું ત્યાં સુધી પ્રાથમિક આરોગ્યકેન્દ્રના સ્તરે ત્યાં પણ આ સુવિધા નથી."

ગુજરાતમાં જાહેર આરોગ્યની સેવાઓને ત્રણ સ્તરે વહેંચવામાં આવી છે.

3000થી 5000ની વસતી માટે સબ સેન્ટર, 20,000થી 30,000ની વસતી વચ્ચે પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, એક લાખની વસતી માટે સામૂહિક આરોગ્યકેન્દ્ર.

ગુજરાત આરોગ્ય વિભાગ અંતર્ગત માર્ચ 2020 સુધી ગુજરાતમાં 1477 પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે. 348 સામૂહિક આરોગ્યકેન્દ્ર છે. 9153 સબ સેન્ટર્સ છે.

ગ્રામીણ વિસ્તારોમાં 30,000ની વસતી વચ્ચે એક પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે જ્યાંથી દરદીને રિફર કરીને સામૂહિક આરોગ્યકેન્દ્રમાં મોકલવામાં આવે છે.

બીમાર કહેવાતા બિહારમાં પણ ગુજરાત કરતાં વધુ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે. નીતિ આયોગ અનુસાર 2013-14માં બિહારમાં 1883 પ્રાથમિક આરોગ્યકેન્દ્ર હતા. જ્યારે કે ગુજરાતમાં 1477 છે.

line

આરોગ્યકર્મી અને હેલ્થવર્કરોની ઘણી જગ્યા ખાલી

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

રાજ્યના 33 જિલ્લાઓમાં મહિલા આરોગ્યકર્મીની કેટલી સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે અને એમાંથી કેટલી ખાલી છે?

એવો સવાલ ધારાસભ્ય લલિત કગથરાએ 14મી વિધાનસભાના પાંચમા સત્રમાં અતારાંકિત પ્રશ્નોતરી અંતર્ગત પંચાયતમંત્રીને પૂછ્યો હતો.

જેના જવાબમાં જણાવાયું હતું કે મહિલા આરોગ્યકર્મીની નિર્ધારિત સંખ્યા રાજ્યમાં 10,613 છે, જેમાંથી ગયા વર્ષે 30 જૂન સુધીમાં 7663 જગ્યાઓની ભરતી કરી દેવામાં આવી છે અને 2950 જગ્યાઓ ખાલી છે.

રાજ્યમાં મલ્ટિ પર્પઝ હેલ્થવર્કર્સની કેટલી સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે અને એમાંથી કેટલી ખાલી છે?

એવો સવાલ ધારાસભ્ય પ્રવીણ મુસડિયાએ અતારાંકિત પ્રશ્નોતરીની કૅટેગરી અંતર્ગત પંચાયતમંત્રીને પૂછ્યો હતો. પંચાયતમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મલ્ટિ પર્પઝ હેલ્થવર્કર્સની 9157 જગ્યા છે, જેમાંથી ગયા વર્ષે 30 જૂન સુધી 1794 જગ્યા ભરવાની બાકી છે એ સિવાયની ભરાઈ ગઈ છે.

ડૉ. પ્રકાશ વાઘેલાએ જણાવે છે કે "ના એવું નથી. મહિલા આરોગ્યકર્મી એટલે કે ફીમેલ હેલ્થવર્કર્સની 10,260ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે, જેમાંથી 8503ની ભરતી કરવામાં આવી છે. જે જગ્યાઓ ખાલી છે ત્યાં અમે નેશનલ હેલ્થ મિશન મારફત ભરીએ છીએ અથવા તો 11 વર્ષના કરાર પર લઈએ છીએ."

line

ગુજરાત પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ

વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અનુસાર 1000ની વસતી દીઠ 1 ડૉક્ટર હોવા જોઈએ

ઇમેજ સ્રોત, JAVED KHAN

14મી વિધાનસભાના પાંચમા સત્રમાં અતારાંકિત કૅટેગરીમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે 30 જૂન સુધી રાજ્યમાં કેટલા પ્રાથમિક તેમજ સામૂહિક આરોગ્યકેન્દ્ર, સબ સેન્ટર્સ વગેરેમાં ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ લાગુ કરવામાં આવ્યા છે?

એના જવાબમાં ગુજરાતના આરોગ્યમંત્રી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો કે આ આરોગ્યકેન્દ્રો પર ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ નહીં, પરંતુ ગુજરાત પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એનું કામ ચાલી રહ્યું છે.

જોકે, ગુજરાત પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ શું છે એની જાણકારી મેળવવા પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ પર અમે પ્રયાસ કર્યો તો કોઈ જાણકારી મળી નહીં.

આ સંદર્ભે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત ગુજરાતનાં ઍડિશનલ ડિરેક્ટર ડૉ. નીલમ પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બીબીસીને જણાવ્યું હતું કે "ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ જ છે, ગુજરાત પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ જેવા કોઈ માપદંડ નથી."

ઉલ્લેખનીય છે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની આરોગ્ય સુખાકારી માટે 2005માં નેશનલ હેલ્થ રૂરલ મિશન –રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન શરૂ કરવામાં આવ્યું હતું.

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસને કારણે ગુજરાતનું આ ગામ થયું ખાલીખમ

એના માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવ્યા હતા.

દેશમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, સામૂહિક આરોગ્યકેન્દ્ર અને જિલ્લા તેમજ સબ-જિલ્લા હૉસ્પિટલો માટે 2007માં એ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

દેશમાં આરોગ્યની સેવા સર્વાંગી રીતે બહેતર બને એ માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ માપદંડ તરીકે નક્કી થયા હતા.

ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સની માર્ગદર્શિકા સુધારા-વધારા માટે સતત કાર્યરત રહેતી હતી. એમાં અલગઅલગ રાજ્યોની વિશેષતા–મર્યાદા અનુસાર લવચીકતા એટલે કે ફલૅક્સિબિલિટીને અવકાશ હતો, પરંતુ સાથોસાથ એમ પણ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સની માર્ગદર્શિકાનું પાલન કરીને આરોગ્યના ઉત્તમ દાખલા બેસાડવા જોઈએ.

હવે ગુજરાતના આરોગ્યમંત્રી કહે છે કે તેઓ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ નહીં ગુજરાત પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ લાગુ કરશે.

line

આરોગ્ય માટે બજેટમાંથી ભંડોળ ફાળવણી પાંચ ટકા

ગુજરાતનાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં 29 ટકા ડૉક્ટર્સની કમી છે

ઇમેજ સ્રોત, JAVED KHAN

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં 29 ટકા ડૉક્ટર્સની કમી છે

બજેટમાં સરકાર કેટલાં નાણાં આરોગ્ય માટે ફાળવે છે એના પરથી પણ સરકારનું પ્રજાના આરોગ્ય માટેનું વલણ જોવા મળે છે.

ગુજરાત રાજ્યના બજેટ પર નજર કરીએ તો રૂપિયા 2,17,287 કરોડના બજેટમાંથી 11,225 કરોડ આરોગ્ય અને પરિવાર-કલ્યાણ માટે ફાળવવામાં આવ્યા છે. એટલે કે પાંચ ટકા જેટલું બજેટભંડોળ આરોગ્ય માટે ફાળવવામાં આવ્યું છે.

દર્શિની મહાદેવિયા જણાવે છે કે "આના અગાઉનાં કેટલાંક બજેટમાં તો આના કરતાંય ઓછાં નાણાં આરોગ્ય માટે ફાળવવામાં આવ્યાં હતાં. ફાળવણી પછી ખર્ચ કરવો પડે છે. આપણે ત્યાં આરોગ્યસેવાઓની સ્થિતિ સુધરી નથી જે દર્શાવે છે કે ખર્ચ થયો નથી."

ગુજરાતના માત્ર 5.77 ટકા ડૉક્ટર્સ જ રજિસ્ટર્ડ છે. જુલાઈ માસમાં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા સાથે અખબાર અમદાવાદ મિરરે એક અહેવાલ રજૂ કર્યો હતો.

સાથે એ પણ ઉલ્લેખ હતો કે દેશમાં 11 લાખ ડૉક્ટર્સ રજિસ્ટર્ડ છે, જેમાંથી ગુજરાતનાં 66,944 છે. 5.77 ટકા રજિસ્ટર્ડ ડૉક્ટર્સ સાથે ગુજરાત સાતમા નંબરે છે. જ્યારે કે 14.96 ટકા સાથે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો ગુજરાત કરતાં આગળ છે.

એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતનાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં એમબીબીએસ ડૉક્ટર્સની 544 જગ્યા ખાલી છે. ગુજરાતમાં મોટા ભાગના ડૉક્ટર્સ શહેરોમાં જ પ્રૅક્ટિસ કરે છે તેથી ગામના દરદીઓને ઈલાજ માટે શહેર જવું પડે છે.

line

શું નવા ડૉક્ટર્સ ગામોમાં પ્રૅક્ટિસ કરવાનું પસંદ નથી કરતા?

શું એ પણ એક કારણ છે કે નવા જે ડૉક્ટર્સ બહાર પડે છે તેઓ ગામડાંમાં જવાનું પસંદ નથી કરતા અને શહેરમાં જ પ્રૅક્ટિસ કરવાનું પસંદ કરે છે?

આ વિશે જણાવતા ગૌરાંગ જાની કહે છે કે "આ વાતમાં તથ્ય નથી. ગુજરાતનાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્યકેન્દ્રોમાં ડૉક્ટર્સની ઘણી જગ્યાઓ ખાલી પડી છે. સરકાર એ જગ્યા નથી ભરી રહી તેથી એવું ન કહી શકાય કે નવા જે ડૉક્ટર્સ છે તેઓ ગામ જવા નથી માગતા."

"હાલમાં જ ગુજરાતમાં યુવાઓએ જે આંદોલન કર્યાં તેમાં એક મુદ્દો એ પણ હતો કે સરકારી હૉસ્પિટલો અને દવાખાનાંઓમાં ડૉક્ટર્સ અને સ્ટાફની ખાલી જગ્યા તરત ભરવામાં આવે. જો યુવાઓ ત્યાં જવા જ ન ઇચ્છતા હોય તો આંદોલનો શા માટે કરે?"

તેઓ કહે છે, "ચાલો માની પણ લઈએ કે ડૉક્ટર્સ નથી જવા માગતા, પરંતુ ગામોમાં મહિલા આરોગ્યકર્મી અને હેલ્થવર્કર્સની પોસ્ટ પણ ખાસ્સા સમયથી ખાલી છે. એ પોસ્ટ પર તો ગામ અને તેની આસપાસના લોકોની જ ભરતી કરવામાં આવે છે તો સરકાર એ જગ્યા શા માટે નથી ભરતી?"

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

"બીજી વાત એ પણ છે કે ગામમાં રહીને ડૉક્ટર બન્યા હોય એવા યુવક–યુવતી ગુજરાતમાં તમને ખૂબ ઓછાં જોવાં મળશે. આપણે ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ગામ સુધી પહોંચ્યું જ નથી. ગુજરાતમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રનાં મકાન તો સારાં બનાવવામાં આવ્યાં છે પણ એમાં જો સ્ટાફની અછત હોય તો શું કરવું? માત્ર એને તો વિકાસ ન કહેવાય."

નોંધનીય છે કે ગયા વર્ષે ઑગષ્ટમાં જ ગુજરાત સરકારે એવી જાહેરાત કરી હતી કે એમબીબીએસ ડૉક્ટરે એક વર્ષ ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવું પડશે. જો તેઓ એવું ન કરે તો દંડની પણ જોગવાઈ હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈના 2 એપ્રિલ, 2016ના એક રિપોર્ટમાં સીએજી (Comptroller and Auditor General of India)નો રિપોર્ટ જે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો એ ટાંકવામાં આવ્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટર્સ અને આધુનિક ઉપકરણો ઓછાં હોવાને કારણે હૉસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. કેટલાક કેસમાં તો નિષ્ણાત ડૉક્ટર્સને બદલે ટેકનિશિયન્સ દરદીનો ઉપચાર કરે છે. (6)

line

'નવજાત અને ગર્ભવતીનો મૃત્યુદર ઊંચો'

રાજકોટમાં ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન માત્ર એક મહિનામાં 111 નવજાત શિશુ હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યાં હતાં. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 15,013 નવજાત શિશુનાં મોત થયાં છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં માર્ચ મહિનામાં આ જણાવ્યું હતું.

ગૌરાંગ જાની કહે છે કે "બાળકોનાં આરોગ્ય માટે સારી વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. શિશુ મૃત્યુદર ગુજરાતમાં ઊંચો છે. સગર્ભા મહિલાઓને પણ સારી સારવાર મળે એ જરૂરી છે."

"માતાનો મૃત્યુદર પણ ગુજરાતમાં ઊંચો છે. પ્રાથમિક આરોગ્યકેન્દ્રને આના માટે સક્ષમ કરવાં જરૂરી છે. આનાથી સરકાર ઉપર અને ખાસ કરીને શહેરની જે સરકારી હૉસ્પિટલો છે એના પર જે બોજ છે એ ઘટશે."

"બીજી વાત એ છે કે આઠ-દસ ગામો વચ્ચે એક લૅબોરેટરી હોવી જોઈએ. જ્યાં બ્લડ રિપોર્ટ વગેરે તરત થઈ શકે. થાય છે એવું કે નજીકમાં કોઈ લૅબોરેટરી હોતી નથી. તેથી જે દરદીને બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર હોય છે એનો ઇલાજ પણ બ્લડ ટેસ્ટ વગર ગામોમાં થાય છે."

દર્શિની મહાદેવિયા કહે છે કે આપણે ત્યાં હેલ્થ સેન્ટર્સ તો બન્યાં છે એનો ઇન્કાર ન થઈ શકે, પણ પબ્લિક હેલ્થ સિસ્ટમમાં ડૉક્ટર્સથી લઈને સ્ટાફ પૂરતાં નથી.

"ઢાંચો તો તૈયાર થઈ ગયો છે પણ રનિંગ એક્સપેન્ડિચર એટલે કે હેલ્થ સેન્ટર્સ સારી રીતે ચલાવવા જે નિરંતર ખર્ચ કરવો પડે એ નથી રહ્યો. એવા પણ ડૉક્ટર્સ છે જે પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં દરદીને તપાસ્યા બાદ પોતાના ખાનગી ક્લિનિક પર બોલાવતા હોય."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો