તૌકતે વાવાઝોડું અને કોરોના : જ્યારે-જ્યારે મહામારી અને વાવાઝોડાની બેવડી આફત લોકોના માથે આવી

ગુજરાત એક તરફ કોરોના મહામારીની બીજી લહેરમાંથી ઊગરવા મથી રહ્યું છે ત્યારે ગુજરાતના માથે તૌકતે વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત એક તરફ કોરોના મહામારીની બીજી લહેરમાંથી ઊગરવા મથી રહ્યું છે ત્યારે ગુજરાતના માથે તૌકતે વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોરોના સંક્રમણની બીજી લહેરની ચપેટમાં ગુજરાત રાજ્યનાં મોટાં શહેરો અને સુદૂરનાં ગામો પણ આવી ગયાં છે.

જોકે આ વચ્ચે ગુજરાતના માથે બીજું જોખમ મંડરાઈ રહ્યું છે, જે તૌકતે વાવાઝોડાનું છે.

તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ ફંટાયું છે, 17 તારીખે સાંજે વાવાઝોડું ગુજરાતના કાંઠાના વિસ્તારો પર ત્રાટકવાની શક્યતા છે.

વાવાઝોડું વધુ તીવ્ર બન્યું હોવાથી ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાઈ છે. પોરબંદર અને ભાવનગરના મહુઆમાં વાવાઝોડું વિનાશ વેરી શકે છે.

તૌકતે વાવાઝોડાના તોળાતા જોખમને પગલે દરિયકાંઠાના વિસ્તારો અને નીચાળવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'માસ્ક પહેરો', 'એકબીજા વચ્ચે અંતર રાખો', 'સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરો', આ પ્રકારની સૂચનાઓ કોરોના મહામારીના વખતમાં સતત આપવામાં આવે છે.

પણ વાવાઝોડું, પૂર જેવી હોનારતોના વખતે આ નિયમોનું પાલન કરવું કેટલું શક્ય હોય છે?

બીબીસીના પર્યાવરણ સંવાદદાતા નવીનસિંહ ખડકાઅહેવાલમાં લખે છે કે કુદરતી આફત સમયે ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું લગભગ અશક્ય બની જતું હોય છે.

ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રૉસ અને માનવીય સહાય પહોંચાડનારી એક એજન્સીનું કહેવું છે કે ખરાબ હવામાન અને પ્રાકૃતિક આફતને કારણે વિસ્થાપનનો માર સહન કરી રહેલા લોકો કોરોના વાઇરસના સંક્રમણના સમયમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી શકતા નથી.

પૂર્વ આફ્રિકામાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રૉસના ઇમર્જન્સી કો-ઑર્ડિનેટર માર્શલ મૉકાવરે બીબીસીને જણાવ્યું કે પ્રાકૃતિક આફતનાની ચપેટમાં આવીને વિસ્થાપિત થતા લોકો ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અસમર્થ છે.

તેમણે કહ્યું, "આવી મુશ્કેલી પરિસ્થિતિઓમાં લોકોને કોવિડ-19ના પ્રોટોકૉલ અને દિશાનિર્દેશોના ઉલ્લંઘન કરવા લાચાર થવું પડે છે."

આવી જ સ્થિતિ પાછલા વર્ષે અંફન વાવાઝોડું આવ્યું, ત્યારે પણ સર્જાઈ હતી.

એ વખતે બીબીસીએ ખરાબ હવામાન અને પ્રાકૃતિક આફતથી પ્રભાવિત વિસ્તારમાં રહેતા કેટલાક લોકો સાથે આ મામલે વાત કરી.

line

ભારત

સુબ્રત અને તેમનો પરિવાર
ઇમેજ કૅપ્શન, સુબ્રત અને તેમનો પરિવાર

વાત મે 2020ની છે, ઓડિશામાં રહેતા 38 વર્ષીય સુબ્રતકુમાર પઢિયારી ચિંતિત હતા. અંફન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

સુબ્રતનું ગામ દરિયાથી માંડ 40 કિલોમિટર દૂર છે. તેઓ પત્ની, ત્રણ પુત્રી અને માતા સાથે જે ઘરમાં રહેતાં હતાં.

તેમનું ઘર વર્ષ 2019માં આવેલા ફણી વાવાઝોડાને કારણે જર્જરિત થઈ ગયું હતું. તેમને ડર હતો કે અંફન વાવાઝોડામાં તેમનું ઘર ધરાશાયી ન થઈ જાય.

વીડિયો કૅપ્શન, અરબ સાગરમાં સર્જાશે વર્ષનું પ્રથમ વાવાઝોડું, ગુજરાતને કેટલી કરશે અસર?

અંફન વાવાઝોડાનું જોખમ તોળાતું હતું ત્યારે તેમણે કહ્યું હતું, "મને ડર છે કે અમને પાસેની સ્કૂલમાં લઈ જવાશે. આ એ જ સ્કૂલ છે જેને કોવિડ-19ને કારણે ક્વોરૅન્ટીન સેન્ટરમાં તબદિલ કરાઈ હતી."

"અમારા ગામમાં વધુ સેન્ટર નથી. એટલે કે અમારે એ લોકો સાથે રહેવું પડી શકે છે કે જેઓ પહેલાંથી જ કોરોના સંક્રમિત હોય."

ઑક્સફામ એશિયામાં ફૂડ ઍન્ડ ક્લાઇમેટ પૉલિસીના પ્રમુખ સિદ્ધાર્થ શ્રીનિવાસે એ વખતે કહ્યું હતું બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "પશ્ચિમ બંગાળ પહેલાંથી કોવિડ-19ના સંક્રમણનો સામનો કરી રહ્યું છે."

"એવામાં સાયક્લોનથી બચવા માટેની તૈયારીને લઈને ચિંતા વધી જાય છે."

"ભૂતકાળમાં રાજ્ય સરકારો આફતના સમયે લોકોને સ્કૂલ અને જાહેર ઇમારતોમાં લઈ જતી હતી, પરંતુ હાલ કોવિડ-19ના સંક્રમણને કારણે આ યોગ્ય નહીં કહેવાય."

line

યુગાન્ડા

વાવાઝોડું

ઇમેજ સ્રોત, JOKUS, RED CROSS

પશ્ચિમી યુગાન્ડાના કસીઝ જિલ્લામાં 2020માં ભયંકર પૂર આવ્યું હતું. પૂરને કારણે અહીંના સેંકડો લોકો વિસ્થાપિત થયા હતા.

23 વર્ષીય જૅસોલિન એ વખતે ગર્ભવતી હતાં. તેઓ આવા વખતે તેમનાં બે બાળકો સાથે એક સ્કૂલમાં બનાવેલા આશ્રયગૃહમાં રહેતાં હતાં.

ગર્ભવતી હોવાને કારણે તેમની માટે કોવિડ-19નો ચેપ વધારે જોખમી પુરવાર થઈ શકે તેમ હતું. જે આશ્રયગૃહમાં તેઓ હતાં, ત્યાં લગભગ 200 લોકો હતા.

જૅસોલિને એ વખતની સ્થિતિ વિશે કહ્યું, "અમે ખતરાથી ઘેરાયેલાં હતાં. જગ્યા ઓછી હોવાને કારણે લોકો સાથે અંતર રાખી શકાતું નહોતું."

"મને ડર હતો કે હું ક્યાંક સંક્રમિત ન થઈ જાઉં, મને મારાં નાનાં બાળકો અને પેટમાં રહેલા બાળકની ચિંતા થતી હતી."

સાત મે 2020ના રોજ જૅસોલિન તેમનાં બે બાળકો પાસે સૂતાં હતાં, ત્યારે ગામના લોકોની બૂમો સંભાળાઈ હતી.

તેઓ કહે છે, "મને ત્યારે અહેસાસ થયો કે લોકો મને જીવ બચાવીને ભાગવાનું કહેતા હતા. આખું ગામ પૂરની ઝપેટમાં આવી ગયું હતું. હું મારાં બાળકો સાથે ભાગી આવી. મારી પાસે સામાન લેવાનો પણ સમય નહોતો."

જૅસોલિને પોતાના આવનારા બાળક માટે કેટલાંક કપડાં ખરીદ્યાં હતાં.

તેઓ કહે છે, "હું એ કપડાં પણ ન બચાવી શકી. પૂરે બધું છીનવી લીધું. અમારી પાસે જે કંઈ હતું, બધું તણાઈ ગયું હતું."

વાવાઝોડું

ઇમેજ સ્રોત, JOKUS, RED CROSS

જૅસોલિનના પતિ અન્ય જિલ્લામાં કામ કરે છે અને કોરોના સંક્રમણના પ્રતિબંધને કારણે તેઓ તેમની પાસે આવી શક્યા નથી.

તેમણે કહ્યું, "મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી. હું નહોતી જાણતી કે આગળ શું કરીશ."

રેડ ક્રૉસના રાહતકર્મીઓનું કહેવું છે કે આવા સમયે પૂરથી પ્રભાવિત હજારો લોકો ચર્ચ અને સ્કૂલોમાં શરણ લેતા હોય છે. આ સ્થળોએ પાણી, સાબુ અને સાફસફાઈની પૂરતી વ્યવસ્થા હોતી નથી.

પૂરને કારણે અંદાજે છ દેશમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.

line

પ્રશાંત દ્વીપસમૂહ

ટ્રકોની લાઇન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ટ્રકોની લાઇન

પ્રશાંત દ્વીપસમૂહમાં 2020માં જ વાવાઝોડું હૅરોલ્ડ ત્રાટક્યું હતું. તેને કારણે કેટલાક દેશોએ કોવિડ-19 સાથે જોડાયેલા પ્રતિબંધો હઠાવવા પડ્યા, જેથી લોકો આશ્રયગૃહમાં જઈ શકે.

કેટલોક લોકો ત્યારે પણ શેલ્ટર હોમ્સ હતા, કેમ કે મહામારીને કારણે રાહત અને બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી હતી.

સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત દેશ વાનુઆતુ હતો. યુનિસેફ અનુસાર અહીં 92 હજારથી વધુ લોકોને વાવાઝોડાની અસર થઈ હતી.

ફિજીમાં ઘટનાના એક મહિના બાદ પણ 10 રાહતશિબિર ખૂલી હતી, કેમકે લોકો વાવાઝોડામાં પોતાનું ઘર ગુમાવ્યા બાદ ફરીથી નવું બનાવી શક્યા નહોતા.

સુબ્રત અને તેમનો પરિવાર
ઇમેજ કૅપ્શન, સુબ્રત અને તેમનો પરિવાર

ફિજી કાઉન્સિલ ઑફ સોશિયલ સર્વિસિઝનાં નિદેશક વાની કૅટેનાસિઝાએ 2020માં હોનારત વખતે કહ્યું હતું, "લોકોને પાણી મળવામાં મુશ્કેલી પડી રહી છે, કેમકે સાયક્લોનને કારણે પાણી પુરવઠાનું બાંધકામ નષ્ટ થઈ ગયું હતું."

"અપૂરતા પાણીને લીધે કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવું મુશ્કેલ છે. જોકે ફિજીની સરકાર સંક્રમણના કેસને કાબૂ મેળવવામાં સફળ રહી છે."

રેડ ક્રૉસ સંસ્થાના કાર્યકરો યુગાન્ડાના પૂરપીડિત લોકો વચ્ચે પાણી અને સાબુ આપી રહ્યા હતા અને સાથે-સાથે કોવિડ મહામારી માટેની ગાઇડલાઇન વિશે સતર્ક રહેવા લોકોને જણાવતા હતા.

ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રૉસના માર્શલ મૉકાવર કહે છે, "જોકે આ મુશ્કેલ હતું, તેમ છતાં અમે પ્રભાવિત લોકોને ગાઇડલાઇન્સના પાલનની યાદ અપાવતા હતા."

"અમે ફૂડપૅકેટો અને અન્ય રાહત સામગ્રીઓનાં પૅકેટ પર કોવિડ-19ની લાઇડલાઇન લખીને પ્રભાવિત વિસ્તારોમાં વહેંચતા હતા. તેનાથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકોને થોડી સાવધાની રાખવામાં મદદ મળશે."

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો