નિર્મલા સીતારમણના ગરીબ કલ્યાણ ફંડમાં શું છે ખાસ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત પાંચમા દિવસે પત્રકારપરિષદ સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી હતી.

પત્રકારપરિષદમાં નાણામંત્રીએ ગરીબ કલ્યાણ ફંડની ઘોષણા કરી હતી અને આ તેમના કહેવા પ્રમાણે આ પૅકેજમાં જમીન, મજૂર, રોકડ રકમ પર ભાર મૂકવામાં આવ્યો છે.

નિર્મલા સીતારમણે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે અમે પ્રવાસી મજૂરોનું પૂરતું ધ્યાન રાખ્યું છે અને ગરીબો સુધી તરત મદદ પહોંચાડવા પ્રયાસ કરાયા છે.

જોકે આ વચ્ચે પણ દેશભરમાંથઈ મજૂરોની હિજરતની ખબરો આવી રહી છે અને મદદ ન મળી હોવાની ફરિયાદ પણ ઊઠી રહી છે.

નાણામંત્રીએ કરેલી મહત્ત્વની જાહેરાતો:

  • 20 કરોજ જનધન ખતાઓમાં પૈસા મોકલવામાં આવ્યા.
  • 8.91 કરોડ ખેડૂતોનાં ખાતાઓમાં બે-બે હજાર રૂપિયા મોકલવામાં આવ્યા.
  • બાંધકામ મજૂરોને 50.35 કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી.
  • ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબોને મફત સિલિન્ડર આપવામાં આવ્યા.
  • 20 કરોડ મહિલાઓનાં ખાતાઓમાં દસ હજાર કરોડ રપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા.
  • મજૂરો માટે 85 ટકા રેલવે ભાડું કેન્દ્ર સરકાર આપી રહી છે.
  • સ્વાસ્થ્યકર્મીઓ માટે રૂપિયા 50 લાખની વીમાયોજના.
  • મહામારી ઍક્ટમાં પરિવર્તન કરવામાં આવ્યા.
  • ટેસ્ટિંગ અને લૅબ કિટ માટે 550 કરોડ રૂપિયાની જાહેરાત.
  • સ્વાસ્થ્યવિભાગ માટે 15 હજાર કરોડની જાહેરાત.
  • કોરોના સામે લડાઈ માટે રાજ્યોને 4113 કરોડ આપવામાં આવ્યા.
  • મનરેગા માટે 61 હજાર કરોડ રૂપિયાનું બજેટ, 40 હજાર કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ.
  • દરેક જિલ્લામાં સંક્રમણ રોગ બ્લૉક હશે અને બ્લૉક સ્તરે પબ્લિક હેલ્થ લૅબ બનાવવામાં આવશે જેથી આગામી સમયમાં મહામારી સામે લડી શકાય.
  • દેશની ટોચની 100 યુનિવર્સિટીને ઑનલાઇન કૉર્સ શરૂ કરવાની પરવાનગી અપાઈ.
  • ઑનલાઇન ક્લાસ માટે 12 નવી ચેનલની શરૂઆત, HRD મંત્રાલયે લાઇવ ક્લાસની વ્યવસ્થા કરી.
  • પાઠશાળામાં 200 નવાં પુસ્તકો જોડવામાં આવ્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો