You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvWI : શિવમ દુબેની ત્રણ સિક્સર પર ભારે પડી ટીમ ઇન્ડિયાની એ બે ભૂલ
વેસ્ટ ઇન્ડીઝે બીજી ટી-20માં જીત મેળવીને સિરીઝમાં 1-1ની બરાબરી મેળવી લીધી છે.
હૈદરાબાદમાં રમાયલી પ્રથમ ટી-20 ભારત જીત્યું પણ તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી મેચ હારી ગયું છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે મળેલી હાર બાદ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી ઘણા નિરાશ થયા હતા અને ભારતીય ખેલાડીઓનાં પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી હતી.
તેઓએ ભારતીય ફિલ્ડરોની ફિલ્ડિંગ પર પણ નિરાશા વ્યક્ત કરી હતી, જેમણે કૅચ છોડ્યા અને રન પણ આપ્યા.
તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 171નો લક્ષ્યાંક આપ્યો હતો. જેને વેસ્ટ ઇન્ડીઝે આઠ વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો.
ત્રણ મૅચની આ સિરીઝમાં પ્રથમ મૅચ ભારત અને બીજી મૅચ વેસ્ટ ઇન્ડીઝે જીતી છે.
ભારતીય બેટિંગ નબળી પુરવાર થઈ
છેલ્લી 15 ટી-20 મૅચમાંથી ભારત સાત જ મૅચ હાર્યું છે, એ સિવાયની બધી મૅચોમાં વિજય મેળવ્યો છે.
ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી આ આંકડાઓને નજરઅંદાજ ન શકે એવું લાગી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચ પૂરી થયા બાદ પત્રકારપરિષદમાં વિરાટ કોહલીએ કહ્યું, "નંબર્સ સૌથી મોટી વસ્તુ છે. નંબર એ પણ દર્શાવે છે કે શું બરાબર ચાલી નથી રહ્યું. અમારો શરૂઆતનો 16 ઓવર સુધી સારો સ્કોર રહ્યો હતો. એ સમયે ચાર વિકેટ પર 140 રન બનાવ્યા હતા."
"છેલ્લી ચાર ઓવરમાં અમારે 40-50 રન બનાવવા જોઈતા હતા. જોકે અમે માત્ર 30 રન જ બનાવી શક્યા. અમારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ."
વેસ્ટ ઇન્ડીઝ સામેની આ મૅચમાં ભારત છેલ્લી પાંચ ઓવરમાં માત્ર 38 રન બનાવી શક્યું હતું.
કૅપ્ટન વિરાટ કહોલીએ સ્વીકાર કર્યો કે વેસ્ટ ઇન્ડીઝ સારી ક્રિકેટ રમ્યું અને બૉલિંગ કરતી સમયે તેઓને ચેન્જ ઑફ પેસનો ઘણો ફાયદો મળ્યો.
નબળી ભારતીય ફિલ્ડિંગ
આ મૅચમાં ભારતની ફિલ્ડિંગ બહુ નબળી રહી છે. કૅપ્ટન વિરાટ કોહલી પણ ફિલ્ડરોથી નારાજ જોવા મળ્યા હતા.
ભારતીય બૉલર ભુવનેશ્વર કુમારની બૉલિંગમાં સતત બે કૅચ છૂટ્યા. પહેલો કૅચ વૉશિંગ્ટન સુંદરે અને બીજો કૅચ રિષભ પંતે છોડ્યો.
ભુવનેશ્વરની ઓવરમાં વૉશિંગ્ટન સુંદરે ઓપનરમાં આવેલા સિમોન્સનો કૅચ છોડ્યો હતો. સિમોન્સનો સ્કોર એ સમયે છ રન હતો. બાદમાં તેઓ મૅચને અંત સુધી લઈ ગયા અને ટીમને વિજય અપાવ્યો. સિમોન્સે ચાર સિક્સ અને ચાર ફોર ફટકારી હતી.
તો ઓપનર લુઇસને પણ જીવનદાન મળ્યું. ભુવનેશ્વર કુમારની ઓવરમાં રિષભ પંતે પણ કૅચ છોડ્યો હતો. લુઇસ ત્યારે 16 પર હતા અને બાદમાં તેઓએ 40 રન બનાવ્યા હતા.
એટલે કે એક જ ઓવરમાં ભારતીય ફિલ્ડરોએ બે કૅચ છોડ્યા જે ભારતને મોંઘા પડ્યા હતા.
કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે "જો અમે આવી જ ખરાબ ફિલ્ડિંગ કરતાં રહીશું તો ગમે એવડો મોટો સ્કોર કરીશું, પણ તેનો કોઈ અર્થ નથી. બંને મૅચોમાં અમે ખરાબ ફિલ્ડિંગ કરી."
"એક ઓવરમાં સુંદર ને પંતે કૅચ છોડ્યા. અમારે ફિલ્ડ પર સાહસી બનવું જોઈએ. મુંબઈની મૅચ અમારા માટે 'કરો યા મરો' હશે."
બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન કેરૉન પોલાર્ડે પોતાની ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું કે ભારતને 170 રન પર રોકવામાં તેમના બૉલરોએ ઘણી મહેનત કરી.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઓપનરમાં આવેલા સિમોન્સે અણનમ 67 અને લુઇસે 40 રન ફટકાર્યા હતા. જ્યારે નિકોલસ પુરને 38 બનાવ્યા હતા.
ભારત તરફથી સૌથી વધુ રન (54) શિવમ દુબેએ બનાવ્યા હતા. શિવમે 30 બૉલમાં 54 રન ફટકાર્યા હતા.
તેઓએ વેસ્ટ ઇન્ડીઝ કૅપ્ટન પોલાર્ડની ઓવરમાં ત્રણ સિક્સર મારી હતી.
કૅપ્ટન વિરાટ કોહલી 19, રોહિત શર્મા 25 અને કેએલ રાહુલે 11 રન કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો