અર્થતંત્રમાં મંદી : ઑગસ્ટ માસમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.1%નો ઘટાડો

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન)માં 77%ની ભાગીદારી ધરાવતા ઉત્પાદન ક્ષેત્રમાં ઑગસ્ટ 2019માં 1.1%નો ઘટાડો નોંધાયો છે.

નોંધનીય છે કે પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં 5.2% નો વધારો નોંધાયો હતો.

પીટીઆઈના અહેવાલ અનુસાર સરકારી આંકડા પ્રમાણે ઉત્પાદન, ઊર્જા ઉત્પાદન અને ખાણ ઉદ્યોગમાં ખરાબ પ્રદર્શનને કારણે ચાલુ વર્ષે ઑગસ્ટ માસમાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન 1.1% ઘટ્યું છે.

જોકે, ઑગસ્ટ 2018માં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 4.8%નો વધારો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે ઑગસ્ટ 2018માં ઊર્જા ઉત્પાદનમાં 7,6%નો વધારો નોંધાયો હતો, જ્યારે આ વર્ષે ઑગસ્ટ માસમાં આ ક્ષેત્રમાં 0.9%નો ઘટાડો નોંધાયો છે.

આ વર્ષે ખાણ ઉદ્યોગમાં 0.1% જેટલો નહિવત્ ઘટાડો નોંધાયો હતો.

આ વર્ષે એપ્રિલથી ઑગસ્ટ મહિનાના ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 2.4%નો વધારો થયો હતો. જ્યારે ગયા વર્ષે આ જ ગાળા દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 5.3% રહ્યો હતો.

ઉલ્લેખનીય છે અર્થતંત્રમાં મંદીને પગલે અનેક ક્ષેત્રો નબળો દેખાવ કરી રહ્યાં છે અને તેને લઈને સરકારને કેપિટલ ટૅક્સમાં રાહત સહિત અનેક પગલાં લેવાની ફરજ પડી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો