You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્રેડ ગેમ્સ 2 : ગાયતોંડે કે ગુરુજી કોણે મારી બાજી? દર્શકોને કેવી લાગી નવી સિઝન
ગણેશ ગાયતોંડે, સરતાજ સિંહ અને મુંબઈનાં રહસ્ય પરથી પડદો ઊઠી ગયો છે, કારણ કે 15 ઑગસ્ટના 'સેક્રેડ ગેમ્સ-2' રિલીઝ થઈ ગઈ છે. (નોંધ - No Spoilers)
નેટફ્લિક્સની આ શ્રેણીની પ્રથમ સિઝનમાં દર્શકોને ભારે રસ પડ્યો હતો અને સિઝન-2ની બહુ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.
14 ઑગસ્ટે સેક્રેડ ગેમ્સ-2ના લૉન્ચ બાબતે ભારતમાં નેટફ્લિક્સે કેટલાક ટ્વીટ કર્યા હતા અને તેની રિલીઝ 15 ઑગસ્ટ રાત્રે 12 વાગ્યે રિલીઝ કરવા પર પણ સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ આતુરતા દર્શાવી હતી.
સિઝન-2માં 'ગુરુજી'ની ઔપચારિક રીતે ઍન્ટ્રી થઈ છે, જેમને સિઝન-વનમાં બહુ ઓછા સીન આપવામાં આવ્યા હતા.
'સેક્રેડ ગેમ્સ-1'માં સરતાજ સિંહ અને ગણેશ ગાયતોંડે વચ્ચે ચાલી રહેલી રસપ્રદ રમતમાં અભિનેતા પંકજ ત્રિપાઠીએ 'સેક્રેડ ગેમ્સ-2'માં ગુરુજીના રોલમાં ત્રીજો ઍંગલ બનીને ઍન્ટ્રી કરી છે.
સોશિયલ મીડિયામાં લોકો નવાઝુદ્દીન સિદ્દિકીના પાત્ર ગણેશ ગાયતોંડેની ચર્ચા કરી રહ્યા છે, તો પંકજ ત્રિપાઠીના અભિનયના પણ વખાણ કરી રહ્યા છે.
'ગુરુજી'
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં 'સેક્રેડ ગેમ્સ'ના લેખક વરુણ ગ્રોવરે કહ્યું:
"પંકજ ત્રિપાઠીના પાત્રને પ્રથમ સિઝનમાં જાણીને વધારે નહોતું બતાવ્યું, કારણ કે અમને ખબર હતી કે લોકપ્રિય શ્રૃંખલામાં તેઓ મોટી ભૂમિકા ભજવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રોવર કહે છે, "સિઝન-2માં તેમની મુખ્ય ભૂમિકા છે અને તેઓ છેલ્લાં 30-40 વર્ષમાં આપણે જોયેલા આધ્યાત્મિક ગુરુઓનું મિશ્રણ છે."
"અમે તેમને એક બુદ્ધિશાળી, તાર્કિક અને વૈજ્ઞાનિક વલણવાળા વ્યક્તિ તરીકે બતાવેલા છે. તેઓ પાખંડી બાબા નથી, પરંતુ શિક્ષિત વ્યક્તિ છે."
ગ્રોવર કહે છે, " પુસ્તકમાં પણ ગુરુજીનું પાત્ર બહુ સરસ રીતે લખાયેલું છે અને અમે ત્યાંથી ઘણી પ્રેરણા લીધી છે, પણ તેમને આજના સમય પ્રમાણે કેટલાક રંગ ઉમેર્યા છે."
"જો દર્શકો એ ન કહી શકે કે ગુરુજી કોના જેવા લાગે છે, તો અમે માનીશું કે અમે સફળ રહ્યા."
આ સિરીઝ વર્ષ 2006માં પ્રકાશિત પુસ્તક 'સેક્રેડ ગેમ્સ' પર આધારિત છે, જેના લેખક વિક્રમ ચંદ્રા છે.
ગ્રોવરે કહ્યું, "2006માં પુસ્તક પ્રકાશિત થયું હતું, પરંતુ જ્યારે આ શ્રેણી બનાવવામાં આવી, ત્યારે તેમા થોડાં ફેરફાર કરવામાં આવ્યા હતા."
"જોકે, તેના ઘટનાક્રમમાં બહુ ફેરબદલ કરવામાં આવ્યા નથી."
તેમણે કહ્યું, "અમારું પહેલું કામ હતું કે તેને સમકાલીન બનાવવું, કારણ કે દર્શકોને 2006ના બૉમ્બની વાતમાં રસ ન પડત અને તેઓ કહી શક્યા હોત કે 'આપણે તો 2018માં છીએ'."
"અમે તેમાં થોડાક બદલાવ કર્યા હતા, અમારે તેમાં સમકાલીન બાબતોનો સમાવેશ કરવો હતો, જેમના વિશે 2006નાં પુસ્તકમાં પણ ઉલ્લેખ હતો.
"જે બાબતો ખૂટતી હતી, તેને અમે અમારી આજુબાજુ જે ઘટી રહ્યું હતું, તેમાંથી પ્રેરણા લઈને એ ખાલી જગ્યા પૂરી દીધી."
પંકજ ત્રિપાઠી સિવાય આ સિઝનમાં તમને અભિનેત્રી કલ્કિ કૈકલાં પણ જોવા મળશે.
નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠી
જોકે ગણેશ ગાયતોંડેનું પાત્ર ભજવી રહેલા નવાઝુદ્દીન સિદ્દિકી સિવાય પંકજ ત્રિપાઠી આ વખતે પણ દર્શકો ઉપર છાપ છોડી છે.
રવિ ગોવિંદ નામના યૂઝર લખે છે કે 'સેક્રેડ ગેમ્સ સિઝન-2' જોઈને લાગે છે કે લેખકોએ બીજી સિઝન જોતાં પહેલાં 'ઇનસેપ્શન' ફિલ્મ જોઈ લાગે છે. ગરીબોનું 'ઇન્સેપ્શન.'
ટ્વિટર પર સૈફ ઝૈદીએ લખ્યું છે, "સેક્રેડ ગેમ્સ-2 જોયાં બાદ પણ કેટલાક પ્રશ્ન હજુ ઊભા છે, ઘણી વાતો સમજવાની છે. 25 દિવસ પછી પણ કહાણી અધૂરી છે."
તેમજ અભિરાજે લખ્યું છે, "પંકજ ત્રિપાઠી અને નવાઝુદ્દીન સિદ્દિકી ગજબના અભનેતાઓ છે! તેમને એક જ સીનમાં જોઈને મારા રુવાંટાં ઊભાં થઈ ગયાં.
એક ટ્વિટર યૂઝર મૃત્યુંજય કુમારે લખ્યું હતું કે બહુ સારું કામ. પંકજ ત્રિપાઠી અને નવાઝુદ્દીન સિદ્દિકીનો બહુ સારો અભિનય. વરુણ ગ્રોવરની કહાણી કહેવાની સ્ટાઇલ પસંદ પડી.
તો આદર્શે માત્ર બે આ તસવીર પોસ્ટ કરીને સેક્રેડ ગેમ્સ-2 વિશે પોતાનો અભિપ્રાય આપ્યો.
સ્વદીપ ખુરાનાએ કહ્યું, "દરેક વખતે ગાયતોંડે 'સરદારજી' બોલે છે, મને લાગે છે કે એ માત્ર મને જ કહાણી કહી રહ્યા છે. પર્સનલાઇઝ્ડ ટચ..."
પાર્થ શાહે લખ્યું છે," ગાયતોંડે, આ શહેરને બચાવવાની કોઈ જરૂર નથી, રજાને દિવસે પણ આવી હાલત."
જીજીએ લખ્યું ,"ભારતના સ્વાતંત્ર્યદિન કરતાં વધારે લોકો ગાયતોંડેને લઈને વધારે ઉત્સુક."
તો કોઈએ બીજી સિઝન સંદર્ભે 'ગેમ ઑફ થ્રોન્સ'ને પણ યાદ કરી, કે તેની છેલ્લી સિઝને દર્શકોને જેટલા નિઃરાશ કર્યા હતાં, તેના કરતાં વધુ સેક્રેડ ગેમ્સની બીજી સિઝને કર્યા છે.
કોઈએ પહેલી સિઝનને બાજીરાવ મસ્તાનીની દીપિકા પાદૂકોણ સાથે અને બીજી સિઝનને મસ્તાની બનેલ ગુત્થી (સુનિલ ગ્રોવર) સાથે સરખામણી કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો