સુદાનમાં આંદોલનમાં જોવા મળી રહ્યા છે કળાના આવા રંગ

    • લેેખક, મોહનાદ હાશિમ
    • પદ, બીબીસી આફ્રિકા, ખાર્તોઉમ

સુદાનની રાજધાની ખર્તોઉમમાં મિલિટરી હેડ ક્વાર્ટર્સની આસપાસની દિવાલ પર ચિત્રો દોરવામાં આવ્યા છે, અહીં હજારો લોકો નાગરિકોનું શાસન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

6 એપ્રિલ અને તેના પાંચ દિવસ પછી લોકો અહીં એકઠા થયા હતા. 30 વર્ષના લાંબા સમય સુધી પોતાનું શાસન ચલાવનાર નેતા ઓમર-અલ-બશીરને સત્તા પરથી ખસેડવામાં આવ્યા અને સૈન્ય દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

મુવઆફક નામના વિદ્યાર્થી યુનિવર્સિટી ખર્તોઉમની પાસે ચિત્ર દોરી રહ્યા છે. તે જે ચિત્ર દોરી રહ્યા છે તે દર્શાવે છે કે સુદાનના લોકોએ મૌનની સાંકળોને લાંબા સમય બાદ તોડી છે.

ઘણાં બઘાં આર્ટવર્ક એવો સંદેશો આપે છે કે બુલેટ અને બૉમ્બ આજના સમયના યોગ્ય સાધનો નથી, પ્રદર્શનકારીઓ શાંતિપૂર્વક રીતે સત્તાનું પરિવર્તન ઇચ્છે છે.

જે વિસ્તારને પોતાનો વિરોધ દર્શાવવા કબજે કરવામાં આવ્યો છે, તે ઍરપૉર્ટનો નોર્થન પેરીમિયર અને બ્લૂ લાઇનની વચ્ચેનો વિસ્તાર છે અને તે હાલ સિટીનું ધબકતું હૃદય છે. એ યુનિવર્સિટી કૅમ્પસનો ભાગ છે.

ત્યાં એક સામૂહિક આર્ટ બનાવવામાં આવ્યું છે અને કબૂતરનું ચિત્ર બનાવાયું છે. તે હાલ સુધી લોકોએ મેળવેલી સ્વતંત્રતાને દર્શાવે છે. ત્યાંથી વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રમાં પ્રવેશ કરાય છે...

હાલ, કેન્દ્ર પાસે રહેલાં કલાકારો ત્રણ કિલોમિટર લાંબા કૅન્વાસના પર કામ કરી રહ્યા છે, તેમણે વિરોધ કરવા માટે જે જગ્યા પર કબજો કર્યો છે તેની આસપાસ ચિત્ર બનાવવાનું પ્લાન કરી રહ્યા છે.

મુઘીરા, ત્યાંની નજીકની ફાઇન આર્ટ કૉલેજમાં ભણે છે, તેમણે દિવાલ પર જે ચિત્ર દોર્યું છે. તે સુદાનની વિવિધતા અને આંદોલનમાં ભાગ લેનાર લોકોને દર્શાવે છે. દેશમાં ઘણાં બધાં સમુદાયના લોકો છે અને 100 કરતાં પણ વધારે બોલીઓ છે.

ઉપરોક્ત ચિત્ર વિરોધ પ્રદર્શન માટે જે વિસ્તાર પર કબજો કરવામાં આવ્યો છે ત્યાં યુનિવર્સિટીની દિવાલ પર દોરેલું છે.

આ ચિત્રમાં એક માણસે સુદાનના વિવિધ સમુદાય દ્વારા ઉપયોગમાં લેવાતાં "રબાબાહ" વાદ્યને હાથમાં પકડયું છે. તે સૂચવે છે કે દેશ પરિવર્તન જોવાની બાબતમાં એક છે.

ઉપરની કળાકૃતિ દર્શાવે છે કે ક્રાંતિમાં પુરુષો અને સ્ત્રીઓનો ફાળો સમાન છે.

હાલ આર્ટિસ્ટ જે ભીંતચિત્ર દોરી રહ્યા છે તે, એલા સાલેહ નામની 22 વર્ષની વિદ્યાર્થીનીનું છે. જે અલ-બશીરની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તેનો વિડીયો વાઇરલ થયા પછી તે વિરોધના આઈકોન બન્યા હતા.

1956માં સુદાનને આઝાદી મળી. તેનો રાષ્ટ્રધ્વજ બ્લૂ, યેલો તથા ગ્રીન રંગનો બનેલો હતો. અનેક કલાકૃતિઓમાં આ રંગોનો ઉપયોગ થયો છે.

જુના રાષ્ટ્રધ્વજના સ્થાને 1970ની સાલમાં સૈન્યએ હાલના પેન આરબના લાલ, સફેદ અને ગ્રીનને રંગના રાષ્ટ્રધ્વજને અપનાવ્યો હતો.

#sudaxit હેસટેગ આંદોલનકારીઓમાં જાણીતો બન્યો હતો. તે સુદાનની આરબ ઓળખના સ્થાને સુદાનની આફ્રિકાની ઓળખ તરફ પાછા વળવાનું કહે છે. ભીંત પર લખવામાં આવ્યું છેઃ "અમે માંગણી કરીએ છીએ કે સુદાન આરબ લીગને છોડી દે. અમે કાળા લોકો છીએ, કુશિતેસના બાળકો."- આ વાત પ્રાચીન કુશ રાજ્યનો સંદર્ભ આપે છે.

સુદાન અને ઇજિપ્ત વચ્ચે ચાલી રહેલાં જમીન વિવાદને પૂર્ણ કરી. ર્હલાઈબ ટ્રાયન્ગલની જમીનને પોતાનામાં પરત ભેળવવા ઇચ્છે છે.

ઉપરોક્ત આર્ટ વર્કમાં દેખાય છે કે ક્રાંતિકારી-વિરોધી દળ, સાઉદી અરેબિયાનું ગુપ્ત સમર્થન, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત અને આરબ દેશો સૈન્યને ટેકો આપતાં જોવા મળે છે.

અહીંના ભીંતચિત્રમાં આ જ આર્ટિસ્ટે ક્રાંતિના સ્લોગનનો ઉપયોગ કર્યો છે. "શહીદોના લોહીની કિંમત કેટલી?" - બશીરે જ્યારે સત્તા ગુમાવી તે મહિના દરમિયાન મોટા પ્રમાણમાં આ સ્લોગનનો ઉપયોગ કરાયો હતો.

આંદોલન દરમિયાન અનેક સ્લોગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં "આઝાદી, શાંતિ અને ન્યાય"નો સમાવેશ થતો હતો.

સુદાનના આંદોલન દરમિયાન વ્યક્ત કરેલાં વિચારોની સર્જનાત્મકતામાં ઘણા લોકોએ ભાગ લેવાનું ચાલુ રાખ્યું છે. ખાર્તોઉમની દિવાલોને પેઇન્ટિંગ કરવા માટે બહાર આવેલાં લોકોમાં સૈનિકો પણ જોવા મળે છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો