You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુસ્લિમ મંત્રીઓનાં રાજીનામાં : હિન્દુ નેતાઓએ કહ્યું, તો ગૌતમ બુદ્ધ પણ શ્રીલંકાને બચાવી નહીં શકે
શ્રીલંકામાં તમામ મુસ્લિમ મંત્રીઓએ રાજીનામાં આપી દેતા હિન્દુ સંસદસભ્યો અને નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે.
ધ તમિલ નેશનલ અલાયન્સ (ટીએનએ)નું કહેવું છે કે મુસ્લિમ મંત્રીઓ ભેદભાવનો શિકાર થઈ રહ્યા છે.
ટીએનએના પ્રવક્તા અને સંસદસભ્ય એમ. સુમનતિરને કહ્યું, "આજે તેઓ નિશાને છે, કાલે અમે લોકો હોઈશું અને પછી આગળ કોઈ બીજું હશે. આજે તમામ શ્રીલંકન નાગરિકોએ સાથે રહેવાની જરૂર છે. અમે લોકો મુસલામાનો સાથે મળીને રહીશું."
તમિલ પ્રોગ્રેસિવ અલાયન્સ અને શ્રીલંકાના હિન્દુ નેતા મનો ગણેશને કહ્યું કે જો સરકાર બૌદ્ધ સન્યાસીઓને આધારે ચાલશે તો ગૌતમ બુદ્ધ પણ પ્રદેશને બચાવી નહીં શકે.
ગણેશને કહ્યું કે મુસલમાનો પર કોઈ આરોપ સિદ્ધ નથી થયા અને તેઓ આજ સુધી આવી કોઈ ગતિવિધિમાં સામેલ નથી થયા.
એમણે કહ્યું, "મુસ્લિમ મંત્રીઓને રાજીનામાં માટે મજબુર કરવા ગૌતમ બુદ્ધનું અપમાન છે અને જો આવું કરાયું તો દુનિયા શ્રીલંકાને એક બૌદ્ધ દેશ તરીકે નહી સ્વીકારે."
બૌદ્ધ સાધુએ કરી હતી રાજીનામાંની માગણી
ઉલ્લેખનીય છે કે શુક્રવારથી બૌદ્ધ ભિક્ષુ અતુરાલિએ રતના થિરો મુસ્લિમ મંત્રી રિશાદ બાથિઉદ્દીન તથા રાજ્યપાલ એએલએએમ હિજ્જબુલ્લાહ તથા અજત સૈલીના રાજીનામાંની માગ સાથે કેનેડીના દલાદા માલિગાવા બૌદ્ધ મંદિરમાં ભૂખહડતાલ ઉપર બેઠા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેને પગલે ગઈ કાલે શ્રીલંકાના તમામ મુસ્લિમ મંત્રીઓ તેમજ રાજ્યપાલે રાજીનામાં આપી દીધાં હતાં.
અગાઉ ગઈકાલે શ્રીલંકાના બે મુસ્લિમ રાજ્યપાલોએ પદ પરથી રાજીનામાં આપી દીધા હતા.
શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે દેવળ તથા હોટલમાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં શ્રીલંકાના કેટલાંક મુસ્લિમ સંગઠનોની સંડોવણી બહાર આવી હતી.
બૌદ્ધ ભિક્ષુ રતના થિરો સંસદસભ્ય છે તથા વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેની પાર્ટી યૂએનપીના સભ્ય છે.
રતના થિરો સહિત કટેલાક કટ્ટરવાદી બૌદ્ધ સંગઠનોએ મુસ્લિમ નેતાઓ ઉપર ઇસ્ટરના હુમલાનાં સંદિગ્ધો સાથે સાઠગાંઠ રાખવાનો આરોપ મૂક્યો હતા અને આ અંગે તપાસ કરવાની માગ કરી હતી.
જોકે, મુસ્લિમ મંત્રીઓ તથા સંગઠનોએ આ આરોપોને પાયાવિહોણા જણાવી નકારી કાઢ્યા હતા.
રતથા થિરોના આમરણાંત અનશન બાદ શ્રીલંકાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે પ્રદર્શન થયાં હતાં.
સોમવારે શ્રીલંકાનાં મોટાં શહેરોમાંથી એક કેનેડીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રતના થિરોની માગનું સમર્થન કર્યું હતું.
સોમવારે બપોરે બે મુસ્લિમ રાજ્યપાલ અજત સૈલી તથા હિજ્જબુલ્લાહે રાજીનામાં ધરી દીધાં, જેને રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ સ્વીકારી લીધાં હતાં.
રાજ્યપાલોનાં રાજીનામાં બાદ કેન્દ્રીય મંત્રીમંડળના તમામ મુસ્લિમ પ્રધાનો, નાયબ-પ્રધાનો તથા રાજ્ય મંત્રીઓએ પણ રાજીનામાં આપી દીધાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો