You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીની સામે શા માટે સમગ્ર વિપક્ષ ન ટકી શક્યો?
- લેેખક, સંજીવ શ્રીવાસ્તવ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે
દેશભરમાં ચૂંટણી પરિણામોમાં જો કોઈ રાજ્ય સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સાબિત થયું હોય તો તે પશ્ચિમ બંગાળ છે.
પશ્ચિમ બંગાળમાં લઘુમતી તુષ્ટીકરણનો મુદ્દો છવાયેલો રહ્યો છે. મમતા બેનરજીની છાપ લઘુમતીઓને પંપાળનારાં નેતા તરીકે ઊપસી..
વિશેષ કરીને દુર્ગાપૂજા તથા મોહરમના વિવાદને કારણે તેમની આ છાપ વધુ ગાઢ બની, જેનું નુકસાન આ લોકસભા ચૂંટણીમાં ભોગવવું પડ્યું.
મતોના ધ્રુવીકરણને કારણે મોટા પાયે હિંદુ મતદારો ભાજપ તરફ વળ્યા. અધૂરી કસર ડાબેરી પક્ષોના સંપૂર્ણ પતને પૂર્ણ કરી.
કહેવાય છે કે આ વખતે મોટા ભાગના ડાબેરી કાર્યકરોએ ભાજપને મત આપ્યા. આ ચૂંટણીમાં ડાબેરીપક્ષોની મતોની ટકાવારી ઘટીને માત્ર છ ટકા ઉપર આવી ગઈ છે.
હવે ભાજપના નિશાન પર મમતા બેનરજી હતાં.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી.
આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી પરંતુ ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કારણે ભાજપનો પરાજય થયો હતો, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણીમાં ત્રણેય રાજ્યની જનતાએ કૉંગ્રેસને સદંતર નકારી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે-જે બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કકર હતી, તે બેઠક ઉપર ભાજપની સરખામણીએ કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી.
પહેલાં મને એવું લાગતું હતું કે કૉંગ્રેસ એકલા હાથે ભાજપને ટક્કર આપી શકે તેમ નથી, પરંતુ મહારાષ્ટ્ર અને બિહારનાં પરિણામ જોઈએ તો એવું લાગે કે ગઠબંધન પણ કંઈ ન કરી શક્યું.
આ ચૂંટણીનું એક પાસું એ પણ છે કે તેનું કોઈ વિશ્લેષણ કરી શકાય તેમ નથી.
આપને આ પણ વાચવું ગમશે
કોઈ વિકલ્પ નથી
તમે અમિત શાહ તથા નરેન્દ્ર મોદીની ગમે તેટલી પ્રશંસા કરો અને રાહુલ ગાંધીને ગમે તેટલા વગોવો, પરંતુ એક તબક્કે તેનો કોઈ અર્થ નથી સરતો.
વાસ્તવમાં જનતાને મોદી સિવાય કોઈ વિકલ્પ નથી દેખાતો. ગત 25 વર્ષમાં પહેલી વખત કોઈ એક સરકાર બીજી વખત પૂર્ણ બહુમત સાથે સત્તા ઉપર આવી છે.
જવાહરલાલ નહેરુ બાદ પહેલી વખત કોઈ વડા પ્રધાનનું પૂર્ણ બહુમત સાથે સત્તામાં પુનરાગમન થયું છે.
શરદ યાદવ, શરદ પવાર, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને માયાવતી જેવા નેતાઓ પોતાના વિસ્તારના મઠાધીશ બની રહ્યા, પરંતુ તેઓ મોદીનો વિકલ્પ બનવામાં નિષ્ફળ રહ્યા.
ભાજપ હિંદુ રાષ્ટ્રવાદના વિચારને વળગી રહ્યો, પરંતુ વિપક્ષ તેનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યો. આ મુદ્દે સીધી ટક્કર આપવાને બદલે વિપક્ષ આડોઅવળો ભટકતો રહ્યો.
આ ચૂંટણીનો સૌથી મોટો સંદેશ છે કે દેશે મોદી તથા તેમની વિચારધારાનો સ્વીકાર કર્યો છે.
આ ચૂંટણીએ દેશને મોટા પાયે વિભાજિત કરી નાખ્યો છે, હવે મોદીની સામે સમગ્ર દેશને એકસાથે લઈને આગળ વધવાનો પડકાર રહેશે.
વિપક્ષે પણ તેના ઈવીએમના મુદ્દાને સંપૂર્ણપણે ત્યજવો પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો