Fact Check : રાહુલ ગાંધીને 'પપ્પૂ' કહી ગલ્ફ ન્યૂઝે તેમનું 'અપમાન' કર્યું?

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર ઘણી એવી પોસ્ટ શૅર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુબઈના એક ન્યૂઝપેપર 'ગલ્ફ ન્યૂઝ'એ રાહુલ ગાંધીને 'પપ્પૂ' કહ્યા છે અને તેમનું અપમાન કર્યું છે.

મોટાભાગના લોકોએ આ ન્યૂઝપેપરનું કટિંગ સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે.

કેટલાક લોકોએ તસવીરને કેપ્શન આપ્યું છે : "વિદેશમાં જઈને પોતાના દેશની આબરુ નીલામ કરતા લોકોને આ પ્રકારની ઇજ્જત મળે છે, જેમ કે આબૂ ધાબીના સમાચારપત્ર ગલ્ફ ન્યૂઝે રાહુલ ગાંધીને પપ્પૂની તસવીર છાપીને આપી છે."

જમણેરી વિચારધારા ધરાવતા ફેસબુક ગ્રૂપ્સમાં આ આર્ટિકલ શૅર થઈ રહ્યો છે કે જેની શરુઆત રાહુલ ગાંધીના કાર્ટૂન (સ્કેચ)થી થાય છે અને તેની નીચે લખેલું જોવા મળે છે- "Pappu label".

ભારતીય જનતા પક્ષના ઘણા મોટા નેતા અને તેમના સમર્થક કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે 'પપ્પૂ' શબ્દનો ઉપયોગ કરતા રહે છે.

કેટલાક લોકોએ ફેસબુક પર ગલ્ફ ન્યૂઝના આ આર્ટિકલને શૅર કરતા લખ્યું: "દેશની સત્તા 65 વર્ષ સુધી સંભાળનારી પાર્ટીના અધ્યક્ષ જ્યારે વિદેશમાં જઈને એ બોલે કે દેશને ગરીબી અને ભ્રષ્ટાચારે પકડી રાખ્યો છે. તો વિચારવું પડશે કે 65 વર્ષ સુધી તેમણે શું કર્યું હશે."

સંયુક્ત અરબ અમીરાત અને દુબઈના પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતના વાસ્તવિક મુદ્દાઓની ચર્ચા દરમિયાન વર્તમાન મોદી સરકારની ખૂબ ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ એક સ્ટેડિયમમાં સાર્વજનિક સભા યોજીને દુબઈમાં રહેતા એનઆરઆઈ (નોન રેસિડન્ટ ઇંડિયન્સ, બિનનિવાસી ભારતીય) લોકો સાથે વાત કરી હતી.

આ પ્રવાસના અંતે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગલ્ફ ન્યૂઝને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો.

પણ શું ખરેખર દુબઈના આ ન્યૂઝપેપરે રાહુલ ગાંધીનું અપમાન કર્યું? જ્યારે અમે તેની પાસ કરી તો સોશિયલ મીડિયાના દાવો વાસ્તવિકતાથી એકદમ અલગ હતો.

આપને આ પણ વાચવું ગમશે

શું છે હકીકત?

ન્યૂઝપેપરની આખી હેડલાઇન હતી- "પપ્પૂ લેબલે કેવી રીતે રાહુલ ગાંધીને બદલ્યા છે."

ગલ્ફ ન્યૂઝના આધારે આ હેડિંગ પર જે કાર્ટૂન છપાયેલું હતું, તેના પર રાહુલ ગાંધીના હસ્તાક્ષર હતા અને તેમણે જ તેને છાપવાની પરવાનગી આપી હતી.

પરંતુ હેડિંગમાં પપ્પૂ શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો?

ન્યૂઝપેપરની માહિતી અનુસાર રાહુલને પપ્પૂ લેબલ અંગે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં વાંચો રાહુલ ગાંધીએ શું કહ્યું હતું :

"2014ના રૂપમાં મને એક શ્રેષ્ઠ ભેટ મળી છે. તેમાંથી મેં ખૂબ શીખ્યું છે જે હું બીજી કોઈ વસ્તુથી શીખી ન શકતો.""મારા વિરોધીઓ મારા માટે પરિસ્થિતિઓ જેટલી મુશ્કેલ બનાવશે, મારા માટે તે એટલી જ ફાયદાકારક છે, જ્યારે તેઓ મને પપ્પૂ કહે છે તો હું તેનાથી વ્યાકૂળ થતો નથી.""મારા વિરોધીઓ મારા જે હુમલા કરે છે તેની હું કદર કરું છું અને તેમાંથી કંઈક શીખું છું."

ન્યૂઝપેપરના હેડિંગમાં જે પપ્પૂ શબ્દનો ઉપયોગ થયો છે, તે રાહુલ ગાંધીના નિવેદનનો જ ભાગ હતો.

ગલ્ફ ન્યૂઝે આ વિશે એક આર્ટિકલ લખી પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે કે તેમણે પોતાના ઇન્ટરવ્યૂના હેડિંગથી રાહુલ ગાંધીનુ અપમાન કરવા પ્રયાસ કર્યો નથી.

ન્યૂઝપેપરના હેડિંગને રાહુલ ગાંધીના અપમાન સાથે જોડવું ખોટું છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો