અમિત શાહને થયેલી બીમારી સ્વાઇન ફ્લૂ મેક્સિકોથી આવી છે

ભારતમાં એક વાર ફરીથી સ્વાઇન ફ્લૂ સમાચારમાં હેડલાઇનમાં છે.

અમિત શાહ બીમાર થયા બાદ ઘણાં બધાં લોકો આ વિષયમાં જાણવા ઇચ્છે છે.

સ્વાઇવ ફ્લૂની બીમારી છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

જે બાદ લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે કે આ બીમારી કેવી રીતે ફેલાય છે અને તેનાં લક્ષણો શું હોય છે.

શું છે સ્વાઇન ફ્લૂ?

આ શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે, જે ઇન્ફ્લુએન્ઝા ટાઇપ-એથી થાય છે.

આનું વૈજ્ઞાનિક નામ H1N1 છે અને બ્રિટન જેવા ઘણા દેશોમાં આનાથી બચવા માટે રસી પણ આપવામાં આવે છે.

આ રસી તમામ લોકો માટે નહીં, પરંતુ એમને લગાવવામાં આવે છે, જેમને કેટલીક અન્ય બીમારીઓને લીધે વધુ જોખમ હોય છે.

આનું નામ સ્વાઇન ફ્લૂ એટલા માટે પડ્યું કારણ કે આ સામાન્ય રીતે સુવરોમાં મળતો ફ્લૂ છે.

સ્વાઇન ફ્લૂના શરૂઆતના કિસ્સા 2009માં મેક્સિકોમાં જોવા મળ્યા હતા.

ત્યારથી માંડીને અત્યાર સુધી લગભગ શો દેશોમાં આ બીમારીના ચેપથી લોકો આ બીમારીનો શિકાર બન્યા છે.

પ્રયોગશાળામાં કરવામાં આવેલાં પરીક્ષણોથી જાણવા મળ્યું કે આ વાઇરસનાં જીન્સ ઉત્તર અમેરિકાનાં ડુક્કરોમાં જોવાં મળતાં જીન્સ જેવાં હોય છે એટલે એને સ્વાઇન ફ્લૂ કહેવામાં આવ્યો.

વૈજ્ઞાનિક ભાષામાં આ વાઇરસ ને ઇન્ફ્લુએન્ઝા-એ (એચ1એન1) કહેવામાં આવે છે.

શરૂઆતમાં એવું મનાતું રહ્યું હતું કે આના ચેપમાં ડુક્કરોની ભૂમિકા હોય છે, પરંતુ પછીથી ખબર પડી કે આ માણસ માણસ વચ્ચે પણ ફેલાય છે. ખાસ કરીને ખાંસી અને છીંક ખાવાથી.

સામાન્ય રીતે થતી શરદી પણ H1N1થી જ થાય છે, પરંતુ સ્વાઇન ફ્લૂ એચ1એન1ની એક ખાસ પ્રકારના ચેપને કારણે થાય છે.

આપને આ પણ વાચવું ગમશે

સ્વાઇન ફ્લૂનાં લક્ષણો શું છે?

આના લક્ષણ સામાન્ય ફ્લૂ સાથે મળતા આવતા જ હોય છે એટલે આની ઓળખ લોહીની ચકાસણીથી જ શક્ય છે.

આમ તો આનાં મુખ્ય લક્ષણો છે- માથામાં દુઃખવું, અચાનક સખત તાવ, ગાળામાં ખારાશ, ખાંસી, શરીરમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ.

આ સિવાય, ઘણા લોકોને આને લીધે પેટમાં દુ:ખાવો, ડાયરિયા, ભૂખ ના લાગવી, ઊંઘ ના આવવી અને ઉલ્ટી થવાની ફરિયાદ પણ હોઈ શકે છે.

આના ગંભીર ચેપથી શરીરમાં ઘણાં અંગ કામ કરવાનું બંધ કરી શકે છે, જેને લીધે મોત પણ થઈ શકે છે.

શું આનો ઇલાજ સંભવ છે?

આનો ઇલાજ સંભવ છે. આના દર્દીઓનો ઉપચાર ટેમીફ્લૂ અને રેલેન્ઝા નામના વાઇરસ અવરોધક દવાથી શરૂઆતની અવસ્થામાં કરી શકાય છે.

ડૉક્ટર દર્દીઓને આરામ કરવા, ભરપૂર પાણી પીવા અને શરીરને ગરમ રાખવાની સલાહ આપે છે.

શરીરના દર્દ માટે ડૉક્ટર બ્રુફેન જેવી દવા આપે છે, તાવને ઓછો કરવા માટે પેરાસિટામોલ આપી શકાય છે.

આ સમય રહેતા ઠીક થનારી બીમારી છે પરંતુ જો વ્યક્તિને દમ અથવા ન્યૂમોનિયા જેવી બીમારીઓ હોય તો જટિલતા વધી જાય છે.

ડૉક્ટરોના અનુસાર, દવાઓ આ ફ્લૂને અટકાવી તો નથી શક્તિ પરંતુ એની ખતરનાક અસરને ઓછી ચોક્કસ કરી શકે છે.

આનાથી બચવાના કયા ઉપાય છે?

સ્વાઇન ફ્લૂથી બચવાની સૌથી સારી રીત સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું.

ગીચ ભીડવાળી જગ્યાઓ અથવા સાર્વજનિક સ્થળો ઉપર જવાથી બચો, છીંક ખાતી વખતે મોં અને નાકને રૂમાલ અથવા કપડાથી ઢાંકો અને બીજાઓને પણ આવું જ કરવા માટે કહો.

ફ્લૂ પ્રભાવિત વ્યક્તિથી અંતર રાખો અને સાર્વજાનિક સ્થળો ઉપર જતી વખતે માસ્ક લગાવો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો