You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાયણ પર પતંગ ઉડાડવું કેમ ખતરનાક ખેલ બની ગયો છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પતંગ ઉડાવવો સ્વાભાવિક રીતે જોખમકાર ખેલ લાગતો નથી પરંતુ ક્યારેક તે ઘાતક પુરવાર થઈ શકે છે.
આ વર્ષે જ ગુજરાતમાં ઉત્તરાયણમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર 3 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર છે.
ભારત-પાકિસ્તાનમાં લોકો ખૂબ જ શોખ સાથે પતંગ ઉડાડે છે.
એક સમય એવો પણ હતો જ્યારે લોકો આકાશમાં પતંગ દ્વારા લડાઈ (પેચ લગાવવો) કરતા હતા.
લેખક રસ્કિન બૉન્ડે તેમની એક લઘુકથામાં 20મી સદીમાં થતાં પતંગયુદ્ધ વિશે લખ્યું હતું, "આકાશમાં ઊડતા પતંગો એકબીજા સાથે સામે વાળા પતંગનો માંજો કપાઈ ન જાય ત્યાં સુધી ટકરાતા રહેતા."
"પછી હારી ચૂકેલો પતંગ આકાશમાં ઊડતો-ઊડતો દૂર જતો રહે છે અને આખરે આંખો સામેથી ગાયબ થઈ જાય છે."
"આ ખેલમાં સટ્ટો પણ ખૂબ રમાતો હતો. એ સમયે પતંગ ઉડાડવાએ રાજાઓનો ખેલ હતો."
ગુજરાતની કાઇટ ફ્લાઇંગ ક્લબના સંસ્થાપક મેહુલ પાઠક જણાવે છે, "ઘણા લોકો માટે હવે પતંગ ઉડાડવો એક મનોરંજનનો ખેલ નથી રહ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પતંગબાજો હવે ખતરનાર માંજાનો ઉપયોગ કરે છે. હવે પહેલા જેવા બિન-ઘાતકી માંજા વાપરવામાં આવતા નથી."
પતંગના માંજા પર ગુંદરથી કાચ અથવા ધાતુનું આવરણ ચઢાવવામાં આવે છે. જેથી પ્રતિયોગિતા વેળા હરિફના માંજાને કાપી શકાય.
છેલ્લાં વર્ષોથી પતંગબાજોએ નાયલોનના માંજા વાપરવાનું શરૂ કર્યું છે જેના પર કાચનું આવરણ હોય છે.
તે સામાન્ય માંજા કરતાં મજબૂત અને ઘાતક હોય છે. આ માંજા આસાનીથી નથી તૂટતા અને માનવામાં આવે છે કે હાલમાં થયેલી મોત માટે પણ તે જ જવાબદાર છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મજબૂત અને ઘાતક માંજો
આકાશમાંથી કપાઈને નીચે આવી રહેલો પતંગ વધુ ખતરનાક હોય છે. તે અચાનક કોઈ બાઇકસવારના ગળાને કાપી શકે છે અને પછી મોત થઈ જાય છે.
એવી પણ ઘટના નોંધાઈ છે જ્યારે ધાતુનું આવરણ ધરાવતો માંજો વીજળીના તાર પર પડ્યો અને પતંગ કાઢવાની કોશિશ કરનાર વ્યક્તિનું વીજકરંટ લાગવાથી મોત થઈ ગયું હોય.
આ માંજાના કારણે શૉર્ટસર્કિટ અને વીજળી ડૂલ થવાની પણ ઘટના બનતી હોય છે. વળી માંજાના કારણે જ પતંગ ઉડાડવો ખતરનાક નથી.
પતંગ ઉડાડતી વખતે અને તેની પાછળ ભાગતી વખતે પણ કેટલાક લોકો ધાબા પરથી પડી જવાના કારણે મોતનો શિકાર બનતા હોય છે.
વળી કપાઈને પડતી પતંગો પકડવા જતી વ્યક્તિના માર્ગ અકસ્માતમાં પણ મોત થતાં હોય છે.
દર વર્ષે પતંગ ઉડાડવા મામલે ભારત-પાકિસ્તાનમાં કેટલાકનાં મોતની ઘટનાઓ બનતી હોય છે.
થોડાં વર્ષો પહેલાં ચેન્નાઈમાં પોલીસે તેજધારવાળા માંજા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ગુજરાતમાં વસંત ઋતુના આગમન પર પારંપરિક રીતે પતંગ ઉડાડવાનું ચલણ છે, અહીં પંતગ ઉડાડવાના આ બે દિવસોમાં હૉસ્પિટલમાં ઘાયલોની સંખ્યા 10 ટકાથી વધીને 20 ટકા થઈ જાય છે.
ઘણીવાર કોશિશ કરવામાં આવી છે કે પતંગ ઉડાવવાને સુરક્ષિત બનાવવમાં આવે અથવા પ્રતિબંધિત કરવામાં આવે.
પતંગબાજોની ધરપકડ
થોડાં વર્ષો પહેલાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પોલીસે પતંગબાજોની ધરપકડ કરીને પતંગ જપ્ત કર્યા હતા.
વળી કેટલાક પ્રાંતોમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે. વળી વડીલોને અપીલ કરી છે કે તેઓ બાળકોને પતંગ ન ઉડાડવા દે.
ચેન્નઈ પોલીસે ગલી-શેરીઓમાં કાર્યક્રમ તથા સ્કૂલોમાં પણ જઈને કાર્યક્રમ કરીને પતંગ ઉડાડવાના ખતરા વિશે તથા ખતરનાક માંજા વિશે લોકોને જાગૃત કરવાની કોશિશ કરે છે.
પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખતરનાક માંજા સાથે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે.
જ્યારે રાજધાની દિલ્હીમાં ચાર દાયકા જૂનો કાનૂન છે જેમાં આ પ્રકારની પતંગબાજી પર પ્રતિબંધની જોગવાઈ છે.
તેમાં વ્યક્તિ, પશુ અથવા સંપત્તિને જોખમ કે નુકસાન પહોંચાડતી પતંગબાજી પર પ્રતિબંધ છે.
જોકે, કાનૂનને લાગુ કરવો મુશ્કેલ કામ છે અને કેટલાક લોકો ગેરકાનૂની રીતે આ પ્રકારના પતંગો ખરીદે છે અને ઘરે બનાવે છે.
કોઈના પતંગના કારણે કોઈનું મોત થઈ જાય તેને કેવી રીતે અટકાવવું તે પોલીસ માટે પણ લગભગ અશ્ક્ય હોય છે.
વળી કેટલાક શોખીન લોકો હજુ પણ કાચનું આવરણ ધરાવતા માંજા ત્યજવા માટે તૈયાર નથી.
પતંગ ઉડાડવું ભારતમાં એક પસંદગીનો ખેલ બની રહેશે પરંતુ તેને સુરક્ષિત બનાવવો મુશ્કેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો