You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક લડકી કો દેખા તો એસા લગા...કેસા? - બ્લૉગ
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
એક પાર્ટીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કેટલીક યુવતીઓને જોઈ તો 'એસા લગા'…
"મારો પરિવાર દરેક રીતે ખુલા વિચારોવાળો છે. મેં મારા પરિવારને કીધું કે આજે કરીને આવ્યો છું."
"એક પાર્ટીમાં મારો પરિવાર હતો. તેમણે પૂછ્યું તારાવાળી આમાંથી કોણ છે?"
"મેં કહ્યું એક આ, બીજી આ...ત્રીજી...ચોથી આ. મારે દરેકની સાથે કંઈકને કંઈક રહ્યું છે. મારો પરિવાર બોલ્યો- વાહ, ગર્વ છે."
'કૉફી વિથ કરણ' શૉમાં હાર્દિક પંડ્યાએ વાત કહી હતી અને હવે તેમણે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હાર્દિકે કહ્યું, "હું મારી ટિપ્પણી દ્વારા ન કોઈને દુખ પહોંચાડવા માંગતો હતો ન કોઈનું અપમાન કરવા માંગતો હતો. કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચી હોય તો હું માફી માંગુ છું."
હાર્દિકનું આ નિવેદન વર્ષોથી ચાલતા આવતા એ સમયગાળામાંથી આવ્યું છે જેમાં એક યુવતીને જોવા વિશે અથવા તેના વિશે વાત કરવા મામલે અલગ-અલગ દૃષ્ઠિકોણ રહ્યો છે અને સારો-નરસાનો ઇતિહાસ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક લડકી કો દેખા તો એસા લગા...
'ભાઈ આ છોકરી, તું જોતો જા'
'તેનો ગ્રોથ જોઈ લેજે ભાઈ તું'
'બધી તક હવે તેને જ મળશે'
કોઈને આવું લાગવું ખોટું છે કે નહીં તેના વિશે હાલ વિચારવું નથી.
શું આપણે ક્યારેય કોઈ યુવતી માટે આવું કહ્યું કે સાંભળ્યું છે? જવાબ છે હા. ઘણી વાર સાંભળ્યું છે.
તમારી ઇમાનદારી જો 'હા'માં જવાબ આપી રહી હોય તો તમને અભિનંદન.
આપણા ભૂતકાળની વિચારસરણી કેટલીય મેલી કેમ ન હોય આજની ઇમાનદારી આપણા આવનારા ભવિષ્યની વિચારસરણીને સારી બનાવે છે.
આપણે કેટલાક સવાલોના જવાબ એકબીજાને આપી દઈએ તો સારુ રહેશે.
કોઈ યુવતીને જોઈને વિચારવું કે કહેવું કે ઑફિસમાં તે યુવતી છે એટલા માટે તેને તક વધુ મળશે, તો એ વ્યક્તિ કોણ હતી જે તેને સફળ બનાવી શકતું હતું.
એક પુરુષ બૉસ. એટલે કે એ બીજો પક્ષ છે. જેની નજર અને પસંદગી પર તમને શંકા છે.
અથવા એમ કહીએ કે આ પુરુષ બૉસ માટે સફળતા કરતા સુંદરતા વધુ મહત્ત્વ ધરાવે છે? કોઈ કર્મચારીનું મહિલા હોવું મહત્ત્વનું છે?
એવામાં ગ્રોથ માટેની કોઈ પણ તકની ઉપલબ્ધી મામલે કઠેરામાં કોને ઊભા રાખવાં? મહિલાને કે પુરુષને.
કેમ આપણા મનની આ લાઇનને બીજી રીતે ન કહીએ કે એક મર્દકો દેખા તો એસા લગા...
જેમ આ પુરુષ બૉસમાં કમી છે જે કુશળતા કરતા સુંદરતાને પ્રાધાન્ય આપે છે.
'સુંદરતાની સાચી વ્યાખ્યા તેને જોનારાના આધારે બદલતી રહે છે. કોઈ પણ દૃષ્ટિકોણ અંખડ સત્ય નથી.'
અથવા બની શકે કે મહિલા જ બૉસ હોય. મહિલા બૉસ જો કોઈ યુવતીને આવડત ન હોવા છતાં આગળ વધારી રહી હોય તો તે પણ ખોટું જ છે.
ઉદાર મનથી જુઓ તો સંભવ છે કે મહિલા બૉસ કોઈ યુવતી માટે એ અવરોધોને હટાવી રહી હોય, જે તેના માટે મુશ્કેલજનક રહ્યા હોય.
આથી ઑફિસમાં આગળ વધતી કોઈ પણ યુવતીને માત્ર યુવતી તરીકે નહીં પણ તેની મહેનત, અનુભવ સાથે જોવામાં આવે.
સાથે જ એ પુરષ બૉસને પણ જેના કથિત ખોટા નિર્ણયો આપણા વિચારને મેલો કરે છે. અને આપણને કહી રહ્યા છે.
એક લડકી કો દેખા તો એસા લગા...
'શ્શ્શ...***** મસ્ત છે'
'ચહેરો છોડીને બધું સારું છે'
'આસાનાથી પટાઈ શકીશું'
'તું કંઈ પણ કરી લે, ભાવ નહીં આપશે'
કોઈ પણ યુવતીની શારીરિક સુંદરતાના વખાણ કરવાં ખોટા નથી. જો દિલ કહે છે કે મન બરાબર તન તો પછી કહેવું શું.
તમે જે સમાજના કહેવા અને કરવામાં અંતર છે તે સમાજમાં આ વિચારને સ્વીકારી રહ્યા છો.
બિસ્તરમાં કપડાં ઉતારવા જેટલો ઓછો સમય લાગતો જાય છે, તે જ બિસ્તર વિશે વાત કરવામાં વર્ષો લાગી જાય છે.
એમ પણ ભારતમાં ત્રણ બાબાતોને ગુપ્ત રાખવાનો રિવાજ છે. રોગ, મતદાન અને સેક્સ પર વાતચીત.
કોઈ યુવતીને જોઈને વ્યક્ત થયેલી ઇચ્છાઓ ક્યાં સુધી ટકી રહેશે?
શું તે એ પ્રેમિકા સામે ટકી રહેશે જેની સાથે તમે રહેવાનું નક્કી કર્યું છે.
એ નાની બહેન જે તમને ભાઈ કહીને સંબોધે ત્યારે તમે મજબૂત છો એવું અનુભવો છો.
ઉપરના બન્ને સવાલ'તારા ઘરમાં મા-બહેન નથી?'ની જેમ ઘસાઈ ચૂકેલી વાતનું વિસ્તૃત રૂપ છે.
ગડબડ પણ આ જ વાતમાં છે. જેમાં પોતાની સાથે થતી છેડખાનીમાં યુવતીને એક મહિલા જ યાદ આવે છે. આ યાદ બે પ્રકારની હોય છે.
એક - મહિલાઓ સાથે વાત કરવાની તમીજ નથી, તારા ઘરમાં મા-બહેન નથી
બીજી - અમને છેડી રહ્યો છે, તારા ઘરમાં મા-બહેન નથી.
છેડખાની બાદની કોઈ પણ ઘટના કે કિસ્સો લઈ લો. ઘરની મા-બહેન ક્યારેય કોઈ ઘટના રોકવામાં કામ નથી આવી(ઘરમાં મા-બહેન નથી? વાળી ટિપ્પણી).
ન તેનાથી છેટતીના બનાવ અટક્યા છે. તે વાત પુત્ર કે ભાઈને એવું સમજાવવામાં પણ નિષ્ફળ રહી છે કે મહિલાના મન કરતાં તેના શરીરને પ્રાથમિકતા આપવું સહનશીલતાની બહારની બાબત છે.
વિચારવા છતાં એક એવી વાત યાદ નથી આવતી જેમાં રસ્તે ચાલતી અજાણી યુવતીને તેના શરીર નહીં પણ 'મન' માટે છેડતી કરવામાં આવી હોય.
અખબારોના સમાચાર, બળાત્કાર સંબંધિત ડૉક્યુમેન્ટ્રીના નિષ્કર્સમાં ઊંડા ઊતરીને ક્યારેક વિચારી જોજો.
યુવતીઓનાં ગળા નીચે નજર ટકાવી રાખનારા એ બારીક લાઇનની બિલકુલ નજીક જોવા મળશે.
તેને પાર કરનારાઓનાં નામ બળાત્કારી સાથે જોડાઈ ગયાં છે.
આપણી આસપાસ ભાઈ, દોસ્ત, પતિ કોઈ પણ સંબંધ ધરાવતા યુવકને જુઓ તો લાગે...કે તેને કહેવાની જરૂર છે કે આ લાઈનથી દૂર ભાગવાની જરૂર છે.
જેથી એક યોગ્ય ઉંમર અને તક આવે જેથી તમે કહી શકો.
એક લડકી કો દેખા તો એસા લગા...
'તારી સાથે પ્રેમ છે, મારી સાથે જીવન વિતાવીશ'
'યાર તું મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે'
'લગ્ન નથી કરવાં, ઇટ્સ ઓકે બેટા'
'મારી લાડલી લેસ્બિયન છે'
કોઈ મોંઘી રેસ્ટોરાંના કૅન્ડલ લાઇટ ડિનર કે પહાડની ટોચ પર નહીં, પણ કોઈ સાથે જીવન વિતાવવાના વિચાર મજબૂત એ સવારમાં આવશે જ્યારે કિચડ ભરેલી આંખો પણ સુંદર લાગશે.
બગલના વાળના કારણે હાથ ઊંચા નહીં કરી શકતી યુવતીની મુશ્કેલી આપણને ખટકવા લાગે.
એ જરૂરિયાત સમજમાં આવવા લાગશે જ્યારે પાંચ દિવસ વગર કારણે ચિડીયાપણું જોવા છતાં પણ સમજીને ચૂપ રહેવાનું હોય છે.
ચૉકલેટ અથવા ફૂલ આપીને પ્રેમ થોડો પૂરો થાય છે. ઘણું બધું બીજું પણ જરૂરી છે.
જે ફિલ્મોમાં આજ સુધી જોવા નથી મળ્યું. જે ફિલ્મો આજ સુધી બતાવી નથી શકી.
ત્યારે જ કોઈ યુવતી તમને જોઈને કહી શકશે કે એક લડકે કો દેખા તો એસા લગા... બે લોકો એકબીજામાં સાચી મિત્રતા શોધી શકશે.
અથવા એવી પણ શક્યતા છે કે એવી કોઈ યુવતી તમને મળે અને તમને લાગે કે આ મારી સારી મિત્ર બની શકે છે.
જેની સાથે મોહનિશ બહલના એ સંવાદને ખોટો પુરવાર કરી શકું છું કે - એક યુવક અને યુવતી ક્યારેય દોસ્ત ન હોઈ શકે.
'રંગ જાની રે, મરજાની રે'
પર આ બન્ને બાબત બાદ એક લડકી કો દેખા તો એસા લગા.. બાબત જેમના મનમાં દીકરીને પ્રેમ કરતાં વધુ જોખમ છે તેવા માબાપ માટે મુશ્કેલ બની જશે.
એ જોખમ કે કોઈ પોતાનું જ દીકરી પર નજર ન બગાડે. કોઈ યુવક તેને દગો ન કરી જાય.. આ બધી ચિંતાઓ યોગ્ય છે.
તેના માપદંડો યોગ્ય રહેવા જોઈએ. તે પછી જાતિ, અમીર-ગરીબ, ધર્મ જેવી બાબતો માપદંડ ન બની જાય.
આવાં માતાપિતાએ દીકરીએને જે વિશ્વાસથી સ્કૂલ-કૉલેજ મોકલી હોય છે, તે જ દીકરી જો કોઈ યુવક પર વિશ્વાસ મૂકે તો ઉપરોક્ત કોઈ માપદંડ આડા નહીં આવશે.
વિશ્વાસ પર વિશ્વાસ કરતા શીખો. જો તે સાચું પુરવાર થાય તો ગજબનું સુખ આપશે.
જેથી તમને એવું ન લાગે કે પોતાનાવાળી ને જોઈ તો આવું લાગ્યું...તે આવું કેવી રીતે કરી શકે છે.
ભલે તમારા દીકરાને કોઈ છોકરા સાથે કે દીકરીને છોકરી સાથે પ્રેમ કેમ ન હોય.
આપણું ઘડતર એવું થયું છે કે આપણા માટે આ બાબત સ્વિકારવી મુશ્કેલ છે.
પર હવે હંમેશાં એક લડકી/લડકે કો દેખા વિચારો ત્યારે તેની જગ્યાએ પોતાને રાખીને વિચારજો.
જે પણ વિચારો તે મજબૂત થતાં પહેલાં યુવક કે યુવતીને જ પૂછી લેજો.
જે જવાબ મળે તેને પૂરો સાંભળજો. રોકતા નહીં. એક નવા ગીતની લાઇન યાદ કરજો.
'રંગ જાની રે, મરજાની રે, કહની જો થી કહ દે વો બાત હો...'
એક લડકી કો દેખા તો એસા લગા...કે અમે અત્યાર સુધી ઘણું ખોટું વિચાર્યું.
કેમ હાર્દિક પંડ્યા?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો